સરવા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
- દારૂનો જથ્થો આપનાર ફરાર
- દારૂનો જથ્થો સગેવગે કરે તે પૂર્વે જ બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શખ્સને ઉઠાવી લીધો
ભાવનગર : બોટાદના સરવા ગામે આવેલ પીપરડી જવાના માર્ગ પરથી બોટાદ લોકલ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સ ફરાર થઈ ગયો હતો.
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમીમળી હતી કે, બોટાદના સરવા ગામે રહેતો મહિપતસિંહ બળવંતભાઈ ડોડીયા સરવા ગામે આવેલ પીપરડી જવાના માર્ગ નજીક દારૂનો જથ્થો સગવેગ કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડયો હતો. જયાં ઉક્ત શખસ વિદેશી દારૂની ૧૬૧ બોટલ સાથે મળી આવતાં પોલીસે તેને ઝડપી પાડયો હતો. જયારે આ જથ્થો જયંતિ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે બન્ને શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ફરાર શખ્સને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.