FOLLOW US

લાખણકા ગામે દારૂની 15 બોટલ સાથે શખ્સ ઝડપાયો

Updated: Mar 16th, 2023


ગઢડાના બે બુટલેગરે દારૂની બોટલો પૂરી પાડી

બાવળની કાંટમાં ખાડો કરી દારૂ છુપાવ્યાની કબૂલાત, લાખણકા અને ગઢડાના ચાર શખ્સ સામે ફરિયાદ

બોટાદ: ગઢડા તાલુકાના લાખણકા ગામે બાવળની કાંટમાં જમીનમાં ખાડો ખોદી છુપાવેલી વિદેશી દારૂની ૧૫ બોટલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ બુટલેગર હાજર મળી ન આવતા પોલીસે ચારેય વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના સંદર્ભે ઉપલબ્ધ વિગત અનુસાર ગઢડાના લાખણકા ગામે રહેતો રાકેશ ઉર્ફે અકો રમેશભાઈ વણોદિયા, વિપુલ કરણાભાઈ ડાંગર નામના બે શખ્સ અડતાળાથી લાખણકા ગામના રસ્તે તતાણા જવાના કાચા માર્ગે પર આવેલ પડતર જગ્યા ખાતે બાવળની કાંટમાં દારૂ છુપાવીને હેરાફેરી કરી વેંચાણ કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ગઢડા પોલીસે ગઈકાલે મોડી સાંજના સમયે દરોડો પાડી રાકેશ ઉર્ફે અકો વણોદિયા નામના શખ્સને દબોચી લઈ પૂછતાછ કરતા બાવળની ઝાડીમાં ભોયતળિયે ખાડો ખાદી વિદેશી દારૂની બોટલો છુપાવી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે શખ્સને સાથે રાખી તલાશી લેતા વિમલના થેલામાંથી ૧૫ બોટલ કબજે કરી હતી. વધુમાં આ દારૂની બોટલો ગઢડામાં રહેતો સંજય સાકરિયા અને હરદીપ પીઠુભાઈ કાઠીદરબાર આપી ગયો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે ગઢડા પોલીસે રાકેશ ઉર્ફે અકો, વિપુલ ડાંગર (રહે, બન્ને લાખણકા), સંજય સાકરિયા અને હરદીપ કાઠીદરબાર (રહે, બન્ને ગઢડા) વિરૂધ્ધ પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ) (એ), ૧૧૬-બી, ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat
News
News
News
Magazines