કાળીધાર સીમમાં હથિયાર બનાવવામાં આવતા હતા
એસ.ઓ.જી.એ દરોડો પાડી દેશી મજલલોડ બંદૂકો, ધારિયા, બંદૂકની ગોળીઓ, કારટીસ, તલવાર, ધારિયા, ગુપ્તી, ફરસી સહિત હથિયારોનો મોટો જથ્થો કબજે કર્યો
બનાવની વધુ વિગત મુજબ એસ.ઓ.જીે.બ્રાન્ચને પેટ્રોલિંગ
દરમિયાન એવી બાતમી મળી હતી કે ગુંદરણ ગામની સીમમાં રામશીભાઈ રામાભાઈ કરગિયા
સાધનસરંજામ અને વર્કશોપ સાથે લોકોની હત્યા કરી શકે એવા ઘાતક દેશી હથિયારો બનાવે
છે.
આથી બાતમી મુજબના સ્થળે પોલીસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
અને એફએસએલ અધિકારીઓને સાથે રાખી દરોડો પાડયો હતો. આ સ્થળે પોલીસ પહોંચતા હેરત
પામી ગઈ હતી કારણ કે આ વર્કશોપમાં તમામ જાતના હથિયારો અને દેશી બંદૂકો બનતી હતી.
અને એ માટે જુદા જુદા મશીનો પણ ત્યાં હતા. બંદૂકોના બટ માટેના લાકડાઓ ,વિસ્ફોટક પદાર્થો
અને અન્ય તમામ ચીજવસ્તુઓ ત્યાં હતી.આ બાબતે આરોપી રામશીને પુછતા અને હથિયાર
બનાવવાનું લાયસન્સ માગતા તે આપી શક્યો ન હતો. એમની પાસે એક દેશી બંદુકનું લાયસન્સ
મળી આવ્યું હતુ. બાકીના કોઈ લાયસન્સ મળ્યા ન હતા.
આથી તેને ઝડપી લઈ દેશી બનાવટની બંદૂક-૪, છરી-૫, ધારિયા -૩, ગુપ્તી ૩, ભાલા-ર, ફરસી-૧, કુહાડી-૧, ગોળાવાળી લાકડી -૪ વગેરે મળી કુલ ૨૩ હથિયારો કબજે કર્યા હતા. આ ઉપરાંત વેલ્ડિંગ મશીન, અને અન્ય મશીનો પણ હસ્તગત કર્યા હતા. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ ફોન પણ કબજે લેવાયો છે. હવે બધી વિગતો મેળવવા માટે આરોપીને અદાલતમાં રજુ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે, તેમજ આ મિનિ ફેટકરી કયારથી ચાલુ છે ? એમાં બનતા હથિયારો કોને કોને આજ સુધીમાં વેંચ્યા છે. અને હથિયાર બનાવવા પાછળ હેતું શું હતો ? હથિયાર બનાવવાનું જ્ઞાાન કોની પાસેથી મેળવ્યું છે.વગેરે વિગતો મેળવવામાં આવશે.આ આરોપી સામે એ.એસ.આઈ નરવણસિંહ કાકુભા ગોહિલે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. અને આ બાબતની તપાસ પીએસઆઈ આર.એચ.મારૃ અને એસ.ઓ.જી અધિકારીઓ કરી રહ્યા છે.


