Get The App

સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં અક્ષરધામનું ભવ્ય દ્રશ્ય સર્જાયું

Updated: Dec 19th, 2021

GS TEAM

Google News
Google News
સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં અક્ષરધામનું ભવ્ય દ્રશ્ય સર્જાયું 1 - image


- 170 ગામોમાંથી આવેલી મૂર્તિઓનું સ્વાગત કરાયું

- સ્વામિનારાયણ ભગવાનની 7,070 મૂતઓના એક સાથે દર્શન થતા ભાવિકોએ ધન્યતા અનુભવી

બરવાળા : બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી અનેક રૂપે સ્વામિ નારાયણ ધામક કાર્યક્રમ અંતર્ગત વિશ્વવિક્રમ સર્જાયો હતો. આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વવિક્રમમાં જાહેર કરવા માટે ગિનીશ વર્લ્ડ રેકોર્ડઝને મોકલવામાં આવ્યો હતો.

કુંડળધામ ખાતે આયોજિત આ ધર્મોત્સવમાં ૧૭૦ ગામોના હરિભકતોના ઘરેથી આવેલ ઘનશ્યામ મહારાજ  એટલે કે સ્વામિનારાયણ ભગવાનની ૭,૦૭૦ મૂતના એક સાથે દર્શનનો નઝારો જોવા મળ્યો હતો. તમામ મૂતઓનું સામુહિક આગમન થતા ભવ્ય સ્વાગત કરાયું હતું. દેશભરમાંથી આવેલી મૂતઓનું ?જ્ઞાાનજીવનદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સૌ સંતો તેમજ ભક્તો દ્વારા સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું. મૂતઓ ૨૭ વર્તુળોમાં ગોઠવવામાં આવી હતી. દરેક મૂતના શણગાર વૈવિધ્યસભર હતા. આ પ્રસંગે ગુરૂજી તેમજ સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. બાદ ભક્તોને સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. એક સાથે સ્વામિનારાયણ ભગવાનની ૭,૦૭૦ મૂતઓનાં દર્શનનો આવો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હોવાથી બહુ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અને આ ભવ્ય - દિવ્ય દ્રશ્ય નિહાળી અક્ષરધામની ઝાંખી થતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ વેળા  જયનાદના જયઘોષથી  સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

Tags :