Get The App

કાકા સાથે જઈ રહેલા ૬ વર્ષીય ભત્રીજાનું ટ્રેકટરમાંથી પડી જતા મોત

Updated: May 21st, 2023

GS TEAM


Google News
Google News
કાકા સાથે જઈ રહેલા ૬ વર્ષીય ભત્રીજાનું ટ્રેકટરમાંથી પડી જતા મોત 1 - image


ખાંભા તાલુકાના ખડાધાર ગામે

ટ્રેકટર પાછળ જોડેલા રોટાવેટરમાં અથડાતા જીવ ગયો

અમરેલી :  અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામે નેરાના કાંઠે આવેલા એક ખેતરમાં ટ્રેક્ટરમાંથી પડી જવાને કારણે રોટાવેટર સાથે અથડાતા એક ૬ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. કાકા સાથે ટ્રેકટરમાં બેસેલા ભત્રીજાનું મોત નિપજતા બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ખડાધાર ગામે નેરા કાંઠે આવેલ વિજયસિંહ કનકસિંહ રાઠોડના ખેતરમાં ભરતભાઈ ભુપતભાઇ ડોડીયા અને તેમાં પત્ની તેમના બાળકો સાથે લાકડા કાપવાનું કામ કરી રહ્યા હતા. અને ભરતભાઈનો ભાઈ વિજય ડોડીયા પણ અહીં ટ્રેકટર અને રોટાવેટર ખેતરમાં ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ભરતભાઇના દીકરા ધામક(ઉ.વ.૬) એ કાકા સાથે ટ્રેકટરમાં બેસવાનું વેન પકડયું હતું. ત્યાર બાદ ધામકને તેના કાકા સાથે ર્ટ્કેટરમાં ડ્રાઇવરની બાજુની સીટમાં બેસેલો હતો. તે દરમિયાન અચાનક જ તે ટ્રેકટરમાંથી પડી જવાને કારણે તે ટ્રેકટર પાછળ જોડેલા રોટાવેટરમાં ભટકાઈ જવાને કારણે તેને શરીર અને માથાના ભાગે ઈજાઓ થઇ હતી.આ ગંભીર ઇજાઓને કારણે  સારવાર માટે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે ત્યાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ખાંભા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી હતી.

Tags :