96% ગુજરાતીઓનો મત : સરકારે નવી હોસ્પિટલો બનાવવી જરૂરી
- કોરોનાની અસરો : ૩૩ જિલ્લાનું રસપ્રદ ઓનલાઈન સર્વેક્ષણ
- શહેરોમાંથી સ્થળાંતર વધતાં ગ્રામીણ જીવન અને અર્થતંત્ર પર અસર
રાજકોટ, તા. 30 જૂન, 2020, ગુરૂવાર
કોવિડ-૧૯ મહામારીનો કહર અને કોરોના પ્રેરિત લોકડાઉન આરોગ્યથી લઈને અર્થકારણ અને જીવનશૈલી ઉપર તેની કેવી-કેવી અસર થઈ, કે થશે એ વિશે એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો, જે દરમિયાન ગુજરાતના ૯૬ ટકા લોકોએ આરોગ્ય વિષયક સવલતો વધવી જરૂરી લેખાવી હતી., ૭૨ ટકા લોકોને દેશનો ય્ઘઁ ઘટવાનો અંદેશો
કોવિડ-૧૯ સામે આરોગ્યની જાગૃતિમાં ૯૬.૬ ટકા લોકોના મતે આધુનિક સુવિધા ધરાવતી અને નિશુલ્ક સેવા આપતી હોસ્પિટલોનું નિર્માણ ભવિષ્ય માટે કરવું જોઈએ.જે દર્શાવે છે કે આરોગ્યની સુખાકારીને લોકો આવકારે છે.
માંગરોળના સચિન જે. પીઠડીયા તથા રાજકોટનાં ડો. પંકજકુમાર એમ. મુછડીયાએ 'કોવીડ-૧૯ અને બદલાતી જીવનશૈલી'ના વિષય પર ઓનલાઈન Google Form ના માધ્યમથી વીસ દિવસના ગાળામાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતનાં કુલ તેત્રીસ જીલ્લામાંથી ૫૦૦ કરતા વધુ લોકોએ ૬૧ જેટલા પ્રશ્નો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. આ સર્વેક્ષણના એક તારણ મુજબ, શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા પરંતુ તેની અભિરૂચિમાં ઘટાડો થયો. જેમાં ૩૩.૯ ટકા લોકો ઓનલાઈન શેક્ષણને આવારે છે. જયારે ૫૧.૧ ટકા લોકોની ઓન લાઈન શિક્ષણ પ્રત્યે અભિરૂચિ ઓછી થઈ છે તેવું જણાવે છે. બિજી બાજુ ૯૨ ટકા લોકોના મતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો નવી નોકરીની તક મળશે કે નહી તે અંગે મુંઝવણ અનુભવી રહ્યાં છે, જેથી શિક્ષિત બેરોજગારનો વિકટ પ્રશ્ન ઉદભવ્યો છે તે મોટો પડકાર છે.
ઉદ્યોગ ક્ષેત્રે ૯૫.૬ ટકા લોકોના મતે શહેરથી ગ્રામીણ તરફ સ્થળાંતર વધ્યું છે. જેને લીધે ગ્રામીણ જીવનશૈલી અને અર્થતંત્ર ઉપર અસર થઈ રહી છે. ૮૮.૪ ટકા લોકોના મતે જીવન જરૂરિયાત માટે સ્વેદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ તેવું માને છે. કોરોના વાઈરસનું સંક્રમણ ઓછુ ફેલાય તે માટે ૯૪.૬ ટકા લોકો વિડીયો કોન્ફરન્સ અને વર્ક ફ્રોમ હોમને આવકારે છે. તો ૭૨.૪ ટકા લોકોના મતે ભવિષ્યમાં ભારતનો જીડીપી દર ઘટશે ૬૬ ટકા લોકો જણાવે છે કે લોકડાઉનથી લઘુ, સુક્ષ્મ, મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે વધુ અસર પડી છે. લોકડાઉન ખૂલ્યા બાદ પણ ગુજરાતમાં મજૂરોની સોર્ટેજ (અછત) રહેશે તેવું ૮૧.૪ ટકા લોકો માને છે.
૯૮.૮ ટકા લોકો માને છે કે લોકડાઉનથી પર્યાવરણનાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે. તો ૯૬.૮ ટકા લોકોના મતે લોકડાઉનથી ભારતની નદીઓના પાણી શુધ્ધ થયા છે. માટે હવે નદીઓના પાણી દૂષિત ન થાય તે અંગેની સભાનતા આપણી સૌની હોવી જોઈએ. કોઈપણ પ૩કારની સામાજિક, ધાર્મિક ક્રિયાઓ નદી કિનારે ન કરવી જોઈએ નદીઓમાં કચરો ન ફેકવો જોઈે. ૮૮.૨ ટકા લોકો માને છે દર વર્ષે ૨૫ માર્ચને ભારતમાં લોકડાઉન કરીને ૨૫ માર્ચને લોકડાઉન દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં એક દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવું અનિવાર્ય (આવકાર્ય) માને છે. ૮૬.૮ ટકાલોકોના મતે કોરોના વાઈરસનાં સંક્રમણથી બચવા માટે આવનારા સમયમાં વિવિધ પ્રકારના આર્થિક વહિવટ માટે ડિજીટલ પ્લેટફોર્મ એ દૈનિક જીવનશૈલીનું અંગ બનશે તેવો મત વ્યક્ત કરે છે.