Get The App

ભાવનગર જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 79.52 ટકા પરિણામ

- લોકડાઉનની સ્થિતિમાં સફળ મુલ્યાંકન કાર્યથી સમય સચવાયો

- જિલ્લામાં એ-1 ગ્રેડમાં 29, એ-2માં 684, બી-1માં 2573, બી-2માં 4134 વિદ્યાર્થી તો 3445 ઉમેદવાર ફેઇલ

Updated: Jun 16th, 2020

GS TEAM


Google News
Google News
ભાવનગર જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 79.52 ટકા પરિણામ 1 - image


ભાવનગર, તા. 15 જૂન 2020, સોમવાર

માર્ચ-20ની બોર્ડની ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાયા બાદ કોવીડ-19ની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ મધ્યસ્થ મૂલ્યાંકનમાં પેપરો તપાસી સમયસર પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડનું 76.27 ટકા પરિણામ આવ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાનું 79.52 ટકા તો બોટાદ જિલ્લાનું 83.50 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હોવાનું જણાયું છે.

માર્ચ-20માં મા. ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા વાર્ષિક પરીક્ષાઓ યોજાઇ હતી જેમાં પ્રથમ ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહ બાદ ધો.10નું પરિણામ જાહેર કરાયું હતું. જ્યારે આજે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં બોર્ડના 373159 નિયમિત ઉમેદવારોમાંથી 371771 પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા અને 2,83,624 વિદ્યાર્થી ઉતીર્ણ થયા હતાં જેનું પરિણામ 76.29 ટકા આવ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લાના નોંધાયેલા 16669 ઉમેદવારોમાંથી 16630 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એ-1 ગ્રેડમાં 29 વિદ્યાર્થી, એ-2 ગ્રેડમાં 684, બી-1માં 2573, બી-2માં 4134, સી-1માં 3920, સી-2માં 1748, ડી-130 વિદ્યાર્થી સમાવાયા છે. 

જ્યારે એન.આઇ.માં 3445 વિદ્યાર્થી સાથે ભાવનગર જિલ્લાનું પરિણામ 79.52 ટકા રહેવા પામ્યું છે. તો ધો.12 સા.પ્ર.ના બોટાદ જિલ્લામાં નોંધાયેલા 4573માંથી 4564 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થી, એ-2માં 173, બી-1માં 733, બી-2માં 1166, સી-1માં 1217, સી-2માં 485 વિદ્યાર્થી સાથે એન.આઇ.માં 762નો સમાવેશ કરી જિલ્લાનું કુલ પરિણામ 83.50 ટકા જાહેર કરવામાં આવ્યું હતું.

બોર્ડની પરીક્ષા શરૂ થઇ ત્યારે કોવીડ-19ની અસર ન હતી પરંતુ પૂર્ણતાના આરે પહોંચતા આ અસર વ્યાપક બની હતી અને પરીક્ષા બાદ કપરા કાળમાં લોકડાઉનની સ્થિમિાં પણ ઉત્તરવહી મૂલ્યાંકનનું કપરૂ કાર્ય શિક્ષકોએ સુચારૂ રીતે પૂર્ણ કર્યું હતું. આમ આ વર્ષ સમગ્ર રાજ્ય, દેશમાં કુદરતી પ્રકોપના કપરા સંજોગોમાં સમયસર પરીક્ષા અને પરિણામ પણ સમયસર જાહેર કરી શકવા પાછળ તમામ શિક્ષણ તંત્રના કર્મચારીઓની સંગઠનાત્મક ભાવના દિપી ઉઠી છે.

બોટાદ જિલ્લામાં પરીક્ષાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં 83.50 ટકા સારૂ પરિણામ

ધો.12 સામાન્ય પ્રવાહનું કેન્દ્ર પ્રમાણે પરિણામ

સેન્ટરનું નામ

રજીસ્ટર સંખ્યા

હાજર સંખ્યા

ઇક્યુસી

એન.આઇ.

ટકા

ભાવનગર સિટી

2931

2927

2315

616

79.09

મહુવા

1521

1520

1261

287

82.96

પાલિતાણા

1084

1080

822

262

76.11

સિહોર

1582

1581

1263

319

79.89

ગારિયાધાર

533

530

337

196

63.58

ભાવનગર ઇ.

2787

2784

2186

601

78.52

તળાજા

1594

1594

1325

269

83.12

વલભીપુર

327

327

223

104

68.20

ઉમરાળા

307

307

241

66

78.50

સથરા

613

611

536

77

87.73

વાળુકડ (જીજી)

408

407

314

94

77.15

વાળુકડ (પાલિ.)

333

332

254

79

78.40

ભુંભલી

676

675

572

104

84.74

બગદાણા

372

371

263

109

70.89

પીથલપુર

342

340

289

53

85.00

હાજીપર

512

509

414

89

81.34

જેસર

307

305

253

54

82.95

કુલ

16669

16630

 

3445

79.52

Tags :