રાજકોટ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ શહેરમાં જુગારની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ પોલીસે ૨૪ કલાકમાં આઠ સ્થળોએ દરોડો પાડી જુગાર રમતી ૩૧ મહિલા સહિત કુલ ૬૧ શખ્સોને રૂા ૩ લાખની મત્તા સાથે પકડી લીધા હતાં જયારે એક શખ્સ ભાગી જતા તેની શોધખોળ શરૂ કરી છે.
યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્કમાં રહેતાં હેમાંગી બેન વિપુલભાઈ મારડીયાના મકાનમાંથી યુનિવર્સિટી પોલીસે જુગાર રમતા હેમાંગીબેન ઉપરાંત ઈન્દીરાબેન બહાદુરસિંહ ધાંધલ, રેશ્માબેન જયેશભાઈ ભુત, રીટાબેન કેતનભાઈ દલસાણીયા, કિનાબેન જીતેન્દ્રભાઈ દુદાણી, કિરણબેન પંકજભાઈ પટેલ, પન્નાબેન દિલીપભાઈ કુંડલીયા, અંજનાબેન શૈલેષભાઈ સવાણી, ચેતનાબેન કાંતીભાઈ ચનીયારા વર્ષાબેન બિપીનભાઈ ખાચર, ઈલાબેન મહિપતસિંહ રાઠોડ, અને રમીલાબેન લલીતભાઈ જકાસણીયાને રૂા ૮૧,૭૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.
બીજા દરોડામાં જીવરાજ પાર્ક પાસે આઈકોન હીલ વ્યુહ એપાર્ટમેન્ટમાં રહેતાં ભાનુબેન દિનેશભાઈ ભંડેરી (ઉ.વ.૫૧)ના ફલેટમાંથી ક્રાઈમ બ્રાંચે જુગાર રમતા મકાનમાલીક ઉપરાંત મંજુલાબેન નવીનભાઈ કાલરીયા, જયોત્સનાબેન અરવિંદભાઈ રંગાણી, ચંપાબેન પરસોત્તમભાઈ કાથરોટીયા, ચંદ્રીકાબેન મહેન્દ્રભાઈ નીમાવત, કંચનબેન જયંતીભાઈ ગોધાણી, ઈન્દુબેન ભરતભાઈ પરસાણીયા, વર્ષાબેન લલીતભાઈ અગ્રાવત, મીનાબેન પ્રભાતભાઈ મકવાણા અને અલ્પાબેન સીરીશભાઈ મેઘપરાને રૂા ૮૩,૨૧૦ની મત્તા સાથે પકડી લીધા હતાં.
ત્રીજા દરોડામાં મવડી પ્લોટમાં વિશ્વેશ્વર મંદિર પાછળ મારૂતીનંદનમાં રહેતાં અલ્પેશ ઉર્ફે બાબો રમણીકલાલ ગોટેચા ઉ.વ.૪૪ના મકાનમાંથી જુગાર રમતા અલ્પેશ ઉપરાંત રવિરાજસિંહ રઘુવીરસિંહ વાળા, નયનાબેન અલ્પેશભાઈ, ભાવનાબેન સવશીભાઈ, આશાબેન અશોકભાઈ અને સકીરાબેન સમીરભાઈને રૂા ૫૭,૧૭૦ની રોકડ સાથે ક્રાઈમ બ્રાંચે પકડી લીધા હતાં.
ચોથા દરોડામાં પીપળીયા હોલ મેઈન રોડ પર રામેશ્વર સોસાયટીમાં શેરી નંબર ૨ બંધ શેરીમાં બાડે રહેતાં ઝરીનાબેન દાદાભાઈ લાજી (ઉ.વ.૫૦)ના મકાનમાંથી ભક્તિનગર પોલીસે જુગાર રમતા ઝરીનાબેન ઉપરાંત વિશાલ જીતેન્દ્રભાઈ ભીમાણી, અશરફ અહેમદભાઈ મહેતર, નાગજી મોપભાઈ વરૂ, અફસાનાબેન સલીમભાઈ ગોદાણી, હંસાબેન ડાયાભાી ડાવેરા, મંજુબેન ભનુભાઈ ગુજરાતી અને લાભુબેન નટુભાઈ પરમારને રૂા ૨૦,૭૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.
પાંચમાં દરોડામાં જડેશ્વર વેલનાથ મેઈન રોડ પર રહેતાં વનરાજ કાનાભાઈ રાઠોડ ઉ.વ.૪૦નાં મકાનમાંથી ક્રાઈમ બ્રાંચે જુગાર રમતા વનરાજ ઉપરાંત બાબુ લાલજીભાઈ સિખડ, રવુ પોલાભાઈ ધાધલ, લાખા હાજાભાઈ ડાંગર, દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ, અલ્પેશ અર્જુનભાઈ ગોહિલને રૂા ૧૩,૧૨૦ની રોકડ સાથે પકડી ફરાર સુભાષ આહિરની શોધખોળ આદરી છે.
છઠ્ઠા દરોડામાં મોરબી રોડ પર વેલનાથ પરામાં રહેતાં દિનેશ મુરાજીભાઈ ચોરસીયા (ઉ.વ.૨૮) ના મકાનમાંથી બી.ડીવીઝન પોલીસે જુગાર રમતા દિનેશ ઉપરાંત અનીરૂધ્ધસિંહ બચુભા જાડેજા, વિજય જુગલભાઈ, મહેશ મગનભાઈ ઠાકર, નીલેશ મગનભાઈ ગઢીયા, કિરીટ મોહનભાઈ અને લાલજી છોટાલાલ ઠકકરને રૂા ૧૦,૪૬૦ની રોકડ સહિત કુલ રૂા ૨૦૯૬૦ની મત્તા સાથે પકડી લીધા હતાં.
સાતમા દરોડામાં જામનગર રોડ પર આઈ.ઓ.સી. પ્લાન્ટ પાસે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા આઠ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે રૂા ૧૧,૪૨૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.
આઠમાં દરોડામાં મોટામવા ગામ પાછળ ખુલ્લા પ્લોટમાં જુગાર રમતાં ચાર શખ્સોને તાલુકા પોલીસે રૂા ૧૧,૨૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.


