એસ.ટી. વર્કશોપમાંથી 45 સ્ક્રેપ બેટરીની ચોરી .

Updated: Jan 25th, 2023


ત્રણ-ત્રણ વોચમેન છતાં 

સ્ટોર ઓફિસરે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી, સીસીટીવીના આધારે તપાસ

રાજકોટ: ગોંડલ રોડ પર આવેલા એસ.ટી. વર્કશોપમાંથી તસ્કરો સ્ક્રેપમાં આવેલી રૃા.૧.૮૪ લાખની કિંમતની ૪પ બેટરી ચોરી કરી ગયાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વર્કશોપમાં આવેલા સ્ટોર વિભાગમાં સ્ટોર ઓફિસર તરીકે ફરજ બજાવતા આશિષગીરી ગોસ્વામી (રહે. રૃરલ હાઉસીંગ બોર્ડના કવાર્ટર, કાલાવડ રોડ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્કશોપમાં ૩ વોચમેન છે. ગઈ તા. પના રોજ ચેકીંગ દરમ્યાન ૧૧ર સ્ક્રેપ બેટરી જોવા મળી હતી. ગઈ તા.ર૩ના રોજ ફરીથી સ્ટોક ચેક કરતા ૪પ બેટરી ઓછી જણાઈ હતી. જેથી નિયામકને જાણ કરી હતી. એટલું જ નહીં આસપાસ તપાસ કરી હતી. પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. 

એક સ્ક્રેપ બેટરીની અંદાજીત કિંમત રૃા.૪૦૯૩ હતી. આ રીતે ૪પ બેટરીની કુલ કિંમત રૃા.૧.૮૪ લાખ હતી. જે અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.

    Sports

    RECENT NEWS