Get The App

રાજકોટમાં પખવાડિયામાં જ કોરોના પેશન્ટ 4 ગણા! હાલ 426 દાખલ!

- શહેરમાં રોજ 30થી વધુ બેડની પડી રહી છે જરૂર !

- રોજ ડિસ્ચાર્જ થાય તેથી બમણા નવા દર્દીનો ઉમેરો

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટમાં પખવાડિયામાં જ કોરોના  પેશન્ટ 4 ગણા! હાલ 426 દાખલ! 1 - image


હોસ્પિટલો ફૂલ, ડોક્ટરો પણ થઈ રહ્યા છે દાખલ 

રાજકોટ, તા. 23 જુલાઈ, 2020, ગુરૂવાર

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓની ઘોર ઉપેક્ષા વચ્ચે શહેરમાં ચોમાસા અનેર્લોકોની હરફરની સ્થિતિમાં કોરોના  બેકાબુ બન્યો છે, આજે વધુ ૪૫ કેસો સાથે કૂલ કેસની સંખ્યા ૭૮૬ ઉપરપહોંચી છે અને ગંભીર વાત એ છે કે નવી નવી કોવિડ 

હોસ્પિટલો પણ હવે ઓછી પડે તેવી દહેશત સર્જાઈ છે. તા.૮ જૂલાઈએ શહેરની હોસ્પિટલોમાં કૂલ ૧૧૯ દર્દીઓ સારવારમાં હતા તેમાં આજે ૨૨ જૂલાઈએ એટલે કે એક પખવાડિયામાં જ ત્રણસો ટકાનો વધારો થયો છે અને ૪૨૬ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. 

સ્થિતિ એટલી ગંભીર છે કે કોરોનાની સારવાર આપી શકે તેવી રોજ ૩૦થી વધુ બેડની જરૂરિયાત સર્જાઈ છે.હોસ્પિટલોમાં ભારત ઘટે તે માટે  હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વધુ પ્રમાણમાં થાય અને ઘરે રહીને જ સારવાર કરાવી શકે તેવી સરકારી નીતિરીતિઓ છતાં 

પણ શહેરમાં સત્તાવાર આંકડા મૂજબ સપ્તાહથી સરેરાશ રોજ  ૬૦ દર્દીઓ  ઉમેરાય છે અને તેના અર્ધા જ ડિસ્ચાર્જ થાય છે. હોસ્પિટલોમાં આજે ૭ના એમ રોજ પાંચ-છના મૃત્યુ સપ્તાહથી નોંધાય છે.

હજુ પણ મનપા કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ટેસ્ટીંગ તો શરુ કરાયું જ નથી ત્યારે આ સ્થિતિ છે તો ખરેખર ટેસ્ટીંગ થાય અને નવા દર્દીઓ સામે આવે તો તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં બેડ મળવી મૂશ્કેલ બને તેવી સ્થિતિ છે. કારણ કે સરકારી 

હોસ્પિટલમાં માત્ર પાંચસો બેડ છે અને નવી ૧૮૦ ઉમેરાઈ રહી છે તે સંખ્યા પણ ટૂંકી પડશે. 

આ સ્થિતિ છતાં મનપાના આરોગ્ય, નાયબ આરોગ્ય અધિકારીઓમાં ઘોર ઉપેક્ષાવૃતિ દેખાય છે. મહામારીથી બચવા લોકોને જરૂરી માહિતી પૂરી પાડવામાં પણ હેલ્થ ઓફિસર, ડેપ્યુટી હેલ્થ ઓફિસરની લાપરવાહીની ફરિયાદ છે. જો કે મ્યુનિ.કમિશનર ઉદીત 

અગ્રવાલ પોતાની રીતે ઝઝુમી રહ્યા છે, તેમણે જાતે માસ્ક ચેકીંગ શરુ કર્યું હતું તો હાલ મનપા સંચાલિત ચારેય સ્વીમીંગ પૂલો બંધ હોય સ્વીમીંગ પૂલના ૩૦  કોચને દર્દીઓના અને તેના સંપર્કમાં આવનારાને હોમ ક્વોરન્ટાઈન કરવાનું શરુ કરાયું છે. કમિશનરે 

ઉમેર્યું કે હોમ ક્વોરન્ટાઈનની સંખ્યા ખાસ્સી વધારી દેવાઈ છે, કેટલાક લોકો તેની સામે વિરોધ કરે છે પણ મહામારીને રોકવા તેમણે સહયોગ આપવો પડશે. 

તો બીજી તરફ વિપક્ષી નેતાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે હિન્દુવાતની અને દેશભક્તિની વાતો કરીને ભાજપ સત્તા મેળવવામાં તો રાજકોટથી માંડીને દરેક સ્થળે સફળ રહ્યો છે પરંતુ, કોરોના મહામારીને ફેલાતી અટકાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ 

રહ્યો છે, આ જ સ્થિતિ ચાલુ રહેશે તો અહીં પણ ન્યુયોર્ક જેવી સ્થિતિ સર્જાશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. તો આ મુદ્દે ભાજપ દ્વારા કે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ, લેવાનાર પગલા અંગે વધતા જતા કેસો અન્વયે કોઈ વિગતો જારી કરાઈ નથી.

Tags :