- તરસમીયા ખારસી પરથી 16 બોટલ સાથે એક ઝડપાયો
- મોબાઇલ ફોન, ફોર વ્હીલ કાર સાથે મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘા પોલીસ
ભાવનગર એલસીબી, પેરોલ ફર્લો સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણને બાતમી મળેલ કે લાલો ધીરૂભાઇ વેગડ રહે.બાપાસીતારામ સોસાયટી, ખારશી, તરસમીયા રોડ, ભાવનગરવાળો તેના કબ્જા ભોગવટાની સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની આઇ-૨૦ કાર નંબર જીજે-૧૩-એઆર-૨૨૬૦માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને તરસમીયા ગામ તરફથી ખારશી તરફ જવાનો હોવાની છે. જે કારની વોચ દરમિયાન પોલીસે કાર ઉભી રાખવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે વાહન ઉભુ રાખેલ નહીં તે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગે રોડ ઉપર આઇ-૨૦ કાર ચાલુ હાલતમાં મુકીને ચાલક અંધારામાં ભાગી ગયેલ. આ કારમાંથી વિવિધ બ્રાન્ડની ૧૬૮ બોટલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ. જ્યારે નાસી છુટેલ લાલો ધીરૂભાઇ વેગડ (રહે. બાપાસીતારામ સોસાયટી, ખારશી, તરસમીયા રોડ) વિરૂદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જ્યારે અન્ય એક બનાવમાં ઘોઘા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે વાલેસપુર ગામની સીમમાં કરેડા ગામ તરફથી આવતી ફોર વ્હીલ કારને ઉભી રખાવી તલાશી લેતા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની ૮-૮ બોટલ સાથે સિદસર વાળંદ સોસાયટીનો ચંદ્રેશ ઉર્ફે ચંદુ હસુભાઇ મકવાણા, અમીત ઘેલાભાઇ ડાભી (નાગધણીબા) તથા ભરતનગર શિક્ષક સોસાયટીવાળો મહેશ હિંમતભાઇ મકવાણા આબાદ ઝડપાયા હતાં. પોલીસે કાર, એક મોબાઇલ સહિત મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો તેના મિત્ર મહિપાલ ઉર્ફે રામ પાસેથી લાવ્યા હોવાનું જણાવતા ચારે વિરૂદ્ધ ગુનો નોંધાવા પામ્યો હતો.


