ભાવનગર, તા. 28 જૂન 2019, શુક્રવાર
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા આગામી 1લી જુલાઈથી નવા સમયપત્રકની અમલવારી કરી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. ઘણી ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવી છે. જેના કારણે મુસાફરોને એક કલાક જેટલા સમયની બચત થશે તેવો દાવો રેલવે દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર-ગાંધીનગર ઈન્ટરસિટી ટ્રેનનો હાલનો સમય મુસાફરો અને રેલવેની આવક માટે પ્રતિકૂળ હોવા છતાં રેલવેએ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો નથી.
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા 1લી જુલાઈથી લાગુ થનાર ટ્રેનોના નવું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 11 ટ્રેનોની સ્પીડ વધારાઈ છે. તો 19 ગાડી પાંચથી 10 મિનિટ વહેલી દોડાવાની અને 6 ટ્રેનને મોડી દોડાવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોના ચાલવાના દિવસોમાં પણ ફેરફાર કરાયો છે. વધુમાં જ્યારે ગાડી નં. 59228 ભાવનગરથી સુરેન્દ્રનગર અને ગાડી નંબર 59227 સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ ટ્રેન ભાવનગરથી સવારે 11.25ના બદલે 11.20 કલાકે ઉપડશે. જ્યારે સુરેન્દ્રનગરથી સાંજે 5-5 કલાકે ઉપડી ભાવનગર રેલવે ટર્મિનશ ખાતે રાત્રે 9ના બદલે 9.20 કલાકે પહોંચશે તેમ રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
કઈ ટ્રેન મોડી દોડશે?
ભાવનગર-પાલિતાણા ટ્રેન ભાવનગરથી સવારે 6.05ના બદલે 6.15 કલાકે, સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન સુરેન્દ્રનગરથી સવારે 9.35ના બદલે 9.40 કલાકે, પોરબંદર-સંતરાગાચી સુપરફાસ્ટ ટ્રેન પોરબંદરથી સવારે પાંચ મિનિટ મોડી 8.15 કલાકે, પોરબંદર-ભાણવડ ટ્રેન સવારે 6.25ના બદલે 6.30 કલાકે અને વેરાવળ-અમરેલી ટ્રેન વેરાવળથી સવારે 9.10ના બદલે 9.30 કલાકે ઉપડશે.
બોટાદ-ધ્રાંગધ્રા ડેમૂ ટ્રેનનો સમય અડધી કલાક વહેલો
રેલવેના નવા સમયપત્રકમાં એક માત્ર બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનનો સમય અડધી કલાક વહેલો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ટ્રેન બોટાદથી સવારે 6.30 કલાકે ઉપડતી હતી. તે નવા સમયપત્રક મુજબ 6.00 કલાકે દોડશે તેમ રેલવેના આધારિક સૂત્રોએ જણાવ્યું હતું.
કઈ ટ્રેન વહેલી દોડશે ?
૧લી જુલાઈથી પાલિતાણા-ભાવનગર પેસેન્જર ટ્રેન પાલિતાણાથી સવારે 11.3 કલાકની જગ્યાએ 11.25 કલાકે દોડશે. જે ભાવનગર ખાતે 12.55ના બદલે 12.50 કલાકે પહોંચશે. ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન ભાવનગરથી સવારે 11.25ના બદલે 11.20 કલાકે દોડી બપોરે 3.10 કલાકે પહોંચશે. વેરાવળ-અમરેલી ટ્રેન વેરાવળથી બપોરે 12.35 બદલે 12.25 કલાકે દોડી અમરેલી ખાતે પાંચ મિનિટ વહેલી સાંજે 5.35 કલાકે પહોંચશે. જૂનાગઢ-દેલવાડા ટ્રેન જૂનાગઢથી સવારે 8.05ના બદલે 7.30 કલાકે દોડી દેલવાડા ખાતે બપોરે 3ના બદલે 2.35 કલાકે પહોંચશે. અમરેલી-વેરાવળ ટ્રેન અમરેલીથી 8.45ના બદલે 8.35 કલાકે ચાલી વેરાવળ ખાતે પાંચ મિનિટ વહેલી 1.10 કલાકે, દેલવાડા-વેરાવળ ટ્રેન દેલવાડાથી સવારે 8.05 કલાકની જગ્યાએ 7.45 કલાકે દોડી વેરાવળમાં પાંચ મિનિટ વહેલી સવારે 11 કલાકે પહોંચશે.
આ ટ્રેનોની સ્પીડ વધતા પાંચથી દસ મિનિટ બચશે
ભાવનગર રેલવેએ નવા ટાઈમ ટેબલ મુજબ મુસાફરોને એક કલાકના સમયની બચતનો દાવો કર્યો છે. પરંતુ જે લોકલ અને અન્ય ટ્રેનોની સ્પીડ વધારાઈ છે. તે ટ્રેનો માંડ પાંચથી દસ મિનિટ નિર્ધારીત સ્ટેશન પર તેવું ખૂદ રેલવે જ દર્શાવી રહ્યું છે. જે ટ્રેનોની સ્પીડ વધારાઈ છે, તેમાં ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન ભાવનગરથી સવારે 5 વાગે ચાલી સુરેન્દ્રનગર ખાતે 9-10ના બદલે 9-05 કલાક એટલે કે પાંચ મિનિટ વહેલી પહોંચશે.
ભાવનગર-પાલિતાણા ટ્રેન ભાવનગરથી 10 મિનિટ મોડી 6.15 કલાકે ચાલી પાલિતાણા ખાતે 7.20ના બદલે 7.25 કલાકે જ્યારે બીજી ટ્રેન ભાવનગરથી સવારે 9.50 કલાકે દોડી પાલિતાણામાં 11.10ના બદલે 11.05 કલાકે પહોંચશે. ભાવનગર-મહુવા ટ્રેન સવારે 9.30 કલાકે ભાવનગરથી ઉપડી બપોરે 2.15ના બદલા 2.10 કલાકે મહુવા પહોંચશે. સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન સુરેન્દ્રનગરથી 9.35ની જગ્યાએ 9.40એ દોડી ભાવનગર ટર્મિનસ પર 1.55 કલાકે પહોંચશે. મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 3.27 કલાકે દોડી પોરબંદર ખાતે પાંચ મિનિટ વહેલી 5.30 કલાકે પહોંચશે. જ્યારે રાજકોટ-પોરબંદર ટ્રેન રાજકોટથી સવારે 7.15 કલાકે ઉપડી પોરબંદર ખાતે 10 મિનિટ વહેલી 11.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન સિકંદરાબાદથી રાત્રે 9.39 કલાકે ઉપડી પોરબંદર ખાતે પાંચ મિનિટ વહેલી રાત્રે 11.50 કલાકે અને પોરબંદર-ભાણવડ ટ્રેન પોરબંદરથી પાંચ મિનિટ મોડી 6.30 કલાકે ઉપડી ભાણવડ રેલવે સ્ટેશન પર 7.40 કલાકે પહોંચશે.
કેટલીક ટ્રેનોના દિવસોમાં ફેરફાર
જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનને રવિવાર અને મંગળવારની જગ્યાએ આગામી 20-09થી સોમવાર અને શુક્રવારે દોડાવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જબલપુર-સોમનાથ ટ્રેન નં.11464 21-09થી મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવારે ચાલશે. ભાવનગર-કોચુવલી એક્સપ્રેસ ટ્રેન ભાવનગર ટર્મિનસ પરથી રવિવારના બદલે 16મી જુલાઈથી મંગળવારે ચાલશે. ભાવનગર-ઉધમપુર, ઉધમપુર-ભાવનગર ટ્રેનનો 14 અને 15મી જુલાઈથી રૂટ બદલાવવામાં આવ્યો છે.


