Get The App

સૌરાષ્ટ્રમાં જામનગરનો નેશનલ હાઈ-વે સહિતના 109 માર્ગો બંધ

- આજે મોટાભાગના માર્ગો પૂર્વવત્ ચાલુ થવાની સંભાવના

Updated: Sep 15th, 2021

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં જામનગરનો નેશનલ  હાઈ-વે સહિતના 109 માર્ગો બંધ 1 - image


- સૌથી વધુ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ૩૦-૩૦ માર્ગો  ધોવાતા બંધ, રાજકોટ જિ.ના ૧૮, જામનગર જિ.ના ૨૨ રોડ પર વાહનવ્યવહાર ઠપ્પ

રાજકોટ


સૌરાષ્ટ્રમાં સોમવારે આભમાંથી આશિર્વાદ સાથે આફત રૂપે વરસાદ વરસ્યો હતો જેમાં આજે ત્રીજા દિવસે ગુજરાતના કૂલ ૧૨૬ માર્ગો ટ્રાફિક માટે બંધ થયા હતા તેમાં સૌરાષ્ટ્રના ૧૦૯  માર્ગો બંધ છે. માર્ગ મકાન વિભાગના સૂત્રો અનુસાર આ માર્ગો મોટાભાગે આવતીકાલે શરુ થઈ જશેે.જો કે આ દરમિયાન હજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોય રસ્તા ખુલ્લા થવા માટે જો અને તો જેવી સ્થિતિ છે. 

જામનગર-કાલાવડ નેશનલ હાઈવે પરના પૂલનું પૂરમાં ધોવાણ થતા માર્ગ સોમવારે બંધ થયો હતા જે આજે પણ બંધ રહ્યો છે. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે મહત્તમ ફ્લડ લેવલને ધ્યાને લઈને ઉંચાઈએ બનાવાતા હોય છે છતાં આ એક નેશનલ હાઈવે ઉપરાંત સુરત જિલ્લાના ૧, રાજકોટ અને જામનગર જિલ્લાના ૪-૪ અને અમરેલી ૧ તથા પોરબંદર જિલ્લાના ૩ સહિત ૧૩ સ્ટેટ હાઈવે પણ વરસાદથી રસ્તા ધોવાતા બંધ કરાયા છે. 

સૌરાષ્ટ્રમાં બંધ કરાયેલા કૂલ ૧૦૯ રસ્તાઓમાં સૌથી વધુ ૮૬ રોડ  પંચાયત હસ્તકના છે. તો સૌથી વધુ રસ્તાઓને નુક્શાન જુનાગઢ જિલ્લામાં ૩૦, નાના એવા પોરબંદર જિલ્લામાં પણ ૩૦ માર્ગો બંંધ કરવા પડયા હતા. જ્યારે રાજકોટ જિલ્લામાં ૧૮ અને જામનગર જિલ્લામાં ૨૨ માર્ગો બંધ કરાયા છે. 

બંધ થયેલા સૌરાષ્ટ્રના મુખ્ય  માર્ગોમાં જામનગર જિલ્લામાં (૧) માળીયા-આમરણ-જોડીયા જાંબુડા રોડ (૨)  કાલાવડ-વંથલી-ફલ્લા રોડ (૩) જામજોેધપુર-સમાણા-ફૂલનાથ રોડ (૪) હર્ષદપૂર-સોમાણા રોડ (૫) સુરેન્દ્રનગર જિલ્લાના ગોદાવરી-દાણાવાડા રોડ , રાજકોટ જિલ્લાના (૬) ઉપલેટા-ભાયાવદર-ચિત્રાવડ રોડ (૭) અનીડા-કોલીથડ-પાટીયાળી રોડ (૮) લોધિકા-થોરડી-પટીયારી રોડ (૯)ગોંડલ-ત્રાકુડા-જામકંડોરણા રોડ (૧૦)જેતપુર-મેવાસા-જામકંડોરણા રોડ (૧૦) અમરેલી જિ.ના રાજુલા-ડુંગર રોડ બંધ થયા છે. 

સૌથી વધુ પોરબંદર જિલ્લાના ૧૦ સ્ટેટ હાઈવે બંધ થયા તેમાં (૧) કુતિયાણા-મહિયારી- બગસરા રોડ (૨) મોચા- કડછ- બગસરા રોડ (૩) પોરબંદર-અડવાણા રોડ (૪) ચિકસા- ગરેજ- મહિયારી- બાંટવા રોડ (૫) મોડદર-પસવારી રોડ (૬) મીતી-ભડુલા રોડ (૭) નવાગામ- ભડ- એરડા રોડ (૮) કુતિયાણા તા.નો જસરા એપ્રોચ રોડ (૯) છત્રાવા-ભોગસર- કંસાવડ રોડ અને (૧૦) મોડદર-કવલકા- ધરશન રોડ સમાવિષ્ટ છે. 

ઉત્તર,દક્ષિણ ગુજરાતમાં કૂલ ૧૭ માર્ગો બંધ કરાયા છે તેમાં સુરતના બારડોલી તાલુકાના કડોદ-કોસાડી સ્ટેટ હાઈવે બંધ થયો છે. ઉપલાંત વલસાડમાં એક સ્ટેટ હાઈવે બધ છે. 

વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા રસ્તાઓમાં મોટાભાગના માર્ગો આવતીકાલ તા.૧૬ના શરુ થશે તેમ જણાવ્યું છે. 

Tags :