For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર જિલ્લામાં કર્મચારીઓને મતદાન કરવા 10 ફેસિલિટેડ સેન્ટર તૈયાર કરાયા

Updated: Nov 22nd, 2022

Article Content Image

- જિલ્લામાં અંદાજીત 14,981 કર્મચારી ચૂંટણી ફરજ પર રોકાયેલા છે 

- આજથી 2 દિવસ ભાવનગર પશ્ચિમ બેઠક પર તાલીમ અને મતદાન : તાલીમ સમયના 2 કલાક પહેલા અથવા પછી બેલેટ પેપર મારફત કર્મચારીઓ મતદાન કરી શકશે 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં અંદાજીત કુલ -૧૪૯૮૧ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેમો મોટી સંખ્યામાં પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી શકે તે હેતુથી ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા મત વિભાગ પર તમામ તાલીમ સમય દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જેમાં તાલીમ સમય દરમિયાન તથા તાલીમ સમય પૂર્ણ થયા પછી ૨ કલાક સુધી આવુ પોસ્ટલ બેલેટથી થનાર મતદાન ચાલુ રહેશે તથા પોલીસ વિભાગ માટે અલાયદા ૩ સેન્ટર પર પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ફેસીલીટેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. 

મહુવા બેઠક પર કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે તા. ૨૪ થી તા.૨૫ નવેમ્બરે ૯ થી ૧૭ કલાક સુધી, તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા ખાતે તા. ૨૩ થી તા. ૨૫ નવેમ્બર સુધી ૮ કલાક થી ૧૭ કલાક સુધી, ૧૦૧-ગારીયાધાર બેઠક ખાતે એમ.ડી.પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ- ગારીયાધાર ખાતે તા. ૨૪ થી તા.૨૫ નવેમ્બર દરમિયાન સવારે ૯ કલાકથી ૧૭ કલાક સુધી, ૧૦૨-પાલીતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા, ગારીયાધાર રોડ- પાલીતાણા ખાતે તા. ૨૪ થી ૨૫ નવેમ્બર દરમિયાન ૯ થી ૧૭.૩૦ કલાક સુધી, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય સર બી.પી.ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ, વાઘાવાડી રોડ- ભાવનગર ખાતે તા. ૨૩ થી તા.૨૫ નવેમ્બર દરમિયાન ૧૨ થી ૧૭ કલાક સુધી, ૧૦૪-ભાવનગર પૂર્વ બેઠક પર ડી.એ.વળીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તા. ૨૪ થી તા. ૨૫ નવેમ્બર દરમિયાન ૯ થી ૧૭ કલાક સુધી મતદાન કરી શકશે. 

ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તા. ૨૩ થી ૨૪ નવેમ્બર દરમિયાન ૧૨ થી ૧૭ કલાક સુધી પોલીસ અધિક્ષકની કચેરી,  ભાવનગર ખાતે ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે તથા તા. ૨૫/૧૧/૨૦૨૨ ના રોજ માત્ર હોમગાર્ડ અને જી.આર.ડી.ના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી.ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહુવા કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે તા. ૨૪ નવેમ્બર દરમિયાન ૭.૩૦ થી ૧૭.૩૦ કલાક દરમિયાન અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, પાલીતાણા ખાતે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલીતાણા ખાતે તા. ૨૪ નવેમ્બરે ૭.૩૦ કલાક થી ૧૭.૩૦ કલાક દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરી શકાશે. 

Gujarat