mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બ્રિટિશ શાસકોએ આજીવન કેદની સજા ફટકારી

Updated: May 22nd, 2024

બ્રિટિશ શાસકોએ આજીવન કેદની સજા ફટકારી 1 - image


- ગોરા શાસકો વિરૂદ્ધ જંગે ચઢેલા નેલ્સન મન્ડેલા અને તેમના ૭ સાથીઓને

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-8

- જેલમાં મન્ડેલાને હથોડા વડે મોટા પથ્થરો તોડવાની કાળી મજૂરીનું કામ સોંપાયું હતું..

- મન્ડેલા જેલમાં હતા ત્યારે તેમના પત્નીને પણ ગોરા શાસકો પરેશાન કરતા હતા..

ઓગષ્ટ ૧૯૫૨માં મેં મારા એક ફ્રેન્ડ ઓલિવર તામ્બો સાથે મળીને વકીલાતની સ્વતંત્ર ઓફિસ ખોલી. સેન્ટ્રલ જોહાનિસબર્ગમાં 'ચાન્સેલર હાઉસ' માં શરૂ કરેલી ઓફિસના  દરવાજે ''Mandela and Tambo''  લખેલી બ્રાસ પ્લેટ લગાડાઇ હતી. અમારી ઓફિસ બિલ્ડિંગના માલિક ઇન્ડિયન્સ હતા. જોહાનિસબર્ગમાં આવી માત્ર થોડી જ બિલ્ડિંગો હતી જ્યાં આફ્રિકનો ઓફિસ ભાડે રાખી શકતા હતા.

અમારી ઓફિસ કાયમ અસીલોથી ભરચક રહેતી હતી. સાઉથ આફ્રિકામાં અમે એકલા જ આફ્રિકન વકીલો હતા એવું નથી, પણ અમારી ફર્મ એકલા આફ્રિકન વકીલોની ફર્મ હતી. કહેવાનો મતલબ અમારી ફર્મમાં એકપણ ગોરો વકીલ નહોતો.

આફ્રિકનોને કાયમ કાનૂની સહાય માટે દોડતા રહેવું પડતું હતું, કારણ નાની - નાની બાબતોમાં ગોરાઓ તેમને કાયદાના સકંજામાં લઇ લેતા હતા; જેમ કે ''ઉરૈાીજ ર્ંહનઅ'' દરવાજામાંથી ભૂલેચૂકેય કોઇ બ્લેક પસાર થઇ જાય તો ગુન્હો ગણાતો. ''માત્ર ગોરાઓ'' માટેની બસમાં કોઇ બ્લેક ચઢી જાય તો એની સામે ફોજદારી ફરિયાદ નોંધાતી. ગોરાઓ માટેના નળમાંથી પાણી પીનાર બ્લેક સામે પણ ગુન્હો નોંધી દેવાતો.

સાઉથ આફ્રિકામાં કેટલાક દરિયા કાંઠા પર માત્ર ગોરાઓને જ પ્રવેશ અપાતો, કોઇ બ્લેક ત્યાં ધસી જાય તો તેને પોલીસ ઊંચકી જતી હતી. 

અમારી પાસે આવા સંખ્યાબંધ કેસો આવતા રહેતા હતા.

૧૨ જૂન, શુક્રવાર, ૧૯૬૪માં નેલ્સન મન્ડેલા સહિત છશભના સાત નેતાઓને જોહાનિસબર્ગની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.

દરેકને હાથકડી પહેરાવી સ્થાનિક જેલમાં ધકેલી દેવાયા. પણ બીજે દિવસે જેલરે આ તમામ ''હાઇ-પ્રોફાઇલ'' રાજકીય કેદીઓને તેમનો સામાન પેક કરી દેવાનો ઓર્ડર કર્યો. ''અમને સાતેયને હાથકડી પહેરાવી અમારી જેલ કોટડીમાંથી બહાર કાઢી પોલીસ વાનમાં બેસાડી દીધા.''

મધરાત વીતી ચુકી હતી. ચારેકોર લગભગ અંધારૂં છવાયેલું હતું. જેલરે અમને સેન્ડવિચ અને કોલ્ડ્રિન્કસ આપ્યા. 

એટલામાં લેફટનન્ટ વાનવિક ત્યાં આવી પહોંચ્યા અને હસતા હસતા અમને કહ્યું, છોકરાઓ ગભરાતા નહીં, તમે લાંબો સમય જેલમાં નહીં રહો. તમને મુક્ત કરવાની લોક માંગણી બુલંદ બની છે. એકાદ-બે વર્ષમાં તમે જેલમાંથી મુક્ત થઇ જશો અને તમે ''નેશનલ હિરો'' બની જેલમાંથી બહાર નીકળશો. જેલ બહાર તમારા સ્વાગત માટે હજારોના લોકટોળા એકઠા થશે. દરેક જણ તમારા ફ્રેન્ડ બનવાની ઇચ્છા રાખતા હશે. સ્ત્રીઓ પણ તમને ચાહવા લાગશે.

અમે કોઇ જ પ્રકારની ટિકા-ટિપ્પણ વગર લેફટનન્ટની વાત સાંભળતા રહ્યા. એક વાત  કબૂલવી રહી કે લેફટનન્ટનું કહેવું સાંભળીને મારો ઉત્સાહ વધી ગયો. કમનશીબે લેફટનન્ટની આ ભવિષ્યવાણી સાચી પડી, પણ લગભગ ત્રણ દાયકા પછી...!

ખૂબ ગુપ્ત રીતે, છૂપીરીતે અને ચૂપચાપ, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે, અમને પોલીસ વાનમાં બેસાડી અડધો કલાકમાં નજીકના એક નાના લશ્કરી એરપોર્ટ પર લઇ જવાયા જ્યાં એક મોટા લશ્કરી ટ્રાન્સપોર્ટ માટેના ડાકોટા પ્લેનમાં બેસી જવાનો અમને હુકમ કરાયો.

એકાદ કલાકની ઉડાન પછી અમારા ડાકોટા પ્લેને રોબિન ટાપુની એક તરફની એરસ્ટ્રિપ પર ઊતરાણ કર્યૂં, ત્યાં સુધીમાં વહેલી પરોઢનું આછું અજવાળું ટાપુ પર પ્રસરી ગયું હતું.

શિયાળાની ઋતુ હતી અને કેદી તરીકેના અમારા કપડાં અત્યંત પાતળા હોવાથી શિયાળાના ઠંડા પવનમાં અમે ધુ્રજતા હતા.

જૂની જેલનો યુનિફોર્મ અહીં અમારે બદલી નાંખવાનો હતો. સશસ્ત્ર સંત્રીએ અમને જૂનો યુનિફોર્મ કાઢી નાંખવાનો હુકમ કર્યો. 

બહાર બધા સંત્રીઓ અને અન્ય કેદીઓની હાજરીમાં અમે અમારો યુનિફોર્મ કાઢી નાંખ્યો, પછી રોબિન ટાપુની જેલનો ખાખી યુનિફોર્મ સશસ્ત્ર સંત્રીએ અમારી તરફ ફેંક્યો. ખાખી ચડ્ડી, હલકી કક્ષાની જર્સી અને કેનવાસનું એક જેકેટ અમને અપાયું.

ચોથે દિવસે અમને ફરી હાથકડી પહેરાવી ટાપુ પરની બીજી જેલના બિલ્ડિંગમાં લઇ જવાયા. 

ત્યાં અમને દરેકને ઓઢવા માટે ફાટલાતૂટલા બ્લેન્કેટ અને સુવા માટે પાતળી સાદડી આપવામાં આવ્યા.

ટાપુ પર ઠંડી એટલી વધી હતી કે રાતે અમે ઊંઘમાં પણ ધુ્રજતા હતા. લગભગ ૬ ઠ ૬ ફુટની કોટડીમાં મને રખાયો હતો. કોટડીની દીવાલો  બબ્બે ફૂટ જાડાઇની હતી.

મારી કોટડીની બહાર લગાડેલા સફેદ રંગના એક કાર્ડમાં લખ્યું હતું ઃ એન. મન્ડેલા ૪૬૬/૬૪. ૪૬૬/૬૪નો અર્થ રોબિન ટાપુ પર હું વર્ષ ૧૯૬૪માં ૪૬૬મા નંબરનો કેદી હતો.

ત્યારે મારી ઉંમર ૪૬ વર્ષની હતી. આજીવન કેદનો હું એક રાજકીય કેદી હતો. આ નાનકડી કોટડી મારૂં ઘર હતું, કેટલાક વર્ષો સુધી, તેની મને ખુદને ખબર નહોતી.

ટાપુ પરની જેલમાં જેટલા કેદીઓ હતા, એટલી જ સંખ્યામાં સંત્રીઓ હતા અને કરડા ચહેરાવાળા આ સશસ્ત્ર સંત્રીઓ જેલના દરેક નિયમોનું કડકાઇથી અને ધમકી આપીને પાલન કરાવતા હતા.

શરૂઆતના દિવસોમાં અમને અલગ અલગ સાઇઝની હથોડીઓ અપાઇ. કોઇને ચાર પાઉન્ડની હથોડી તો કોઇને ૧૪ પાઉન્ડના મોટા હથોડા આપવામાં આવ્યા હતા.

જેલના કમ્પાઉન્ડમાં મોટા-મોટા પથ્થરોના ઢગલા કરાયા હતા, જેને અમારે હથોડા ઝીંકીને નાના-નાના પથરા કરવાના હતા.

હથોડા પથ્થરો પર ઝીંકતી વખતે અમે આંખો પર તારના ઝીણા વાયરની જાળી (માસ્ક) પહેરતા હતા, જેથી પથરાની ઉડતી કરચો આંખને નૂકસાન ન કરે. 

આખો દિવસ પથરા તોડી તોડીને અમારા બાવડા દુઃખી જતા. અમે થાકીને લોથપોથ થઇ જતા હતા.

રોબિન ટાપુની આ જેલ માત્ર કેદીઓ માટે જ નહીં પરંતુ સ્ટાફ માટે પણ ''હાર્ડશિપ સ્ટેશન'' જેવી બની ગઇ હતી.

જેલમાં રંગભેદ નીતિનો કડક અમલ થતો હતો. આ જેલમાં કોઇ ગોરો કેદી નહોતો અને એકેય બ્લેક જેલર નહોતો.

મન્ડેલા જેલમાં હતા એ અરસામાં ગોરા શાસકો મન્ડેલાના પત્ની વિનીને પણ પરેશાન કરવામાં કસર નહોતા છોડતા. એક વખત જોહાનિસબર્ગની ઓર્લેન્ડો ટાઉનશિપ કે જ્યાં મન્ડેલાના પત્ની વિની રહેતી હતી, ત્યાં પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચનો એક અધિકારી ધસી ગયો. વિની તેમના બેડરૂમમાં કપડાં બદલતી હતી, ત્યારે પેલો ઓફિસર છેક તેમના બેડરૂમમાં ઘુસ્યો. વિની ભયંકર ગુસ્સે થઇ અને ગુસ્સાના આવેગમાં તેણે પોલીસ અફસરને જોરથી ધક્કો મારી ઘરની બહાર કાઢી મુક્યો. 

પેલા અફસરે પોતાના પર વિનીએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી. ત્યાંના અખબારોમાં દિવસો સુધી આ કિસ્સો ગાજતો રહ્યો હતો.

(સંપૂર્ણ)

Gujarat