Get The App

KGB ના સેંકડો જાસૂસોને અમેરિકા-યુરોપ મોકલ્યા..

Updated: Nov 8th, 2023

GS TEAM


Google News
Google News
KGB ના સેંકડો જાસૂસોને અમેરિકા-યુરોપ મોકલ્યા.. 1 - image


- '60ના દાયકામાં સોવિયેટ યુનિયને ચિપ્સની ટેકનોલોજી 'ચોરવા' માટે

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- ચિપ્સ ટેકનોલોજીની ગુપ્ત માહિતી ''ચોરી'' લાવવા KGBએ ૧૦૦૦ જાસૂસોની ભરતી કરી

- KGB નો ફ્રાન્સનો જાસૂસ ફૂટી ગયો અને ફ્રાન્સના એજન્ટ સમક્ષ તેણે ભાંડો ફોડી નાખ્યો..

મોરિસ ચાન્ગે માત્ર કોઇ વિદેશી કંપની પાસેથી આધુનિક પ્રોડકશન ટેકનોલોજી લઇ આવવાનો કોન્ટ્રાકટ કરી લાવવાનો હતો. મોરિસે આ કામ પતાવી દીધું. તેમણે ''ફિલિપ્સ''  નામની ડચ સેમિકન્ડકટર કંપની સાથે વાટાઘાટો કરીને નવી સ્થપાનાર TSMC  કંપનીમાં ફિલિપ્સને ૨૭.૫ ટકા શેર આપવાનો કોન્ટ્રાકટ કર્યો. આ શેરની સામે ફિલિપ્સ કંપની TSMC  માં ૫૮૦ લાખ ડોલરનું રોકાણ કરવા ઉપરાંત તેની પ્રોડકશન ટેકનોલોજી પણ તાઇવાનની કંપનીને ટ્રાન્સફર કરી આપવાનો કરાર કરી દીધો.

TSMC  કંપની સ્થાપવા માટે બાકીની મુડી ઊભી કરવા, તાઇવાની સરકારે દેશના ધનાઢય લોકોને અનુરોધ કર્યો હતો.

તાઇવાનની સરકારના એક મિનિસ્ટર એક પછી એક મોટા ઉદ્યોગપતિઓને મળવા બોલાવી સેમિકન્ડકટર કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સમજાવતા હતા. 

મોરિસ ચાન્ગ સાથે ત્રણ-ત્રણ મીટિંગ પછી પણ તાઇવાનના એક મોટા ઉદ્યોગપતિએ TSMC  માં મોટી રકમ ઇન્વેસ્ટ કરવા તૈયારી નહીં બતાવતા તાઇવાનના ખુદ વડાપ્રધાને એ ઉદ્યોગપતિને પોતાની ઓફિસમાં બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, છેલ્લા ૨૦ વર્ષથી સરકારે તમારી સાથે સારો વર્તાવ રાખ્યો છે, બહેતર એ છે કે હવે તમે સરકાર માટે કાંઇક સારૃં કરો.'' આની તુરત અસર થઇ. બીજે જ દિવસે એ ઉદ્યોગપતિએ મોરિસ ચાન્ગને મોટી રકમનો ચેક મોકલી આપ્યો...!

સરકારે પણ TSMC  ને મોટા પ્રમાણમાં ટેક્સ બેનિફિટસ જાહેર કર્યા. જો કે પહેલા જ દિવસથી TSMC  એ કાંઇ ખાનગી બિઝનેસ નહોતો, એ તો તાઇવાની સરકારનો જ પ્રોજેકટ બની રહ્યો.

TSMC  ની શરૂઆતથી જ સફળતાનું એક મુખ્ય કારણ અમેરિકાની ચિપ ઇન્ડસ્ટ્રી સાથેના તેના ગાઢ સંબંધ. TSMC  ના મોટા ભાગના કસ્ટમરો અમેરિકાના ચિપ ડિઝાઇનરો હતા. વળી  મોરિસ ચાન્ગ અગાઉ અમેરિકાની ચિપ કંપની T.I.  માં હતા, તેથી તેમણે જૂના સંબંધોના નાતે T.I. ના તેજસ્વી અધિકારીઓને મોટા પગારની ઓફરો આપી તાઇવાન બોલાવી લીધા. તે ઉપરાંત અમેરિકાની અન્ય મોટી ચિપ કંપનીઓ મોટોરોલા અને ઇન્ટેલના કેટલાક એક્ઝિક્યૂટિવ્સને પણ મોરિસ ચાન્ગે તાઇવાન બોલાવી TSMC  ના મહત્વના હોદ્દા પર ગોઠવી દીધા.

રશિયાએ સેમિકન્ડકટર ક્ષેત્રે કઇરીતે પ્રગતિ કરી તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે. સેમિકન્ડકટર ક્ષેત્રની ટેકનોલોજી અને નવા સંશોધનોની ''ચોરી'' કરવા સોવિયેત યુનિયને '૬૦ના દાયકામાં તેની ખૂંખાર જાસૂસી સંસ્થા KGB ના જાસૂસોને કામે લગાડયા હતા.

'૬૦ના દશકાના શરૂઆતના વર્ષોમાં KGB એ વ્હાડીમીર વેટ્રોવ નામના જાસૂસની પેરિસ ખાતે નિમણૂંક કરી હતી. આ જાસૂસને દેખીતો હોદ્દો ફોરેન ટ્રેડ ઓફિસરનો અપાયો હતો પણ પેરિસમાં તેનું મુખ્ય કામ ફ્રાન્સના હાઇ-ટેક ઉદ્યોગની ગુપ્ત માહિતી એકઠી કરીને સોવિયેત યુનિયન મોકલવાનું હતું.

વર્ષ ૧૯૬૩માં સોવિયેત યુનિયને ઝેલેનોગ્રાડ નામનું એક નવું જ શહેર વસાવ્યું, જ્યાં વૈજ્ઞાાનિકો માઇક્રો ઇલેકટ્રોનિક્સ ક્ષેત્રે સંશોધન કરતા હતા. રશિયાની જાસૂસી સંસ્થા KGB એ વૈજ્ઞાાનિકોના આ શહેરમાં પોતાનું એક નવું ડિવિઝન પણ ખોલ્યું હતું, જેનું નામ અપાયું ડિરેકટોરેટ ટેકનોલોજી, પણ ટૂંકમાં એ ડિવિઝન ડિરેકટોરેટ ્ તરીકે ઓળખાતું હતું. 

અમેરિકન જાસૂસી સંસ્થા ભૈંછ ના એક રિપોર્ટમાં એવી ચેતવણી અપાઇ હતી કે KGB ના આ ડિરેકટોરેટ T નો મુખ્ય ઇરાદો ''પશ્ચિમના અદ્યતન સાધનો અને ટેકનોલોજી'' યેનકેન પ્રકારે મેળવી લઇને 'ઇન્ટિગ્રેટેડ સરકિટ્સ' (અર્થાત ચિપ્સ)ના ઉત્પાદનની પ્રક્રિયામાં સુધારો કરવાનો હતો.

એવું કહેવાય છે કે વિદેશમાંથી ચિપ્સ ઉત્પાદનની આધુનિક ટેકનોલોજી ''ચોરી'' લાવવા માટે KGB એ ખાસ્સા ૧૦૦૦ જાસૂસોની ભરતી કરી હતી...!

વિદેશોમાંથી આધુનિક ટેકનોલોજીની ગુપ્ત માહિતી મેળવી લેવા માટે KGB એ ભરતી કરેલા ૧૦૦૦ પૈકીના લગભગ ૩૦૦ જણને પશ્ચિમના જુદા જુદા દેશોમાં દેખીતા અલગ અલગ હોદ્દાઓ પર નિમણૂંકો આપી હતી. આ હોદ્દાઓ ટ્રેડ ઓફિસર કે ફોરેન પોલિસિ ઓફિસર જેવા હતા, પરંતુ તેમનું ગુપ્ત કામ ખરેખર તો ચિપ્સની આધુનિક ટેકનોલોજીની ''ચોરી'' કરવાનું હતું. અને KGB એ ભરતી કરેલા ૧૦૦૦ પૈકીના મોટાભાગના બાકીના લોકો  મોસ્કોમાં આવેલી KGB ના આઠમા માળની ઓફિસમાં બેસીને વિદેશોમાંથી જાસૂસો દ્વારા મોકલાતી માહિતીનું વિશ્લેષણ કરતા હતા. 

રશિયાની અન્ય જાસૂસી સંસ્થાઓ, જેવી કે રશિયન લશ્કરની GRU નામની ગુપ્તચર એજન્સી પણ વિદેશોમાંથી આધુનિક ટેકનોલોજી ''ચોરવાના'' કામમાં લાગેલી હતી.

અમેરિકાની ચિપ્સ અને કોમ્પ્યુટર ક્ષેત્રની મોટાભાગની અગ્રણી કંપનીઓના હેડક્વાર્ટર સાન ફ્રાન્સિકોમાં હતાં. એટલે એ શહેરમાં આવેલા સોવિયેત કોન્સ્યુલેટે ૬૦ જેટલા જાસૂસી એજન્ટોની એક ખાસ ટીમ બનાવી હતી. જેનું કામ સિલિકોન વેલીમાં સ્થાપિત ટેક ફર્મ્સની ગુપ્ત માહિતી એકઠી કરવાનું હતું.

કેટલીક વખત આ જાસૂસો અમેરિકન ચિપ્સ કંપનીમાંથી જ બારોબાર ચિપ્સની ચોરી કરાવીને મેળવી લેતા હતા.

વર્ષ ૧૯૮૨માં ઇન્ટેલ કંપનીમાંથી પોતાના લેધર જેકેટમાં ચિપ્સ છુપાવીને લઇ જતો એક માણસ પકડાયો પણ હતો.

ચિપ્સની એડવાન્સ્ડ ટેકનોલોજી વિશે જાણતા કેટલાક તજજ્ઞા લોકોને KGB ના જાસૂસો બ્લેકમેલ પણ કરતા હતા. 

KGB ના જાસૂસો તો આગળ વધીને સેમિકન્ડકટરનું ઉત્પાદન કરતા સાધન કે મશીન પણ ચોરતા થઇ ગયા હતા.

પરંતુ આ તબક્કે ધીરે ધીરે એક ચોંકાવનારૃં અને KGB માટે અત્યંત નૂકસાનકારક રહસ્ય ખુલી ગયું. 

KGB ના વ્લાડીમીર વેટ્રોવ નામનો જાસૂસ મોસ્કોમાં કારકુની જેવા ડેસ્ક વર્કથી કંટાળ્યો હતો. તેની પત્ની ઘરના 'પેટ ડોગ' ના પપ્પીને પતિ કરતાં વધારે પ્રેમ કરતી હતી અને બીજી કમનશીબી એ હતી કે વ્લાડીમીર વેટ્રોવની પ્રેમીકા પણ ખાસ દેખાવડી નહોતી. આ બધા કારણોથી વ્લાડીમીર ઓફિસના કામમાં ઝાઝું કાંઇ ઉકાળતો ન હોવાથી તેના બોસ પણ તેની ઉપેક્ષા કરતા રહેતા હતા. 

આ સમયગાળામાં વ્લાડીમીરની પત્ની તેના જ એક ફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતી થઇ ગઇ હતી.

તે દરમિયાન વ્લાડીમીરની પેરિસ ખાતે બદલી કરાઇ જ્યાં તેને ફ્રેન્ચ જાસૂસી એજન્સીના એક એજન્ટ સાથે ગાઢ સંબંધ બંધાઇ ગયો, અને વ્લાડીમીરે KGB સાથે વિશ્વાસઘાત કરી છૂપી રીતે ફ્રાન્સના એ જાસૂસને KGB ની ગુપ્ત માહિતી આપવા માંડી.

(ક્રમશઃ)

Tags :