mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નેલ્સન, ભૂલેચૂકેય તું રાજકારણમાં ન જતો..

Updated: May 8th, 2024

નેલ્સન, ભૂલેચૂકેય તું રાજકારણમાં ન જતો.. 1 - image


- લો ફર્મના પાર્ટનર સાઈડલ્સ્કીએ નેલ્સન મન્ડેલાને સલાહ આપી કે,

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-6

- સાઉથ આફ્રિકામાં બ્લેક આફ્રિકનોએ ગોરાઓના અપમાન સહેવા પડતા હતા

- ગોરાઓ દ્વારા મારા લોકો પર ગુજારાતા અત્યાચારોથી મારૂં લોહી ઊકળી ઉઠતું

અમારા લો ફર્મમાં હેન્સ મુલ્સર નામનો ગોરો એસ્ટેટ એજન્ટ અવારનવાર આવતો હતો. આ વ્યવહારકુશળ બિઝનેસમેન ઓફિસમાં આવે ત્યારે ઘણી વખત મારી સાથે વાતચીત કરતો હતો. એ હંમેશા ડિમાન્ડ- સપ્લાયની ભાષામાં જ પોતાની વાત રજૂ કરતો હતો. એક વખત અમે ઓફિસની બારી પાસે ઊભા હતા ત્યારે બારી બહાર રસ્તા તરફ આંગળી ચીંધી તેણે મને સવાલ કર્યો, નેલ્સન, રસ્તા પર જો, આટલા બધા લોકો જે અવર-જવર કરે છે, તે શા માટે આવી દોડાદોડ કરી રહ્યા છે ? તેઓ બધા શેની પાછળ પડયા છે ?

આવા સવાલો પૂછીને પછી પોતે જ જવાબ આપતા કહ્યું, નેલ્સન, આ બધા માણસો પૈસા અને સમ્પતિ પાછળ પડેલા છે. કોઈપણ અપવાદ વગર આ બધાની દોડ પૈસા માટેની છે. કારણ સમૃધ્ધિ અને પૈસા એટલે સુખ...! તારે માત્ર પૈસા અને કેવળ પૈસા માટે જ સંઘર્ષ કરવો જોઈએ. એક વખત તારી પાસે પુરતા પૈસા થઈ જશે, પછી જીવનમાં બીજી કોઈ વાતની ઈચ્છા નહીં રહે.

આફ્રિકામાં પ્રોપર્ટી બિઝનેસ સાથે સંકળાયેલો વિલિયમ સ્મિથ નામનો બીજો એક ગોરો પણ અમારી ઓફિસમાં આવતો હતો. તેણે મને શીખામણ આપી કે, નેલ્સન, છેલ્લા ઘણાં વર્ષોથી હું પોલિટિક્સમાં પડેલો છું, પણ હવે મને રાજકારણમાં વીતાવેલી એક - એક મિનિટ માટે ભારે પસ્તાવો થાય છે. મારી જિન્દગીના શ્રેષ્ઠ વર્ષો મેં રાજકારણમાં વેડફી દીધા છે, જ્યાં લોકોની સેવા કરવાના બણગાં ફૂંકતા નેતાઓની સેવા કરવામાં મેં સમય બરબાદ કર્યો છે. આ નેતાઓ, લોકસેવાને બદલે પોતાના સ્વાર્થને લોકસેવાની ઉપર મુકીને કામ કરતા હોય છે. મારો અનુભવ તો કહે છે કે, પોલિટિક્સ એ ગરીબ માણસો પાસેથી પૈસા પડાવી લેવાના કૌભાંડ સિવાય બીજું કશું નથી.

લૉ ફર્મના પાર્ટનાર સાઈડલ્સ્કી ક્યારેય આ બધી ચર્ચામાં સામેલ નહોતા થતા. તેઓ માનતા કે રાજકારણની ચર્ચા સમય બગાડવાનો ધંધો છે. તેઓ મને વારંવાર સલાહ આપતા કે ભૂલેચૂકેય તું રાજકારણમાં ન જતો. રાજકારણવાળા તારૂં મગજ બગાડી નાંખશે.

એ મને પૂછતાં, તું લોયર બનવા માંગે છે, બરાબરને ?

મેં કહ્યું, હા.

તું લોયર બનીશ, પછી એક નામાંકિત અને સિનિયર   એડવોકેટ બનવાની તારી મહેચ્છા જાગશે, બરાબરને ?

પણ તું રાજકારણમાં પડીશ તો તારી લૉની પ્રેક્ટિસ બગડશે અને તારે સત્તાધિશો / રાજકારણીઓ સાથે સંબંધ બગડશે. તારે તારા અસીલો ગુમાવવાની નોબત આવી પડશે, તું દેવાળિયો થઈ જઈશ, તારો પરિવાર તૂટી જશે અને કદાચ તારે જેલમાં પણ જવાનો વખત આવશે. તું રાજકારણમાં પડીશ, તો તારે આ બધા પરિણામો ભોગવવા પડશે.

હું લૉ ફર્મમાં બેઠો બેઠો આ બધાની અલગ - અલગ વાતો સાંભળતો રહેતો હતો. દરેકની દલીલોમાં કાંઈને કાંઈ તથ્ય જરૂર હતું. મારે શું કરવું ? એ વિશે હું મનોમન વિચારતો રહેતો હતો.

કઈ નિશ્ચિત ક્ષણે હું રાજકીય રંગે રંગાયો, અને મારૂં આખુ ં જીવન હું સ્વતંત્રતાના સંઘર્ષમાં વીતાવીશ એવું મેં ક્યારે નક્કી કર્યું, તેની મને ચોક્કસ ખબર નથી.

તમે માનો કે ન માનો, પણ સાઉથ આફ્રિકામાં બ્લેક આફ્રિકનોને જન્મથી જ રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

સાઉથ આફ્રિકામાં બ્લેક આફ્રિકનોએ ગોરાઓના અપમાનો સહન કરીને જીવવાનું હતું. બ્લેક માટે અલગ હોસ્પિટલ, અલગ સ્કૂલ અને તેમની વસાહતો પણ અલગ વિસ્તારમાં. ગોરાઓ અમને અછૂત ગણતા.

આફ્રિકન બાળકનો જન્મ ''આફ્રિકન્સ ઓન્લી હોસ્પિટલ''માં થાય છે. બાળકના જન્મ પછી તેને ''આફ્રિકન્સ ઓન્લી બસ''માં ઘેર લઈ જવાય છે. તે 'છકિૈબચહજ ર્હનઅ' એરિયામાં ઉછરે છે, અને તેના નશીબમાં ભણવાનું લખ્યું હોય તો 'છકિૈબચહજ ર્હનઅ' સ્કૂલમાં તેને ભણવું પડે છે.

તે મોટો થાય તો છકિૈબચહજ ર્ંહનઅ ર્વમજ' કરવી પડે, કહેવાનો મતલબ કે અમુક હલકી કક્ષાની નોકરીઓ જ બ્લેક આફ્રિકનોને એ જમાનામાં મળતી હતી. પછી એ આફ્રિકનો માટેની અલાયદી ટાઉનશિપમાં જ મકાન ભાડે લઈ શકે. બ્લેક આફ્રિકનો માટેની ટ્રેનો પણ અલગ હતી. દિવસ કે રાત ગમે ત્યારે  ગોરા પોલિસો તેને ઊભો રાખી ''પાસ બતાવ'' એવો ઓર્ડર કરતા અને જો આફ્રિકન પાસે પાસ ન હોય તો તેની ધરપકડ કરી જેલમાં પણ ધકેલી દેવાતો હતો. આફ્રિકામાં રંગભેદી કાયદાઓ અને સંખ્યાબંધ નિયંત્રણોના લીધે આફ્રિકન યુવાનોનો વિકાસ રૂંધાઈ જતો હતો. એ જમાનામાં સાઉથ આફ્રિકાની આ કડવી વાસ્તવિકતા હતી.

મને કાંઈ રાતોરાત સ્વાતંત્ર્ય સેનાની બનવાનો અભરખો નહોતો જાગ્યો. પણ વર્ષો સુધી મેં ગોરા શાસકો દ્વારા અમારા બ્લેક આફ્રિકનોના થતા અપમાનો, અવગણના અને તિરસ્કાર નજરે જોયા છે, જેના પગલે મારામાં ગુસ્સો અને બળવાખોરી જાગી ઊઠયા, તેમજ મારા લોકોને આ ગોરાઓએ બંધક બનાવી દીધા છે એ અન્યાયી સિસ્ટમ સામે જંગ છેડવાની મારામાં મહેચ્છા સળવળી ઊઠી.

ધીરે ધીરે હું રાજકારણમાં જોડાઇ ગયો અને વર્ષ ૧૯૪૭માં ટ્રાન્સવાલ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) ની એક્ઝિક્યૂટિવ કમિટિમાં હું ચૂંટાઇ ગયો. ટ્રાન્સવાલ રિજીયનના પ્રમુખ સી.એસ. રામોહેનોના હાથ નીચે મેં મારી રાજકીય પ્રવૃત્તિની શરૂઆત કરી દીધી.

રામોહેનો પાસેથી પણ હું ઘણું શીખ્યો. તે ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. તેઓ કુશળ સંગઠક હોવાથી જુદા જુદા મતવાળા કાર્યકરો-નેતાઓ વચ્ચે સુમેળ કરાવી સમસ્યાનો ઉકેલ લાવવામાં માહેર હતા. 

પણ એક ઘટના એવી બની કે આવા કુશળ નેતા સામે જ મારે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવાની કપરી નોબત આવી પડી. વાત એમ હતી કે થોડા વખત અગાઉ આફ્રિકનો, ઇન્ડિયનો અને અન્યોએ ભેગા થઇને એક જૂથ બનાવ્યું હતું. બધાનો મકસદ ''કોમન એનિમિ'' વિરૂધ્ધ એક થવાનો હતો. બધાનો સમાન શત્રુ ગોરાઓ હતા. ગમે તે ભોગે ગોરાઓના અન્યાયી અને રંગભેદી શાસનનો અંત આણવાનો અમારા બધાનો એક સમાન નિર્ધાર હતો.

પણ આમાં એક મોટી મુશ્કેલી એ ઊભી થઇ કે સમાન લડત માટે જે નવું જૂથ બનાવ્યું તેના નેજા હેઠળ ગોરા શાસન વિરૂધ્ધ આંદોલન માટેનો તખ્તો ગોઠવાતા આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) ની ટ્રાન્સવાલ એક્ઝિક્યૂટિવ કમિટિએ નિર્ણય લીધો કે આંદોલન જો ANC ની નેતાગીરી હેઠળ ન ચલાવવાનું હોય તો છશભ એ પોતાનો ટેકો પાછો ખેંચી લેવો જોઇએ.

(ક્રમશઃ)

Gujarat