Get The App

ગેસ્ટાપોના અફસરો ભ્રષ્ટાચારમાં પણ અગ્રેસર...

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
ગેસ્ટાપોના અફસરો ભ્રષ્ટાચારમાં પણ અગ્રેસર... 1 - image

- હિટલરના ક્રૂર શાસન દરમિયાન અત્યાચાર ગુજારવામાં અગ્રેસર એવી છૂપી પોલીસ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-16

- હિટલરના સરમુખત્યારશાહી શાસનમાં પણ લાંચિયા પોલીસો

- કુશળ પણ યહૂદી એવા પિઆનોવાદક પાસે જર્મન સૈનિકો મજૂરી કામ કરાવતા હતા

જર્મન સૈનિકોએ બૂમો પાડતા પાડતા અમને બધાને ડાબી-જમણી બાજુ, બે ગુ્રપમાં વહેંચી દેવાનું શરૂ કર્યૂં.

ફરી એકવાર હું અને મારી સાથેના યહૂદીઓમાંથી થોડા ઘણાંને બાદ કરતા બાકીના ગેસ ચેમ્બરમાં ધકેલાશે.

સ્થળ પર ગેસ્ટાપોના અફસરો 'જીીનીર્બૌહ' ની કામગીરી કરતા હતા. નાઝી જર્મનીમાં ગેસ્ટાપો અફસરોનંે કામ છૂપી પોલીસ જેવું હતું. હિટલરના સરમુખત્યારશાહી શાસનમાં ભયંકર અત્યાચાર ફેલાવી બધાને ડરાવી મારવાનું કામ ગેસ્ટાપોના અફસરો અને પોલીસો કરતા હતા. ગેસ્ટાપોના અફસરો લાંચ નથી લેતા કે ભ્રષ્ટાચાર નહીં કરતા હોવાની છાપ ઊભી કરાઈ હતી.

પણ હકીકત કાંઈક અલગ જ હતી. યહૂદી સમાજના પ્રતિષ્ઠિત અને સમૃધ્ધ પરિવારના લોકો ગેસ્ટાપો અધિકારીઓને લાંચ આપીને જીવતદાન મેળવી લેતા હતા. પરંતુ ગેસ્ટાપો અફસરોએ તેમના ઉપરી અધિકારીઓએ આપેલા''ટાર્ગેટ '' પુરા કરવાના હોવાથી તેઓ ગોરખધંધા કરતા હતા. જર્મનોને ઉપયોગી થઈ પડે તેવા હટ્ટાકટ્ટા અને કાર્પેન્ટર કે ઈલેક્ટ્રિશિયન, વેઈટરો, હેરડ્રેસરો જેવા કુશળ કારીગરોને ''ડેથ કેમ્પ ''ના ગુ્રપમાં મોકલી આપીને ગેસ્ટાપો અફસરો પોતાના ''ટાર્ગેટ'' પુરા કરતા હતા.

થોડા વખત પછી અમારા ગુ્રપ લીડરે મને નજીક બોલાવી કહ્યું, અહીંથી દૂરના મોકોટોવ જિલ્લામાં છૂપી પોલીસના જવાનો માટે આવાસો બાંધવાનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. મેં તને ત્યાં કામ કરવા જનાર ગુ્રપમાં સામેલ કરી દીધો છે. ત્યાં તને વધારે સારૃં ખાવાનું અપાશે અને અહીંના કરતાં ત્યાં બધી રીતે સ્થિતિ સારી છે.

પણ ત્યાં ગયા પછી ખબર પડી કે અહીં તો સ્થિતિ સાવ જ જુદી છે. મારે બે કલાક વહેલા ઊઠી જવું પડતું હતું કારણ કે અમારા પ્રોજેક્ટનું સ્થળ દસ-બાર કિલોમીટર દૂર હતું. આખું શહેર વળોટીને ત્યાં સુધી ચાલતા જવાનું હતું. 

દસેક કિલોમીટર ચાલીને સાઈટ પર પહોંચતા જ અમારે કામે જોતરાઈ જવું પડતું હતું. મારે સાઈટ પર બાંધકામના સ્થળ સુધી માથે ઈંટો મૂકીને લઈ જવાની મજૂરી કરવાની હતી. વચ્ચે વચ્ચે મારે ચૂનાની ડોલો પણ લઈ જવી પડતી હતી. ક્યારેક વળી સ્ટીલના સળીયા સાઈટ પર લઈ જવા પડતા હતા.

અમે બધા કામ તો બરાબર કરતા હતા, પણ અમારા સુપરવાઈઝરો કે જેમને આ બંધાનાર નવા આવાસોમાં રહેવાનું હતું, એ લોકોને અમારૃં કામ ધીમું લાગતું હોવાથી અવારનવાર કામમાં ઝડપ લાવવા માટે અમને ખખડાવતા હતા.

ઉતાવળે દોડતા જવામાં અમારામાંનું કોઈ કદાચ પડી જાય તો આ નિર્દયી સુપરવાઈઝરો તેને ચાબૂક કે દંડાથી બરાબરના ફટકારતા હતા.

અહીંના કામથી ત્રાસીને હું અમારા ગુ્રપ લીડરને મળવા ગયો. મેં વિવેકપૂર્વક મારી મુશ્કેલીની  વાત કરી મને બીજી કોઈ જગ્યાએ અન્ય ગુ્રપમાં મુકવા માટે વિનંતી કરી. ગુ્રપ લીડર સ્વભાવનો થોડો સારો માણસ હતો. મારી વિનંતી ધ્યાનમાં લઈ તેણે મને છૂપી પોલીસના કમાન્ડરના નાના પેલેસ જેવા બંગલાના બાંધકામના સ્થળે મુક્યો. 

અગાઉની સાઈટ કરતાં અહીં કામનું ભારણ થોડું ઓછું હતું અને પરિસ્થિતિ ત્યાંના કરતાં સારી એટલા માટે હતી કે અહીં અમારે જર્મન અને પોલેન્ડના કડિયા, સલાટ તેમજ કારીગરો સાથે કામ કરવાનું હતું. 

જર્મન સુપરવાઈઝરો સામે અમે-યહૂદીઓ અને પોલેન્ડના કારીગરો એક જૂથ થઈ ગયા હોવાથી સુપરવાઈઝરો અમને ખાસ પરેશાન કરતા નહોતા. વધારામાં અમને ફાયદો એ હતો કે આ બિલ્ડિંગનો આર્કિટેક્ટ પોતે યહૂદી હતો અને તેના હાથ નીચેના બધા એન્જિનિયરો પણ યહૂદીઓ જ હતા.

શિયાળાના પગરણની ઘડીઓ ગણાતી હતી. મને ચિંતા એ વાતની હતી કે મારી પાસે અહીં નહોતા ગરમ કપડાં કે નહોતા હાથ મોજા. હું જરા પણ ઠંડી સહન કરી શકતો નહોતો. અસહ્ય શારીરિક શ્રમના આવા કામ દરમિયાન શિયાળાની અતિશય ઠંડીમાં જો મારા આંગળા હિમદંશથી થીજી જાય તો ભવિષ્યમાં પિયાનોવાદક તરીકેની મારી કારકિર્દી સામે મોટું જોખમ ઊભું થઈ જાય.

ભવિષ્યની ચિંતાવાળા આવા અવસાદભર્યા વિચારો વચ્ચે હું આસપાસના વૃક્ષોના પાંદડાઓના બદલાતા રંગો જોયા કરતો, જે ભારે ઠંડીના દિવસો આવી રહ્યાના સંકેત મને આપી રહ્યા'તા.

આ દરમિયાન ફરી મારૃં રહેવાનું સ્થળ બદલાયું. વસાહતની કુર્ઝા સ્ટ્રીટમાં મને કવાર્ટર અપાયુ. શહેરના બીજા છેડે મારે કામ કરવા જવાનું હતું.

 દિવસે દિવસે ઠંડી વધતી જતી હતી અને પુષ્કળ ઠંડીના લીધે વારંવાર મારા આંગળા બહેર મારી જતા હતા.

ફરી એકવાર અમારી વસાહતમાં અફવા ફેલાઈ કે જર્મનો કેટલાક યહૂદીઓને ''Death Camp '' માં ધકેલવા માટેની યોજના ઘડી રહ્યા છે. અમારી વસાહતમાં બધું મળીને હવે માત્ર ૬૦,૦૦૦ યહૂદીઓ બાકી રહ્યા હતા.

બીજીબાજુ વસાહતમાં રહેતા યહૂદીઓ પૈકીના યુવાનો જર્મનો સામે લડી લેવાના મુડમાં હતા. અમારા મકાનો આગળ છોકરાઓએ લોખંડની જાળીઓ ફિટ કરવા માંડી હતી. જેથી રાતના સમયે અચાનક જર્મનો અમારા તૂટી ના પડે.

યુવાન યહૂદીઓના પ્લાનની ધીરે ધીરે જર્મનોને ખબર પડવા માંડતા, તેમણે અમને હૈયાધારણ આપી કે હવે કોઈને અહીંથી બીજા સ્થળે મોકલવાના નથી. (કહેવાનો મતલબ કોઈ યહૂદીને  Death Camp માં  નહીં મોકલાય) આ ઉપરાંત અમારા પરના કેટલાક કડક નિયંત્રણો તેમણે હળવા કરવા માંડયા. બજારમાંથી શાકભાજી અને બ્રેડ ખરીદવા મુકાયેલો પ્રતિબંધ હટાવી, અમને બધી ચીજો ખરીદવાની છૂટ આપી.

આ બધા સંજોગો વચ્ચે અમને સારી ખબરો મળવા માંડી કે આફ્રિકા સુધી મિત્ર દેશોના લશ્કરો આવી પહોંચ્યા છે. પોલેન્ડના પાટનગર વોર્સોમાં પણ જર્મનો સામે લડવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ત્યાંના એક જર્મન કાફેમાં બોમ્બ પણ ફેંકાયો હતો. રશિયનો પણ અમારી પડખે આવી રહ્યા'તા.

આવી બધી ખબરો મળવાથી અમારો જુસ્સો વધી રહ્યો હતો અને નજીકના ભવિષ્યમાં જ જર્મનીની હાર થવાનું સંભવિત ચિત્ર ઊપસી રહ્યું હતું.

અમારી વસાહતમાં જુવાનિયાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. જર્મનો સામે બદલો લેવાના પ્લાન ઘડાઈ રહ્યા હતા પણ તે પહેલા ખુદ અમારામાંના જ કેટલાક ગદ્દાર અને લાંચિયા તત્વોને પાઠ ભણાવવાની તૈયારી શરૂ કરાઈ.

 એક ભ્રષ્ટ યહૂદી પોલીસનું ખૂન કરાયું. જર્મનો વતી જાસૂસી કરતા બીજા એક યહૂદીને પણ યુવાનોએ યમદ્વાર પહોંચાડી દેતા વસાહતોમાં અમારી વચ્ચે રહી જર્મનોને બાતમી પહોંચાડનાર જાસૂસોમાં ગભરાટ ફેલાઈ ગયો. 

(સંપૂર્ણ)