- દક્ષિણ ધ્રુવ પહોંચતા અગાઉ માર્ગમાં આવતા
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-8
- ભારે વંટોળ, બરફ વર્ષા અને વધારામાં જહાજના માર્ગની આડે હિમશિલાઓ
- વિકટ હવામાનના કારણે દરિયા વચ્ચે ત્રણ દિવસ સુધી જહાજ રોકવું પડયું
જહાજની ચોતરફ બરફની જાડી ચાદર પથરાયેલી પડી હતી. વાતાવરણ જોકે સારૃં હતું એટલે ડોગ્સની સારસંભાળ રાખનારા માણસો જહાજમાંથી કૂતરાઓને લઈ બહાર બરફની ચાદર પર ચલાવવા માટે લઈ ગયા. કેટલાય દિવસોથી જહાજમાં પુરાયેલા રહ્યા બાદ બહાર નીકળેલા કૂતરાઓને તો મઝા પડી ગઈ.
થોડો વખત પછી અમે ઈશાન તરફ આગળ વધ્યા.
તા. ૮મી જાન્યુઆરીએ બપોર સુધીમાં આગળ વધી અમે એવા જળમાર્ગમાં આવી ગયા કે જેમાં છૂટોછવાયો નરમ બરફ હોવાથી આગળનો જળમાર્ગ ખુલ્લો હોવાનો અમને અણસાર મળી ગયો.
તેમ છતાં એ દિવસે અમે માર્ગમાં ઓછામાં ઓછી ૫૦૦ જેટલી હિમશિલાઓ પસાર કરી, જે પૈકી કેટલાક હિમખંડો જંગી કદના પણ હતા.
માર્ગમાં અમે ૧૫૦ ફુટ ઊંચો અને એક ચતુર્થાંસ માઈલ લાંબો બરફનો પહાડ પણ ગમે તેમ કરીને પસાર કરી ગયા. અમે આગળના ૧૦૦ માઈલનો પ્રવાસ આ રીતે જ આગળ વધાર્યો. માર્ગમાં બરફના પહાડ મળ્યાં, પણ વચ્ચેના જળમાર્ગમાં નરમ બરફ હોવાથી અમારૃં જહાજ સહેલાઈથી આ બરફ વિંધીને આગળ વધતું રહ્યું.
પણ આવા સરળ જળમાર્ગ પછી ફરી મુસીબતના પહાડ અમારી આડે આવ્યા. તા. ૧૦મીની વહેલી સવારે એક વાગે જાડા-કઠણ બરફની ટેકરીઓના કારણે જહાજ પરનું દબાણ વધી જતું હતું. એ દિવસની સવારે વચ્ચે વચ્ચે નરમ બરફના જળમાર્ગમાંથી રસ્તો કરતું જહાજ આગળ વધ્યું.
માર્ગમાં અમને ક્યાંક ક્યાંક ઘાતક જંગી વ્હેલ પણ જોવા મળી. વર્ષ ૧૯૦૪ માં 'જીર્બૌચ ઈટૅીર્ગૈૌહ' ના અગ્રણી સાહસયાત્રી ડો. વિલિયમ એસ. બુ્રસે શોધેલી ભૂમિ નજીક આવી ગયાનો હવે અમને અહેસાસ થવા માંડયો હતો. ડો. બુ્રસે આ ભૂમિનું નામ 'ર્ભચાજ ન્ચહગ' આપ્યું હતું. સ્કોટિશ નેશનલ એન્ટાર્કટિકા અભિયાનના નેતા ડો. વિલિયમ એસ. બુ્રસે વેડેલ સમુદ્રના પૂર્વીય કિનારે બરફાચ્છાદિત આ પ્રદેશ શોધી કાઢયો હતો. તેમની આ સાહસયાત્રામાં મહત્તમ આર્થિક સહયોગ આપનાર મુખ્ય બે સમર્થકો જેમ્સ કોટસ જુનિયર અને મેજર એન્ડ્રુ કોટસના નામ પરથી તેમણે આ સ્થાનનું નામ કોટસ લેન્ડ પાડયું હતું. ''એન્ડયુરન્સ'' જહાજ પરના અમારા બધાની નજર હવે ડો. બુ્રસે વર્ણવેલા સાગર કાંઠાને શોધતી ચારે તરફ ફરતી હતી અને સાંજના પાંચ-વાગ્યાના સુમારે સાઉથ-સાઉથઈસ્ટ એટલે કે દક્ષિણ-અગ્નિ દિશામાં અમને એ બરફાળ ભૂમિ દેખાઈ. દૂરથી અમને બધાને ધીમે ધીમે ક્રમશઃ વધતો બરફનો પહાડ દેખાયો, જે છેેવટે ૧૦૦૦ ફુટની ઊંચાઈ સુધી પહોંચ્યો હોવાનું લાગતું હતું.
અમને લાગ્યું કે અમે હવે ટાપુ કે દ્વીપકલ્પની નજીક આવી ગયા છે. પૂર્વીય પવનો સાથે વાદળાનું ઝુંડ પર આવી ગયું અને સાથોસાથ બરફ વર્ષા પણ શરૂ થઈ.
તારીખ ૧૧મી જાન્યુઆરીની સવારના ૧૧ વાગ્યાના સુમારે દૂર અમને ટાપુ પરના ખડક દેખાયા, જે શરૂઆતમાં ૨૦ ફુટ ઊંચા હતા. પરંતુ બપોર થતા સુધીમાં બીજા ૧૧૦ થી ૧૧૫ ફુટ ઊંચા ખડક પણ દેખાવા માંડયા.
ઢળતી સાંજે ભારે બરફ વર્ષા શરૂ થઈ. પશ્ચિમી પવન પણ જોરથી ફુંકાતો હતો. અમે નજીકમાં જ જહાજ લાંગરી દીધું, મને એવી ધાસ્તી હતી કે જોરથી ફૂંકાતા પવન કદાચ બરફના ભારે ચોસલા આ તરફ ખેંચી લાવે તો જહાજની એ તરફનું દબાણ ખૂબ વધી જાય. અને અમારૃં ઈહગેચિહબી જહાજ કદાચ બે બાજુએ બરફના મોટા હિમખંડો વચ્ચે 'જામ' પણ થઈ જવાની સંભાવના હતી.
આખી રાત અમે બરફના અવરોધની સાઈડમાં થઈ આગળ વધતા રહ્યા. તા. ૧૩મીની સવારે ૮ વાગે અમે દક્ષિણ-નૈઋત્ય તરફ હતા. આગળના જળમાર્ગમાં હવે માત્ર ૨૦૦ વાર જેટલા ટૂંકા વિસ્તારમાં બરફ હતો, તે પછીનો જળમાર્ગ ખુલ્લો દેખાતો હતો.
અમને બધાને હવે કૂતરાઓની ચિંતા થતી હતી, કારણ બે-ચાર કૂતરા બીમાર પણ પડી ગયા હતા. વધારે માંદા પડેલા કૂતરાનો ચેપ બીજાને ન લાગે તે માટે અમે એક કૂતરાને ગોળી મારી મરણને શરણ કરી દીધું.
તા. ૧૫મીની સાંજના સાત વાગ્યાના સુમારે એક બાજુ બરફની જાડી દીવાલ અને બીજી તરફ બરફના જંગી ચોસલા વચ્ચે એક કલાક સુધી અમારૃં જહાજ ફસાયેલું રહ્યું.
તે પછી જહાજ માંડ માંડ આગળ વધ્યું. મધરાતના થોડા સમય અગાઉ જ ઉત્તરીય છેડા પર ૪૦૦ થી ૫૦૦ ફુટ ઊંચાઈનો જંગી ગ્લેશિયર દેખાયો. આ ગ્લેશિયર નજીક જહાજ લાંગરી અહીં અમારૃં ઉતરાણ સ્થળ રાખી શકાય તેવી આ જગ્યા હતી પણ અમે તે પછીના ૧૭ માઈલ સુધી અમારો પ્રવાસ આગળ વધાર્યો. આગળના ભાગમાં મોટો ગ્લેેશિયર હતો. સાદી ભાષામાં ગ્લેશિયર એટલે નદીની જેમ વહન પામતો અને ગતિશીલતા ધરાવતો મોટો હિમજથ્થો.
અમારી આગળની સાઈડના હિમજથ્થામાં મોટી મોટી તિરાડો કે તડ પડી ગયેલી દેખાતી હતી. વળી આ નાની-મોટી બરફાળ ટેકરીઓની હારમાળાનું ચઢાણ લગભગ ૧૦૦૦ થી ૨૦૦૦ ફૂટ ઊંચાઈનું હતું. અત્યારે તા. ૧૬મીની મળસ્કે ચાર વાગ્યાનો સમય છે. નીચી ટેકરીઓ પર હજી વધુને વધુ પ્રમાણમાં બરફ ઢસડાઈને આવી રહ્યો હતો.
અમે આવા બરફાળ વિસ્તારમાંથી પસાર થતા થતા ૪૦ માઈલ જેટલા આગળ વધી ગયા. અને સવારના લગભગ ૮.૩૦ ના સુમારે એક પુરેપુરો સોલિડ બરફનો જંગી પહાડ જે હિમગિરિ તરીકે પણ ઓળખાય છે, તે અમારો આગળનો જળ માર્ગ રોકીને ઊભો હતો.
અમારૃં જહાજ આ ખૂબ જ કઠણ બરફના પર્વતને વિંધીને આગળ વધી શકે તેમ નહોતું કારણ કે બહુ કઠણ બરફને ચીરવા જતા જહાજના પ્રોપેલર તૂટી જવાની સંભાવના હતી.
આ વિસ્તારમાં દરિયાની ઊંડાઈ ૧૩૪ફેધમ જેટલી હતી. ૧ ફેધમ એટલે ૬ ફૂટ ગણતાં અહીં દરિયો ૮૦૪ ફુટ જેટલો ઊંડો હતો.
આજે તોઅહીંથી જરા જેટલું પણ આગળ વધવાનું શક્ય જ નહોતું. જોકે આગલા ૨૪ કલાક દરમિયાન નૈઋત્યમાં અમે ૧૨૪ માઈલ જેટલું લાંબુ અંતર કાપી નાંખ્યું હતું.
અમારો માર્ગ અવરોધીને ઊભેલો હિમગિરિ લગભગ ૨૪ માઈલ જેટલો લાંબો હતો. બપોર પછી પૂર્વીય પવનોની ગતિ વધી અને તેણે વંટોળનું રૂપ ધારણ કર્યૂં.
કદમાં નાના એવા બરફના ચોસલા વંટોળથી ઢસડાઈને અમારી સામેના બરફના મોટા પહાડને જોશભેર અથડાતા રહેતા હોવાથી બરફનો એ મોટો પહાડ તૂટતો જતો હતો, એટલું જ નહીં એ તેની જગ્યાએથી કિનારા તરફ ખેંચાતો જતો હતો.
બીજા દિવસે રવિવારને તા. ૧૭મી જાન્યુઆરીએ ભારે હિમવર્ષા અને હિમ તોફાનના કારણે અમારે એ જ જગ્યાએ રોકાઈ રહેવું પડયું. ભારે ઘનઘોર વાદળાના લીધે દરિયા કિનારો દેખાતો પણ બંધ થઈ ગયો.


