Get The App

મરણપથારીએ પડેલા દર્દીઓને થતા પાંચ અફસોસની વાત

Updated: Aug 10th, 2022

GS TEAM

Google News
Google News
મરણપથારીએ પડેલા દર્દીઓને થતા પાંચ અફસોસની વાત 1 - image

- સારાંશ વિનોદ ડી. ભટ્ટ ભાગ-૧

- જિન્દગીના છેલ્લા દિવસોમાં કોઈ અફસોસ ના રહે તે વિશે અત્યારથી વિચારો...

- જીવનમાં આટલું બધું હાર્ડ વર્ક કરવાની મારે કોઈ જરૂર નહોતી

- બ્રોની વેરના Five Regrestsના પુસ્તક પછી ઇીયિીાજ વિશે ઘણાં પુસ્તકો લખાયા છે

ઓસ્ટ્રેલિયાની એક નર્સે ''પેલિઅટિવ કેર'' નર્સિંગ હોમમાં ઘણાં વર્ષો સુધી અત્યંત સેવાભાવ અને નિષ્ઠાથી દર્દીઓની સારવાર સુશ્રુતા કરી હતી. જે દર્દીઓને છેલ્લા સ્ટેજનું કેન્સર કે એના જેવી અન્ય જીવલેણ બીમારી હોય, અને જેમની લાંબુ જીવવાની કોઇ શક્યતા ન રહી હોય, તેવા દર્દીઓને ''પેલિઅટિવ કેર'' હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવે છે.

આ પ્રકારની હોસ્પિટલમાં જીવલેણ રોગથી પીડાતા દર્દીને દાખલ કરવા પાછળનું મુખ્ય લક્ષ્ય રોગ સારો કરવાનું નથી હોતું, પણ દર્દી તેના જીવનના આખરી દિવસો કોઇપણ પ્રકારની પીડા કે યાતના વિના સહજરીતે, પ્રફુલ્લિત મને, તેમજ શાંતિપૂર્ણ રીતે વીતાવે એ જ મુખ્ય ઉદ્દેશ હોય છે.

ઓસ્ટ્રેલિયાની એ નર્સનું નામ છે- બ્રોની વેર, જેણે ઘણાં બધા ''ટર્મિનલી સિક '' દર્દીઓની સેવા કરી છે, જે પૈકીના મોટાભાગના દર્દીએ કેર સેન્ટરમાં દાખલ થયાના ૯૦ દિવસમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

બ્રોની વેર માત્ર આજીવિકા રળવા માટે નોકરી કરતી નર્સ નહોતી, તે સાચી લાગણીથી દર્દીઓની સેવા કરતી હતી. તેના બધા જ દર્દીઓને ખબર હતી કે તેઓ હવે બહુ થોડા જ દિવસોના મહેમાન છે, જીવનના આવા નાજુક અંતિમ તબક્કામાં દર્દીઓને કઇ વાતનો અફસોસ, પસ્તાવો, દિલગીરી, દુઃખ કે શોક રહી ગયો છે, એ જાણવાની બ્રોનીને ઇચ્છા રહેતી હતી.

માણસ તેના જીવનના અંતિમ દિવસોમાં જે વાતનો પસ્તાવો કે અફસોસ કરી રહ્યો હોય, તે વાત એના  મનના ઊંડાણમાંથી કઢાવવા માટે બ્રોની દર્દી સાથે  અતિ પ્રેમપૂર્વક વાતો કરતી રહેતી હતી, અને વાતવાતમાં દર્દી આ પ્રેમાળ નર્સ સમક્ષ પોતાના હૈયાને કોરી ખાતી વાત વ્યક્ત કરી દેતો.

પેલિઅટિવ કેર નર્સિંગ હોમમાં સંખ્યાબંધ દર્દીઓ સાથેની વાતચીત દરમિયાન નર્સ બ્રોનીને આખરી દિવસોમાં માણસને અલગ અલગ કારણસર થતા અફસોસ વિશેની જે વાતો જાણવા મળી તે વિશે એક લેખ લખીને તેણે પોતાના બ્લોગ પર મુક્યો હતો. વર્ષ ૨૦૦૯ માં લખાયેલા આ બ્લોગ વાંચનારને ખૂબ ગમી ગયા. ઘણાં બધાં વાંચકોએ ઇ-મેલ કરી બ્રોનીને તેના એ લેખ અંગે અભિનંદન આપી લખાણ ખૂબ વખાણ્યા. એકાદ વર્ષ પછી બ્રોનીને ખ્યાલ આવ્યો કે તેના બ્લોગ કેટલા બધા લોકપ્રિય બની ગયા છે. તેના બ્લોગ વાંચનારની સંખ્યા ૧૦ લાખ થઇ ગઇ હતી. વાત આટલેથી જ નહોતી અટકી, એ પછીના ત્રણેક વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૨ સુધીમાં બ્લોગ વાંચનારની સંખ્યા ૮૦ લાખે પહોંચી ગઇ હતી.

તે પછી બ્રોનીએ દર્દીઓના અફસોસ વિશેના બ્લોગના લખાણ મઠારી તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા, જે પુસ્તકનું નામ છે. ધ્રી ્ર્ૅ ખૈપી ઇીયિીાજ ર્ક ારી ઘઐહયધ.

ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓએ જીવનના છેલ્લા દિવસોમાં તેમને થતા અફસોસની જે વાતો બ્રોનીને કરી તે વિશે બ્રોની કહે છે, કેટલાક દર્દીઓએ તેમના જીવનની એવી વાત કરી કે જે સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા હતા, તો કેટલાકની વાત સાંભળી મને ખૂબ ખુશી પણ થઇ હતી.

મરણ પથારીએ પડેલા દર્દીની સેવાચાકરી કરવી અને જિન્દગીના ગણત્રીના દિવસો જ બાકી હોય એવા આ દર્દીઓ સાથે ગાઢ સંબંધ બાંધવાથી મારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું.

તમારા હૃદયની વાતને વારંવાર સ્વીકારી લેવાથી તમે અફસોસ મુક્ત જીવન જીવી શકશો, દિલના અવાજ અનુસાર જીવવાથી તમને તમારા જીવનમાં ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે પણ શરત એ કે તમારે સતત તમારા અંતરાત્માનો અવાજ સાંભળીને તે મુજબની જીવન શૈલી અપનાવવી પડે.

આ પુસ્તક તમને સતત એ વાત યાદ અપાવશે કે તમારા દિલના અવાજ મુજબનું જીવન જીવવા માટે તમારે બીજા કોઇની મંજૂરી લેવાની જરૂર નથી. તમારી જાત માટે તમારે જ આ પસંદગી કરવાની છે.

માણસને મરતા અગાઉ સામાન્યરીતે નીચેના પાંચમાંથી કોઇ એક અથવા એકથી વધારે પ્રકારનો અફસોસ થતો હોવાનું બ્રોનીએ તેમના પુસ્તકમાં નોંધ્યું છે.

(૧) કાશ, મારે જે પ્રમાણે જીવવું હતું તે પ્રમાણેનું, અને નહીં કે બીજા લોકો જે ઇચ્છે તે પ્રમાણેનું, જીવન જીવવાની મારામાં હિંમત હોત તો કેટલું સારૂં થાત.

(૨) હું ઇચ્છું કે જીવનમાં મેં આટલી બધી ગધ્ધામજૂરી ના કરી હોત.

(૩) મારી લાગણીઓ વ્યક્ત કરવાની મારામાં હિંમત હોત તો કેવું સારૂં થાત એવું હવે મને રહી રહીને લાગે છે.

(૪) મારા મિત્રો સાથે હું વધુ સંપર્કમાં રહ્યો હોત તો સારૂં.

(૫) કાશ, હું મારી જાતને સુખી રાખી શક્યો હોત.

બ્રોનીએ પહેલા અફસોસની વાતમાં ગ્રેસી નામની એક વૃધ્ધાનું દ્રષ્ટાંત ટાક્યું છે. ૫૦ વર્ષના લગ્ન જીવનમાં  ગ્રેસી પોતાને જે રીતે જીવવું હતું તે રીતે જીવી ન શકી તેનો તેને છેલ્લે છેલ્લે અફસોસ રહી ગયો હતો.

ગ્રેસીનો પતિ બહુ કડક સ્વભાવનો-હિટલરશાહી સ્વભાવનો હતો. દાયકાઓ સુધી ગ્રેસીનું લગ્ન જીવન ત્રાસમાં જ વીત્યું. જીવનમાં તેને કોઇ રસ રહ્યો નહોતો.

ગ્રેસી ગંભીર બીમારીમાં પટકાઇ તેના થોડા મહિનાઓ અગાઉ તેના પતિને કાયમ માટે નર્સિંગ હોમમાં દાખલ કરાયા, તેથી પરિવારના બધા જ  સભ્યો, ખાસ કરીને ગ્રેસીને, બહુ મોટો હાશકારો થયો હતો.

સમગ્ર લગ્ન જીવન દરમિયાન ગ્રેસી તેના પતિથી અલગ સ્વતંત્ર રીતે જીવવાનું સ્વપ્ન જોતી રહી હતી. તેને પ્રવાસનો પણ શોખ હતો. સરમુખત્યાર જેવા પતિના તાબા હેઠળ હું ના રહી હોત તો કેવું સારૂં, એવો અફસાસ તેને થતો હતો.

ગ્રેસીને સાદુ, સરળ અને સુખી જીવન પસંદ હતું.

મરણ પથારીએ પડેલી ગ્રેસીએ બ્રોનીને સલાહ આપતા કહ્યું, બ્રોની તને જે કાંઇ કરવાની ઇચ્છા થાય, તો એ કરજે, કોઇ તને રોકવાની કોશિશ કરે તો એને ના કહી દેજે. મારે પતિની આપખુદ શાહીથી સ્વતંત્ર થવું હતું પણ હું ના થઇ શકી, અત્યારે હું મરવા પડી છું, હવે   જૂનું બધુ વિચારવાનો શું અર્થ? મારા જીવનમાં હવે ઘણું મોડું થઇ ગયું છે.

ગ્રેસી આગળ કહે છે, એવું નથી કે હું બહું ઝાકઝમાળ અને ભપકાવાળુ જીવન જીવવા  માંગતી હતી. હું સજ્જન વ્યક્તિ છું, કોઇનેય જરા જેટલું દુઃખ પહોંચાડવાની મારી લગીરેય ઇચ્છા નથી. હું મારા માટે કાંઇક કરવા ઇચ્છતી હતી, મારી મનગમતી પ્રવૃત્તિ વિગેરે, પણ હિંમતના અભાવે હુ કશું ના કરી શકી.

Tags :