Get The App

માનવતાનું નવું સૂત્ર... જીવો અને જીવવામાં મદદ કરો

- જીવો પ્રત્યે દયા બતાવવા આગળ આવવું જોઇએ.

- સંવેદના - મેનકા ગાંધી

Updated: May 10th, 2020

GS TEAM

Google News
Google News
માનવતાનું નવું સૂત્ર... જીવો અને જીવવામાં મદદ કરો 1 - image


- વિવિધ ધર્મો અને તેમાં રહેલા કરુણાના પરિબળ પર વિચારોને ઢંઢોળતું અને ખુબ ગહન એવું પુસ્તકઃ ઇમ્પીચમેન્ટ ઓફ મેન 

- પૃથ્વી પરના અન્ય જીવો પરની યાતનાના સીધા સાક્ષી ના બને કે પોતે તેમના પર યાતના ના ગુજારે. મૂંગા પ્રાણીઓ પરના અત્યાચારનું વળતર એક યા બીજી રીતે જીવનમાં ચૂકવવું જ પડે છે. હકીકત તો એ છે કે આવા જીવો પ્રત્યે દયા બતાવવા આગળ આવવું જોઇએ.

- ઉંધતા કૂતરાને લાત મારીને ભગાડતા બાળકને સાચી સલાહ આપવા કે પક્ષીઓના માળા તોડતા કે બળદો તેમજ ભેંસ પર ભારે વજન લાદતાં કે ઘોેડા કે ગધેડા ઝડપથી ચાલે એટલે તેનું પૂંછડું આમળનાર કે પ્રયોગોના નામે પ્રાણીઓના નાના બચ્ચાંઓ બાબતે કોઇ વિરોધ નથી ઉઠાવતું

માનવતાનું નવું સૂત્ર... જીવો અને જીવવામાં મદદ કરો 2 - image૧૯૦૫માં ગ્રીક-ઇંગલીશ મા-બાપને ત્યાં જન્મેલા સાવિત્રી દેવીએ ૧૯૪૫માં વિવિધ ધર્મો અને તેમાં રહેલા કરુણાના પરિબળ પર વિચારોને ઢંઢોળતું અને ખુબ ગહન એવું એક પુસ્તક લખ્યું હતું. તેનું નામ ઇમ્પીચમેન્ટ ઓફ મેન હતું. વિશ્વના મહાન ધર્મોનો તેમણે ૩૦ વર્ષ સુધી ભારતમાં રહીને અભ્યાસ કર્યો હતો. તે સાત ભાષા બોલી શકતા હતા અને પોતાના અભ્યાસને શિક્ષણ તેમજ ટ્રાન્સલેસન વર્ક દ્વારા વધુ ઉપયોગી બનાવ્યું હતું. ૧૯૮૨માં તે ગરીબાઇમાં મૃત્યુ પામ્યા હતા. વિશ્વભરમાં તેમના શુભ ચિંતકોે પણ તેમની વાતોનો પ્રચાર બહુ લાંબો સમય કરી શક્યા નહોતા.

હું શા માટે તેમના લખાણોથી પ્રભાવિત થઇ છું તેની ખબર છે? કેમકે મારી માન્યતાઓને તેમના લખાણોએ નવી દિશા આપી છે. પુનર્જન્મ અને દેવદૂતવાળી થિયરી વિશે પણ સમજ આપી હતી. જોકે લોકડાઉન દરમ્યાન કેટલીક ધટનાઓથી મારી આંખો ખુલી ગઇ હતી. મેં આવો આધાત ક્યારેય અનુભવ્યો નથી. મેં ક્યારેય એ જાયું નથી કે એક ભારતીય તેના સાથી ભારતીય પર ખાસ કરીને મહિલાઓ પર કે પ્રાણી સાથે ધાતકી બની શકે છે. પ્રાણીઓને ઝેર આપીને કે માર-મારીને મારી નાખવા તેમજ એકલવાઇ મહિલાનું શોષણ કરવું એ બધું સાવ સામાન્ય બની ગયું છે. આવું ઝેર માણસમાં ક્યાંથી આવ્યું?

આ વાત મિનાક્ષી દેવી કહેવા માંગે છે.

હિન્દુ ધર્મનો સાર એકજ વાક્યમાં આપી શકાય. જીવનના દરેક સ્તરે સભાન અવસ્થામાં દૈવી શક્તિનો અનુભવ કરવો. માણસ અને પ્રાણી જગતમાં વારંવાર હજારો વાર જન્મ લેવાની પ્રક્રીયા કેન્દ્રમાં રહેલી છે. 

જે લોકો પુનર્જન્મમાં માને છે એ લોકોએ મેંગી ડોગ (ખરજવાથી પીડાતો કૂતરો, તેના વાળ જતા રહ્યા હોય અને શરીર પરથી રસી ઝરતી હોય) જોઇને મોં ના ફેરવવું જોઇએ કેમકે જો પુનર્જન્મમાં માનતા હોઇએ તો શક્ય છે કે તે તમારો ગયા કોઇ જન્મનો સંબંધી કે મિત્ર હોઇ શકે છે. 

જે મહિલા પોતાના બાળકને પ્રેમથી રમાડે છે તે શક્ય છે કે ગયા જન્મમાં પોતાના ધેર પાળેલું ગલુડીયું પણ હોઇ શકે. ગયા જન્મને ઓળખી શકાતો નથી પરંતુ વર્તમાન જીવનમાં જે આનંદ આપે છે તે ગયા જન્મની કોઇ લેણ દેણ પણ હોઇ શકે છે.

આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં તેના કર્મો અનુસાર પ્રવેશે છે

બીજો અવતાર ક્યેા છે તેની કોઇનેે ખબર નથી. તે પૃથ્વી પરનો કોઇ નાનો જીવ પણ હોઇ શકે છે. એટલેજ દરેક માનવે દયાળુ બનવું જોઇએ કેમકેે બીજો અવતાર ક્યો હશે તેની તેને ખબર નથી હોતી. જૈનોમાં જીવનમાંથી મુક્તિને તીર્થંકર કહે છે. પરંતુ દરેકે વિવિધ યોનિમાંથી પસાર થવાનું હોય છે. મહાન રાજા ભરત બીજા જન્મમાં હરણ હતા. એવીજ રીતે બુધ્ધવાદના સમર્થક એવા રાજા વિક્રમ બોઆ કોન્સટ્રીક્ટર (અજગર)તરીકે જનમ્યા હતા. તેમણે બુધ્ધ પરંપરામાં અપનાવાતી સમાનતાનો ભંગ કર્યો હતો.

આ બધું જોતા હું દ્રઢ પણે એમ માનવા લાગી છું કે આપણે પોતાની રોજે રોજની કામગીરીનું ધ્યાન રાખવું જોઇએ. હિન્દુવાદ માને છે કે સૃષ્ઠિના ઇવોલ્યુશન પ્રમાણે ફીજીકલ અને આધ્યાત્મિક દ્રષ્ટીકોણ બદલાવો જોઇએ. તે પૃથ્વી પરના દરેક જીવો પ્રત્યે દયા બતાવવા બાબતે હોવો જોઇએ. પરંતુ એવું થતું દેખાતું નથી. શા માટે? 

જવાબ લાંબો એટલા માટે છે કે ગહન નિરાશા વાદ અને મર્યાદિત જીવનના કારણે હિન્દુ વિચારનું મૂલ્યાંકન વિચાર માંગી લે છે. દરેક હિન્દુ જીવન મરણના ચક્રમાંથી છૂટવા માગે છે. તે ફરી ગર્ભમાં જવા તૈયાર નથી એમ મનાય છે. મુક્તિ માટેની તૃષ્ણામાં તે અટવાતો જોવા મળે છે. તે ભગવદ્દ ગીતાના આદર્શોને સમજવા પ્રયાસ કરે છે પણ રોજીંદા જીવનમાં તેનો અમલ નથી કરી શકતો. 

હિન્દુવાદ વ્ચક્તિને હકારાત્મક જીવન જીવવા પ્રેરે છે. તે પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનવા સૂચવે છે. તેમજ વિશ્વને રહેવા લાયક પણ બનાવી શકે છે. પરંતુ પ્રાણીઓ પરની દયા જોવા નથી મળતી. જે લોકો દયા બતાવતા જોવા મળે છે તે હકીકતે પોતાનો આગામી જન્મ સુધારવા માંગતા હોય  તે માટે દયા બતાવતા હોય એમ લાગે છે. કેટલીક માન્યતાઓ દરેકના જીવનમાં ધર કરી ગઇ હોય છે તેમાંથી તે બહાર આવી શકતો નથી.

કોઇ શાકાહારી હિન્દુ હોય તે પ્રાણીઓ પ્રત્યે કરુણા બતાવશે એમ માનવું જરુરી નથી. પૃથ્વી પર રહેતા અન્ય જીવો પ્રત્યે હિન્દુ કરુણા બતાવશે એમ કહી શકાય એમ નથી. અસમાનતા એવી જોવા મળે છે કે કોઇ તેને મૂલવી શકતું નથી. જેમકે ગંદકીમાં રમતું ભિખારીનું માંદલું બાળકનું જીવન શેરીમાં રખડતા કૂતરા જેવું હોય છે. એવીજ રીતે ભારે વજન ખેંચતો બળદ તરસ્યો હોય પણ તેની તરસ કોઇ છીપાવતું નથી.

સાચો હિન્દુ પ્રાણીઓને બલી ચઢાવવા તૈયાર નથી પરંતુ અન્ય અત્યાચારો તરફ આંખ આડા કાન કરે છે. 

પુનર્જન્મની થિયરી સૌ સમજવા માંગે છે પરંતુ પૃથ્વી પરના અન્ય જીવો સાથે  કરુણા બતાવવા કોઇ એક મત હોય એમ લાગતું નથી. ઉંધતા કૂતરાને લાત મારીને ભગાડતા બાળકને સાચી સલાહ આપવા લાખો હિન્દુઓ તૈયાર નથી હોતા. પક્ષીઓના માળા તોડતા કે બળદો તેમજ ભેંસ પર ભારે વજન લાદતાં કે ઘોડા કે ગધેડા ઝડપથી ચાલે એટલે તેનું પૂંછડું આમળનાર કે પ્રયોગોના નામે પ્રાણીઓના નાના બચ્ચાંઓના ઉપયોગ તેમજ મ્યુનિસિપલ કતલખાનાઓમાં ક્રૂર રીતે પ્રાણીઓની હત્યા બાબતે પણ સૌ મૂંગા રહે છે. 

 ફિલોસોફીની નજરે જુઓ તો પૃથ્વી પરના અન્ય જીવો પરની યાતનાના સીધા સાક્ષી આપણે ના બનવું કે પોતે તેમના પર યાતના ના ગુજારવી જોઇએ. મૂંગા પ્રાણીઓ પરના અત્યાચારનું વળતર એક યા બીજી રીતે જીવનમાં ચૂકવવું જ પડે છે. હકીકત તો એ છે કે આવા જીવો પ્રત્યે દયા બતાવવા આગળ આવવું જોઇએ.

આપણે એમ કહીએ છીએ કે જીવો અને જીવવા દો પરંતુ મારી નજરે તો જીવો અને મરવા દો. પ્રાણીઓ પ્રત્યે લોકોનો સિધ્ધાંત જીવો અને જીવવામાં મદદ કરો અવો હોવો જોઇએ.મહાન હિન્દુ ધર્મ આવી મહાન ફિલસૂફી ધરાવે છે..

Tags :