Get The App

માણસની ક્રૂરતાનો ભોગ બનેલા ઘોડા રીબાઇને મરે છે

Updated: Apr 19th, 2020

GS TEAM

Google News
Google News
માણસની ક્રૂરતાનો ભોગ બનેલા ઘોડા રીબાઇને મરે છે 1 - image


ઘોડાના માથે રોડ અકસ્માતનું મોટું જોખમ રહેલું હોય છે. તેમના માટે તાજા ઘાસનો અભાવ પણ જોખમ ઉભુંં કરે છે. તેમના આરેાગ્ય માટે ઘાસ ચાવીને ખાવવું જરુરી હોય છે પરંતુ તેમને કામજ એટલું બધું કરવું પડે છે કે ખોરાક શાંતિથી ચાવવાનો સમયજ નથી મળતો. 

જો ઘોડો સફેદ રંગનો હોય અને ફીમેલ હોય તો તેની લગ્નોના વરઘોડામાં મોટી ડિમાન્ડ હોય છે. મોટા અવાજે મ્યુઝિક વાગતું હોય, ઘોંધાટ થતો હોય, માંે પાસે ફટાકડા ફૂટતા હોય ત્યારે ડરના માર્યા અને બચવા માટે તે નજીકની પતરાની પટ્ટી ચાવે ત્યારે તેના દાંતમાંથી લોહી નીકળી જાય છે.

જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે પ્રથમ જે ઘોડો બહાર આવ્યા હતો તેનું નામ ઉચ્ચૈઃ શ્રવા હતું, તે પાંખો વાળો હતો. ભગવાન ઇન્દ્ર તેને સ્વર્ગમાં લઇ ગયા હતા. તેના વંશજો પાંખો વિનાના હતા. તેમને પૃથ્વી પર મોકલી અપાયા હતા

ઉત્તર પ્રદેશના તરાઇ સહિત પીલીભીત જીલ્લાના મોટા ભાગના સ્થળોએ ધોડો ખેંચતા હોય તેવા વાહનેા મળે છે એવું નથી પણ ઉત્તર પ્રદેશના મોટા ભાગના રાજ્યોમાં ધોડા વાહનો ખેંચતા હોય છે. દિલ્હીમાં પણ વાહનો ખેંચતા ધોડા જોવા મળે છે. આમતો, દેશના મોટા ભાગના શહેરોમાં ધોડા ગાડી અને તેની મદદથી ચાલતા વાહનો પર પ્રતિબંધ છે છતાં ધોડા ગાડી જેવા વાહનો જોવા મળે છે.

બરેલીમાં મેં પીપલ ફોર એનિમલ હોસ્પિટલ ઉભી કરી છે. ત્યાંની મારી ટીમને નજીકના રાજ્યોમાંથી રોજ ધોડાને અકસ્માત થયો છે અને પગ તૂટી ગયો હોવાનો કોલ મળે છે. ગામડાના બિસ્માર રોડ અને વધારે પડતું ભારે વાહન ખેંચવાના કારણે બિમાર ધોડો ફસડાઇ પડે છે. ધણા ધોડાની એડી તૂટી જાય છે તો ધણાના પગ સૂજી જાય છે અને તેમાં ગેંગરીન થાય છે ધણાંને ગાંઠોનો રોગ થાય છે. ધણાં સારવારના અભાવે રીબાઇને મોતને ભેટે છે.

કેટલાક ધોડાની આંખો લાલ થઇ ગઇ હોય છે. ધણા ધોડા પડી ગયા પછી ઉભા થઇ શકતા નથી. તેમને પગમાં કાણા પડી જાય છે જે ઠેઠ હાડકા સુધી પહોંચે છે. મહારાષ્ટ્ર ડિપાર્ટમેનટ ઓફ એનિમલ હસબંડરીના વેટરનરી ડોક્ટરેાની ટીમ અને પેટાએ(પીપલ ફેર ધ એથીકલ ટ્રીટમેનટ ફોર એનિમલ) સ્થાનિક સ્તરે ધોડાગાડી ખેંચતા ધોડાઓનો સર્વે કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે તે અપોષણથી પીડાતા હતા, તેમના શરીર પર ઉઝરડા હતા, તેમના લીગમેન્ટસ અને જોઇન્ટ્સ પર સોજા હતા. વેટરનરી ડોક્ટરોએ એવું સૂચન કર્યું હતું કે જો આ ધોડાઓને ફરી કામ પર લેવામાં આવશે તો તે કાયમી રીતે અપંગ થઇ જશે. તપાસ દરમ્યાન ખ્યાલ આવ્યો હતો કે કેટલાક ધોડાની નાળ બરાબર ફીટ થઇ નહોતી એટલે તેના પગને ઇજા  થઇ હતી. તપાસમાં નોંધવામાં આવ્યું હતું કે ધોડાના ધાની સારવાર નહીં કરવાના કારણે,અપોષણ વાળા ખોરાક, પગે સોજા, બળતી આંખો વગેરે દરેક ધોડામાં જોવા મળતી હતી.

કોઇપણ માલિક પોતાના ધોડાના શેડ નીચે રાખતો નહોતો. પીલીભીતમાં મેં જોયું છે કે ધોડાના માલિકો તેમને રોડની સાઇડ પર બાંધી રાખતા હતા. સખત્ત વરસાદ, ઠંડી કે કાળ ઝાળ ગરમીમાં પણ તેમને શેડ નીચે રખાતા નથી. તેમને પીવા માટે ચોખ્ખું પાણી પણ અપાતું નથી. તેમના ગળા પાસે ઘાસનો પુળો રખાય છે તે પેસેન્જર ઉતારતી વખતે મળતા સમય દરમિયાન તે ખાય છે.

તેમના માથે રોડ અકસ્માતનું મોટું જોખમ રહેલું હોય છે. તેમના માટે તાજા ઘાસનો અભાવ પણ જોખમ ઉભુંં કરે છે. તેમના આરેાગ્ય માટે ઘાસ ચાવીના ખાવવું જરુરી હોય છે પરંતુ તેમને કામજ એટલું બધું કરવું પડે છે કે ખોરાક શાંતિથી ચાવવાનો સમયજ નથી મળતો. ખાવાનું નહીં મળવાના અભાવે તે નજીકનો કચરો પણ ખાય છે. કચરામાંનું પ્લાસ્ટીક પણ તે ખાય છેે અને તેના કારણે તેના આંતરડામાં તે ચોંટી જાય છે.

ધોડાની ફિમેલને બળજબરી પૂર્વક પ્રેગનન્ટ બનાવાય છે જો કે બચ્ચું તેની મા સાથે લાંબો સમય રહી શકતું નથી કેમકે તેને વેચી મારવામાં આવે છે.

જો ધોડો સફેદ રંગનો હોય અને ફીમેલ હોય તો તેની લગ્નોના વરધોડામાં મોટી ડિમાન્ડ હોય છે. મોટા અવાજે મ્યુઝિક વાગતું હોય, ધોંધાટ થતો હોય, મોં પાસે ફટાકડા ફૂટતા હોય ત્યારે ડરના માર્યા અને બચવા માટે તે નજીકની પતરાની પટ્ટી ચાવે ત્યારે તેના દાંતમાંથી લોહી નીકળી જાય છે. જેના કારણે તે અઠવાડીયા સુધી ખોરાક ચાવી શકતા નથી.

સરકારી વેટરનરી ડોક્ટરો પાસે ધોડાની સારવાર માટેની કોઇ તાલીમ નથી હોતી (આમતો, અન્ય પ્રણીઓ માટેની સારવાર અંગે પણ તે બહુ જાણતા નથી). એવીજ રીતે પ્રાઇવેટ વેટરનરી ડોક્ટરો પાસે પણ ધોડાની સારવાર માટે નથી તો કોઇ સાધનો હતા કે દવાઓ હોતી. હકીકતે આ લોકો કશું કરતા નથી હોતા. જો તમારે એવી સરકારી જોબ જોઇતી હોય કે જેમાં કોઇજ કામ નહીં કરવાનું ના આવે, તો તમારે  સરકારના વેટરનરી વિભાગમાં કામ લેવું જોઇએ.

હવે પ્રશ્ન એ છે કે તો પછી આપણે સમસ્યાનું સમાધાન કેવી રીતે કરીશું? ભારતમાં  ૧૨લાખ જેટલા વર્કીગ ધોડા છે. તેમની પાસે વધુ પડતું કામ લેવાય છે, તેમને ખાવાનું નથી મળતું, પૂરતું પાણી નથી મળતું, ક્યારેય તેમની બિમારીની સારવાર કરવામાં નથી આવતી. હવે આપણે આ બધું સરખું કરવું પડશે. ૩૦ વર્ષ પહેલાં મેં એવો કાયદો બનાવડાવ્યો હતો કે ધોડા ગાડી પર કેટલા લોકો બેસી શકે?

ટેકનીકલી ચાર લોકો બેસી શકે છે. પરંતુ પોલીસ અને વહિવટી તંત્ર ભાગ્યેજ આ કાયદાનું પાલન કરાવે છે. મેં જોયું છે કે ધોડાગાડી પર ૧૫ લોકો બેસી જાય છે. આવા કાયદાનું પાલન નહીં કરનારા  લોકો પાસેથી દંડ વસુલ કરીને તેનો ઉપયોગ ધોડાની સારવાર માટે કરવો જોઇએ.

ધોડાઓનું રેગ્યુલર ચેકઅપ તેમજ તેમનામાં રહેલા વોર્મ્સ કાઢીને તેમને એન્ટી ટીટેનસ ઇન્જેક્શન આપવા જોઇએ. મેં પીલીભીતના જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચન કર્યું હતું કે ધોડાના માલિકોને કહે કે તે દરેક ધોડાને રજિસ્ટર કરાવે અને દર વર્ષે તે રીન્યૂ પણ કરાવે. લાયસન્સ વિનાના ધોડાને જપ્ત કરવા જોઇએ.

જે માલિકના ધોડા વહેલાં મરી જતા હોય તેને ફરી ધોડા ખરીદવાની પરવાનગીના આપવી જોઇએ. જેના કારણે ધોડાના માલિકો વધુ જવાબદાર બનશે. દંડનીય કાર્યવાહીના કારણે વેટરનરી હોસ્પિટલો પાસે ધોડાની સારવાર માટેના પૈસા આવશે અને ધોડા ખરીદનારાઓની જવાબદારી પણ વધશે. આ કામ માટે હું સતત જહેમત ઉઠાવ્યા કરીશ.

જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે પ્રથમ જે ધોડો બહાર આવ્યા હતો તેનું નામ ઉચ્ચૈઃ શ્રવા હતું, તે પાંખો વાળો હતો. ભગવાન ઇન્દ્ર તેને સ્વર્ગમાં લઇ ગયા હતા. તેના વંશજો પાંખો વિનાના હતા. તેમને પૃથ્વી પર મોકલી અપાયા હતા. ભગવાન વિષ્ણુના એક અવતારનુ નામ હયેેગ્રીવા હતું. જેમાં તે ધોડાવાળા મોઢા સાથેે પૂજાતા હતા. તેમને જ્ઞાાનના પ્રતિક તરીકે પૂજવામાં આવતા હતા.

તેમના વંશજોની કમનસીબી જોઇને દયા આવે છે. માણસના ધાતકી પણાનો ભોગ ધોડા બન્યા છે....

Tags :