For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં વર્ષે 47 અબજ ઇંડાનું ઉત્પાદન

Updated: Jun 20th, 2021

Article Content Image

- સંવેદના : મેનકા ગાંધી

- સરકાર ઇંડા ખાવા માટે પ્રોત્સાહન આપે છે પણ પરંતુ તેની ક્વોલિટી બાબતે અંધારપટ જેવી સ્થિતિ છે. 

- વિદેશમાં જતા દરેક ઇંડા પર તે ક્યા પોલ્ટ્રી ફાર્મમાંથી આવ્યું છે તે લખવું પડે છે. જેથી તેના પર ચોંટેલા તત્વો બાબતે કંપનીને પૂછી શકાય. ભારતમાં એવી કોઇ વ્યવસ્થા નથી...

- જે મરઘી છૂટથી ફરી હોય અને જમીન ખોતરીને જીવાત ખાતી હોય, તેંમજ જમીન પરની ઇયળો અને અનાજ વગેરે ખાતી હોેય તે મરઘી સૌથી સારું ઇંડુ આપી શકે છે

સામાન્ય રીતે ઇંડાને સ્વિકાર્ય અને પ્રમાણભૂત સલામત ફૂડ ગણવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે ઇંડા વિવિધ જાતના હોય છે તો ક્ટલાક માને છે કે બધા ઇંડા ખાવા લાયક હોય છે. 

ઇંડાએ આલ્બ્યુમન, યોલ્ક અને કેલ્શિયમ કાર્બોનેટના શેલ વાળું હોય છે. ઇંડાની અંદરનું કુદરતી મટીરીયલમાં ફેરફાર કરીને કંપેઝીશન બદલવામાં આવે છે. ઉદાહરણ તરીકે જાપાનમાં ઓમેગા-થ્રી અને આયોડીન ઉંમેરવામાં આવે છે. 

આનો અર્થ એ થયો કે  ઇંડાની ગુણવત્તા મરઘીને કેવી રીતે રાખવામાં આવે છે અને ઇંડાના લેયરને કેવી રીતે સાચવવામાં આવે છે તે પર રહેલો છે. ઇંડા પર ઘણા પરિબળો અસર કરે છે જેમકે ઇંડુ બહાર આવે અને ત્યારપછીના પરિબળો. જેમાં હવામાન, મરઘીને શું ખવડાયું, મરઘીએ કેટલું પાણી પીધું, મરઘી દિવસ દરમ્યાન કેટલો સમય બહાર રહી, તેની આસપાસ સ્વચ્છતા કેવી હતી, તે કેવી રીતે શ્વાસ લે છે નો સમાવેશ થાય  છે. આ પરિબળો પરથી ઇંડાની ગુણવત્તા નક્કી થતી હોય છે. 

તમારા ખાવાની પ્લેટ સુધી ઇંડુ આવે ત્યાં સુધી તેને કેવી રીતે સાચવવામાં આવે છે તે પર પણ ધ્યાન આપવામાં આવે છે. મોટા ભાગે મરઘીનું ઇંડુ છ ગ્રામ પ્રોટીન અને છ ગ્રામ ફેટ (ચરબી) હોય છે. આવી ગુણવત્તાવાળું ઇંડુ મેળવવા માટે મરઘીને સમતોલ આહાર આપવો પડે છે અને તેને રહેવાની જગ્યાં સ્વચ્છ હોવી જોઇએ. તોજ ઇંડામાં યેાગ્ય પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, વિટામીન્સ અને મિનરલ્સ મેળવી શકાય છે.

ઇંડા આપતી મરઘી માટે તાજું પાણી, સ્વચ્છ પાણીની પણ જરૂર રહે છે. નિષ્ણાતો એમ કહે છે કે ૧૬ થી ૧૮ ટકા પ્રોટીન અને સાડાત્રણ ટકા જેટલું કેલ્શિયમને સમતોલ પ્રમાણ કહી શકાય. હકિકત એ છે કે ઇંડાનું કુદરતી કંપોઝીન બદલી શકાય છે એ ધંધાધારી પોલ્ટ્રી ફાર્મ વાળાઓએ કરી બતાવ્યું છે. 

જે મરઘી છૂટથી ફરી હોય અને જમીન ખોતરીને જીવાત ખાતી હોય, તેંમજ જમીન પરની ઇયળો અને અનાજ વગેરે ખાતી હોેય તે મરઘી સૌથી સારું ઇંડુ આપી શકે છે. મરઘીને આપવાના ખોરાકમાં કેમિકલ ભેળવીને આપવાથી ઇંડુ મોટું અને સુંદર લાગે છે તે તો ઠીક પણ તેનો આકાર પણ સારો લાગે છે. તમે બજારમાંથી જે ઇંડા ખરીદો છો તે આવી મરઘીના નથી હોતા. પોલ્ટ્રી ફાર્મ વાળાઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે મરઘીને ખીચોખીચ ભરી રાખે છે, નથી તો તેમને કોઇ સૂર્ય પ્રકાશ મળતો કે નથી તેમની જગ્યા પર સ્વચ્છતા હોતી. તેમને વધુ ને વધુ એન્ટિબાયોટિક્સ આપવાનુ ફાર્મવાળા કાયમી સ્તરે કરી રહ્યા છે. તેમને સતત લાઇટ વાળા અજવાળામાં રખાય છે તેથી તે વધુ ઇંડા આપે. 

આવા તંગ વાતાવરણ અને ગંદી જગ્યા પર રહેતી મરઘી સારા ઇંડા કેવી રીતે આપે? આમ પણ, ભારતમાં ઇંડાની ગુણવત્તા બહુ સારી નથી હોતી. વિશ્વમાં ભારતના પેાલ્ટ્રી ઉત્પાદકો સૌથી ખરાબ છે તે લોકો મરઘીના આરોગ્યનું ધ્યાન નથી રાખતા કે નથી કોઇ સલામતીના ધેરણો અપનાવતા. આમ તે, લોકોના આરોગ્યની પણ ચિંતા નથી કરતા. આવા ફાર્મની તપાસ કરવામાં આવી ત્યારે તોે  મરઘીને આડેધડ ખોરાક ્અપાતો હતો. મરઘી પોતાની અગાર(સ્ટૂલ-યુરીન) પરજ ઉભી રહેતી હતી કેમકે તેમને મુવમેન્ટ માટે કોઇ જગ્યાજ નહોતી અપાઇ, તેમના આસપાસ કરોળીયાના જાળા જોવા મળ્યા હતા. 

તેમના પીંજરા જીવાત અને કિડી મંકોડાથી  ઉભરાતા હોય છે.જેના કારણે મરઘી બિમાર રહે છે અને તેથી ઇંડામાંના પોષક તત્વો નાશ પામે છે. સ્વચ્છતા વિહોણું વાતાવરણ, ક્વોલિટી કંટ્રોલના ધંાધિયા વગેરેના કારણે  ઇંડા પોષક તત્વો વિહોણા બહાર આવે છે. વિશ્વમાં ઇંડા ઉત્પાદન કરતો ત્રીજા નંબરનો દેશ ભારત છે. દેશમાં વર્ષે ૪૭ અબજ ઇંડાનું  ઉત્પાદન થતું હોવા છતાં તેની ક્વોલિટી  માટે કોઇ વૈશ્વિક ધોરણો અપનાવાતા નથી. અનેક વાર ઇંડાની નિકાસ અટકે છે કેમકે ઇંડાના કોચલાની બહાર અને  અંદર કેમિકલ્સ જોવા મળે છે. 

જો ઇંડાનું લેયર પાતળું હોય તો સમજવું કે મરઘી બિમાર હશે. તે બ્રોન્કાઇટીસ કે એવિયન ઇન્ફ્લ્યુએન્ઝા જેવા રોગથી પીડાતી હશે. જ્યારે ઇંડા આપતી મરઘી બહુ ટેન્શનમાં હોય ત્યારે સમજવું કે તેના ઇંડાનું કોચલું પાતળું હોય છે. 

ઇંડામાં ફોસ્ફરસ,વિટામીન ઓ, બી-૬, બી-૧૨,ફોલિક એસિડ, થિયામીન અને વિટામીન-ડી હોવા જોઇએ. પોલ્ટ્રી ફાર્મ વાળા બધી મરઘીઓને સતત લાઇટમાં રાખતા હોઇ તેનો ખોરાક ઓછો થઇ જાય છે. તેના કારણે તેનો ખોરાક ઓછો થઇ જાય છે એેટલે ખોરાકમાં કેલ્સિયમ જતું નથી જેના કારણે ઇંડાની ઉપરનું કોચલું બરાબર બનતું નથી. માંદલી મરઘીમાં વિટામીન ડી પણ ઓછું થઇ જાય છે. નાના પાંજરામાં તેને ફરવાની જગ્યા નહીં હોવાના કારણે તેનામાં ચરબી વધારતાં તત્વો વધે છે. તેના કારણે ઇંડાનો અંદરનો ભાગ તંદુરસ્ત નથી રહેતો.

મરઘી શું ખાય છે તે બહુ મહત્વનું છે. દરેક હાઇબ્રીડને અલગ ખોરાક આપવો જોઇએ જે ભારતમાં શક્ય નથી. તેમને પોષણ વિનાનો ખોરાક ખવડાય છે પછી પોષણ આપી શકે એવા ઇંડાની આશા કેવી રીતે  રાખી શકાય? જ્યારે તમે ઇંડુ ખાવ છો ત્યારે મરઘીને આપેલા એન્ટીબાયોટિક્સ પણ તમારા પેટમાં જાય છે.ઇંડા તૈયાર થયા પછી તેને માર્કેટમાં પહોંચાડતી વખતે પણ તેમાં બગાડ થાય છે. જેમકે ૬ ટકા જેટલા ઇંડા તૂટી જાય છે, કોચલાની તિરાડમાંથી બહાર રસ ઝર્યા કરે છે. જે બાકીના ઇંડાઓને પણ બગાડે છે. જેના કારણે તેના ઉપર ડસ્ટ ચોંટી જાય છે.  આવા કોચલામાંથી ઝરતા રસ પર  hexaxhlorocyclohexane (HCH) અને hexaxhlorocyclohexane (HCH) જેવા પ્રતિબંધિત રાસાયણિક ખાતરોના અવશેષો પણ ચોંટેલા જોવા મળે છે. આવા કેમિકલ્સ માનવ જાત માટે બહુ જોખમી છે. વિદેશમાં જતા દરેક ઇંડા પર તે ક્યા પોલ્ટ્રી ફાર્મમાંથી આવ્યું છે તે લખવું પડે છે. જેથી તેના પર ચોંટેલા તત્વો બાબતે કંપનીને પૂછી શકાય. ભારતમાં એવી કોઇ વ્યવસ્થા નથી, સરકાર ઇંડા ખાવા માટે પ્રોત્સાહન આપે છે પણ પરંતુ તેની ક્વેાલિટી બાબતે અંધારપટ જેવી સ્થિતિ છે. આ ફૂડ સેફ્ટીનો મુદ્દો છે સરકારે વિચારવું જોઇએ. 

Gujarat