Xentrotransplantation; પ્રાણીઓનો ખાત્મો
સંવેદના - મેનકા ગાંધી
પ્રાણીનું કોઇ અંગ કાપીને માણસ પર ફીટ કરવાની પ્રોસેસ: સૌથી મોટું ઉદાહરણ ભગવાન ગણપતિનું છે...
માણસની બ્લડ વેસલ જોડવાનું સંશોધન કર્યું હતું જેના કારણે પ્રાણીના અંગો માનવ શરીરમાં ટ્રાન્સપ્લાંટ થઇ શકે એમ હતું. આ સર્જીકલ ટેકનીક નિષ્ફળ ગઇ હતી. તેમના આ પ્રયાસ માટે તેમને ૧૯૧૨માં નોબલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું
૧૯૯૦ના દાયકામાં બે બબૂન વાનરના હાર્ટ માણસમાં પ્રત્યારોપણ કરવાના પ્રયોગ કર્યા હતા પણ બંનેમાં નિષ્ફળ ગયા હતા. ફ્રાન્સમાં આવા પ્રયોગો પર પ્રતિબંધ મૂકાયો છે
આજનો વિષય છે Xentrotransplantation (ઝેન્ટ્રોટ્રાન્સપ્લાન્ટેશન) એટલેકે એક જાતિના પ્રાણીનું અંગ બીજી જાતિના પ્રાણી પર ફીટ કરવું. ટૂંકમાં અહીં વાત પ્રાણીના અંગને માનવ શરીર પર ફીટ કરવાની છે. આવા ચમત્કાર કરવા માટેનું સશોધન છેેલ્લા ૩૦૦ વર્ષથી ચાલી રહ્યા છે. જોકે વાચકોને યાદ હશે કે પ્રથમ ઝેન્ટ્રોપ્લાન્ટેશન ભગવાન શિવે કર્યું હતું.. ઝેેન્ટ્રોપ્લાન્ટેશનનું સૌથી મોટું ઉદાહરણ ભગવાન ગણપતિનું છે. ભગવાન શિવે હાથીના બચ્ચાનું માથું કાપીને તેમના પુત્રના ગળા પર ફીટ કરી દીધું હતું. પ્રાણીનું કોઇ અંગ કાપીને માણસ પર ફીટ કરવાની પ્રોસેસને ઝેન્ટ્રોપ્લાન્ટેશન કહે છે.
૧૭મી સદીમાં જીન બેપટાઇસ્ટ ડેનીસ નામના વિજ્ઞાાનીએ પ્રાણીના લોહીને માણસના લોહી માં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યોે હતો. આ પ્રોસેસના કારણે હજારો પ્રાણીઓના મોત થાય છે. આવા પ્રયાસો નિષ્ફળ પણ જઇ રહ્યા છે. ફ્રાન્સમાં વર્ષોથી તેના પ્રયોગો પર પ્રતિબંધ છે. ૧૯મી સદીમાં પ્રાણીની સ્કીનને માણસની સ્કીન પર લગાડવાની સિસ્ટમ ગ્રાફટ્સ કહે છે.
ઘેટાં, સસલાં,ડોગ, બિલાડી, ઉંદર,ચીકન અને કબુતર વગેરે જાતના પ્રાણીઓનો ઉપયોગ થતો હતો. દેડકાની ચામડી તેના મૃત્યુ પછી પણ જીવંત હોવાનું લાગતા તેનો ઉપયોગ વધુ થવા લાગ્યો હતો. પરંતુ એ હકીકત ભૂલવી ના જોઇએ કે એક પણ સ્કીન ગ્રાફ્ટ સફળ થયા નહોતા.
૨૦મી સદીમાં ફ્રાન્સના સંશોધક ડો.એલેક્સીસ કારેલે પ્રાણી અને માણસની બ્લડ વેસલ જોડવાનું સંશોધન કર્યું હતું જેના કારણે પ્રાણીના અંગો માનવ શરીરમાં ટ્રાન્સપ્લાંટ થઇ શકે એમ હતું. આ સર્જીકલ ટેકનીક સફળ પણ થઇ હતી. તેમના આ કામ માટે તેમને ૧૯૧૨માં નોબલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું. માનવ શરીરમાં પ્રાણીઓના અંગો ટ્રાન્સપ્લાંટ કરવાના સંશોધનો શરુ થયા હતા.
કેટલાક વર્ષો બાદ પેરિસમાં કામ કરતા સર્જ વોરનોફે આ પ્રયોગોને આગળ વધાર્યા હતા. ઉંમર લાયક લોકો જીવન જીવવાનો ઉત્સાહ ગુમાવી બેઠા હોય ત્યારે તેમના માં નવું જોમ પુરવા ચિમ્પાન્ઝી કે બબૂન વાનરોના ટેસ્ટીકલ (જાતીય અંગ) ફીટ કરવાના પ્રયોગો કરાયા હતા. જોકે કોઇ વૃદ્ધને તે પ્રયોગની અસર થઇ નહોતી તે તો ઠીક છે પણ દરેક માં ઇન્ફેક્શન લાગ્યું હતું. ગ્લેન્ડરમાથી હોર્મોન્સ તૈયાર કરવાના પ્રયોગોને કોઇ સફળતા મળી નહોતી.
જોકે તે સંશોેધન પર અમેરિકામાં સતત પ્રયોગો શરુ થયા હતા. અમેરિકામાં જ્હોન બ્રિન્કલેએ પ્રયોગો માટે બકરો પસંદ કર્યો હતો. સેક્સ માટેના બકરાના ક્ષમતા ચકાશીને તેના પર પ્રયોગો કર્યા હતા. જોકે અમેરિકાની મેડીકલ ઓસોસિએશને તેમના પર પ્રતિબંધ મુક્યો હતો.
૧૯૪૦ના દાયકામાં લૂસીયાનાની ટુલેન યુનિવર્સિટી ખાતે કેઇથ રીમાત્સામાએ એક પ્રાણીને હિપ્નોટાઇઝ કરીને તેનું મળાશય કાઢીને માનવ શરીરમાં ટ્રાન્સપ્લાંટ કરવાનેા સફળ પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ ૫૦ના દાયકામાં માણસની કિડની બીજા માણસની કિડની પ્રત્યારોપણ કરવા માટેના પ્રયોગો શરુ કરાયા હતા.
રીમાત્સામાએ પ્રાણીઓના અંગેા પર સંશોધન માટે ચિમ્પાન્ઝીને પસંદ કર્યા હતા. કેમકે તેમના અને માનવો વચ્ચે નજીકના સંબંધો છે. તેમણેે પ્રત્યારોપણના ૧૩ ઓપરેશનો કર્યા હતા. આ પ્રયોગોમાં ચિમ્પાન્ઝી કણસીને મોતને ભેટતા હતા. પ્રત્યારોપણ કરાયેલી એક મહિલાને સતત હોસ્પિટલમાં રહેવું પડયું હતું. તેને કેથેટર્સ સતત રાખવા પડયા હતા. બીજા એક પ્રયોગમાં ભૂંડની કીડની બબૂનમાં ટ્રાન્સપ્લાંટ કરાઇ હતી. બબૂન પાંચ માસમાંં મોતને ભેટયો હતો.
પરંતુ કિડની ટ્રાન્સપ્લાંટેશન પરના પ્રયોગો વિજ્ઞાાનીઓએ ચાલુ રાખ્યા હતા. ૧૯૬૪માં જેમ્સ હાર્ડલીએ ચિમ્પાન્ઝીનું હાર્ટ એક પગ ગુમાવી દેનાર દર્દીમાં ટ્રાન્સપ્લાંટ કર્યું હતું. જોકે દર્દી કેટલાક કલાકોમાંજ મૃત્યુ પામ્યો હતો. ચિમ્પાન્ઝીને તો બિચારાને મરવાનુંજ હતું કેમકે તેનું હાર્ટ કાઢી લેવાયું હતું. ૧૯૬૭માં હાર્ટ પ્રત્યારોપણના આવા બે ઓપરેશન પણ ફેેલ થયા હતા.
૧૯૮૩માં બેબી ફે નો કિસ્સો બહુ જાણીતો છે .જેમાં લીઓનાર્ડ બેઇલી નામના વિજ્ઞાાનીએ એક નાની બાળકીમાં બબૂન વાનરનું હાર્ટ પ્રત્યારોપણ કરવાનું ઓપરેશન કર્યું હતું.
જો કે બાળકીના શરીરે રીસ્પોન્સ ના આપતાં ૨૦ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. તેની પાછળનું ેએક કારણ એ ચર્ચાતું હતું કે તેમનું બ્લડ ગૃપ નહોતું મળતું. બબૂનનું એબીઓ ગૃપ માણસ સાથે મેચ નહોતું થતું.
માણસમાંં કિડની અને લિવરના પ્રત્યારોપણ કરવાના પ્રયોગોમાં પાયોનીયર તરીકે ટોમ સ્ટેર્ઝ ઓળખાય છે. ૧૯૯૦ના દાયકામાં તેમણે બે બબૂન વાનરના હાર્ટ માણસમાં પ્રત્યારોપણ કરવાના પ્રયોગ કર્યા હતા પણ બંનેમાં નિષ્ફળ ગયા હતા.
આ દરમ્યાન પીગ આઇલેટ (ભૂંડના પેનક્રીયાસમાં રહેલા ગૃપસેલ) ને ડાયાબીટીક દર્દીમાં પ્રત્યારોપણ કરવાના પ્રયોગ ન્યુઝીલેન્ડમાં થયા હતા. એશિયા અને આફ્રીકાના વિજ્ઞાાનીઓએ બીજી દિશામાં પ્રયોગો શરુ કર્યા હતા. જેમાં ભૂંડની આંખોનો પડદો (કોર્નીયા) મંકીની આંખમાં પ્રત્યારોપણ કરવાના પ્રયોગ કરાયા હતા. જેમાં પડદો લેનારને કોર્ટીકો સ્ટીરોઇડ ઇન્જેક્શન આપવા પડતા હતા.
નેબ્રાસ્કા મેડીકલ સેન્ટર ખાતે ભૂંડનું હાર્ટ ઘેટામાં ફીટ કરવાના ઓપરશન કરાયા હતા. જોકે તેમાંય કોઇ સફળતા મળી નહોતી. પરંતુ શું તેના કારણે વિજ્ઞાાનીઓએ પ્રયોગો પડતા મુક્યા હતા? ના તે લોકો હાર્યા નહોતા.
યુરોપમાં પ્રાણીઓની ટીસ્યુ વગેરે નો ઉપયોગ ખીલ મટાડવા કે વૃધ્ધત્વ છુપાવવા થતો હતો પરંતુ કોઇમાં સફળતા મળી હોય એમ લાગતું નથી. હવે પ્રયોગો કરનારની નજર ભૂંડ પર પડી છે. તેમાં અને માનવ વચ્ચે કોઇ શારિરીક સામ્યતા નથી પરંતુ બંનેના અંગોની સાઇઝ એક સરખી છે. આ ઉપરાંત તે વર્ષમાં ચાર વાર બચ્ચાં મુકે છે એટલે સંખ્યાની દ્રષ્ટીએ તે ઉપલબ્ધ હોય છે. આવા સાયન્ટીફીક પ્રયોગોનો શું અર્થ કે જેમાં ભૂંડોનો ખાત્મો બોલાવી દેવાશે.
ઇમ્યુનોલોજી ટ્રાન્સપ્લાંટના પિતામહ કહેવાતા ૧૯૬૯ના નોબલ પારિતોષિક વિજેતા સર પીટર મેડાવરે જણાવ્યું હતું કે ઝેનોગ્રાફ્ટ ધ્વારા આપણે ૧૫ વર્ષથી ઓછા સમયમાં અંગો પ્રત્યારોપણ કરી શકીશું. જોકે હવે ૨૦૧૯ ચાલે છતાં કોઇ સફળતા મળી નથી.એક વાત સ્વીકીરવી પડે કે ઝેન્ટોટ્રાન્સપ્લાન્ટેશન એ પ્રત્યારોપણ માટે જરુરી છે.
વિજ્ઞાાનીઓ એ તેમના પ્રયોગો ચાલુ રાખ્યા છે.સંશોધનના તેમને પૈસા મળે છે. ભૂંડના શરીરમાં અંગોનો તે ઉપયોગ નહીં કરી શકે તો પણ તેમને નોબલ મળી શકે છે.. પરંતુ પ્રયોગના કારણે મૂંગા પ્રાણીઓનો ખાત્મો બોલાવાઇ રહ્યો છે તેનો ચિત્કાર કોણ સાંભળશે?