Get The App

હોટલ મેનેજમેન્ટના કોર્સમાં શાકાહાર માટેની લડત

સંવેદના - મેનકા ગાંધી

લાંબી ઝુંબેશ બાદ સરકારે ભૂલ સુધારી અને કોર્સમાં શાકાહારનો વિકલ્પ આપ્યો

Updated: Nov 10th, 2019

GS TEAM

Google News
Google News
હોટલ મેનેજમેન્ટના કોર્સમાં શાકાહાર માટેની લડત 1 - image


ઝુંબેશ કરનારની પહેલાં લોકોે ઉપેક્ષા કરશે,પછી મશ્કરી કરશે, પછી તમારી પર હુમલો કરીને તમને પતાવી દેવાની કોશિષ કરશે. પછી આજ લોકો તમારો પાળિયો (સ્મારક) બાંધશે...

કેટલાક મહિના પહેલાં મારા એક મિત્રએ કહ્યું હતું કે મારા પુત્રને હું હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરાવવા માંગુ છું પરંતુ તેમાં દરેક વિધ્યાર્થીએ મટન તેમજ ઇંડા સાથે કામ કરવાનું હોઇ મારું મન તે કોર્સ કરાવવા માટે માનતું નથી. આ વાત થઇ ત્યારે મને ચંન્દ્રશેેખર લૂનિયા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે શરુ કરેલી ઝુંબેશ યાદ આવી હતી.

કોઇ એક માણસ ધૂણી ધખાવીને ઝુંબેશ શરુ કરે તો સિસ્ટમને બદલી શકાય છે. હું આ વાત એટલા માટે માનું છું કે મેં પણ આવી કેટલીક ઝુંબેશ ચલાવી છે. મહાત્મા ગાંધીની એ વાત ખુબ યાદ આવે છે કે  કોઇ મુદ્દે ઝુંબેશ શરુ કરો તો પહેલાં લોકો તમારી ઉપેક્ષા કરશે, પછી તમારી હાંસી ઉડાવશે,પછી તમારી સાથે લડશે અને પછી તમારી જીત થશે.

આવું જ અન્ય એક નેતા નિકોલસ ક્લેને ૧૯૧૪માં કહ્યું હતું. તે યુનિયનના નેતા હતા. તેમની મુવમેન્ટ દરમ્યાન નોધ્યું હતું કે મુવમેન્ટની શરુઆતમાં પહેલાં લોકો તમારી તરફ ધ્યાન નહીં આપે અને ઉપેક્ષા કરશે,પછી મશ્કરી કરશે-ઉપહાસ કરશે, પછી તમારી પર હુમલો કરીને તમને પતાવી દેવાની કોશિષ કરશે. પછી આજ લોકો તમારો પાળીયો (સ્મારક) બાંધશે.

અનેક મુદ્દાઓ એવા છે કે જેને આપણે બહુ હળવાશથી લેતા હોઇએ છીએ. જેમકે ફુડના પેકેટ પર રેડ કે ગ્રીન સ્પોટ (ટપકું), સર્કસમાં કોઇ પ્રાણીનો ઉપયોગ નહીં, દરિયા કીનારા પર ઉંટનો ઉપયોગ ના કરવો, કતલખાના પર પ્રતિબંધ, સ્કુલોમાં પ્રાણીઓ પરના ડીશક્શન (વાઢકાપ) પર પ્રતિબંધ, સલામતી માટેના અનેક નિયમો, શિક્ષણ ક્ષેત્રે કેટલીક શિસ્ત સહિતના લાખો ફેરફારો થયા છે.

સિસ્ટમમાં બદલાવ-પરિવર્તન લાવનારા સેંકડો લોકો ભારતભરમાં જોવા મળે છે તેમની સાથે કામ કરવાનો આનંદ એટલા માટે આવે છે કે તે લોકો જ્ઞાાની હોય છે, બહાદુર હોય છે અને પોતાના ધ્યેયને વળગી રહેનારા હોય છે.

શરુઆતમાં જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચંન્દ્રશેખર લૂનિયાનો ઉલ્લેખ કર્યો છે તે તરફ પાછા ફરીએ તો તેમણે હોટલ મેનેજમેન્ટના કોર્સ સામે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે સ્થિતિ એવી હતી કે કોઇ શાકાહારી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી નહોતો શકતો કેમકે તેમાં પ્રાણીઓના અંગો કાપતા તેમજ મીટ ડીશ તૈયાર કરવાનું શીખવું પડતું હતું. 

આ સિસ્ટમ સામે લૂનિયાએ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે પ્રધાનો, અધિકારીઓ વગેરેને પત્રો લખીને સાચી વાતની જાણ કરવી શરુ કરી હતી. સમાજના અગ્રણીઓને સાથે રાખીને તેમણે પોતાની રજૂઆત માટેની લોબી ઉભી કરી હતી. લોકોને પણ પત્રો લખીનેે વિરોધ કરવા કહ્યું હતું. તેમણે દિલ્હી જઇને  પોતાના મુદ્દાને ખુબ સરળ રીતે સમજાવવા પ્રયાસ કર્યો હતો. 

તે રજૂઆત કરતા હતા કે જે લોકો શાકાહારી છે તે તેમના ધર્મને વળગેલા હોય તે સ્વભાવિક છે. હવે જ્યારે કોર્સમાં બીન શાકાહારી ખોરાક ફરજીયાત બનાવાયો હોય ત્યારે શાકાહારી વિદ્યાર્થીઓ હોટલ મેનેજમેન્ટ કોર્સની તક ગુમાવે છે. કેમકે બીન શાકાહારી ચીજો તેમના કુટુંબ તેમજ ધર્મની વિરુધ્ધ હોય છે. (મને યાદ છે કે સ્કુલમાં હું બાયોલોજી વિષય એેટલા માટે નહોતી લઇ શકી કે તેમાં ડીશક્શન -પ્રાણીઓ પરની વાઢકાપ ફરજીયાત હતી). 

હોટલ મનેજમેન્ટના સિલેબસમાં ૪૦થી વધુ વિષયો હોય છે.  જેવાંકે કાયદો ઓફિસ મેનેજમેન્ટ, રહેવાની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં એક વિષય રસોઇ બનાવવાનો હોય છે. આ વિષયમાં વિધ્યાર્થીઓને શાકાહારી કે બીન શાકાહારી વિષયની પસંદગી નહીં આપીને તેમને મળતી તકને રુંધી રાખવામાં આવે છે. 

વિશ્વભરમાંં શિક્ષણ ક્ષેત્રે લાંબી બાંધછોડ કરવામાં આવે છે. કેરીયરનો વ્યાપ વધ્યો છે. આ સ્થિતિમાં હોટલ મેનેજમેન્ટ ના કોર્સમાં બીન શાકાહારીને વળગતા રહીને આપણે આપણા સમૃધ્ધ એવા શાકાહારને અન્યાય કરી રહ્યા છે. ડીશ, વપરાશકારો, રસોઇ બનાવવાના વાસણો વગેરે એક સમાન હોય છે પણ મટીરીયલ જુદું હોય છે.

કમનસીબી એ છે કે આ કોર્સ કરનારા બધા શાકાહારી હોય છે પણ તેમણે બીન શાકાહાર વિશેે શીખવું પડે છે. આ કેાર્સના વિધ્યાર્થીઓને મીટ ડીશ બનાવતા, તેમાં એગનો (ઇંડા) ઉપયોગ કરતાં તેમજ અન્ય માંસાહારની વાનગી શીખવાડાય છે.

વિશ્વભરમાં શાકાહારની મુવમેન્ટ ઝડપભેર પ્રસરી રહી છે. જે લોકો ટ્રાવેલ કરે છે તેમને માટે શાકાહારી હોટલોની યાદી અનેક વેબસાઇટો પર જોવા મળે છે. અનેક હોટલો, ક્રૂઝ અને એરલાઇન્સ એવી હોય છે કે જે માત્ર શાકાહારી ખોરાક પીરસે છે. અનેક ધાર્મિક સ્થળોે એવા છે કે જ્યાં બીન શાકાહારી ખોરાક પર પ્રતિબંધ હોય છે.

હોટલ મેનેજમેન્ટ શીખનાર વિધ્યાર્થીઓ આવી જગ્યાઓ પર પોતાનો વ્યવસાય કરી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લગ્ન સમારંભો, ધાર્મિક ઉત્સવો, ફેમીલી પ્રોગ્રામો વગેરેમાં શાકાહારી ફુડ પીરસાય છે. આવી તમામ જગ્યાઓ પર તાલિમ પામેલા વહિવટકારોની જરુર પડે છે.

જેને સામાન્ય માર્ક્સ આવ્યા હોય તે હોટલ મેનેજમેન્ટનો કોર્સ પસંદ કરે છે. વધુ માર્કસ વાળા બીન શાકાહારના મુદ્દાના કારણે તેનાથી દુર રહે છે. જો કોર્સમાં શાકાહારનો વિકલ્પ રાખવામાં આવે તો પ્રવેશ માટે સ્પર્ધા થઇ શકે છે. આમ થાયતો વધુ બુધ્ધિ શાળીઓ તેમાં જોડાય અને કોર્સનું ઓવરઓલ સ્ટન્ડર્ડ પણ ઉંચુ આવે. હકીકત એ છે કે આવા કોર્સ ચલાવનારા અન્ય દેશોના વિધ્યાર્થીઆર્ને એડમીશન આપતા હોઇ   શાકાહારનો વિકલ્પ જોવા નથી મળતો. જો વિકલ્પ અપાય તો ગૃહીણીઓ પણ આ કોર્સમાં જોડાઇ શકે.

આપણા શાકાહારી ખોરાકમાં પણ હજુ ઘણા સંશોધનો શક્ય છે. આરોગ્ય બાબતે લોકો વધુને વધુ જાગૃત બની રહ્યા છે. આરોગ્યપ્રદ શાકાહારી ખોરાકને સર્વત્ર આવકાર મળી રહ્યો છે. 

જો શાકાહાર પર વધુ તાલિમ આપવામાં આવે તો શાકભાજીની ડીમાન્ડ વધશે. જેના કારણે ખેેડૂતોની આવકમાં પણ વધારો થઇ શકે છે. યોગ,આયુર્વેદ સહીતની પ્રાચીન પધ્ધતિઓ પણ શાકહાર પર આધારીત છે. જો હોટલ મેનેજમેન્ટના કોર્સમાં શાકાહારનો વિકલ્પ ઉમેરાય તો શાકાહારી ખોરાક વધુ સારો બને, વધુ લોકો શાકાહાર તરફ વળે અને લોકોે વધુ તંદુરસ્ત રહે.

હોટલ મેનેજમેન્ટ એ વિશ્વનો સૌથી મોટો ઉધ્યોગ છે અને સૌથી મોટી સર્વિસ સિસ્ટમ છે. તેમ છતાં ભારતની શાકાહારી બિઝનેસ કોમ્યુનિટી તેનાથી દુર એટલા માટે રહી છે કે તે બીન શાકાહારને વરેલી છે. જો કોર્સમાં શાકાહારી ફૂડ શીખવાડાય તો ઉધ્યોગમાં રોકાણ પણ વધવાની શક્યતા છે.

સામાન્ય કદના મોટા ભાગના ધાબા અને રેસ્ટોરાંટ માં શાકાહારી અને બિન શાકાહારી ફૂડ મળે છે. શાકાહાર બનાવતા મોટાભાગના રસોઇયા તેમના ઘેર શીખ્યા હોય છે. શાકાહારી બનાવનારાઓને ત્યાં રસોઇયાની અછત હોય છે. જ્યારે ૫૦ ટકા વસ્તી શાકાહારી હોય ત્યારે શા માટે તેને બનાવનારા તૈયાર ના કરવા જોઇએ? 

એમ તો આ બાબતે સફળતા એ મળી કે ૫ એપ્રિલ ૨૦૧૬ના રોજ રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર પ્રો.પી.જે. કુરીયને  ટુરીઝમ મંત્રાલયને પત્ર લખ્યો તેના જવાબમાં તે સમયના ટુરીઝમ પ્રધાન ડો.મહેશ શર્માએ ૪ ઓગષ્ટે લખેલા વળતા જવાબમાં હોટલમેનેજમનેટના ડિગ્રી પ્રોગ્રામમાં શાકાહારનો સમાવેશ કરવાનું લખ્યું હતું.

મંત્રાલય હેઠળ આવતી સેન્ટ્રલ ઇન્સટીટયુટ ઓફ હોટલ મેનેજમેન્ટના બીએસસી કોર્સમાં શાકાહારનો સમાવેશ કર્યો હતો. તેમાં એેમ પણ કહ્યું કે તે અંમદાવાદ, ભોપાલ અને જયપુર ખાતેની મેનેજમેન્ટ ઇન્સટીટયુટમાં પણ કોર્સમાં શાકાહાર શરુ કરાવશે. ૨૦૧૭થી શાકાહારનો વિકલ્પ જોવા મળે છે.  ગાંધીનગર, ભોપાલ, જયપુર સહિતના છ હોટલ મનેજમેન્ટ સંસ્થામાં શાકાહારનો વિકલ્પ અપાતો થઇ ગયો છે. આ સુવર્ણ તક છે. વિધ્યાર્થીઓએ તેે ઝડપી લેવી જોઇએ.

Tags :