ખરારી ઊંટો બચાવવાની ઝુંબેશ શરૂ કરો
સંવેદના - મેનકા ગાંધી
ભારતમાં બ્લેકશીપ અને ઉટોની નવ જાત છે
સરકાર ઉંટ ઉછેર માટે કોઇ પણ પ્રકારની વેટરનરી હેલ્પ કે રસીકરણ માટેની મદદ તેનો ઉછેર કરનારને સરકાર કરતી નથી
આગામી શિયાળામાં તમે કેમલ-વુલ ખરીદીને તેમને મદદ કરી શકો છો અથવા તો તેમની પ્રોડક્ટને માર્કેટમાં મુકવામાં મદદ કરવી જોઇએ
લીવીંગ લાઇટલી (હળવાશથી જીવો)નામના એક ખૂબ સરસ પ્રદર્શનમાં હું ગઇ હતી. આયોજકોએ મ્યુઝીક, ફુડ, જ્વેલરી,કપડાં, આર્ટ તેમજ કાશ્મીરથી આંધ્ર પ્રદેશ તેમજ ગુજરાત અને રાજસ્થાન સહિતના પશુપાલકોેની ૧૫ કોમ્યુનીટીના જીવનને દર્શાવ્યું હતું. જેમાં ગુજરાત અને રાજસ્થાનના ઉંટો તેમજ કાશ્મીર અને આંધ્ર પ્રદશના ધેટાં પણ જોવા મળતા હતા. એક કલાકમાં મેં ભારતમાં રહેતા પશુપાલકેાના સમાજ અને પશુઓ જોયા હતા.
શું તમને એ ખબર છેે કે ભારતમાં બ્લેકશીપ અને ઉટોની નવ જાત છે. બેનાની બફેલો અને કાંકરેજી ગાય, કચ્છી ઘેટાં અને સિંધી ઘેટાં જોવા મળે છે. આ પ્રાણીઓને બચાવવા સરકારે કોઇ પગલાં નથી લીધા તે તો ઠીક પણ હકીકતતો એ છે કે દરેકને માંસના એક ટુકડા તરીકે ગણવામાં આવતા હતા.
પશુપાલકોની પેઢીઓે પ્રાણીઓની આ જાતને જીવંત રાખી છે. ખરારી ઉંટ વિશે વાત કરું તો ભારતમાં આ જાતના ઉંટ વધુ જોવા મળતા હતા. આ જાત લુપ્ત થવાને આરે છે. આ ઉંટ પાળતા પશુપાલકો તેમની રહેવાની જીપ્સી સ્ટાઇલ (વિવિધ સ્થળોએ ફરનાર) છોડીને બીજા ધંધામાં પરોવાઇ ગયા છે.
આ લોકોએ પોતાના ઉંટને ઉત્તર પ્રદેશના બાગપતથી આવતા કસાઇઓને વેચી દીધા હતા. આ કસાઇઓ પર ૯૦-૯૦ કેસો છે અને કસાઇના ધંધામાં તે લોકો કરોડપતિ થઇ ગયા છે. આ કસાઇઓ એકજ ગામના હોય છે અને પોતાની જાતને ખેડૂત તરીકે ઓળખાવે છે તે પુષ્કરના મેળામાં ઉંટ વેચાય છે ત્યાં પહોંચી જાય છે. સ્થનિક અધિકારીઓને ખરીદીને ઉટો ખેટી જાય છે.
એક ટ્રકમાં ૧૬ ઉંટો ભરીને તેને પશ્ચિમ બંગાળના માલદા અને બિહારના કિશન ગંજથી બાંગ્લાદેશ મોકલી દેવાય છે. મેં અત્યાર સુધીમાં ૨૦૦ ૦ ઉંટો બચાવ્યા છે. પરંતુ તે તો દર વર્ષે મોકલાતા ૫૦૦૦૦માંથી ૨૦૦૦ છે. આપણે ખરારી ઉંટ તરફ પાછા ફરીએ તો રબારી સમાજ અને ફકીરાની જાટ સમાજ ઉંટો પાળતો હતો. રબારીઓ હજુ કચ્છમાં છે જ્યારે ફકીરાની સમાજ અમદાવાદ, ભરુચ,ભાવનગરમાં સ્થાયી થયા હતા.
ઉંટ એ રણ પ્રદેશનું પ્રાણી છે. તેમના પહોળા પગ ગરમ રેતી પર ચાલી શકે છે, તે પાણી વિના લાંબો સમય ચલાવી શકે છે તે બહુ જાણીતી વાત છે. પરંતુ કચ્છના ઉંટની આ જાત દરિયાઇ તેમજ રણ પ્રદેશમાં વધુ જોવા મળે છે. આ ઉંટ મૂળ તો દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વસતા હતા. મેનગૂ્રવના બેલ્ટ પર તે રહે છે અને મેનગૂ્રવના ઝાડમાંથી નીકળતો રસ ખાતા હોય છે.
તે દરિયામાં લાંબે સુધી તરતા હોય છે. મેનગૂ્રવના નાના ટાપુ પર જવા ત્રણેક કિલોમીટરનું અંતર તે કાપે છે. તે ટાપુ પર તે બે-ત્રણ મહિના રહેતા હોય છે. પુખ્ત વયના ઉંટને દિવસનું ૨૦થી ૪૦ લીટર પાણી જોઇતું હોય છે. તેના વાળ લાંબા અને સોફ્ટ હોય છે. તેના કારણે તે સુંદર પણ લાગે છે.
તેમના પાતળા પગ,પાતળું ગળું, ટૂંકી પૂંછડીવાળા હોય છે. તે ક્યાંતો કાળા કલરના કે બ્રાઉન-વ્હાઇટ કલરના હોય છે. ( મેં પ્રદર્શનમાં આવા કેટલાક જોયા હતા જે ખરેખર સુંદર લાગતા હતા.)
ખરારી ઉંટને ચામડીના રોગ ભાગ્યેજ થતા હોય છે. તેમનું બ્રીડીંગ પ્રાદેશિક સ્તરનું હોય છે. ક્યારેક આ ઉંટોને સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. પ્રોટોઝોન પેરેસાઇટ્સના કારણે તે પેટના રોગોથી પીડાતા હોય છે. ઉંટોના પરંપરાગત ઉછેરનું જ્ઞાાન હોવા છતાં તેના ઉછેર માટે વધુ જ્ઞાાનની જરુર પડે છે.
સરકાર ઉંટ ઉછેર માટે કોઇ પણ પ્રકારની વેટરનરી હેલ્પ કે રસીકરણ માટેની મદદ તેનો ઉછેર કરનારને સરકાર કરતી નથી.
ઉંટના ઉછેર વખતે સંભાળ રાખવાની વિગતો આપતી પુસ્તિકા પણ હું પ્રદર્શનમાંથી લાવી હતી. ડો. નિત્ય. એસ. ધોટગે અને ડો. સાગરી. આર. રામદાસે તૈયાર કરી છે. હકીકત તો એ છે કે ઉંટ ઉછેરનારાઓને પ્રોફેશનલ વેટરનરી ડોક્ટરની મદદ ની જરુર રહે છે. ઉંટની સંખ્યા સતત ઘટી રહી છે તે જોઇ પશુ પાલકોને મદદ કરવાની જરુર છે.
સહજીવન નામના એનજીઓએ કેમલ બ્રિડર્સ ઓસોસીએશને એકઠા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે ઉંટનો ઉપયોગ ગાડા ખેંચવામાં કરતા હતા. તેમને ઉંટનું દૂધ વેચવાનો કોન્સેપ્ટ બતાવીને આવક વધુ કરીને સારી રીતે જીંદગી જીવી શકાય એમ સમજાવાયું હતું. ખરારી ઉંટ ઉછેરનારા પશુપાલકો પરંપરાગત ઉછેરનારા હોય છે. તે કિનારાના વિસ્તારોમાં સખ્ખાસમાં (મોટા પાંદડાથી બનાવેલી ઝુંપડીમાં) રહે છે. તે મોટા ઘાસના બનેલા હોય છે અને દર વર્ષે નવા બનાવવા પડે છે.
આ લોકો ખોરાકમાં બાજરીનો રોટલો અને ઉંટડીનું દૂધ લે છે. કેમલ વુલ તે પોતેજ વાપરે છે. કેમકે કેમલની કોઇ પ્રોડ્કટનું માર્કેટીંગ કરવાની તેમને ખબર નથી હોતી. કોઇ તેમને મદદ પણ નથી કરતું.
કેટલાક ચોમાસાની સિઝનમાં ખુલ્લી જગ્યાઓ પર બાજરી, ગુવાર ફળી વગેરે ઉગાડે છે. જોકે મોટાભાગના સ્થાનિક વ્યાજખોરોની પકડમાં હોય છે અને વ્યાજ મુક્ત બનવા પોતાના યુવાન ઉંટ વેચી દેતા હોય છે.
ગુજરાત ઉધ્યોગિકરણની દિશામાંં છે. ઉધ્યોગા ેમાટે તે ફેંકી દેવાના ભાવે જમાનો આપે છે. ગુુજરાતનું ફોેરેસ્ટ ડીપાર્ટમેન્ટ પણ જંગલોની જમીનો આપવામાં ઉતાવળીયું હોય એમ લાગે છે. કેમીકલ કંપનીઓ મેેન્ગ્રોવ્સની ઝાડીઓ પર કેમીકલ ફેંકે છે અને ઉંટના રહેવાનો સ્થળોનો નાશ કરે છે.
કેમીકલની વાસ વાળા સ્થળો નજીક ઉંટ રહેતા નથી. ઉંટો ઉછેરનારા કેમીકલ વાળા મેેન્ગ્રોવ્સ ખવડાવી શકતા નથી. કેમીકલ વિનાના મેન્ગ્રોવ્સ જંગલમાંથી લાવવા જંગલ ખાતાને ઘણીવાર લાંચ આપવી પડતી હોય છે. ઉંટોની સંખ્યા ઓછી થતા અને તેની જાળવણી મોંઘી પડતા ગાય-ભેંસનો ઉછેર કરવા લાગ્યા હતા. ઉંટનો ઉછેર કરનારાની નવી જનરેશન અન્ય પશુઓના પાલનમાં વ્યસ્ત બની છે.
જો આપણે ખરારી ઉંટની જાતને બચાવવી હશે તો મેન્ગ્રોવ્સની જાડીઓ બચાવવી પડશે. કેમકે આવી જાડીઓ તેમની વસાહત હોય છે. બંદરો બાંધવા, બિલ્ડીંગો બાંધવા વગેરેના કારણે મેન્ગ્રોવ્સનો ખાત્મો બોલાઇ રહ્યો છે. આપણને બંદરો નથી જોઇતા પણ ઉંટતો ચોક્ક્સ પણે જોઇએ છે.
ઉંટ માટે આપણે કેટલાંક પગલાં લેવાની જરુર છે. તેમના ઉછેર માટે આરોગ્યની સવલતો ઉભી કરો. કેમલ મિલ્ક અને ક્ેમલ વુલ માટે માર્કેટ ઉભું કરો. મેન્ગ્રોવ્સના જંગલોમાં તે આસાનીથી ફરી શકે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. ખરારી ઉંટના ઉછેર માટે ખાસ સંવર્ધન પ્રોગ્રામ તેયાર કરવો જોઇએ જેમાં તેનો ઉછેર કરનારને પણ સાથે રાખવા જોઇએ.આગામી શિયાળામાં તમે કેમલ-વુલ ખરીદીને તેમને મદદ કરી શકો છો અથવા તો તેમની પ્રોડક્ટને માર્કેટમાં મુકવામાં મદદ કરવી જોઇએ.
કુદરતી રીતે મૃત્યુ પામતા ઉંટમાંથી બનતી મોેજડી (એક પ્રકારના બૂટ) પણ બહુ પ્રખ્યાત છે. ૨૦૧૫માં આઇસીએઆરે ઉંટની જાતનેે ખાસ બ્રીડ તરીકે સમાવી છે. કુદરતી રીતે મરેલા ઉંટમાંથી એમ્બ્રોઇડરી અને અઝરખ પણ બને છે.
સહજીવન એનજીઓ ધ્વારા તમામ ઉંટોની ગણત્રી થઇ છે. તે અનુસાર ૩૬૬૫ ખરારી ઉંટો બચ્યા છે અને તેના ઉછેરનાર ૭૯ (બ્રિડર્સ) બચ્યા છે.
આ અનોખા પ્રાણી વિશેની વધુ માહિતી માટે સહજીવનનો સંપર્ક કરો
Sanjeevan@gmail.com