Get The App

ફીશ પેડીક્યોરથી ચેતજો...મોત ખેંચી લાવશે

સંવેદના - મેનકા ગાંધી

Updated: Mar 2nd, 2020

GS TEAM

Google News
Google News
ફીશ પેડીક્યોરથી ચેતજો...મોત ખેંચી લાવશે 1 - image


વિશ્વભરમાં સરકારોની ચેતવણી છે કે પેડી ક્યોરથી દૂર રહો તે હિપેટાઇટીસ અને એચઆઇવી કરી શકે છે...

પેડીક્યોરમાં ગ્રાહકને તેના પગ પાણીના ટબમાં રાખીને બેસાડાય છે. તેેના પગની ડેડ સ્કીન માછલીઓ ખાઇ જાય છે. આવી માછલીઓ ગરા રુફા પ્રકારની હોય છે. તેના કારણે પગની સૂકી ચામડીનો નાશ થાય છે..

જે ટબમાં પગ મૂકવાનું કહેવાય છે તે ફીશની અગાર અને ગંદકી વાળું હોય છે: ગ્રાહકના પગ જે ટબમાં રખાય છે તેનો ફરી બીજા ગ્રાહક માટે પણ ઉપયોગ થાય છે..

કેટલાક મહિના પહેલાં ન્યુયોર્કમાં એક યુવાન મહિલા તેના ડોક્ટર પાસે પગના અંગૂઠાની ફરિયાદ લઇને ગઇ હતી. તેણે કહ્યું હતું કે મારા પગના અંગૂઠાનો  નખ છ મહિનામાં ધીરે ધીરે કાળેા પડતો ગયો હતો અને છેલ્લે ખરી પડયો હતો. તેના મેડિકલ હિસ્ટ્રી પર નજર કરીએ તો તેને કોઇ રોગ નહોતો, નખની કોઇ બિમારી નહોતી કે તેને નખ પાસે કશું વાગ્યું નહોતું.

 તેના ફેમિલીમાં પણ નખના રોગોની કોઇ હેરીડીટી નહોતી. વિવિધ તપાસ દરમ્યાન ખ્યાલ આવ્યો કે તેમણે ફીશ પેડીક્યોર ( ફીશની મદદથી પગના પંજાની માવજત)કરાવી હતી. ફીશે તેમના નખ અને ચામડી વચ્ચેના મેટ્રીક્સને નુકશાન પહોંચાડયું હતું. આવા કેસને ઓનીચોમીડીસીસ કહે છે. જેમાં નેલ પ્લેેટ્સ એટલે કે નખનો ગ્રેાથ થાય તે જગ્યાનું વધતું બંધ થઇ જવું. જેના કારણે નખનો ગ્રેાથ અટકી જાય અને છૂટો પડી જાય છે. એક તરફ નખનું ચામડી સાથેનું જોડાણ નબળું પડી જાય છે અને બીજી તરફ તેનો ગ્રોથ બંધ થઇ જાય છે. આ કેસ JAMA Dermatology માં છપાયો હતો.

ફીશ પેડીક્યોરથી માત્ર આવી એકજ સમસ્યા ઉભી થાય છે એવું નથી.

આ પેડીક્યોરથી સ્ટેફાયલોકોકસ ઓરસ અને માઇકોબેક્ટેરીઓસીસ ઇન્ફેક્શન પણ લગાડે છે. સ્ટેફાયલોકોકસ ઓરસ સામાન્ય સ્કીન ઇન્ફેક્શનથી પ્રસરવાનું શરુ કરે છે. જેમકે નાના ખીલ,ગુમડા,ચામડી છોલાવવી,નાની ફોલ્લીઓ તેમજ મોટા રોગ જેવાંકે ન્યુમોનિયા, મેનેનજાઇટીસ, ઓસ્ટીઓમેનલટીસ, સેપ્સીસ વગેરેથી થાય છે. એક અંદાજ પ્રમાણે માનવ વસ્તિની ૨૦થી ૩૦ ટકા સ્ટેફાયલોકોકસ ઓરસનું વહન કરતા હોય છે. જેના કારણે સ્કીનની સોફ્ટ ટીશ્યુને ખાસ કરીને  સ્કીનને ઘસવામાં આવે ત્યારે ઇન્ફેકશન લાગવાના ચાન્સ વધુ રહે છે. 

પસ (પરુ)વાળા ઉઘાડા ઘા, ચેપગ્રસ્ત વ્યકિત સાથેના સંપર્ક વગેરે જોખમી બની રહે છે. સ્ટેફાયલોકોકસ ઓરસ વર્ષો સુધી શરીર માં સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે. જેવા રોગના ચિન્હો દેખાવા શરુ થાય કે તરતજ સુષુપ્ત બેક્ટેરીયા એક્ટીવ થઇને બલ્ડ સ્ટ્રીમમાં ઘૂસી જાય છે ત્યાંથી તે શરીરના વિવિધ અંગોને અસર કરવાનું શરુ કરે છે. એન્ટીબાયોટીક ટ્રીટમેન્ટ આપવામાં ના આવે તો બેક્ટેરીયા જોખમી  બની શકે છે. આ બેક્ટેરીયાના કારણે થતો મૃત્યુ દર ૮૦ ટકા જેટલો છે. એટલેકે જેમના શરીરમાં તે પ્રવેશે છે તે પૈકી ૮૦ ટકા લોકો મોતને ભેટે છે.

એન્ટીબાયોટીક લેવાથી મૃત્યુ દર ઘટી શકે છે પરંતુ તે દર્ર્દીની ઉંમર અને આરોગ્ય સાથે જોડાયેલો રહે છે. હવેની સ્થિતિ એ છે કે આ બેક્ટેરીયા પર એન્ટીબાયોટીકની અસર ઓછી થાય છે. ફીશમાં માઇકોબેક્ટીરોસીસ જેવા બેક્ટેરીયા હોય છે. જે ૨૫ થી ૩૫ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં વધુ પ્રસરે છે.

છેલ્લા એકાદ દાયકાથી ફીશમાં માયકોબેક્ટીરોસીસ ઇન્ફેક્શનની માત્રા વધી છે. કેટલાક કેસોમાં ડાયગ્નોસીસ કરવું મુશ્કેલ પડે છે જેથી ઇન્ફેક્શન વધુ પ્રસરે છે.

બે વર્ષ પહેલાં મેં ફીશ પેડીક્યોરમાં રહેલા જોખમ બાબતે લખ્યું હતું. જે હાડકા સુધી પહોંચી શકે છે. ઘણીવાર ઇન્ફેક્શન દુર કરવા એન્ટીબાયોટીક્સ અને સર્જીકલ ઓપરેશનની પણ જરુર પડે છે. ભારતમાં ડઝનબંધ બ્યુટી પાર્લર ફીશ પેડીક્યોરની સવલત આપે છે. હજુ હાલમાંજ હું ગોવાથી પાછી ફરી ત્યારે મે ત્યાં નોંધ્યું હતું કે ત્યાં ફીશ પેડી ક્યોરની જાહેરાત જોવા મળે છે. આવી પેડીક્યોરમાં ગ્રાહકને તેના પગ   ટબમાં રાખીને બેસાડાય છે. તેેના પગની ડેડ સ્કીન માછલીઓ ખાઇ જાય છે. આવી માછલીઓ ગરા રુફા પ્રકારના હોય છે. તેના કારણે પગની સુકી ચામડી નો નાશ થાય છે અને માછલી જ્યારે ચામડી ખાય ત્યારે તેના સ્પર્શથી થોેડી ગલી જેવું થવાથી ગ્રાહકને આનંદ થાય છે.

આવી ફીશને ટેન્કરમાં ઉછેરાય છે અને તેની આયાત કરાઇ હોય છે. હકીકતતો એ છે કે આ સ્થિતિ આ બેલ મુજે માર જેવી છે. એટલેકે સામે ચાલીને સમસ્યા ઉભી કરવી. 

આ ટચુકડી ફીશ ડોક્ટર કે કોસ્મેટોલોજીસ્ટ નથી  કે નિર્જીવ ચામડી ખાવાની શોખીન નથી હોતી.તે પગની ડેડેસ્કીન એટલા માટે ખાય છે કે તેને તેેનું મૂળ ફૂડ નથી અપાતું અને ભૂખી રખાય છે. આ ફીશને પિંજરામાં એવી ખરાબ રીતે રાખવામાં આવે છે કે તે રોગનો ભોગ બનેલી હોય છે. 

 તમને જે ટબમાં પગ મુકવાનું કહેવાય છે તે ફીશની અગાર અને ગંદકી વાળું હોય છે. વિશ્વભરમાં સરકારોની ચેતવણી છે કે પેડી ક્યોરથી દુર રહો તે હિપેટાઇટીસ અને એચઆઇવી કરી શકે છે. માછલીઓના કેટલાક બાઇટ એટલા સખ્ત્ત હોય છે કે લોહી પણ નીકળે છે. ગ્રાહકના પગ જે ટબમાં રખાય છે તેનો ફરી બીજા ગ્રાહક માટે પણ ઉપયોગ થાય છે.

જે ફીશ બાઇટ કરે છે તે સ્ટરાઇલ કરેલી નથી હોતી કે નથી તો તેનું મોં સ્ટરીલાઇઝ્ડ કરેલું નથી હતું. આવી સ્થતિ ના કારણે ચેપ લાગે છે એેટલેતો કેટલાક દેશોમાં ફીશ પેડીક્યોર પર પ્રતિબંધ મુકાયો છે.

બ્રિટનના હેલ્થ ડિપાર્ટમેન્ટે ૨૦૧૧ અને ૨૦૧૨માં ગરા રુફા ફીશ લઇને આવતા બે વહાણોને આંતર્યા હતા. તેમનામાં બેક્ટેરીયા મળી આવ્યા હતા.

જેમાં એઇરોમોનસ સ્પી,વિબ્રો વલ્નીફીકસ, વિબ્રો કોલેરા વગેરે મોટું નુકશાન કરી શકે એવા બેક્ટેરીયા હતા. આ બેક્ટેરીયા પર એન્ટી માઇક્રેાબીયલ દવાઓ જેવીકે ટેટ્રાસાયકલીન,જેન્ટામાયસીન,. નીયોમાયસીન,અને સ્ટ્રેપ્ટોમાયસીનની અસર નહોતી થતી. એન્ટી બાયોટીકની અસર ના થાય એટલે માનવ શરીર પર બેક્ટેરીયા જોખમી બની શકે છે જેના કારણે લીવરના રોગો, ડાયાબીટીસ થાય છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

ફીશ પેડીક્યોરથી આરોગ્ય પર થતા નુકશાન અંગે એટલાન્ટામાં ઇમર્જીંગ ઇન્ફેક્શીયસ ડિસીઝ પર એક અભ્યાસ રજૂ કરાયો છે. ૨૦૧૪માં ઇટાલીના રીસર્ચરોએ સ્ટેફાયલોકોકસ ઓરસ બેક્ટેરીયાથી થતા ફૂટ  ડિસીઝ પર અભ્યાસ રજૂ કર્યો હતો. ત્યારથી ગ્રેટ બ્રિટનમાં પણ પેડી ક્યોરને ચેપી ગણવામાં આવે છે.

ભારતમાં કાયદાના અભાવે પેડીક્યોરમા ટે વપરાતા માછલીઓ ઓન લાઇન વેચાતી જોવા મળે છે. કોઇને ખબર નથી કે તેની આયાત કેવી રીતે થાય છે. મેં મુબઇમાં પેડી ફીશની એક દુકાનમાં જાહેરાત વાંચી હતી કે ફીશ સ્પા માટેની ફીશ નો ભાવ આંઠછ રુપિયા અને તેની હાઇબ્રીડનો ભાવ ચાલીસ રુપિયા. આ લોકો ઓછામાં ઓછી ૧૦૦૦ માછલીઓનો ઓર્ડર લેતા હતા.જે બતાવે છે કે આ લોકોને ફીશની જાળવણી કે ફીશની જાત વિશે કશી ખબર નથી.

જો તમારે તમારા પગ સાફ કરવા હોય તો સોફ્ટ છીદ્રો વાળો સ્ટોન વાપરો નહીં કે બેક્ટેરીયા યુક્ત જીવતી માછલીઓ.

Tags :