કોસ્મેટીક પ્રોડક્ટ પાછળ રહેલો પ્રાણીઓનો ચિત્કાર
સંવેદના - મેનકા ગાંધી
પરફ્યુમ ઉદ્યોગ જરૂર ના હોવા છતાં સસલાંની આંખમાં મરચું નાખે છે
ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ પ્રાણીઓને ઠાંસી-ઠાંસીને ટૂથપેસ્ટ ખવડાવે છે અને જુવે છે કે કેટલી ટૂથપેસ્ટ ખાવાથી તે મરી જાય છે. બોલો, હવે આવા પ્રયોગની શી જરૃર?
વેજ અને નોન વેજ પ્રોડક્ટ પર ગ્રીન અને રેડ ડોટ (ટપકું) કરવાનું ફરજીયાત બનાવ્યું હતું. પરંતુ બ્યુટી કાઉન્સીલ સાથે જોડાયેલી કંપનીઓ કે જે સાબુથી માંડીને હાઉસ ક્લીનર બનાવે છે તે કોર્ટમાં જઇને સ્ટે લઇ આવ્યા હતા
જે પ્રયોગોની જરૂર નથી હોતી એવા પ્રયોગો પણ અનેક કંપનીઓ પ્રાણીઓ પર કરી રહી છે. ઉદાહરણ તરીકે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીએ તેના જોઇતા તત્વો ઓળખી લીધા હોવા છતાં આ ઉદ્યોગ પ્રયોગોના નામે પ્રાણીઓનો ખાત્મો બોલાવે છે. હવે તત્વેા ઓળખી લેવાતા તેને મિક્સ કરવાનુ કામજ રહે છે છતાં કેટલીક કંપનીઓ મૂંગા પ્રાણીઓ પર યાતના ગુજારવાનું ચાલું રાખે છે. આ ઉધ્યોગ સસલાંની આંખમાં મરચું નાખે છે. તેમની ચામડી ઉતરડી નાંખવા સહિતના ક્રૂર ટેસ્ટ કરે છે. આવા પ્રયોગો પરફ્યુમ બનાવતી ટોચની કંપનીઓ કરે છે. જેમાં એરામીસ,બ્વલગારી,ડોના કરન, ડનહીલ ફ્રેગરન્સીસ, મર્ક જેકેબ ફ્રેગરન્સીસ, એલીઝાબેથ એરડન, મિસોની, રાલ્ફ લોરેન, ટોમી હીલફીગર, કેન્ઝો જેવાનો સમાવેશ થાય છે.
ટુથપેસ્ટ બનાવતી કંપનીઓ પ્રાણીઓને ઠાંસી-ઠાંસીને ટુથપેસ્ટ ખવાડાવે છે અને જુવે છે કે કેટલી ટુથપેસ્ટ ખાવાથી તે મરી જાય છે. બોલો, હવે આવા પ્રયોગની શી જરૂર? કેટલા લોકો એક સાથે પાંચ ટુથપેસ્ટ ખાધી છે? તેમ છતાં આવા બીન જરૂરી પ્રયોગો એક્વા ફ્રેશ,ક્લોઝ અપ,કોલગેટ, ક્રેસ્ટ, લીસ્ટરીન, પર્લ ટ્રોપ્સ, સેન્સોડાઇન, સિગ્નલ, ઓલ્ડ સ્પાઇસ, રાઇટ ગાર્ડ જેવી કંપનીઓએ ચાલુ રાખ્યા છે.
પ્રાણીઓ પર પ્રયોગો કરતી અને ટેસ્ટીંગ કરતી કંપનીઓ દરેક સ્થળે હોય છે. ટેસ્ટીંગ કરતી આવી કંપનીઓ છાને છૂપે ચાલે છે, તે ખુબ મોટા પ્રમાણમાં છે તેમજ તગડો નફો પણ કરે છે.
મોટા ભાગના લોકોને એ ખબર નથી કે તે જે કોસ્મેટીક પ્રોડક્ટ વાપરે છે તેમાં કેટલા પ્રાણીઓનો ચિત્કાર છુપાયેલો છે. અહીં પ્રશ્ન એ છે કે શા માટે પ્રયોગો, શિક્ષણ તેમજ ટેસ્ટીંગના નામે હજારેા પ્રાણીઓનો બીન જરૂરી ખાત્મો બોલાવાય છે. એક સમયે ભારત સરકાર શિક્ષણ માટે દર વર્ષે એક કરોડ દેડકા ખરીદતી હતી. સરકારે તેના પર પ્રતિબંધ મુક્યા પછી શિક્ષણની ક્વોલીટીમાં કોઇ ફર્ક નથી પડયો. એનો અર્થ એ કે દર વર્ષે એક કરોડ દેડકા ખોેટી રીતે મોતને ભેટયા હતા. કેરળના શિક્ષકો એમ માનતા હતા કે રોજ કશુંક તો મારવુંજ જોઇએ. દેડકા સ્પલાય કરનાર વંદા સપ્લાય કરતો થયો છતાં શિક્ષકોએ તેમની ટેવ નહોતી બદલી. જ્યાં સુધી એક મુખ્ય પ્રધાને આ સિલસિલો ના અટકાવ્યો ત્યાં સુધી તે ચાલુ રહ્યો હતો. ઝુઓલોજી (પ્રાણી શાસ્ત્ર)ના શિક્ષકો એવી અપેક્ષા રાખતા હતા કે વિધ્યાર્થીઓેએ ત્રણ વર્ષના કોર્સ દરમ્યાન એક હજારથી વધુ પ્રાણીઓને મારવા જોઇએ.
જ્યારે આ સિસ્ટમ બંધ કરાઇ ત્યારે શિક્ષણનું સ્તર સુધર્યું હતું. પરંતુ અવાર નવાર ઝુઓલોજીના શિક્ષકો જુની સિસ્ટમ ફરી ચાલુ કરવા રજૂઆતો કરે છે. પ્રાણીઓના સપ્લાયર્સ સાથે સાંઠગાંઠ ધરાવતા લોકેા શિક્ષકોને ફરી આ પ્રથા ચાલુ કરવા કહ્યા કરે છે. ઇન્જેક્શનો મશીનથી બનતા હોવા છતાં ટેસ્ટીંગ માટે સસલાનો ઉપયોગ કરાતો હતો. સસલાં પર ટેસ્ટીંગનો પ્રતિબંધ મુકાયો છતાં ઇન્જેક્શન બનાવવાના ચાલુ રહ્યા હતા. જ્યાં સુધી પ્રણી મરી ના જાય ત્યાં સુધી તેના પર પેસ્ટીસાઇડના(રસાયણિક ખાતર) પ્રયોગો કરવા પર પ્રતિબંધ મુકવા સરકારની પેસ્ટીસાઇડ કાઉન્સીલે આદેશ બહાર પાડયો હતો. આવા પ્રયોગોથી પેસ્ટીસાઇડ પર કોઇ અસર થતી નહોતી. હજારો પ્રકારના સાબુ અને પરફ્યુમ માટે પ્રાણીઓ પર કોઇ ટેસ્ટીંગ થતું નથી છતાંં તે સારૂં વેચાણ ધરાવે છે.
એવું પણ જાણવા મળ્યું છે કે પ્રાણીઓ પર થતા મેડીસીનના ટેસ્ટીંગ પૈકી ૯૦ ટકા અર્થહીન સાબિત થયા છે. તો પછી શા માટે આવા ટેસ્ટ કરવામાં આવે છે? ટેસ્ટીંગ સાથે સંકળાયેલા બિઝનેસ માફિયાઓ ટેસ્ટીંગ માટે દબાણ કરતા હોય છે. આવી વાતો વિજ્ઞાાનના સંશોેધન હેઠળ ઢંકાઇ જતી હોય છે. આવું ભારતમાં થાય છે એવું નથી વિશ્વભરમાં આવું જોવા મળે છે. તે અબજો રૂપિયાની હેરાફેરી કરતો ધંધો છે.
અમારી સંસ્થાએ આગ્રાના એક વેપારીને ત્યાં દરોડો પાડયો ત્યારે તેને ત્યાં વિવિધ જાતના પ્રાણીઓના ૨૦,૦૦૦ મૃતદેહો મળી આવ્યા હતા. તે વેપારી જંગલ ખાતાનેા એક નિવૃત્ત અધિકારી હતો. તેને ત્યાંથી અપ્રાપ્ય જાતિના સાપ, મગર,ચામાચીડીયા સહિતના સસ્તન પ્રાણીઓના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસને તેના કોમ્પ્યુટરમાંથી તેનો માલ ખરીદનારાની લીંક મળી આવી હતી. દિલ્હી યુનિવર્સિટીની કેટલીક લેબમાં તે માલ વેચતો હતો. કોઇ પણ કોલેજ કે સ્કુલ નમૂના રૂપે કોઇ પણ પ્રાણીના અંગો રાખી શકે નહીં છતાં તેની યાદીમાં ગેરકાયદે ખરીદનારાઓ પણ હતા. તેની સામે લેવાયેલા પગલાંનો વિરોધ કટેલાક પ્રધાનો તેમજ કેટલાક પ્રતિનિધિ મંડળોએ કર્યો હતો.
જેએનયુમાં એક વિજ્ઞાાની એવું સંશોધન કરતા હતાકે ઉંંદર ઉંઘતો હોયતો તે જાગતો નથી હોતો એવા એક વિચિત્ર સંશોધન માટે દશ વર્ષ સુધી રોજ એક ઉંદર મારતો હતો. તેને તગડો પગાર મળતો હતો અને જેએનયુમાં તે સાયન્ટીસ્ટ તરીકે મફતમાં રહેતો હતો. આવા હજારો લોકો છે. ભારતમાં સીપીસીએસઇએ નામની કમિટી છે. તે પ્રાણીઓ પરના પ્રયોગો પર નિયંત્રણ રાખે છે. આ બોડીની રચના મેં કરી હતી જેનું કામ પ્રાણીઓ પરના બીન જરૂરી પ્રયોગો અટકાવવાનું હતું. પરિસ્થતિ એવી ઉભી થઇ હતી કે જ ેલોકો પ્રયોગો કરતાં હતા તેમને ગ્રાંટ મળતી હતી. જો તે પ્રયોગો બંધ કરે તો ગ્રાંટ મળતી બંધ થઇ જાય એમ હતું. પ્રયોગો માટે ગ્રાંન્ટ આસાનીથી મળતી હતી .દરેક દેશ સંશોધન માટે ગ્રાંટ ફાળવે છે. અમેરિકામાં નેશનલ ઇન્સટીટયુટ ઓફ હેલ્થ મારફતે ૪૭ ટકા ગ્રાંન્ટ આપવામાં આવે છે. ૨૦૧૫ના વર્ષમાં પ્રાણીઓ પરના પ્રયોગો માટે ૧૦ અબજ ડોલર ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે વિજ્ઞાાનીઓ વધુ પ્રયોગો કરવા પ્રેરાયા હતા.
આવી ગ્રાંન્ટના કારણે પગારદાર વિજ્ઞાાનીઓ અને ટેકનીશ્યનોને પણ પ્રયોગો માટે ઇન્સેન્ટીવ મળવા લાગ્યા હતા. અવિચારી રાજકારણીઓ અને હોંશિયાર અધિકારીઓેેએ ફાર્માસ્યુટીકલ, કેમીકલ્સ, ડ્રગ્સ જેવા ક્ષેત્રોને પણ પ્રાણીઓ પર ટેસ્ટીંગની છૂટ આપી હતી. સંરક્ષણ મંત્રાલયે પ્રાણીઓ પર શસ્ત્રો અને ગેસની અસરની તપાસ માટે પ્રાણીઓનો પ્રયોગ શરૂ કર્યો હતો. ડિઝલની અસર પ્રાણીઓ પર કેવી થાય છે તે જોવા કાર મેકર્સને પણ મંજૂરી આપી હતી. એવીજ રીતે કૃષિ મંત્રાલયે રસાયણિક ખાતરની પ્રાણીઓ પર કેવી અસર થાય છે તે ચેક કરવાની મંજૂરી આપી હતી. એવીજ રીતે ફૂડ ઇન્ડસ્ટ્રીએ પણ ટેસ્ટીંગ કર્યું હતું.
આમ દરેકે લાભ ઉઠાવ્યો હતો પરંતુ કોઇએ પ્રાણીઓ પર થતી યાતનાનું વિચાર્યું નહોતું. એનિમલ બ્રિડર્સ (પ્રાણીઓના બચ્ચા પેદા કરનાર-સાચવનાર) ઉંદરથી માંડીને વાનર સુધીનાનું બ્રિડીંગ કરતા હોય છે. આ લોકો તગડી કમાણી કરતા હોય છે. તાજેતરમાં પ્રાણીઓ સપ્લાય કરતી એક કંપનીના કેટલોગમાં એક સફેદ સસલાંનો ભાવ ૩૫૨ અમેરિકી ડોલર હતો. કેટલાક વાનરનો ભાવ ૮૦૦૦ ડોલરનો હતો. કેટલાકના ભાવ ફૂડ, પાંજરા સાથેનેા હોય છે. ઉંદરો પરના વિવિધ પ્રયોગોથી રોગ મટાડવાની વાતેા અનેક વાર સપાટી પર આવે છે પણ થોડા સમયમાં અદ્રશ્ય પણ થઇ જાય છે.પ્રાણીઓ પરના ટેસ્ટના આધારે દર્શાવાતા મેડિકલ મિરેકલ બહુ લાંબુ નથી ચાલતા. માથાના વાળથી કેન્સર મટાડવા સુધીની વાતો ટીવી પર જોવા મળે છે.
માનવ સમુદાયે માનવ આરોગ્ય માટે અસરકારક અને સંવેદના વાળો માર્ગ અપનાવવો જોઇએ. પ્રાણીઓ પરના ટેસ્ટીંગના બદલે પ્રાણીઓ તેમજ માનવ એમ બંનેના લાભાર્થે ટેસ્ટીંગ માટે અન્ય કોઇ સ્માર્ટ માર્ગ અપનાવવો જોઇએ.