Get The App

ફીશ ખાવી એટલે જીવલેણ રોગને બટકું ભરવું

સંવેદના - મેનકા ગાંધી

ફીશ ફાર્મમાં એન્ટી બાયોટીક્સઅને ડીસઇન્ફેક્ટન્ટ મોટા પ્રમાણમાં વપરાય છે

Updated: Apr 7th, 2019

GS TEAM

Google News
Google News
ફીશ ખાવી એટલે જીવલેણ રોગને બટકું ભરવું 1 - image


રોગીષ્ઠ માછલીઓની સારવાર માટે વપરાતા એન્ટી બાયોટીક્સ માનવ શરીરમાં કેન્સર ઉભું કરે છેઃ તમે શું ખાવ છો એ મહત્વનું છે: ફીશખાઇને તમે જીવલેણ રોગને આમંત્રવાની શી જરુર

ફીશ ફાર્મમાં ૨૦ ટકામાછલાં મોતને ભેટે છે, ખીચોખીચ ફીશ રખાતી હોઇ તેે લગભગ બિમાર હોય છે અને તને ખાનારને પણ બિમાર પાડે છેઃ ઝીંગા ફાર્મની હાલત ખુબ ગંદકી વાળી હોય છે....

કોમર્શીયલ ફીશ પ્રેાડક્શન પર કૃષિ મંત્રાલય ભાર મુકી રહ્યું છે. જ્યારે તમે આવી ફીશ ખાશો ત્યારે તમને શું મળશે તે અંગે પણ જાણવું જરુરી છે.

જ્યારે તમે ફાર્મ ફીશ ખાશો ત્યારે તમને ગીફ્ટ તરીકે કેટલાક પેરેસાટ્સિ મળશે જેમાં સી લાઇસ, વાયરસ,હેવી મેટલ,કેમીકલ્સ, અન્ટી બાયોટીક્સના અવશેષો, એન્ટીબાયોટીક્સની અસર ના કરે એવા બેક્ટેરીયાનો સમાવેશ થાય છે.

એક્વા કલ્ચર ફેસીલીટીમાં ફીશ એગને ઇન્ક્યુબેટરમાં તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બચ્ચાને એક કમ્પાઇન્ડમાં આવેલા તળાવમાં ઠાલવવામાં આવે છે. કેટલાકને તો નેટ પર ચોંટેલી સ્થિતિમાંથી ખેંચીલેવામાં આવે છે. વધુ પ્રોફીટ માટે ઉત્પાદન પણ વધારાય છે તે માટે તળાવની ક્ષમતા કરતાં વધુ માછલા રાખવામાં આવે છે.

કેટલીકતો ગીચતાના કારણેજ મોતને ભેટે છે. જેની ટકાવારી ૧૦ ટકા જેટલી હોય છે. આ ટકાવારી જ્યારે ૩૦ ટકા પર પહોંચે છે ત્યારે ફાર્મ ધરાવનારા ટકાવારી ધટાડવા પ્રયાસો શરુ કરે છે. એ-ફોર સાઇઝના પીંજરામાં પુરાયેલી ચીકન પાંખો કેવી રીતે ફફડાવી શકે? રોજ સેંકડો માઇલ તરતી અઢી ફુટ લાંબી સેમમોન માછલીને ચાર ફૂટ પાણીમાં રાખવામાં આવે તો તે કેવી રીતે તરી શકે.

આ પાણીમાં એક નહીં પણ  ચાર ફૂટની જગ્યામાં ૨૭ સેલેેમોન માછલીઓ રાખવામાં આવે છે. ૅજે બોર્ડીંગ સ્કુલમાં ખાચોખીચ છોકરા ભણતા હોય છે ત્યાં દરેકના માથામાં જૂ વધારે દેખાય છે. ૫૫૯ પ્રકારની સી-લાઇસ હોય છે.તે દરેક એક સાથે ૧૦૦૦ ઇંડા મુકે છે. તેને મરાઇન પેરેસાઇટ્સ  પણ કહે છે.

તે શરીર પરની ચિકાશ , શરીર પરની ટીસ્યુ  શરીર પરની લોહીની ટીસ્યુ વગેરે પર નભે છે. પુખ્ત વયની ફીમેલ ૬થી ૧૧ના ઝુમખામાં ૧૦૦૦ ઇંડા મુકે છે. આ સી-લાઇસ બ ેમાછલીના વચ્ચે ફરે છે. જેને મરાઇન પેરેસાઇટ્સ પણ કહે છે. આટલી મોટી સંખ્યામાં લાઇસ હોય ત્યારે તે ફીશનું માંસ પણ ખાઈ જાય છે.

ડિક્લોવારસ એટલે આવું કેમીકલ કે જે જીવાણું વંદા વગેરે મારવા માટે વપરાય છે. આ કેમીકલ વર્ષોથી વપરાતુ હતું હવે તેની જગ્યાએ અઝમીથીપોસ વપરાશમાં લેવામાં આવે છે. જે પરિવર્તન માટે વપરાય છે. માનવ જાત તેના સંપર્કમાં આવે તે તો શ્વાસ લોવામાં તકલીફ અનુભવે છે, શરીરના ભાગો પર ખંજવાળ આવે છે.

બ્રેસ્ટ કેન્સરની શક્યતા રહે છે. સ્પર્મ કાઉન્ટ ધટે છે. સી લાઇસને કાબુમાં રાખવા સાયપર મેથ્રીન અને ડેલ્ટા મેથ્રીનનો ઉપયોગ થાય છે.જે મુખ્ય ડ્રગ વપરાય છે તે એવરમીસ્ટીન્સ તરીકે ઓળખાય છે. તેમજ વર્મેસીટીન અને ઇમાસીટીન બેન્ઝોનેટ તરીકે ઓળખાય છે.

આ બધાજ ડ્રગ્સ માનવજાત માટે ઝેરી હોઇ ફીશ ફાર્મ વાળાઓએ ફીશને મારી નાખતા પહેલાં તેમને અપાતી આ ઝેરી દવાઓ ૧૭૫ દિવસ પહેલાં બંધ કરી દેવી જોઇએ પણ કોણ આવું ગણવા બેઠું છે?  મોટાભાગના ફીશ ફાર્મમાં જે રોગ થાય છે તે ઓમોઇબાર ગીલ તરીકે ઓળખાય છે.

ઓમોઇબા નીઓ પેરામોઇબેપરન્સના કારણે માણસ જાન ગુમાવે છે. પશુઓમાં વોર્મ (જીવાત) મારવા વપરાતી લેવીમેસોલ માનવ જાત માટે એન્ટી કેન્સર ડ્રગ તરીકે વપરાય છે. પશુઓમાં તેને પાણીમાં ઓગાળીને આપવામાં આવે છે. ક્લોરોમાઇન અને ક્લોરીન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે ફીશનો કેમીકલ વાળા પાણીમાં ગીચ વ્યવસ્થામાં રાખવામાં આવે છે ત્યારે તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. જેના કારણે તેના શરીરમાં રોગ પ્રવેશે છે. આ ફીશ માનવ સમુદાય ખાય છે એેટલે તેનામાં પણ રોગ પ્રવેશે છે. ચીકનની જેમ ફીશ પણ તેમના શરીરને પાંજરા સાથે ઘસે છે  ફીશનું ફાર્મ ઘરાવનારા ફીશમાં રોગને કાબુમાં રાખવા એન્ટીબાયોટીક્સનો ડોઝ વધુ આપે રાખે છે.

તમે જે ફાર્મની ફીશ ખાવ છો તેમાં સેંકડો ફીશ મરી ચૂકેલી હોય છે. ફાર્મીંગ માટે પાણીમાં નાખેલી ફીશ પૈકી ૨૦ ટકા જેટલી તો ત્યાંજ મરી જાય છે. મોટા ભાગના ફીશ ઇન્ફેક્શનને એનિટીબાયોટીક્સની સારવાર આપવામાં આવે છે. ફીશમાં જે ઇન્ફેક્શન થાય છે તે એવા માઇક્રોઓર્ગેનીઝમનું હોય છે કે તે માનવજાતની બિમારી માં પણ કારણભૂત હોય છે.

ફીશને આપવામાં આવતા એન્ટી બોયોટીક્સ મુખ્યત્વે ખોરાક વાટે , પાણી મારફતે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવે છે. એકિસીટેટ્રાસાયકલીન અને ફ્લુનોક્વીનનો અમર્યાદ ઉપયોગ થાય છે. આવા એન્ટીબાયોટીક્સ તેમના શરીરમાં રહે છે. એક અભ્યાસ અનુસાર ફીશ ફાર્મની એક કિલો માછલીમાં ૫૭૮.૮ મિલિ ગ્રામ જેટલા એન્ટીબાયોટીક્સ હોય છે.

ઝીંગાના ફાર્મમાંતો આ માત્રા વધારે જોવા મળે છે.

એક્વા કલ્ચરમાં ક્યાંતો પ્રોફાયલેક્ટીક કે થેરાપ્યુટી કામગીરી માટે પાણીમાં રહેતા જીવો માટે વપરાય છે. આવી ફીશ ખાનારા ફીશમાંના ડ્રગ્સના અવશેષોથી ઝેરી અસર, બોનમેરોના રોગ આંતરડાના રોગો વગેરેનો ભોગ બને છે. ખોરાકમાં ક્લોરોમ્ફીનીકોલના અવશેષો આવે તે બોનમેરોના રોગ કરે છે. નાઇટ્રોફ્રન એન્ટી બાયોટીક્સ કેન્સરને આમત્રે છે તે બહુ જાણીતી વાત છે.

આમ માણસ જ્યારે ફીશ ખાય છે ત્યારે તે એન્ટી બાયોટીક્સ ખાય છે પણ તે એવા એન્ટીબાયોટીક્સ છે કે જેના કારણે શરીરમાં માંદગીમાં લેવાતી ટેટ્રાસાયક્લીન,  ટ્રાઇમીથોપ્રીન, સલ્ફોનેમાઇડ,  સ્ટ્રેપ્ટોમાયસીન જેવાં એન્ટીબાયોટીક્સની કોઇ અસર નથી થતી. લોકોને બિમારીમાં આવી એન્ટીબાયોટીક્સની જરુર હોય છે પણ તેની શરીરમાં કોઇ અસર નથી થતી.

સલ્મોનીલા અને ઇ-કોલી જેવા બેક્ટેરીયા એેન્ટીબાયોટીક્સનો સામનો કરતા થયા છે. અભ્યાસ પરથી જણાયું છે કે બેક્ટેરીયા ટાઇફીમીરીયમ ડીટી૧૧૪ ના કારણે માણસ અને પશુમાં સાલમોનીલોસીસ થાય છે તેની પાછળનું કારણ એશિયાની ફાર્મ ફીશ હોવાનું બહાર આવ્યું છે. કેમકે ઓશિયાના ફીશ ફાર્મ કલોરફીનીકોલનો છૂટથી ઉપયોગ કરે છે.

ફાર્મ ફીશ માટે ઉપયોગમાં લેવાંમાં આવતા એન્ટી બાયોટીક્સના કારણે એલર્જી અને ઝેરની અસર જોવા મળે છે. એક્વાકલ્ચર ઉધ્યોગોની સંખ્યા વધતાં એક્વાકલ્ચર ફાર્મમાં વપરાતા ક્વીનોલોસ પર કોઇ નિયંત્રણ રહ્યું નથી. એક્વાકલ્ચર માટે ૧૦૦ થી૧૧૦ મેટ્રીક ટન જોટલા એન્ટીબાયોટીક્સ વાપરાતા હતા પણ તેના અમર્યાદ ઉપયોગના કારણે ફીશ ખાનારા લોકો વિવિધ રોગનો ભોગ બને છે.

ભારતના ફીશ ફાર્મમાં કેટલા પ્રમાણમાં એન્ટીબાયોટીક્સ વપરાય છે એના કોઇ આંકડા નથી પરંતુ જ્યારે પણ તમે ફીશ ખાવ છો ત્યારે તે ફાર્મમાં તૈયાર થયેલી ફીશ છે એમ માની લેવું જોઇએ.

ફીશ ફાર્મમાં કેમીકલ ફર્ટીલાઇઝર અને ખાતર મોટા પ્રમાણમાં વપરાય છે. પરંતુ જ્યારે તમે તે ફીશ ખાવ છો ત્યારે તમે તે કેમીકલ પણ ખાવ છો એમ કહી શકાય. રોટેનોન અને સોપોનિન્સ જેવા પીસાઇડ્સ પેરેસાઇટ્સનો સામનો કરવા વપરાય છે. ઝીંગા માછલીના ફાર્મમાં એન્ટીમાયસીન એ વપરાય છે. 

ફોર્મીલીન અને મેલાચાઇટ ગ્રીન ફાર્મમાં ડીસઇન્ફેક્ટનટ તરીકે વપરાય છે. આ બંને પદાર્થો માનવ શરીરમાં કેન્સર કરે છે અને ફેફસાને કામ કરતા બંધ કરી દે છે. છેલ્લા પંદર વર્ષમાં ફીશ ફાર્મીગમાં ત્રણ ગણો વધારો થયો છે. ૪૦ ટકા જેટલી ફીશ કૃત્રિમ રીતેે પકવેલી-ઉછરેલી હોય છે. શું તમે આવી ફીશ ખાઇને જોખમ નોંતરવા માંગો છો..

Tags :