Get The App

પ્રાણી ખાઉ દેશ ચીનઃ વાઇલ્ડ લાઇફને ખતરો

ચીન દરેક દેશમાંથી પ્રાણીઓ દાણચોરી દ્વારા લાવે છે

૨૦૦ જેટલા ફાર્મમાં ટાઈગર (વાઘ) ઉછેરવામાં આવે છે અને તેના માંસ, ચામડા તેમજ હાડકા માટે તેમની હત્યા કરાય છે

Updated: Oct 28th, 2018

GS TEAM

Google News
Google News

દર વર્ષે ૧૦૦ મીલીયન શાર્કનો ખાત્મો બોલાવાય છે અને તેનો સૂપ પીવામાં આવે છે. તે પૈકી ૯૮ ટકા શાર્ક તો ભારતની હોય છે

પ્રાણી ખાઉ દેશ ચીનઃ વાઇલ્ડ લાઇફને ખતરો 1 - imageઆપણે વાઇલ્ડ લાઇફના રક્ષણ માટે થોડા ઘણા પગલાં લઈએ છીએ પરંતુ વાઇલ્ડ લાઇફ ઝડપભેર અદ્રશ્ય થઈ રહી છે. વાઇલ્ડ લાઇફ અદ્રશ્ય થઈ જવાનું સૌથી મોટું કારણ આપણો પાડોશી અને પ્રાણીખાઉ દેશ ચીન છે.

વિશ્વભરમાં પ્રાણીઓ ઝાપટવાની સૌથી મોટી ટેવ ચીનની છે. તે કૂતરાને માંસ માટે મારે છે, હાથીને તેના દાંત માટે મારે છે, હરણને તેના હોર્મોન્સ માટે મારે છે. પેંગોલીયર્ન્સ, રીહનોલને મારે છે. દરિયાઈ જીવોમાં શાર્કને સૂપ માટે મારે છે.

વાઘ અને રીંછને તેમના ચામડા માટે મારે છે તે તો ઠીક પણ પતંગીયા અને નાના જીવાણુઓને પણ છોડતા નથી. ચીન દરેક દેશમાંથી પ્રાણીઓ દાણચોરી દ્વારા લાવે છે. આપણી કમનસીબી એ છે કે આપણી સરહદો પરથી પ્રાણીઓ ચીન મોકલી શકાતા હોઈ ભારતની વાઇલ્ડ લાઇફને ટાર્ગેટ કરવામાં આવે છે.

આપણે ત્યાં કર્ણાટકમાં એક એવી ફેક્ટરી છે કે જ્યાં પ્લાસ્ટીકની કીચેનમાં જીવાણુ પેક કરીને ચીન નિકાસ કરાય છે. રોજ આપણા બંદરો પરથી લાખો સી.ફોર્સ, એકવેરીયમ ફીશ, પક્ષીઓ મોટા પ્રાણીઓના હાડકાં વગેરે ચીન મોકલાય છે. ભારતમાં વાઘ મારવા માટે ચીન દ્વારા શિકારીઓને પ્રોત્સાહન અપાય છે. મને ખાત્રી છે કે મારા જીવનકાળ દરમ્યાન ૫૦ જેટલી પ્રાણીઓની જાત ખતમ થતી જોવા મળશે. આ સ્થિતિ માત્ર ચીનના કારણે ઉભી થશે.

ત્રણ કારણોસર ચીન પ્રાણીઓનો ખાત્મો બોલાવી રહ્યું છે. પ્રથમ કારણ પરંપરાગત દવાઓનું છે. ડુક્કરના શિંગડા, તેના વાળમાંથી માથાના દુખાવાથી માંડીને સિફીલીસ મટાડવા સુધીની દવામાં વપરાય છે. બીયર બાઈલ (રીછ ) એ રીંછમાંથી ખેંચવામાં આવે છે અને તેનો ઉપયોગ નપુસંકતા દુર કરવા વપરાય છે. વાઘના હાડકાનો ઉપયોગ સાંધાનો દુખાવો તેમજ જાતીય આવેગ વધારવા થાય છે.

જો તેને ખોરાકમાં લેવાય તો તે કડવાવખ જેવા હોય છે. જો તમારી પાસે પૈસા છે તો તમે કોઈપણ સ્વાદ વીનાનો, પોષક તત્ત્વો વીનાનો શાર્કનો સૂપ પીવા મળે છે. પૃથ્વી પરનું અનોખું સસ્તન પ્રાણી પેંગોલીયનનું માસ અને કેટલાક દરીયાઈ જીવોનો સૂપ શરીરને મજબુત બનાવવા પીવામાં આવે છે. ચામડું મેળવવા ચીન બિલાડી, કૂતરાંથી માંડીને ખિસકોલી, સ્નોલીઓપર્ડ, ઘોડા અને ગધેડાનો સમાવેશ થાય છે.

ચીન આવા પ્રાણીઓને તમામ દેશોમાંથી ખેંચી લાવે છે. પ્રાણીઓનો ખાત્મો બોલાવવાની ચીનની પદ્ધતિને વિશ્વ લાચાર બનીને જોઈ રહ્યું છે.

જ્યારે ચીનના પ્રમુખ ઝી-જીનપીંગે જાહેરાત કરી કે વાઈલ્ડ લાઇફના ધંધાને અટકાવવા અમે કટીબદ્ધ છીએ ત્યારે એમ થયું કે આ પ્રમુખ વાઇલ્ડ લાઇફ બાબતે ગંભીર છે. જોકે દરેક રાજકારણી કરે છે એવું જ ઝી-જીનપીંગે કર્યું હતું. તેમણે વૈશ્વિક તખ્તાનું ધ્યાન ખેંચ્યું હતું પણ પોતે બોલ્યા તેનાથી તદ્દન વિરૂદ્ધ કામ કર્યું હતું.

કન્વેન્શન ઓન ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન એનડેન્જર્ડ સ્પીસીસે હાથીદાંતના વેપાર પર દરેક દેશમાં પ્રતિબંધ જાહેર કર્યો હતો. ૧૯૯૮ની સરખામણીમાં ચામડાનો વેપાર ત્રણ ગણો વધ્યો છે. ત્રણ આફ્રિકી દેશો અને પાંચ એશિયન દેશોને તેમની સરહદે થતા હાથીદાંતના ધંધાને અટકાવવા એકશન પ્લાન રજૂ કરવા જણાવ્યું હતું, નહીંતર આગામી વર્ષે પ્રતિબંધનો સામનો કરવા જણાવ્યું હતું.

જે દેશો સામે પ્રતિબંધના પગલાંની શક્યતા છે તેમાં યુગાન્ડા, કેનીયા, ટાન્ઝાનીયા, વિએટનામ, મલેશીયા, ફીલીપીન્સ, થાઈલેન્ડ અને ચાઈનાનો સમાવેશ થાય છે. પ્રતિબંધતો એવો આવશે કે આ દેશોમાંથી કાયદેસરની વાઈલ્ડ લાઈફ પ્રોડક્ટ પણ કોઈ નહીં ખરીદે !! જો CITES વાળા જાપાન અને ચીન પર પ્રતિબંધ મુકે તો આફ્રિકી દેશોમાં હાથીઓની હત્યા બંધ થઈ જાય કેમકે તેના હાથીદાંત ખરીદનાર કોઈ ના હોય !!

થાઈલેન્ડ, મલેશિયા, ફીલીપીન્સ અને વિએટનામ દ્વારા વાઈલ્ડ લાઈફની ચીજો ચીન પહોંચે છે. પ્રતિબંધના સંભવિત પગલાંના કારણે ચીન વાઈલ્ડ લાઈફ પ્રોટેકસન લોનો નવો ડ્રાફટ તૈયાર કર્યો છે. (જુનો ડ્રાફ્ટ ૧૯૮૯માં હતો) જેના કારણે દરેક દેશે સંભવિત જોખમની નોંધ લીધી છે.

ચીનના નવા ડ્રાફ્ટમાં જણાવ્યા અનુસાર નિયમો બદલાશે પરંતુ જુના ડ્રાફ્ટ અનુસાર વાઈલ્ડ લાઈફમાંનું રક્ષણ કરવાની વાત હતી જ્યારે નવા ડ્રાફ્ટમાં વાઈલ્ડ લાઈફનું રક્ષણ અને નિયંત્રણ કરવાની વાત છે. એનો અર્થ એ થયો કે ચીનનો કોઈપણ નાગરિક વાઈલ્ડ લાઈફનું શોષણ-ભષણ કરી શકે.

આ ડ્રાફ્ટમાં વાઈલ્ડ લાઈફના બ્રીડીંગને વેપાર માટે પ્રોત્સાહન આપવાની વાત છે. ચીનનો વાઈલ્ડ લાઇફના રક્ષણના ડ્રાફ્ટમાં દવા બનાવવા માટે તેમજ વિટામીન સપ્લીમેન્ટ માટે હરણમાંથી બાઈલ કાઢવાને સંમતિ અપાઈ છે. દશ હજાર જેટલા હરણોમાં કેથેટર નાખીને તેના ગોલબ્લેડરમાંથી બાઈલ કાઢવામાં આવે છે.

એનિમલ એશિયાના વડા જીલ રોબિન્સન જણાવે છે કે કાટવાળા કેથેટર્સ, મેટલવાળા ટોપ અને ચેપી ડ્રીલવાળા સાધનોથી હરણની બેલીમાં કાણું પાડવામાં આવે છે અને પંપ દ્વારા દવા કઢાય છે. ૨૦૦ જેટલા ફાર્મમાં ટાઈગર (વાઘ) ઉછેરવામાં આવે છે અને તેના માંસ, ચામડા તેમજ હાડકા માટે તેમની હત્યા કરાય છે.વિશ્વમાં સૌથી મોટા મિંક, ફોક્સ અને રેકોન ડોગના ફાર્મ ચીનમાં છે. તેમને નાના પાંજરામાં રખાય છે અને તેમના જીવતાં જ તેમની ચામડી ઉતરડી નાખવામાં આવે છે. ચામડા માટે ઉભા કરાયેલા ફાર્મ માટે ચીનમાં કોઈ પ્રતિબંધ નથી.

દવા બનાવવા માટે વાઈલ્ડ લાઈફનો ઉપયોગ થાય છે. હેલ્થકેર માટે વાઈલ્ડ લાઈફના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી. આ માટે કાયદો પણ નથી બનાવાયો એટલે રીહનો સ્કોર્પીયન સુધીના પ્રાણીઓ ભારતમાંથી ચીન દાણચોરી દ્વારા મોકલાય છે.

ચીને વાઈલ્ડ લાઈફને જાહેરમાં મુકવાની પ્રથાને ચીને ૨૦૧૦માં કાયદો બનાવી પ્રતિબંધ મુક્યો હતો. હવે નવા ડ્રાફ્ટમાં વાઈલ્ડ લાઈફ એનીમલને સફારીપાર્ક, દરિયાઈ જીવોના મ્યુઝીયમ, સરકસ, એકવેરીયમમાં જાહેરમાં મુકી શકાશે. સળગતી રીંગમાંથી વાઘને કુદાવવો, રીંછ સાઇકલ ચલાવે અને વાંદરા એરોબીક કસરતો વગેરે શો પ્રવાસીઓ માટે યોજાઈ રહ્યા છે.

આ માટેની તાલિમ માટે પ્રાણીઓ પર યાતના ગુજારાય છે. આ પરિસ્થિતિને પ્રાણીઓના શોષણ સાથે નથી સરખાવાતી. ટાઈગર ફાર્મને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકીને તેને કમાણીનું સાધન બનાવી દેવાયા છે.લકઝરી વાઈલ્ડ લાઈફ પ્રોડક્ટ રાખવી એ સંપત્તિવાન ગણાતા તેનો વેપાર પણ વધ્યો છે. ચીનમાં વાઘની પ્રોડક્ટ વાપરવામાં કોઈ છોછ કે નાખુશી ના હોવાથી વાઘના શિકારને પ્રોત્સાહન મળી રહ્યું છે.

વાઈલ્ડ લાઈફના રક્ષણ માટે ચીને બનાવેલી નવી પોલીસીમાં વાઈલ્ડ લાઈફને ખોરાકમાં લેવા પર પ્રતિબંધ છે છતાં દર વર્ષે ૧૦૦ મીલીયમ શાર્કનો ખાત્મો બોલાવાય છે અને તેનો સૂપ પીવામાં આવે છે. તે પૈકી ૯૮ ટકા શાર્ક તો ભારતની હોય છે. શાર્કનો ફીન સૂપ બનાવવા માટે તેના પેટના માંસના ટુકડા કરીને તે લોહીવાળી શાર્કને પાછી દરિયામાં મરવા માટે છોડી દેવાય છે.

 ભારતે ૨૦૧૫માં શાર્ક ફીનની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો કેમકે ભારતમાં શાર્કની વસ્તીમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પ્રતિબંધ સામે પડકાર ઉભો થયો છે કેમકે દાણચોરી ચાલુ છે. પક્ષીઓના નેસ્ટ સૃપની ડીમાન્ડ છે. એટલે કે પક્ષીઓની લાળમાંથી દિવાલો પર બનેલા માળા ખેંચી લેવાય છે.

તેમાં પાણી મેળવી ચીકણો જ્યુસ બનાવાય છે. જેના કારણે દિવાલ પર માળા બાંધતા પક્ષીઓની સંખ્યા ૧૯૯૦થી ૬૫ ટકા ઘટી છે. ચીનની નવી પોલીસીએ વાઈલ્ડ લાઈફ પ્રોડક્ટને પેકેટમાં વેચાતી કરી દીધી છે.આ પોલીસીમાં વાઈલ્ડ લાઈફનો એટલા માટે વિકાસ થવો જોઈએ કે તેને વિવિધ રીતે વાપરી શકાય. 

યુટીલાઈઝેશન અર્થાત ઉપયોગ શબ્દ ડ્રાફ્ટમાં ૨૪ વાર વપરાયો છે. ચીનમાં એનીમલ વેલફેર માટેનો કોઈ કાયદો નથી. એટલે જ પ્રાણીઓ પર અપનાવાતી ક્રૂરતા સામે પણ પગલાં લેવાતા નથી.ભારતે ચીનની વાઈલ્ડ લાઈફ ખાઉં નીતિથી ડરવું જોઈએ.

Tags :