Get The App

કેટલીક લીલને પ્રાણી તરીકે ગણવામાં આવે છે...

સંવેદના - મેનકા ગાંધી

Updated: Oct 27th, 2019

GS TEAM

Google News
Google News
કેટલીક લીલને પ્રાણી તરીકે ગણવામાં આવે છે... 1 - image


પ્લાન્ટને ખાઇને તે પોતે પણ પ્લાન્ટમાં ફેરવાઇ જતા જીવને મોસોડીનીયમના નામે ઓળખાય છે. ૨૦૧૨માં વિજ્ઞાાનીઓને આજીવ જોવા મલ્યો હતો. પ્રથમ પ્રાણી અને બાદમાં તે પ્લાન્ટમાં ફેરવાતો હોય છે.

પૃથ્વી પરના કેટલાક જીવો એવા છે કે જે કુદરતના આ નિયમોને તોડીને જીવે છે. કેટલાક પ્રાણીઓ અને છોડવા એમ બંનેની રીતે જીવે છેઃ મશરૂમની કેટલીક જાતો પ્રાણીઓની નજીકની જાતિમાં આવે છે...

જીવન ખુબ જટીલ છે. જ્યારે તમે તમારી જાતને પ્રાણી કે છોડવાઓની જગ્યા એ મુકીને જુવો તો ખબર પડે કે જો તમે શાકાહારી હોવ અને બીજા જીવો ને પરેશાન કરવાનું છોડી દો તેમાં ઘણો ફર્ક રહેલો છે. 

એક જીવ બીજા પ્રત્યે કેવું વલણ રાખે છે તે પર નજર નાખવા જેવી છે. પ્રાણીઓએ બીજા જીવ પર ખોરાક માટે આધાર રાખવો પડે છે કેમકે તેમને સીધોે સૂર્ય પ્રકાશથી ખોરાક નથી મળતો. પ્રાણીઓની લાઇફ સાઇકલમાં ગર્ભ નામનો એક તબક્કો હોય છે. પ્રાણીઓના શરીરની અંદર આવેલા પડ મોટાભાગે સોફ્ટ હોય છે અને તે હાડકાના માળખા  સાથે જોડાયેલા પણ હોય છે. તેના કારણે પ્રાણીના શરીરને મજબુતાઇ મળી રહે છે.

જ્યારે છોડવાના સેલ્સને સેલ્યુલોઝ મારફતે શક્તિ મળી રહે છે. તેમાં ક્લોરોપ્લાસ્ટ નામનું ગ્રીન તત્વ રહેલું હોય છે. તે સૂર્ય પ્રકાશમાંથી ઉર્જા લઇને પ્લાંટની ટીસ્યુ માટે ઉપયોગી પદાર્થો બનાવવામાં મદદ કરે છે. આ આખી પ્રોસેસને ફોટોસિન્થેસીસ કહે છે. ફોટોસિન્થેસીસ એક એવી પ્રક્રીયા છે કે જે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સીજનનું ઉત્પાદન કરે છે.

સરળ ભાષામાં કહીએ તો પ્રાણીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કે એનર્જી મેળવવા બીજા પ્રાણીઓને અને વનસ્પતિને ખાય છે. જો આમ કરે તોજ તે ચાલી શકે. જ્યારે પ્લાન્ટ તેમના અસ્તિત્વ માટે સૂર્યમાંથી ઉર્જા લે છે. આ ઉર્જાથી જ તે ઉછરી શકે છે.

પરંતુ પૃથ્વી પરના કેટલાક જીવો એવા છે કે જે કુદરતના આ નિયમોને તોડીને જીવે છે. કેટલાક પ્રાણીઓ અને છોડવા એમ બંનેની રીતે જીવે છે. કેટલાક પ્રાણીઓ પ્લાંન્ટ (છોડવા) જેવા દેખાય છે. તો કેટલાક પ્લાંટ પ્રાણીઓ જેવા દેખાય છે. વિનસ ફ્લાય ટ્રેપના નામથી ઓળખાતો એક છોેડવો જીવાણુઓને ખોરાક તરીકે લઇને જીવે છે. પ્રાણીઓને ખોરાક તરીકે લઇને આ છોડવો ઝડપભેર ઉછરે છે. પ્રાણીઓના ઘણા ગૃપ એવા હોય છે કે જે કોઇ પથ્થરને ચોંટી રહે છે અને મુવમેન્ટ નથી કરતા.

જેમકે સ્પોન્જસ,કોરલ્સ,મુસલ્સ,  બારનેસલ્સ વગેરે. રખે ને એવું માનતે કે કોરલ્સ એ છોડવા છે  હકીકત એ છે કે કોરલ્સ ( ગુજરાતીમાં તેનેે પરવાળ કહે છે )એ છોડવા નથી પણ પ્રાણી છે. એવીજ રીતે એનીમોનનું છે. લોકો તેને જંગલી ફૂલ કહે છે પણ હકીકતેતો તે એક પ્રકારનું પ્રાણી છે જે કોરલ અને જેલી ફીશના ગૃપને મળતું આવે છે.

તે બધા પ્રાણીઓ છે. તે પોતાનું જીવન ક્યાંતો દરિયાના પેટાળમાંના કોઇ પથ્થર પર વિતાવે છે. નજીકમાંથી કોઇ ફીશ પસાર થાય તેા ઝેર ભરેલા તેના ટેન્ટેકલ્સમાંથી (ગળાના ભાગ પાસે આવેલી કોથળીમાંથી ઝેર છાંટીને શિકારને મારી શકેછે) ઝેર છાંટીને તેનો શિકાર કરે છે.

એનીમોનની ૧૦૦૦ જેટલી જાત હોય છે. તેની બોડી કોઇ એડહેસીવ પ્રકારના ચીકણા પદાર્થ વાળી હોય છે. તે સિલીન્ડર આકારના હોય છે. તેના મોઢાના મધ્ય ભાગે હારની જેમ ટેન્ટેકલ્સ હોય છે. તેની નજીકથી પસાર થતા શિકાર પર તે ભાલા જેવો ફિલામેન્ટ છોડે છે. તેમાં તેના ટેન્ટીકલ્સનું ઝેર ભરેલું હોય છે. તે દેખાવે છોડવા જેવા લાગે છે. એટલે તો વિશ્વમાં પ્રથમવાર જીવનું સંશોધન કરાનાર ગ્રીક એરિસ્ટોટલ પણ તેને ઓળખવામાં ગોથું ખાઇ ગયા હતા. તેને પ્રાણી તરીકે રાખવા કે છોડવા તરીકે રાખવા તે નક્કી ના થઇ શકાતા ઝૂ-ફાઇટ્સ નામની નવી કેટેગરી ઉભી કરાઇ હતી. એટલેકે પ્રાણી અને છોડવા એમ બંનેમાં તેનો સમાવેશ કરાયો હતો.

એનીમોનને પ્રાણીની કેટેગરીમાં પણ એટલા માટે સમાવાયા હતા કે તે ખુબ ધીરી મુવમેન્ટ કરે છે અને નજીકથી પસાર થતા શિકારને પકડી લે છે. રસપ્રદ વાત તો એ છે કે માનવ જાત જેવીજ તેમની નર્વસ સિસ્ટમ હોય છે. પરંતુ તેમની એનેટોમી (શરીર રચના)સાવ અલગ હોય છે.

એવીજ રીતે દરિયાઇ જીવ સી સ્પોન્જીસનું છે. તેના પર જોઇ શકાય એવા નાના છીદ્રો હોય છે. તેની ૫૦૦૦ જેટલી જાત છે. તે વિવિધ આકાર અને કલર ધારણ કરતા હોય છે. તેના શરીર માંથી પાણી આસાનીથી પસાર થતું જોઇ શકાય છે. તેને પ્રાણી કે છોડવાની કેટેગરીમાં મુકવા બાબતે લાંબો સમય વિવાદ ચાલતો હતો. અંતે પ્રાણી શાસ્ત્રીઓએ તેને પ્રાણી તરીકે જાહેર કર્યું હતું.

આવા અન્ય કેટલાક જીવોને જેવાં કે સી-લીલીને પણ પ્રાણી તરીકે ગણવામાં આવે છે. આવા જીવો દરિયાના પેટાળમાં ચોંટી રહેતા હતા પણ સંશોધન કરતા ખબર પડી હતી કે તે પણ શિકાર કરીને ખોરાક મેળવે છે.

આપણે જેને લીલ કહીએ છીએ તે એકવેટીક ઓર્ગેનિઝમ છે. તે વિવિધ કલરની હોય છે અને પાણી પર તરતી જોવામાં આવે છે. તે ફોટો સિન્થેસીસ પ્રોસેસમાંથી પસાર થઇ શકે છે. આમતે પ્લાંટ પણ કહી શકાય છે અને તે પ્રાણીની જેમ પણ વર્તે છે. સી વીડ્સને મેક્રો એલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન એલ્ગીને નોરસીવીડ કહે છે. જાપાનમાં સુસી તેમજ રાઇસ પર તેને વિંટાળીને આપવામાં આવે છે. રેડ એલ્ગીને પ્રોફાયરા કહે છે. તે પણ સુપ વગેરે બનાવવા માટે વપરાય છે.

કેટલાક દેશોમાં દ્યુસ નામના  બીવરેજીસ બનાવવા સી-વીડનો ઉપયોગ થાય છે. ટુથપેસ્ટ, કોસ્મેટીક્સ અને પેઇન્ટસમાં એક આઇટમ-ઘટક તરીકે ઉમેરવામાં આવે છે.

મશરુમ સામાન્ય રીતે પ્લાંટ તરીકે ઓળખાય છે. પરંતુ તે એક પ્રકારની ફંગસ છે. એટલેકે તેમાં યીસ્ટ અને મોલ્ડ (એક પ્રકારની ફંગસ)હોય છે. આમ તે છોડવા કરતાં પ્રાણી સાથે વધુ મળતી આવે છે. તે છોડવાની જેમ બીજી જગ્યાએ મુવ નથી કરતા પણ સાથે સાથે તે ફોટોસિન્થેસીસની પ્રક્રીયા પણ નથી કરતા.

તે કોઇ પ્રાણીનો શિકાર નથી કરતા પણ તેમની ઉપર પોતાનું અસ્તિત્વ ઉભું કરે છે. પ્રાણીઓના ઉત્ક્રાંતીવાદના સિધ્ધાતના પાયામાં પણ તે પ્રાણીઓની નજીકની જાતમાં સમાવેશ થાય છે. આમ હેમબર્ગર ખાવો એ પોર્ટાબેલો મશરુમ ખાવા બરાબર છે. જે પ્રાણીની નજીકની જાતનું છે.  કેટલાક મશરુમ સડી ગયેલી ચીજો પર ઉગે છે. બ્રેડ અને બીયર બનાવવામાં યીસ્ટ વપરાય છે.

૨૦૧૨માં વિજ્ઞાાનીઓએ વધુ એક કુદરતના ચમત્કારને જોયો હતો. લીલા કલરના એક જીવ તે નહોતો પ્લાંટ કે નહોતો પ્રાણીનો જીવ. તેને મેસોડીનીયમના નામે ઓળખવામાં આવ્યો હતો. તે દરીયાના પેટાળમાં જોવા મળે છે. તે રૂ ના બોલના આકારનું હોય છે. તેના શરીર પરના હજારો વાળના જોરે તે ઝડપથી ફરે છે અને પોતાના માટે ખાવા યોગ્ય પ્લાંટને  શોધી લે છે. આ પ્લાંટને ખાઇને તે પોતે પણ પ્લાંટમાં ફેરવાઇ જાય છે. ડેનમાર્કના દરિયામાં તે જોવા મળ્યું છે. પ્લાંટ ખાઇને પ્લાંટ બની જવાનું ચમત્કારીક લાગે છે.

પોતાના પેટમાં ક્લોરોફીલ ગ્રેન્યુલ્સ રાખીને તેના પર સુર્ય ઉર્જાથી એનર્જી પણ મેળવે છે. ફોટોસિન્થેસીસના કારણે મોસોડીનીયમ પ્લાંટ બની જાય છે. 

ભગવાને કોઇ પણ કોમ્બીનેશન અંગે વિચાર્યું નથી એમ કહી શકાય. આટલું વાંચ્યા પછી મારે મશરુમ ખાવું હશે તો હું ચોક્કસ વિચારીશ..

Tags :