પ્રાણીઓના હાડકાનો ભૂકો મેડિસિનમાં વપરાય છે..
સંવેદના - મેનકા ગાંધી
જીલેટીનના બદલે વેજીટેરીયન કેપ્સ્યુલના સંશોધનનો પ્રયાસ
હાડકામાં 12 ટકા જેટલી ચરબી હોય છે. ઘેટા, ઘોડા તેમજ અન્ય પશુઓના પગ ઉકાળીને તેમાંથી ઓઇલ બનાવવામાં આવે છે
જીલેટીનના કુલ ઉત્પાદન પૈકી 6.5 ટકા જેટલો ઉપયોગઃફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી કરે છે. મોટા ભાગે તેનો ઉપયોગ કેપસ્યુલના બહારના કવર માટે થાય છે
જ્યારે કોઇ પ્રાણીને તેના મીટ કે સ્કીન માટે મારી નાખવામાં આવે પછી તેના હાડકાનું શું થાય છે તેની ખબર છે? જ્યારથી લોકો સમજણા થયા છે ત્યારથી પ્રાણીઓની કતલ કરી રહ્યા છે અને એમ સમજી બેઠા છે કે પોતે કુદરતથી પણ મોટા છે. આદિ માનવો હાડકામાંથી અને લાકડામાંથી હથિયારો બનાવતા હતા. ઘોડા , ભેંસ અને હરણના જડબામાંથી પણ હથિયારો બનાવવમાં આવતા હતા. જડબાના દાંતના સૌર્દર્ય પ્રસાધન માટેના ઉપયોગમાં પણ લેવાતા હતા.
સેમસન (દેલ્હીલ ફેઇમ) માટે કહેવાય છે કે ગધેડા
જેવા જડબાના ચહેરાવાળા એકહજાર લોકોને મારી નાખ્યા હતા. પ્રાચિન સમયમાં હાડકાનો ભૂકો તે પછી ભલેે કાચબાની પીઠ હોય કે બળદના ખભાનો ભાગ હોય તે ચીન,જાપાન, કોરીયા, યુરોપ, આફ્રિકા અને નોર્થ અમેરિકામાં ધાર્મિક ક્રીયાઓમાં વપરાતા હતા. આજે પણ ગ્રીક અને સેરેેબીયન ખેડૂતો હાડકાના ભૂકાનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં કરે છે. પ્રાણીઓના ખભાનો ભાગ પાવડા બનાવવા માટે વપરાતો હતો. હંસ અને ગીધના હાડકામાંથી બનેલી ૩૦ હજાર વર્ષ જુની વાંસળી પણ સંશોધકોને મળી આવી છે.
હકીકત તો એ છે કે તમે જે કંઇ ખાવ છો અને જે કોસ્મેટીક્સ વાપરો છો તેમાં હાડકાનો ભૂકો જોવા મળે છે. પેરિસમાં ૧૩મી સદીમાં પશુઓના પગના ભાગના હાડકામાંથી બટન બનાવામાં આવતા હતા. બટન તેમજ ચપ્પુના હાથા ફ્રાન્સ તેમજ જર્મનીમાં બનાવવામાં આવે છે.
હાડકામાં ૧૨ ટકા જેટલી ચરબી હોય છે. ઘેટા,ઘોડા તેમજ અન્ય પશુઓના પગ ઉકાળીને તેમાંથી ઓઇલ બનાવવામાં આવે છે .
તેનો ઉપયોગ સુંવાળું ચામડું બનાવવામાં થાય છે. ગાયના પગના હાડકામાંથી બનાવેલ ઓઇલનો ઉપયોગ ઘડીયાળ અને ગન જેવી ડેલીકેટ મશીનરીમાં થાય છે. પ્રોફેશનલી તે તેના ઓઇલ તરીકે ઓળખાય છે.
હાડકાને ઉકાળવાથી ખુબ ખરાબ સ્મેલ આવે છે એટલે પ્રથમ તેને વરાળથી ટ્રીટમેન્ટ આપ્યા બાદ તેમાંથી ચરબી કાઢી નાખવામાં આવે છે. ચરબી કાઢવાની અન્ય એક પ્રોસેસમાં પેટ્રોેલીયમ કે બેન્ઝીનમાં તેને ઉકાળવામાં આવે છે. આમ કરવાથી જે ગ્રીસ મળે છે તે મિણબત્તી બનાવનારા એને વાપરે છે જ્યારે બ્લેક ગ્રીસ ડાઇસ અને પરફ્યુમમાં વપરાય છે.
ગ્લ્યુ બનાવનાર પણ તેનો ઉપયોગ કરે છે. હાડકાને ફરી ઉકાળવામાં આવે છે અને તેમાંથી ગ્લ્યુ કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને સલ્ફ્યુરસ એસિડ ગેસમાં પ્રોસેસ કરાય છે. ત્યારબાદ તેમાંથી જેલી બને છે.
આ જેલીનો ઉપયોગ ઝવેરાત તેમજ ફર્નીચર બનાવવામાં વપરાય છે. પેપર તેમજ બુક બાઇન્ડીંગ, ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. ફીનીશીંગ યાર્ન, દોરડા વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.
હાડકામાંથી જે જીલેટીન બનાવવામાં આવે છે તે હાડકાને પ્રથમ હાઇડ્રોલીક એસિડમાં ડૂબાડવામાં આવે છે પછી તેને ગરમ પાણી અને વરાળમાંથી પસાર કરવામાં આવે છે.ફોટોગ્રાફીક ઇમલ્સન તરીકે તે વપરાય છે.કેટલાક ફૂડને જેલી જેવી સ્વીટ્સમાં તે વપરાય છે. આઇસક્રીમ, દહીં અને અન્ય ફ્રોજન ડેઝર્ટસ તેમજ સિલ્ક, સિલ્ક પ્રિન્ટીંગ વગેરેમાં વપરાય છે. સૌથી વધુ ઉપયોગ મેડીસીનની કેપ્સ્યુલ બનાવવા માટે થાય છે જે ગળવા માટે હું તૈયાર નથી હોતી. છેલ્લા ૨૦ વર્ષથી હું તેને વેજેટેરીયન બનાવવા માટે પ્રયાસ કરું છું.
જીલેટીનના કુલ ઉત્પાદન પૈકી ૬.૫ ટકા જેટલો ઉપયોગ ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી કરે છે. મોટા ભાગે તેનો ઉપયોગ કેપસ્યુલના બહારના કવર માટે થાય છે. મેડીકેટેડ ટેબ્લેટલ અને પેસ્ટાઇલ બનાવવા જીલેટીનનો ઉપયોગ થાય છે. અતિશય ફુલેલી નસ ને રાહત આપવા લગાડાતું ક્રીમ બનાવવા માટે પણ જીલેટીન વપરાય ્છે. અકસ્માતના કિસ્સામાં લોહી નસોમાં ગંઠાઇ જાય એવી સ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્લાઝમામાં પણ તે વપરાય છે.
સર્જરી માટે ઉપયોગમાં લેવાતા રૂ ના પૂમડાં બવાવવા માટે પણ તે વપરાય છે. આવા પૂમડાં ધા પર સીધા લગાવવાથી એન્ટીબાયોટીક્સનું કામ પણ આપે છે.હવાના સંપર્કમાં આવ્યા વિનાના બળેલા હાડકાને એનીમલ ચારકોલ કહે છે.
ખાતર બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ડોગ ફુડ બનાવવા માટે પણ તે વપરાય છે. બળેલા હાડકામાંથી બનેલો ચારકોલ છીદ્રોેવાળો હોય છે. ખાંડ ઉદ્યોગ તેનો ઉપયોગ ખાંડનો કલર બદલવા માટે કરે છે તેમજ રીફાઇનીંગ માટે વાપરે છે.
તાજા હાડકામાંથી જે બાળીને જે બોન એશ તૈયાર કરવામાં આવે છે તે બોન ચાઇના બનાવવા માટે વપરાય છે. સલ્ફ્યુરીક એસિડ અને ફોેસ્ફરીક એસિડ સાથે તેને ટ્રીટ કરતા તેમાંથી બેકીંગ પાવડર જેવો પાવડર બને છે.
ચીન કોઇ પણ મટીરીયલને પાવડર બનાવીને તેનો ઉપયાગ મેડીસીન બનાવવા માટે કરે છે. હવે તે એવું પ્લાસ્ટીક બનાવાયું છે કે જેનો ઉપયોગ શરીર ના પાર્ટસ બનાવવા માટે કરવામાં આવે છે. ઘૂંટણ માટેના રીપ્લેસમેન્ટ મટીરીયલનું પ્લાસ્ટીક પણ શોધાયું છે.
તમારામાં તમારી પોતાનીવસ્તુ જતી રહે છે ત્યારે તેની જગ્યાએ વપરાતી બીજી વસ્તુઓ કેટલી બધી છ ેતે પણ વિચારવું જોઇએ.
વિચારો કેે તમે જે લાઇફ જીવો છે તેની પાછળ પ્રાણીઓમાંથી બનેલી ચીજોનો ઉપયોગ થાય છે.ટૂંંકમાં કોઇ પ્રાણીને મારીને તેની ચીજો ઉપયોગમાં લેવાય છે. એટલેજ જ્યારેે માનવજાત દુખી દેખાય છે ત્યારે બહુ આશ્ચર્ય નથી થતું.