Get The App

એરગનથી અબોલ જીવોને સફાયો થાય છે

સંવેદના- મેનકા ગાંધી

માણસ માટે માત્ર મનોરંજન: પેલેટ્સથી પશુ-પક્ષીઓને ટાર્ગેટ બનાવાય છે

Updated: Feb 24th, 2019

GS TEAM

Google News
Google News
એરગનથી અબોલ જીવોને સફાયો થાય છે 1 - image


પેટ ડોગના માલિકને ખબર પણ નથી પડતી કે તેેના ડોગને શું થયું છે. તે પોતાના ડોગને નજીકના શેલ્ટર હોમમાં મરવા માટે છોડી જાય છે

રમકડાની કોઇપણ દુકાન આવી  એરગન કે એર પાવર્ડ વેપન રાખી નહીં શકે. જ્યારે કોઇ વિસ્તારમાં એરગનથી પ્રાણી પરની ઇજા  નજરમાં આવે તો ડીલર ના ચોપડા પરથી કોની પાસે એરગન છે તે જાણી શકાશે

આપણને એવું સમજાવામાં આવ્યું છે કે પેલેટ્સના ઘા થી કોઇ મરતું નથી એટલે આપણે પણ એમ સમજી બેઠા છીએ કે હુલ્લડોમાં તોફાનીઓ સામે પેલેટ્સ વપરાય તેમાં કશું ખોટું નથી. ઘણા લોકોને મોંઢાના ભાગે પેલેટ્સના અનેક ઘાના કારણે દવાખાનામાં લઇ જવાય છે.

એર કે પેલેટ ગન વિશે હું આ પહેલી વાર નથી લખતી કેમકે ૯૦ ના દાયકાથી મેં એરગન કે પેલેટગન સામે ઝુંબેશ ચલાવી છે અને તેના પર પ્રતિબંધ માટે મેં કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. એરગનનો બિઝનેસ ચલાવતા લોકોએ કેસને ટલ્લે ચઢાવવાનો અનેક વાર પ્રયાસ કર્યો હોવા છતાં હું જીતી ગઇ હતી. 

પ્રથમ તો મેં ગૃહ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી કોઇ ખાસ પ્રતિભાવ ના મળતાં મેં મારા વાતના સમર્થનમાં અખબારોમાં લેખો લખવાનું શરુ કર્યું હતું. એરગનના ઉધ્યોગો જો કે અંતે કેસ હારી ગયા હતા પણ તેમ કરતાં દશ વર્ષ લાગ્યા હતા. ત્યાર પછી એરગન બનાવનારાઓએ સેફ્ટીની વાતો કરવી શરુ કરી હતી જોકે અમે તો તેની સામે પણ લડત આપી હતી.

૩૦ વર્ષ પહેલાં જ્યારે  પેલેટ્સથી ઇજા પામેલા પક્ષીઓ અને ખિસકોલીઓ મારી હોસ્પિટલમાં આવતા થયા ત્યારે મેં તે અંગે વધુ અભ્યાસ કરવો શરુ કર્યો હતો. પેલેટ્સથી ઇજા પામેલા પક્ષીઓ પૈકી અમે માંડ દશ ટકાને બચાવી શકતા હતા. નાનકડા પક્ષીઓને જ્યારે પેલેટ્સથી ઇજાગ્રસ્ત હાલતમાં લવાતા હતા ત્યારે તે સાવ બેભાન હાલતમાં હોય છે અને તેમના ઘામાં પ્રસરેલું ગેંગરીન આખા શરીરમાં ફેલાઇ ગયું હોય છે. 

આ પક્ષીઓને રમૂજ ખાતર મારવામાં આવે છે. જે સંતાનોના પેરેન્ટસ એરગનને રમકડા તરીકે અપાવી શકવામાં અસમર્થ હોય છે તેવા લોકો પેલેટ ગન વાપરે છે. પેલેટ ગન એ રમકડાની ગન નથી હોતી પણ તે રીયલ ગન હોય છે જેમાં બુલેટના બદલે પેલેટ્સ વપરાય છે. જો કે તેને ફોર્સ એક સરખો હોઇ તે ઇજા પહોંચાડી શકે છે. કોઇ બાળક પોતાના ઘરમાં કે પથ્થર પર એરગન નથી વાપરતો.

તે હંમેશા જીવતી વસ્તુઓ પર તેનો ઉપયોગ કરે છે. ક્યાંતો બાળક તેના ઘર પાસેથી પસાર થતા લોકો પર તેનો ઉપયોગ કરી ને સંતાઇ જાય છે કે નાના પ્રાણીઓ કે પક્ષીઓ પર તેનો ઉપયોગ કરે છે. કોઇ પોતાના પાળેલા કૂતરા પર એર ગન નથી ચલાવતું. પેરાકીટ્સ,કાગડો, કાબર, ખિસકોલી, વાંદરા કે, બિલાડીઓ પર નિશાન તાંકવામાં આવે છે. ટૂંકમાં સામનો ના કરી શકે એવા જીવોને ટારગેટ બનાવાતા હોય છે. 

વારંવાર એવું બને છે કે કોઇ નાનું પક્ષી ભોંય પર કણસતું પડે છે અને કોઇ તેને અમારે ત્યાં સારવાર માટે લઇ આવે છે. જેના હાડકાનું ફ્રેકચર થયું હોય છે તે પૈકી કેટલાક પક્ષી બચી જાય છે. બિલાડીઓના શરીરમાં અંદર ફસાઇ જતી પેલેટ બહાર નિકળી શકતી નથી. કેટલીક વાર પેલેટ તેના આંતરડાને ચીરી નાખે છે એટલે તે ધીરે ધીરે કણસીને મોતને ભેટે છે. જો તેના માથાના ભાગમાં પેલેટ વાગે છે તો તે કોમામાં સરકી જાય છે.

ઇંગલેન્ડમાં પ્રાણીઓ પર પેલેટથી થતા હુમલા સમર વેકેશનમાં વધુ થાય છે કેમકે ત્યારે બાળકો પાસે કોઇ કામ નથી હોતું. ૨૦૧૧ના સમરમાં ઇંગલેન્ડમાં એરગનથી પક્ષીઓને થતી ઇજાની ૫૬૭ ફરીયાદો  મળી હતી, સમર વેકેશનમાં આ ફરીયાદો બમણી થઇ જાય છે. એરગનનું નિશાન બિલાડી પર વધુ લગાવાય છે. એવીજ રીતે ડોગ, પક્ષીઓ અને અન્ય જંગલી જાનવરોને પણ શિકાર બનાવાય છે.

પક્ષીઓ પર એરગનથી હુમલા મોટા પ્રમાણમાં થાય છે. જેટલા નોંધાય છે તેના કરતાં બમણા નહીં નોંધાએલા હોય છે. પેટ ડોગના માલિકને ખબર પણ નથી પડતી કે તેેના ડોગને શું થયું છે. તે પોતાના ડોગને નજીકના શેલ્ટર હોમમાં મરવા માટે છોડી જાય છે.  જો કે આવી ઘટનાઓ તો સામાન્ય છે અને આ તો  માત્ર ઉપર છલ્લી વાત છે પરંતુ હકીકતતો એ છે કે અગણ્ય હુમલા થાય છે. 

આવા હુમલા દરેક વર્ષે વધી રહયા છે.  આધુનિક એરગનનો પાવર એટલેકે ગોળી છૂટવાનો ફોર્સ સખ્ત હોય છે જેથી પેલેટ્સ શરીરમાં અટકતી નથી પણ હાડકાનું કચુંબર બનાવીને બહાર નીકળી જાય છે. નવી એરગનથી  થતી ઇજાની સારવાર માટે વેટરનરી ડોક્ટોરોને ઘણી તકલીફો પડે છે.

૧૯૯૦ના દાયકામાં એરગનથી ઇજા પામેલા પૈકી ૧૧ટકાને બચાવી શકાતા હતા પણ હવે તો અડધોઅડધ પક્ષીઓ મોતને ભેટતા હોય છે. કેટલીક પેલેટ્સ તેના શરીરમાં સ્પાઇનની નજીકથી નીકળી જતી હોય છે તેના કારણે તે પેરેલાઇસીસનો ભોગ બને છે. કેટલાક ઉંમરલાયક ઇજાગ્રસ્તોમાં ઓપરેશન શક્ય નથી હોતું એટલે તે કણસીને મોતને ભેટે છે.

૨૦૧૨માં ગ્રેટ બ્રિટનમાં આવેલા નવા કાયદા પ્રમાણે ૧૮ વર્ષની નીચેના કોઇએ એર ગન રાખવી નહીં તેમછતાં જો તેમની પાસેથી મળશેે તો ૧૦૦૦ પાઉન્ડનો દંડ થશે. આ કાયદાથી તેનો વપરાશ ઘટયો હતો પણ હવે ત્યાંના વેટરનરી ડોક્ટરો આ કાયદામાં ફેરફાર ઇચ્છે છે. આ એરગન જેવા એરવેપન્સ પર પ્રતિબંધ ઇચ્છે છે. 

સ્કોટલેન્ડમાં પરવાના વિના છૂટથી એરગન મળે છે ત્યાં એરગન વેચતી કંપનીઓ ઇંગલેન્ડમાં એવો પ્રચાર કરે છે કે એરગનની ખરીદી પર કોઇ પ્રતિબંધ ના હોવા જોઇએ. પોતાનું વેચાણ વધારવા તે લોબીંગ કરે છે. અમેરિકાના કાયદા અનુસાર કોઈ એરગનનો ઉપયોગ પ્રાણીઓ પર ના કરી શકે. શહેરમાં પેલેટગન જેવી એર પાવર્ડ વેપન વાપરી ના શકાય.

જ્યારે ૨૦૧૪માં અમારી સરકાર રચાઇ ત્યારે સરકારે શસ્ત્રો પરના કાયદામાં પરિવર્તન લાવવા ગૃહમંત્રાલયે તૈયારી કરી હતી. તેમને પુરતા દસ્તાવેજો પુરા પડાયા હતા. જોકે ભૂતપૂર્વ મહારાજાઓના નેતૃત્વ વાળા રાઇફલ એેસોસીએશનો અને એરગન ઉધ્યોગે તેમજ કેટલાક જાણીતા શિકારીઓેએ સરકાર સાથે તો ઠીક પણ મારી સાથે પણ લોબીંગ કર્યું હતું કે એર ગન પર કોઇ પ્રતિબંધ ના મુકવો જોઇએ કેમકે તે તો એક પ્રકારની સ્પોર્ટ છે.

જોકે મને એ વાતની ખુશી છે કે ઓગષ્ટમાં સંસદમાં શસ્ત્રો પરના કાયદામાં પરિવર્તનનું બીલ મુકાયું છે. તેમાં સેક્શન ૮૪માં એવો ઉલ્લેખ છે કે પીંટબોલ મેકર્સ કે ગન મેકર્સે કેલીબર કે બોર બનાવવા હોય ખરીદવા હોય કે વેચવા હોય કે રાખવા હોય તો લાયસન્સ ફરજીયાત છે. શસ્ત્રના માન્ય ડીલરો પાસેથીજ તેની ખરીદી થઇ શકશે. જે લોકો તેને ખરીદવા ઇચ્છતા હશે તેમણે પોતાની ઓળખ તેમજ રહેઠાણનો પુરાવો આપવો પડશે. ડીલરે તેના વેચાણનું રજીસ્ટર રાખવું પડશે.

રમકડાની કોઇપણ દુકાન આવી  એરગન કે એર પાવર્ડ વેપન રાખી નહીં શકે. જ્યારે કોઇ વિસ્તારમાં એરગનથી પ્રાણી પરની ઇજા  નજરમાં આવે તો ડીલર ના ચોપડા પરથી વિસ્તરતાં કોની પાસે એરગન છે તે જાણી શકાશે. અંતે આપણે એટલું સમજી શક્યા છીએ કે આવા જીવલેણ રમકડાંથી મૂંગા પ્રાણીઓનો ભોગ લેવાય છે. આવા રમકડાનાં શોખીન બાળકો અને તેમના અબૂધ પેરેન્ટસ કદાચ માનવ જાત માટે પણ જોખમી બની શકે છે. 

જો તમારી આસપાસની કોઇ દુકાનમાં એરગન મળતી હોય તો મને જાણ કરજો..

Tags :