Get The App

પ્રાણીઓમાં ભ્રમણા ઉભી કરવાની અનોખી શક્તિ

સંવેદના - મેનકા ગાંધી

પ્રાણીઓ પોતાનો દેખાવ, સુગંધ અને પોતાનું વર્તન પણ બદલી શકે છે

Updated: Dec 23rd, 2018

GS TEAM

Google News
Google News
પ્રાણીઓમાં ભ્રમણા ઉભી કરવાની અનોખી શક્તિ 1 - image


કટલ ફીશ તો અદ્દભૂત છે. તેની સામે જોતા બે જણા માટે તે વિવિધ પોઝમાં પરિવર્તન કરી શકે છે. જ્યારે ફીમેલ એક મેલ સાથે મેટીંગમાં વ્યસ્ત હોય તો પણ બીજા મેલને આકર્ષવા તે કલર બદલી શકે છે.

પ્રાણીઓમાં ભ્રમણા ઉભી કરી શકે એવા ખાંટુ આર્ટીસ્ટ હોય છે. આપણને ભલે તે મીમીક્રી જેવું લાગે પણ હકીકત એ છે કે તે માત્ર અવાજ નહીં પણ પોતાનો દેખાવ, સુગંધ અને પોતાનું વર્તન પણ બદલી શકે છે. ( ઉદાહરણ તરીકે રેડ મીલ્ક પ્રકારનો સ્નેક જોખમી નથી હોતો છતાં તે  ઝેરી કોરલ સ્નેકની જેમ પોતાનો દેખાવ બદલી શકે છે.)

કેટલાક પ્રાણીઓ ખોરાક મેળવવા કે પોતાની જાતને બચાવવા તે સામા વાળા સાથેની સ્પર્ધા જીતવા શરીર પરની છાપ, મૃત્યુનો ડોળ, ઇજાગ્રસ્ત દર્શાવવાનો આઇડયા કે હુમલો કરવાનો પોઝ બનાવે છે. જોખમી ના હોય એવા જંતુ જરુર પડે  પોતે ખતરનાર છે એવો પોઝ ધારણ કરી લે છે.

કેટલાક પક્ષીઓ પોતાના નિર્દોષ અને સામનો ના કરી શકે ઓવા બચ્ચાંઓને હુલાખરોથી બચાવવા પોતાની પાંખો એવી રીતે લબડાવે છે જેથી હુમલાખોર તેની પાછળ ભાગે છે. આમ બચ્ચાંને બચાવી શકાય છે.

કેટલાક જીવાણુને ખાવા જ્યારે ચામાચીડીયા ત્રાટકે છે ત્યારે અલ્ટ્રાસાઉન્ડ પ્રકારનો અવાજ કાઢે છે જો કે સામા છેડે જીવાણુ વાઘ જેવો અવાજ કાઢે છે એટલે ચામાચીડીયું શિકાર કર્યા વગર ભાગી જાય છે. દક્ષિણ આફ્રીકામાં જોવા મળતો બે મોઢાવાળા સાપમાં પૂંછડી કઇ જગ્યાએ છે તે શોધવી મુશ્કેલ બની જાય છે. તે બંન્ને દિશામાં ચાલી શકે છે. હુમલાખોર ક્યાંથી હુમલો કરવો તે સમજી શકતો નથી અને મૂંઝાઇ જાય છે. 

ધણાં પ્રાણીઓ હુમલાખોરોથી બચવા પોતાનો રંગ બદલી શકે છે. યુરોપ્લેટ્સ ગીકોસ( લાંબી પીંછા જેવી પૂંછડી ધરાવતા આ પક્ષી મડાગાસ્કરમાં જોવા મળે છે) અદ્રશ્ય થઇ શકે છે. કેટી ડીડ્સ પ્રકારનું પક્ષી ઝાડની છાલ, સૂકાયેલા પાંદડા, લીલા પાંદડા જેવો કલર પોતાના શરીર પર લાવી શકે છે. તે પક્ષીઓની અગાર જેવો કલર પણ લાવી શકે છે. કાચીંડાની વિવિધ જાતો હોય છે તે સમય પ્રમાણે કલર બદલી શકે છે. તે પીંક, ઓરેન્જ, રેડ, બ્લેક, બ્રાઉન, લાઇટ બ્લ્યુ જેવા કલરના બની શકે છે.

કેટલાક ઓક્ટોપસ તેમની ઉપરનો કલર તેમજ તેમના મસલ્સનો કલર બદલી શકે છે. કલર બદલાયા બાદ હુમલાખોર તેને ઓળખી શકતા નથી અને શિકારને પડતો મુકે છે. ઓક્ટોપસની આ મિમિક્રીના કારણે તે હુમલાખોરને જોખમી લાગવા લાગે છે. તે લાયન ફીશ જેવા લાગતા હોઇ હુમલાખોર ભાગી જાય છે.

અનેક પ્રાણીઓ જેવાકે ગરોળી, પક્ષીઓ, ઉંદર, શાર્ક વગેરે મરી ગયા હોય એવો ડોળ કરે છે તેથી હુમલાખોર તેમને સૂંઘીને જતો રહે છે. આ એવા હુમલાખોર હોય છે કે જે જીવતા પ્રાણીઓનેજ ખાતા હોય છે. 

કેટલાક કરોળીયાની જાતમાં સંવનન પછી ફીમેલ પોતાના પાર્ટનર મેલ કરોળીયાને ખાઇ જાય છે એટલે મેલ કરોળીયા મેટીંગ પછી પોતે મરી ગયો હોવાનો ડોળ કરીને ફીમેલને છેતરીને પોતાનું જીવન બચાવી લે છે.

કટલ ફીશ તો અદ્દભૂત છે. તેની સામે જોતા બે જણા માટે તે વિવિધ પોઝમાં પરિવર્તન કરી શકે છે. આતે એકજ સમયે કરી શકે છે. જ્યારે ફીમેલ એક મેલ સાથે મેટીંગમાં વ્યસ્ત હોય તો પણ બીજા મેલને આકર્ષવા તે કલર બદલી શકે છે.

ફામેલ માર્શ હેરીયર એક એવા મેલને આકર્ષે છે કે જે તેના માટે ખોરાક લઇ આવે. પછી આ ખોરાક તે પોતાના બચ્ચાં માટે લઇ જાય છે. આ બચ્ચાંની જાળવણી બીજા મેલને સોંપી હોય છે. રેવન્સ તેનો ખારાક કેચીસ માં છૂપાવી દે છે, તે વારંવાર આ કેચીસનો કલર બદલી નાખે છે જેથી કોઇ તેનેે શોધી ના શકે.

વાંદરાઓ તો ભ્રમણા ફેલાવવામાં માસ્ટર હોય છે. તેના માટે ચિમ્પાન્ઝી ઉત્તમ ઉદાહરણ છે. તે પોતાના દુશ્મનને પાછળથી મોટો અવાજ કરીને ભડકાવી દે છે. ચિમ્પાન્ઝીની ખાસીયત એ હોય છે કે પોતાના ડર પર કાબુ મેળવવા તે હોઠને આધા પાછા ફેરવ્યા કરે છે. ત્યારબાદ તે દુશ્મનની દિશામાં મોં ફેરવે છે. તે દરમ્યાન તેણે કોન્ફીડન્સ ઉભો કરી દીધો હોય છે.

અન્ય એક પ્રયોગમાં ચિમ્પાન્ઝીના એક ટોળામાં માત્ર એકને ખોરાક ક્યાં સંતાડયો છે તેની ખબર હોય છે. અહીં આપણ તેને બીલી નામ આપીએ. આ બીલી પોતાના ગૃ્રપને ખોરાક સુધી લઇ જવા માંગે છે પણ બીજો એક વાંદરો નામે રોક આ ખોરાક કોઇને આપવા તૈયાર નથી એટલે બીલી ખોરાકની જગ્યા પર બેસી જાય છે.  

રોક દુરથી આવતો જોઇને બીલી ખોરાક ખાવાનો ડોળ કરે છે . કેટલાક પ્રયોગમાં ખોરાકની જગ્યાથી દુર રહીને બીલી તેની ચોકી કરે છે. સામે છેડે રોક પણ જાણે કશું જાણતો નથી એમ વર્તે છે અને બીલી જેવી બેધ્યાન થાય છે કે તરતજ ખોરાક પર ત્રાટકે છે.

બબૂન પ્રકારના વાનર એડલ્ટ મેલથી બચવા એવી એક્ટીંગ કરે છે કે તેણે સામે કોઇ હુમલાખોર જોયો હોય.આ સ્થિતિ જોઇને એડલ્ટ વાનર ત્યાંથી ભાગી જાય છે. વાનરના નાના પ્રકારની ટેકનીક અલગ હોય છે.

જ્યારે તે કોઇ ખોરાક ખાતા હોય ત્યારે કોઇ હુમલાખોર આવે તો આખું ઝુંડ ભાગતું નથી, ચાર-પાંચ આસપાસ છુપાઇ જાય છે તે ફુડખાઇને બીજું સાથીઓ માટે રાખી મુકે છે. આ વાનરો પૈકી એક હુમલાખોર કેટલે દુર છે તે બતાવવા તેનો સાયરન જેવો અવાજ કાઢે છે.

એલ્કન બ્લ્યૂ જાતિનું બટર ફ્લાય પોતાની વોમીટ મારફતે કેટરપીલર છોડી દે છે . આજુબાજુના તેના સાથીઓને આવા સંકેત આપીને મૂર્ખ બનાવે છે કે તે તેમના કરતાં થોડું મોટું છે. આ સંકેત મળતાં તેની જાતના બીજા તેનું લાલન પાલન કરે છે.

તે જાણે બધાની રાણી હોય એમ સરભરા પણ કરે છે.  પરંતુ કેટરપીલર મોટું થઇને પતંગીઆમાં પરિણમતાંજ તરત તેના પર હુમલો થાય તે પહેલાંજ ઉડી જાય છે.

ઓસ્ટ્રેેલીયન સ્પાઇડર કે જેની સ્મેલ અને વર્તન કીડી જેવું હોય છે આ લોકો કીડીઓ સાથે એવા હળીમળી ગયા હોય છે કે કીડીઓ તેને પોાતાના દરમાં રહેવા દે છે. ત્યાર બાદ કરોળીઆ પોતાની ફ્રેન્ડ એવી કીડીઓની જયાફત ઉડાવે છે. જો કે તે બધી કીડીઓ નથી ખાતી પણ પોતાને ભૂખ લાગે તો ઝાપટી પણ જાય છે.

જાયન્ટ જીઓમીટર પ્રકારનો કીડો જે પણ પ્લાન્ટ ખાય છે તે પ્લાન્ટની છાલ પ્રમાણે રંગ બદલીનાખે છે. તે એવી સ્મેલ છોડે છે કે ભૂખી કીડીઓ પણ તેનો શિકાર કરતી નથી.

હર્લીક્વીન ફીશ દરિયાના પોચા પથરામાં રહે છે.તે પોલાણાં રહેતા જીવોને સુગંધના પગલે શિકાર કરે છે. સામે છેડે અન્ય જીવો પણ પોતાની સુગંધ બદલીને ભાગે છે. જો કે આ વાત માત્ર પોતાના શિકાર માટે નથી પણ અસ્તિત્વ માટે પણ હોય છે.

કેટલાક એશીયન કોર્ન બોરર્સ પ્રાકારના જીવો ફીમેલને ડરતી રાખવા વિવિધ અવાજો કાઢ્યા કરે છે અને જેવો ચાન્સ મળે છે કે મેટીંગ શરુ કરી દે છે. આવા મેલ આસાનીથી ફીમેલને પટાવી શકતા નથી એટલે આવી ટ્રીક્સ આજમાવે છે.

Tags :