સંવેદના - મેનકા ગાંધી
યુધ્ધમાં પશુ-પક્ષીઓનો ઉપયોગ; લાખો અબોલ જીવોના મોત
કેટલાક આઇડિયા આડે-ધડ હોય છે: પશુ-પક્ષી મરે એની લશ્કરને કોઈ ચિંતા નથી હોતી
ઓપરેશન એકોસ્ટીક કિટીમાં બિલાડીનો ઉપયોગ થયો હતો: ૧૫ મિલિયન ડોલર ખર્ચ્યા પછી પ્રોજેક્ટ પડતો મૂકવો પડયો હતો
૨૦૦૭માં ઇરાનના સત્તાવાળાઓએ ૧૪ ખિસકોલી પકડી હતી જેમનામાં જાસૂસી કરવાના ડીવાઈસ મળ્યા હતા : બે કબૂતરોને યુધ્ધના કેદીઓની જેમ રખાયા હતા
પોતાની સુરક્ષા માટે તેમજ હુમલા માટે લશ્કર પ્રાણીઓનો છુટથી ઉપયોગ કરે છે. તમામ દેશના લશ્કરને યુધ્ધમાં પ્રાણીઓ વાપરવાની છૂટ હોય છે. પ્રાણીઓનો યુધ્ધમાં કેવી રીતે ઉપયોગ કરવો એ લશ્કરના લોકો સતત વિચારતા રહે છે. શિક્ષણ, સામાજીક કામો કે આરોગ્ય ક્ષેત્ર કરતાં પણ વધુ બજેટ લશ્કરને ફાળવવામાં આવે છે. આ બજેટનું શું થાય છે એવો પ્રશ્ન પણ કોઇને પૂછવા દેવાતો નથી.
બજેટની મોટી રકમ આ ક્ષેત્રને મળતા તે નવા પ્રયોગો કર્યા છે. તેમના કેટલાક પ્રયોગો પાયા વીનાના હોય છે કે તેમાં કેટલા પૈસા ખર્ચાયા છે તે પણ જાણી શકાતું નથી. મને યાદ છે કે ૭૦ના દાયકામાં લશ્કરે લડાખમાં ઘણા નાણા ખર્ચીને ખેતી કરી હતી. જેમાં એક ફૂટ લાંબા ગાજર અને ભારે વજનના તડબૂચ ઉગાડવામાં આવ્યા હતા. તડબૂચ એટલા મોટા હતા કે લઇ જવા ગાડાનો ઉપયોગ કરાતો હતો.
જો કે જ્યારે પ્રાણીની વાત આવે ત્યારે આપણે વધુ સજાગ રહેવું પડે છે. લશ્કર પોતાના ઉપયોગ માટે લાખો પ્રાણીઓનો ઉપયોગ કરે છે અને જ્યારે તે નકામા બને છે ત્યારે તેમને તરછોડી દે છે. અહીં કેટલાક દાખલા આપ્યા છે. સદીઓ પહેલાં હાથીઓથી બચવા રોમન લશ્કર આગળ ભૂંડો રાખતા હતા. વર્તમાન સમયની વાત કરીએ તો મધમાખીમાં સૂંઘવાની કુદરતી શક્તિ રહેલી છે.
બોમ્બમાં રહેલા તત્ત્વો સૂંઘવાની તેમને તાલિમ અપાય છે. આ તાલિમ આપવા મધમાખીઓને એક બોક્સમાં ભરવામાં આવે છે. તેમાંથી તેમને એક ટયુબ વાટે આગળ મોકલાય છે. ટયુબના આગળના ભાગમાં સતત હવા છોડાય ને પછી આગળ બોમ્બની તત્ત્વોની વાસ છોડવામાં આવે છે. આમ ટયુબના આગળના ભાગમાંથી આવતી ગંધ મધમાખી ઓળખતી થાય છે.
મધમાખીને જોડેલો કેમેરો બધી નોંધ રાખે છે. જ્યારે મધમાખી પાંખો ફફડાવે છે ત્યારે સત્તાવાળાઓને એલર્ટ રહેવાનું સિગ્નલ મળી જાય છે કેમ કે પાંખોમાંનું સોફ્ટવેર ભયનો સંકેત આપે છે. મધમાખી જે શંકાસ્પદ ચીજ સુંઘે છે તેને પાંખો દ્વારા પ્રત્યાઘાત આપે છે.
૭૦ના દાયકામાં ઇઝરાયલે તેલ એવીવ એરપોર્ટના સિક્યોરીટી ચેક પર GERBI ના પાંજરા રાખ્યા હતા. સિક્યોરીટી એક વખતે આવનાર પ્રવાસી છે કે ત્રાસવાદી છે તે શોધી શકાતું હતું. જો કે ઇઝરાયલને ખબર પડી કે ત્રાસવાદીને ઓળખવામાં આ પક્ષીથી સફળતા નથી મળતી એટલે તેમને છોડી મુક્યા હતા. પરંતુ લાંબા સમયથી પાંજરામાં પુરાયેલા પક્ષીઓને ઉડતા પણ ડર લાગતો હતો.
અમેરિકાના ડીફેન્સ ડીપાર્ટમેન્ટે હાઈબ્રીડ ઇન્સેક્ટ (જીવાણુ)નો પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. આ જીવાણુના જન્મ સમયે જ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ માટે ડીવાઈસ ગોઠવાય છે. જીવાણુ મોટું થાય એટલે ડીવાઇસની આસપાસ મસલ્સ આવી જાય છે. આ જીવાણુઓ માહિતી મેળવવામાં કામ લાગે છે. ઉદાહરણ તરીકે તીતીઘોડામાં માઇક્રોફોન રાખીને તેની કામગીરી રેકોર્ડ થઇ શકે છે. કેમીકલ એટેક વખતે પણ ગેસસેન્સરનો સંકેત આપી શકે છે.
૬૦ના દાયકામાં અમેરિકાએ ઓપરેશન એકોસ્ટીક કીટીના એક ભાગરૃપે બિલાડીનો ઉપયોગ કરવાનું શરૃ કર્યું હતું. તેનામાં માઈક્રોફોન અને બેટરી લગાવાઈ હોય છે. તેની પૂંછડી એન્ટેના તરીકે કામ કરે છે. પાંચ વર્ષના પ્રયોગ બાદ અને કેટલીક સર્જરી તેમજ સખત તાલીમ અપાઈ હતી. આ પ્રોજેક્ટ પાછળ ૧૫મીલીયન ડોલર ખર્ચાયા હતા. જો કે આ બિલાડીને જ્યારે પ્રથમવાર ટેસ્ટીંગ માટે રોડ પર ઉતારાઈ ત્યારે માર્ગ પરથી એક વાન સાથે અથડાયા બાદ ટેક્ષી સાથે અથડાઈ હતી. ૧૯૬૭માં ઓપરેશન એકોસ્ટીક કીટીને ફ્લોપ જાહેર કરીને પડતું મુકાયું હતું. ૨૦૦૭માં ઇરાનના સત્તાવાળાઓએ ૧૪ ખિસકોલીઓને પકડી હતી જેમનામાં જાસુસીના ઉપકરણો ફીટ કરેલા હતા.
વિશ્વયુધ્ધના અંતિમ ચરણમાં વિમાની દળો પાંજરામાં ચામાચીડીયા ભરીને લાવતા હતા. તે બોંબના આકારના હોઈ તેમના ઉપરથી દોરી વીંટાળીને ફેંકતા હતા. ચામાચીડીયા દોરીમાંથી છટકીને જાપાનમા ઘૂસી જતા હતા જ્યાં તેમના શરીર પર ગોઠવેલા બોંબ ફાટતા હતા. ૧૯૪૦ના દાયકાની શરૃઆતમાં અમેરિકાએ 'બેટ બોંબ' તૈયાર કર્યા હતા. જો કે તેનો પ્રથમ ટેસ્ટ ફેલ ગયો હતો કેમ કે બેટ (ચામાચીડીયું) એરફોર્સની પટ્ટી પર સળગી ગયું હતું. તેમ છતાં અમેરિકી લશ્કર આવા ૬૦૦૦ પક્ષીઓનો પ્રયોગ માટે ઉપયોગ કર્યો હતો. અમેરિકાના નૌકાદળે આ પક્ષીઓ પરના પ્રયોગ પાછળ બે મીલીયન ડોલર ખર્ચ્યા પછી પ્રોજેક્ટ પડતો મુક્યો હતો. આ પ્રોજેક્ટ ૧૯૪૪માં રદ્દ કરાયો હતો.
કુવૈતી ફિલ્ડ ચીકન નામના ઓપરેશન હેઠળ ખાડી યુધ્ધ દરમ્યાન મરઘીનો ઉપયોગ શરૃ થયો હતો. ઝેરી ગેસ શોધવામાં તેનો ઉપયોગ કરાયો હતો. પોટ્રી કેમીકલ કન્ફર્મેશન ડીવાઇસ મરઘીમાં લગાવાતું હતું. ૪૩માંથી ૪૧ મરઘી આ પ્રોજેક્ટના એક અઠવાડીયામાં જ મોતને ભેટતા સમગ્ર પ્રોજેક્ટ પડતો મુકાયો હતો.
લશ્કરમાં મરઘીનો ઉપયોગ કંઇ પ્રથમવાર નહોતો થયો પણ બ્રિટીશ બ્લ્યૂ પીકોક પ્રોજેક્ટ હેઠળ બોંબ દાટી દેવાનો આઈડિયા કરાયો હતો. ૧૯૨૦ના દાયકામાં રશિયાના લશ્કરે સ્ટાલીનના નેતૃત્વ હેઠળ મનુષ્ય અને ચિમ્પાન્ઝીના જીન્સ ભેગા કરીને સુપર સોલ્જર બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. ટોચના વૅટરનરી સાયન્ટીસ્ટ ઇલ્યા-------- ના દેખી શકાય એવો માણસ તૈયાર કરવો તેમજ તેને કોઈ દર્દ ના થાય તેવો બનાવાયો હતો. ફીમેલ ચિમ્પાન્ઝી ને મનુષ્યના જીન્સ અપાયા હતા.
એવી જ રીતે ફીમેલ વાનરના સ્પર્મથી માનવ ફીમેલને આપવામાં આવ્યું હતું. જો કે આ પ્રયોગમાં પ્રાણીઓ મરતાં જ પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. જો કે સ્વીડન અને સોવિયેત સંઘે ઘોડાના બદલે ઉંદરો બહાર જાય છે. કમનસીબી એ હતી કે આવા પ્રાણીઓને પૂરતું ખાવાનું પણ નથી અપાતું. સંશોધન દરમ્યાન 'બેડ ગાય' અર્થાત તોફાની છોકરાને ઓળખી કાઢવા પણ તાલિમ આપવી જોઇએ. હોમોસેકસ્યુઅલ વર્તન ધરાવતા લોકોની ઓળખ થઇ શકે તેવું સંશોધન પણ થયું હતું !!
બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન મેસેજ માટે કબુતરોનો ઉપયોગ શરૃ થયો હતો. કબુતરોના નાકમાં મિસાઇલ સૂંઘી શકે એવું ડીવાઈસ ગોઠવાયું હતું. જેના કારણે મિસાઇલ ક્યાં છૂપાવી છે તે ચોક્કસપણે જાણી શકાતું હતું. આ ડીવાઈસમાં ત્રણ ભાગ હતા. જેના કારણે મિસાઇલ ખરેખર કઇ દિશામાં છે તે જાણી શકાતું હતું. આ ઉપરાંત મિસાઇલ છોડવી હોય તો તે કઇ દિશામાં છોડવી તે પણ જાણી શકાતું હતું. આ પ્રોજેક્ટને ભંડોળ પણ મળ્યું હતું પરંતુ અંતે તે પ્રોજેક્ટ પડતો મુકાયો હતો.
બીજા વિશ્વયુધ્ધમાં આ પ્રોજેક્ટ માટે હજારો કબુતરોનો ઉપયોગ થયો હતો. જર્મનના કબુતરો ઇંગ્લેન્ડમાં ના આવે એટલે બ્રિટને વિશાળ સમડીઓ તૈયાર કરી હતી કે કબુતરોને ભગાડી દેતી હતી. દુશ્મનોના બે કબુતરોને જીવતા પકડવામાં આવ્યા હતા અને યુધ્ધના કેદી તરીકે રખાયા હતા.
લશ્કરમાં અમલમાં લેવાયેલા અનેક ગાંડા-ઘેલા આઇડયાની યાદી ઘણી લાંબી છે જેના કારણે લાખો પશુઓએ તેમના જાન ગુમાવ્યા છે. એક દિવસ એવો ચોક્કસ આવશે કે જ્યારે આપણને જાણવા મળશે કે આપણા લશ્કરે પ્રાણીઓનો કેવો ઉપયોગ કર્યો છે !!