Get The App

પ્લાંટ એ પથ્થર નથી: તેનામાં પણ ચેતના છે

સંવેદના - મેનકા ગાંધી

પાંદડા ફૂલને સૂચના આપે છે કે જીવાણું આવ્યું છે તરત જ આગળ વધો. આમ આખો પ્લાંટ બ્રેનનું કામ કરે છે

Updated: Oct 21st, 2018

GS TEAM

Google News
Google News

પ્લાન્ટ જોઇ શકે છે, સૂંઘી શકે છે, અનુભવી શકે છે, તે તો ઠીક છે પણ હુમલો આવી રહ્યો છે એવો સંકેત પણ  તે નજીકના પ્લાન્ટને આપે છે

કેટલાક ટોકિંગ પ્લાંટ દુકાળ વખતે ત્રસ્ત સ્થિતિ અનુભવે છે અને નજીકના પ્લાંટને સંકેત આપે છે કે પાણીની અછત માટે તૈયાર રહો

પ્લાંટ એ પથ્થર નથી: તેનામાં પણ ચેતના છે 1 - imageતેલ એવીવ યુનિવર્સિટીના મન્ના સેકટર ફોર પ્લાંટ - બાયો સાયન્સીસના ડાયરેકટર ડેનીયલ ચેમ્પોવીત્યે લખેલ 'વૉટ એ પ્લાંટ નૉઝ' (What a Plant Knows) નામનું અદ્ભૂત પુસ્તક બજારમાં મળે છે.

તેમણે એવી દલીલ કરી છે કે પ્લાન્ટ જોઇ શકે છે, સૂંઘી શકે છે, અનુભવી શકે છે, તે તો ઠીક છે પણ હુમલો આવી રહ્યો છે એવો સંકેત પણ તે નજીકના પ્લાન્ટને આપે છે. કહે છે કે પ્લાન્ટમાં યાદ શક્તિ પણ હોય છે.

શું આગામી ભવિષ્યના શિક્ષણમાં પ્લાન્ટ ન્યુરો સાયન્સીસનો વિષય શિક્ષણની સૂચિમાં હશે ખરો ? મને પણ લાગે છે કે સિલેબસમાં આ વિષય હોવો જોઈએ.

જે લોકોએ ચૂઈ મુઈ પ્લાંટ (લજામણીનો છોડ) જોયો હશે જેના પાનને તમે અડો કે તરત જ બીડાઈ જાય છે, પછી જ્યારે પ્લાંટને ખ્યાલ આવે કે આજુબાજુ કોઇ નથી એટલે ફરી પાછા પાંદડા ખોલી નાખે છે. જે દર્શાવે છે કે પ્લાંટમાં સેન્સ છે, પ્લાંટમાં જીન્સ તેની બુદ્ધિમતા દર્શાવે છે. સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં ફરતું સૌએ જોયું છે. લેખક ડેનીયલ ચેમ્પોવિત્ઝે 'માઈન્ડ મેટર્સ' નામની સાઇટને આપેલા ઇન્ટરવ્યુ પરથી લીધેલા કેટલાક અંશો અહીં સમાવ્યા છે.

આપણે સૌ દિવસ હોય કે રાત પણ તે પ્રમાણે પ્રકાશ તેમજ અંધારાને પ્રતિભાવ આપીએ છીએ. શું પ્લાંટ પણ અંધારા અને પ્રકાશને પ્રતિભાવ આપે છે ? અત્યાર સુધી આપણે ફોટો સિન્થેસીસ પ્રક્રિયાથી પ્લાંટ પર પ્રકાશની અસર જાણી શકતા હતા પણ પ્લાંટ કેવી રીતે પ્રકાશના કારણે ઉછરી શકે છે તેનો પણ અભ્યાસ થયેલો છે.

પ્લાંટમાં રહેલા જીન્સ અંધકાર અને પ્રકાશ તરફ પ્રતિભાવ આપી શકે છે. મારા સંશોધન પ્રમાણે પ્લાંટમાં રહેલા ડીએનએ તેના ઉછેરમાં ઉપયોગી બને છે. આ ડીએનએમાં જે જીન્સ હોય છે એવા જીન્સ મનુષ્યના ડીએનએમાં પણ હોય છે. માણસની ઇમ્યુન સિસ્ટમ, સેલ ડિવીઝન, મગજના તંતુઓનો વિકાસ વગેરે પણ ડીએનએ પર આધારીત હોય છે.

છોડવાઓ પ્રકાશને પ્રતિભાવ આપતા થાય તેવી સિસ્ટમ પ્લાંટ પોતેજ વિકસાવે છે. આ જીન્સ પ્રાણીઓને પણ પ્રકાશ તરફનો પ્રતિભાવ શીખવે છે.

આપણા શરીરની અંદરની ઘડીયાળ તેને ૨૪ કલાકના ધબકાર પર રાખે છે. એટલે તો વિશ્વમાં ઍર ટ્રાવેલ કરનારા જેટલેગનો અનુભવ કરે છે. જો કે આ બોડી ક્લોક પ્રકાશ દ્વારા ટી-સેટ થઈ શકે છે. ફૂડ ફલાઇસને પણ જેટલોગનો અનુભવ થાય છે. એવું જ પ્લાંટમાં થાય છે. હું માનતો હતો એટલો મોટો ફર્ક પ્રાણી અને પ્લાંટમાં કોઈ જીનેટીક ફેરફારો નથી.

શું પ્લાંટમાં સુગંધ પારખી શકવાની ક્ષમતા હોય છે ? જ્યારે આપણે કશુંક સૂંઘીએ છીએ ત્યારે હવામાં તે કેમીકલ ઓગળે છે અને પછી તે કયા પ્રકારની સુગંધ છે તેનો આપણે પ્રત્યાઘાત આપીએ છીએ. તેનું સ્પષ્ટ ઉદાહરણ પાકતા ફળો દર્શાવીને આપી શકાય. જો તમે પાકા અને કાચા ફળો એકજ પેટીમાં એક સાથે મુકો તો કાચા ફળો પહેલા પાકવા લાગે છે.

તેનું કારણ એ છે કે પાકા ફળો તેની સુગંધ હવામાં પ્રસરાવે છે, જેને કાચા ફળો સુંઘે છે અને પછી પોતે જ પાકવા લાગે છે. જ્યારે કોઈ એક ફળ પાકે છે ત્યારે તે ઇથીલીન નામનું હોર્મોન છોડે છે. તેને નજીકના ફળો સુંઘે છે, જ્યાં સુધી સમગ્ર પાક પાકી ના જાય ત્યાં સુધી તે સુંગધ લે છે.

બીજુ ઉદાહરણ પેરાસેટીક પ્લાંટનું આપી શકાય. તે પ્લાંટને ડોડર કહે છે. તે સુગંધ દ્વારા તેનો ખોરાક શોધે છે. નજીકનો પ્લાંટ કેવી સુગંધ આપે છે તે શોધી કાઢે છે. નજીકનો પ્લાંટ કેવી સુગંધ છોડે છે તે જોઇને તે તેનો ટેસ્ટ કરવા જાય છે. એક પ્રયોગમાં વિજ્ઞાાનીઓએ જોયું છે કે ડોડર ઘઉંના બદલે ટોમેટો વધુ પસંદ કરે છે.

શું પ્લાંટ સાંભળી શકે છે ? ઘણાંએ કોઇ એક રૂમમાં પ્લાંટનાં સંગીતની વાત સાંભળી હતી. ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંત પ્રમાણે પણ પ્લાંટને સાંભળવાની કોઇ જરૂર નથી.

મનુષ્ય અને પ્રાણીઓમાં ભયજનક સ્થિતિ સમયે ચેતી જવા માટે સાંભળવાની જરૂરીયાત છે. ત્વરીત કોમ્યુનિકેશન અને ત્વરીત પ્રતિભાવ મળે તે જરૂરી છે. પરંતુ પ્લાંટ તો જમીનમાં ચોંટેલા હોય છે. તે સૂર્યની દિશામાં ઉગે છે અને ગુરૂત્વાકર્ષણના નિયમ અનુસાર મૂળીયા નીચે તરફ જાય છે.

માટે તે ભાગી શકતા નથી. તે સિઝન પ્રમાણે માઇગ્રેટ પણ થઇ શકતા નથી. એટલે આપણે પ્લાંટ સાંભળી શકે છે કે કેમ તેનો જવાબ શોધી શકતા નથી. તેમ છતાં તાજેતરના સંશોધનો જણાવે છે કે વિવિધ અવાજ અને સ્પંદનો તરફ પ્લાંટ પ્રતિભાવ આપે છે.

(બેંગલોરની યોગા સાયન્સ ઇન્સટીટયુટે કરેલા પ્રયોગમાં જણાયું છે કે પ્લાંટ  શ્લોક સાંભળીને ઝડપથી અને મોટા ઉગે છે.)

શું પ્લાંટ એકબીજા સાથે કોમ્યુનીકેટ કરે છે ખરા ? બે પ્લાંટ એક બીજા સાથે સલાહ-વિમર્શ કરે છે તે બાબતે શંકાને કોઈ સ્થાન નથી. ઉદાહરણ તરીકે મેપલ ટ્રી ( ) પર જીવડાં ચોંટે છે. ત્યારે નજીકનું ઝાડ સુગંધીત હવા છોડીને જીવડાંને પોતાની તરફ આકર્ષે છે. ત્યારબાદ પ્લાંટ એવું કેમીકલ છોડે છે કે જેથી જીવડાંના હુમલાનો સામનો થઇ શકે છે આને સ્પષ્ટ રીતે કોમ્યુનિકેશન કહી શકાય. તાજેતરના અભ્યાસ પરથી જણાયું છે કે પ્લાંટના મૂળીયા પણ અંદરો અંદર કોમ્યુનિકેટ કરે છે.

કેટલાક ટોકિંગ પ્લાંટ દુકાળ વખતે ત્રસ્ત સ્થિતિ અનુભવે છે અને નજીકના પ્લાંટને સંકેત આપે છે કે પાણીની અછત માટે તૈયાર રહો. શું પ્લાંટ યાદ શક્તિ ધરાવે છે ? જેમ માણસમાં હોય છે એમ પ્લાંટમાં વિવિધ સ્તરની યાદશક્તિ હોય છે. પ્લાંટ  ટમ ટુંકા ગાળાની યાદશક્તિ, કાયમ યાદ રહે એવી મેમરી અને પોતાની ઉત્પત્તિ અંગેની પણ મેમરી હોય છે. 

ઉદાહરણ તરીકે વિનસ ફલાય ટ્રેવ નામના ફૂલમાં બે તંતુઓ હોય છે. જ્યારે જીવાણું નજીક આવે ત્યારે એક તંતુ તેને અડે છે એટલે ફૂલ બીડાઈ જાય છે. ટૂંકમાં તંતુને ખબર હોય છે કે તેને જીવાણુને સ્પર્શવાનું હોય છે.

હવે જ્યારે પ્લાંટને કોઈ બ્રેન નથી હોતું તો પછી તે આવું કામ કેવી રીતે કરી શકે છે ? પ્રાણીઓ પણ કેટલીક ચીજો યાદ રાખી શકતા નથી. પાંદડા ફૂલને સૂચના આપે છે કે જીવાણું આવ્યું છે તરત જ આગળ વધો. આમ આખો પ્લાંટ  બ્રેનનું કામ કરે છે.

આ પ્લાંટ ન્યુરો એકટીવ કેમીકલ ધરાવે છે. ઉદાહરણ તરીકે ગ્લુટામેટ રીસેપ્ટર એ ન્યુરો રીસેપ્ટર છે. માણસના બ્રેનમાં પણ યાદ શક્તિ માટે આવા રીસેપ્ટર હોય છે. પ્લાંટ પરના સૌથી મોટા સંશોધક ડાર્વિને મૂળ પરના સંશોધનને મેરી સ્ટીમ નામ આપ્યું છે.

લોકો પ્લાંટ વિશે કેવી વિચારસરણી ધરાવે છે ? લોકોએ સમજી લેવું જોઈએ કે પ્લાંટ એ ગુંચવાડા ભરી સિસ્ટમ ધરાવે છે. તે સમૃધ્ધ અને સંવેદનશીલ જીવન જીવે છે. કેટલાંક એમ માને છે કે પ્લાંટ તો એક પથ્થર જેવો પદાર્થ માત્ર છે.

એ વિચારો કે માણસ અને પ્રાણીઓ તેમની સમસ્યાના સમાધાન માટે સમાધાન શોધી શકે છે. જો માણસ અને પ્રાણીને તરસ લાગે તો તે પાણી પીવે છે. તે એકલા પડે છે તો પાર્ટીમાં જાય છે અથવા તો તે તડકાથી બચવા છાંયો શોધી શકે છે. 

પરંતુ પ્લાંટ તો જમીન સાથે જોડાયેલા હોય છે તે ભાગી શકતા નથી. એટલે જ તેમણે ખાસ સંવેદના વિકસાવવાની હોય છે અને બદલતા પર્યાવરણ વચ્ચે જીવતા રહેવાનું છે.

એ વિચારો કે પ્લાંટ  એ પૃથ્વી પર મનુષ્ય સાથે રહે છે. તેમની સાથે સારી રીતે વર્તો. જે ઘાસને તમે ગૂંદો છો અને જે ફૂલો ખરીદો છો તે તરફ સંવેદના રાખો. પ્લાંટ અંગે અદ્ભૂત સંશોધનો થઇ રહ્યા છે. ૫૦ વર્ષ બાદ માણસ જંગલી માનવ જેવો લાગશે કે જેણે પૃથ્વી પરના તમામ પ્રાણીઓ અને પ્લાંટોને બીન ઉપયોગી ગણીને પોતાના આનંદ ખાતર તેમનો ખાત્મો બોલાવ્યો છે.

Tags :