ચીનના લોકોનો પ્રાણીઓ ખાવાનો વિચિત્ર શોખ
સંવેદના - મેનકા ગાંધી
આફ્રિકાના ગધેડા અચાનક અદ્રશ્ય એટલા માટે થઇ ગયા કે ચીનના લોકોને તેનું માંસ ભાવવા લાગ્યું હતું...
ભારત પણ સી-હોર્સ, શાહુડી,કૂતરા , શાર્ક, વાઘ,ગેંડા, રીંછ, ફિશની તમામ જાતો , જંગલી બિલાડીઓ અને જીવાણુઓ પણ ગુમાવી રહ્યા છીએ....
શાર્ક ફીનસૂપ પીવાનો ચીનને ચસ્કોછ શાર્કની ઉપરની પાંખ કાપી નખાય છેઃ ૧૦૦ કિલો વજન વાળી ટોટાબા અદ્રશ્ય થઇ છે. ટોટાબા ફિશ બ્લેડર્સને એક્વેટીક કોકેઇન કહે છે..
ચીનના નવા પૈસાદારો અને મધ્યમ વર્ગ સૌથી મોટી સમસ્યા ઉભી કરી રહ્યો છે. તે પોતાના દેશના પ્રાણીઓ કે ફીશ નથી ખાતા પણ પોતાની ભૂખ સંતોષવા કે શોખ સંતોષવા વિશ્વના કોઇ પણ ખૂણેથી કોઇ પણ પ્રાણી મળેેે તો તેને ઝાપટી જવાનું વિચારે છે. આફ્રીકાના ગધેડા અચાનક અદ્રશ્ય એટલા માટે થઇ ગયા કે ચીનના લોકોને તેનું માંસ ભાવવા લાગ્યું હતું. આપણે પણ સી-હોર્સ, શાહુડી,કૂતરા , શાર્ક, વાઘ,ગંેડા, રીંછ, ફીશની તમામ જાતો , જંગલી બિલાડીઓ અને જીવાણુઓ પણ ગુમાવી રહ્યા છીએ.
પોતાના સમાજમાં પ્રતિષ્ઠા વધે એટલે ચીનના લોકો પ્રાણીની અપ્રાપ્ય જાતો ખોરાકમાં લે છે. ચીનની દવાઓ અસરકારક ચાઇનીઝ મેડીસીન તરીકે માર્કેટમાં વેચાય છે પરંતુ હકીકતે તે બોગસ હોય છે. તેમ છતાં આ દવાના માટે દરેક પ્રાણીને મારવામાં આવે છે. ગેંડાના શિંગડા કેરેટીન નામનું તત્વ (આપણા પગના અંગૂઠાના નખ જેવું તત્વ) ધરાવે છે.
આ તત્વથી ચીનમાં માથાના દુખાવાથી માંડીને કેન્સરની દવા બનાવાય છે. આવી દવાનો કોઇ અર્થ ના હોવા છતાં અપાય છે. ઉદાહરણ તરીકે શાર્ક ફીન્સ (પાંખો જેવો ભાગ) શાર્કની પાંખો કાપી નાખવામાં આવે છે જેેમાં કોેઇ ફૂડ વેલ્યૂ નથી હોતી. પરંતુ સાર્ક ફીન્સ સૂપ એ પૈસાદારોની ઓળખ બની ગઇ છે.
જેના કારણે આ પોષણ વિનના સૂપ માટે ભારતમાંથી લોખો શાર્કનો સફાયો થાય છે. આવી સ્થિતિ એટલા માટે છે કે ચીનની સરકારે ગેરકાયદે ચાલતા ધંધાને અટકાવવા કોઇ કાયદા નથી બનાવ્યા એટલે ગેરકાયદે માર્કેટ ચાલ્યા કરે છે. સાર્ક માછલી તેના શરીરની સાઇડ પર આવેલી કચક બ્લેડ જેવી પાંખના મદદથી સ્પીડ સાથે તરતી હોય છે.
ચીનના સમૃધ્ધ અને પૈસાદાર લોકોમાં જેમ સાર્ક ફીનસૂપ પીવાનો શોખ છ ેએમ ફીશનો સ્વીમ બ્લેડર ખાવાનો ચસ્કો ચીનના લોકોને લાગ્યો હોવાથી લાખો સાર્કને સ્વીમ બ્લેડર કાપી ને ફીશને ફરી પાછી પાણીમાં છોડી દેવામાં આવે છે.
સ્વીમ બ્લેડરના જોરે તો સાર્ક દરીયાની ઉંડાઇ સુધી જાય છે, તે સ્પીડથી તરી શકે છે . તે મેટીંગ માટેના કોમ્યુનિકેશન માટે પણ સ્વીમ બ્લેડર વાપરે છે. આ બ્લેડરથી તે કોઇ પણ સાઉન્ડ રીસીવ કરી શકે છે. કોઇભય હોયતો સામે તે સંકેત પણ આપે છે. સાર્ક ફીશ અનેક અવાજ કાઢી શકે છે જેમકે વ્હીસલ, ક્લીક્સ, મોટો અવાજ વગેરેનો સમાવેશ થાય છે. સ્વીમ બ્લેડની નજીક આવેલા મસલ્સમાંથી તે નગારાં જેવો અવાજ કાઢી શકે છે.
કમનસીબી એ છે કે આવા મહત્વના સ્વીમ બ્લેડર માટે લાખો સાર્ક માછલીઓનો ખાત્મો બોલાવાય છે. સાર્કને પકડીને તેમના સ્વીમ બ્લેડર કાપી લેવાય છે
અને પછી તેને સૂકવી દેવાય છે અનેે તેમાંથી ઇસીનગ્લાસ નામની પ્રોડક્ટ બને છે. જેનો ઉપયોગ બીયર, વાઇન જેવી પ્રોડ્કટને રીફાઇન કરવા વપરાય છે. રીફાઇનીંગ માટે નોન એનીમલ પ્રોડ્ક્ટ વપરાય છે .
જેવીકે બેન્ટોનાઇટ કે ેઓલીનડાયાટોમેકસ અર્થ, સેલ્યુલોઝ પેડ્સ, માઇક્રો પોરસ પ્લાસ્ટીક ફિલ્મ પણ વપરાય છે. જો કે સ્વીમ બ્લેડ વાપરવી સસ્તી પડે છે અને વાઇન ફીશ કરતાં વધુ મહત્વનો છે.
ચીનમાં ફીશ બ્લેડર્સ બીજા એક કામ માટે પણ વપરાય છે. આ બીજું કામ એટલે પરંપરાગત દવાઓ બનાવવી. ચીનના દરિયાની ભાભા નામની માછલી ખતમ થવાના આરે હોવાથી હવે ફરી તેનું સંવર્ધન થાય છે એેટલે ભારતની માછલીઓની પાછળ પડયા છે.
હવે ચીન ૧૩હજાર કિલોમીટર દુર આવેલા કેલીફોર્નીયાના ગલ્ફની ટોટાબા ફીશની પાછળ પડયા છે. ટોટાબા ફીશમાં ઉંચા પ્રકારનું કોલેજન (પ્રોટીનનો એક ભાગ)હોય છે. ચીનના લોકો માને છે કે આ માછલીના સ્વીમ બ્લેડર્સ પ્રજનનની ક્ષમતા વધારે છે તેમજ લોહીનું સરક્યુલેશન પણ વધારે છે તેમજ ચામડીની આવરદા વધારે છે. ટોટાબા ૧૦૦ કિલો વજનવાળી અને બેમીટર લાંબી હોય છે. તેનું આયુષ્ય ૧૫ વર્ષનું હોય છે. તે વર્ષમાં એકજ વાર બચ્ચાં મુકતી હોઇ તેમની સંખ્યા ઓછી હોય છે.
હવે ટોટાબા અપ્રાપ્ય જાતિમાં આવે છે.તેના શિકારને અટકાવવા કાયદાથી રક્ષણ આપવું જોઇએ. જોકે ચીનને આથી કોઇ ફર્ક નથી પડતો. માછીમારોને ટોટાબાના બ્લેડર માટે હજારો ડોલર મળે છે. ેએટલેતોે તે આ ફીશ પકડી લાવે છે અને તેનું પેટ કાપીને તેનો બાકીનો ભાગ સડવા માટે ફેંકી દે છે.
આ ફીશની ડીમાન્ડ એટલી બધી છે કે મેકસીકનની ટોળકીઓ તેને પકડીને એક મહિનાજેટલો પગાર એક ફીશમાંથી મેળવી લે છે. ચીનમાં મળતા હેરોઇન કરતાં તેની કિંમત વધારે હોય છે.
હોંગ કોંગ તેમજ ચીનના ગુઆઝહુઆમાં ટોટાબાના બ્લેડર્સ માર્કેટમાં જોવા મળે છે એવું એનવીઓર્નમેન્ટ ઇન્વેસ્ટીગેટીંગ એજન્સી જણાવે છે. તે વેચનાર મોટા ભાગના માને છે કે તે ગેરકાયદે વેચાણ કરે છે.
ટોટાબા ફીશ બ્લેડર ૭૦૦૦ થી ૧૪૦૦૦ ડોલરમાં મળે છે. તેના કોઇ અંગ સાથેનો સુપ ચીનમાં ૨૫૦૦૦ ડોલરમાં મળે છે.
આ કિંમત મેક્સીકેલી ડીજીટલ રિપોર્ટમાં જણાવાઈ છે. મેક્સીકન ડ્રગની સિન્ડીકેટ અને અમેરિકાના દાણચોરો આ ફીશને ટ્રાન્સપોર્ટથી મોકલે છે. મેક્સીકનના સત્તાવાળાઓએ ૨૦૧૩માં ૨.૨૫ મિલીયન જેટલા ટોટાબા બ્લેડર્સ પકડયા હતા.
ટોટાબા ફીશ બ્લેડર્સને એક્વેટીક કોકેઇન નામ અપાયું છે . જેને મરાઇન મેમલ એક્સપર્ટ જય બેરલોએ નામ આપ્યું છે. ચીનમાં બ્લેડરની જે ડીમાન્ડ છે તે માત્ર ટોટાબાની નથી. બ્લેડર માટે વેક્વીટાની પણ ડિમાન્ડ છે.
તે ડોલ્ફીન અને વ્હેલ કરતાં નાની હોય છે પણ પાંચ ફૂટ લાંબી અને ૫૫ કિલો વજનની હોય છે. તે કોઇ બોટની નજીક ભાગ્યેજ આવે છે. પોતાના બચ્ચાં સિવાય તે હંમેશા એકલી હોય છે. ટોટાબાને જે રીતે નાના પીંજરામાં પકડવામાં આવે છે એમ વેક્વીટાને પણ પકડાય છે.
૨૦૧૧ થી ૨૦૧૪ દરમ્યાન વેક્વીટા ૬૭ ટકા ઓછી દેખાતી થઇ છે. કહે છે કે તે માંડ ૬૦ જેટલી બચી છે અને તેને અપ્રાપ્ય ફીશની યાદીમાં મુકાઇ છે. મેક્સીકોની સરકારે તેના શિકાર પર પ્રતિબંધ મુક્યો છે. જે માછીમારો તેને બચાવે છે તેને સરકાર સબસીડી પણ આપે છે.
ભારત પણ કોલકત્તા,મુંબઇ, વેરાવળ, પોરબંદર,ચેન્નાઇ,જેવા સેન્ટરો પરથી વિવિધ દેશોમાં ફીશ મોકલે છે . આગામી ૨૦ વર્ષમાં આ ફીશ અપ્રાપ્ય જાતિમાં આવી જશે. ચીન વિશે વિશ્વ શું કહેશે?