Get The App

પ્રાણીઓના હાડકામાંથી બનતા જીલેટીનનો વિકલ્પ

સંવેદના - મેનકા ગાંધી

કેપસ્યુલમાં વપરાતા જીલેટીનની સૂગઃ વિકલ્પ શોધાઇ રહ્યો છેઃ જીલેટીન માર્કેટ 3 અબજ ડોલરનું છે

Updated: May 19th, 2019

GS TEAM

Google News
Google News
પ્રાણીઓના હાડકામાંથી બનતા જીલેટીનનો વિકલ્પ 1 - image


ગેલઝને ૨૦૧૭માં પ્રોડક્ટ મૂકી છે અને તે હવે ચાર વર્ષમાં બજારમાં આવશે. આ કંપનીએ ૨.૫ મિલિયનનું રોકાણ મેળવ્યું છે

પ્રાણીઓના હાડકા, લીગામેન્ટ, સ્કીન, જોઇન્ટસ વગેરેને પાણીમાં ઉકાળીને જીલેટીન તૈયાર કરવામાં આવે છે.

હું વર્ષોથી સ્વીટ નથી ખાતી તેની પાછળનું એક કારણ એ પણ છે કે મેં જાણ્યું છે કે મોટા ભાગની સ્વીટ્સમાં જીલેટીન હોય છે. મારા એક ફ્રેન્ડના

સ્વીટ્સના નાના ચેઇન સ્ટેાર્સ છે. આવી વેસ્ટર્ન સ્વીટ શોપમાં તમે વિવિધ  ખાના ખોલીને મનગમતી કેન્ડી લઇને તેનું વજન કરીને પૈસા ચૂકવી શકો છો. મને આવી સિસ્ટમ બહુ ગમે છે. જ્યારથી રેડ અને ગ્રીન ડોટ વાળી સિસ્ટમ શરુ થઇ છે ત્યારથી તેનો વપરાશ મોટા પાયે થઇ રહ્યો છે. મને ગમતી બ્લેક લીક્વરીસ સ્વીટ પર પણ તે રેડ ડોટ લગાવતી હતી. પરંતુ તેણે મને એકવાર કહ્યું કે હું અને આખું વિશ્વ ચીનથી આ પ્રોડક્ટ મંગાવે છે અને રીપેક કરીને તે વાપરે છે. ત્યારથી મને થયું કે હું આવી સ્વીટ્સ ખાઇ શકીશ નહીં.

મેં કેપસ્યુલ માં રહેલી કોઇ પણ ચીજ ખાવાની છોડી દીધી છે. જીલેટીન એ કલર અને સ્મેલ વિનાનો પદાર્થ છે. તે જેલી જેવો એક પદાર્થ છે. તેે એકદમ પાતળા લેયર વાળો હોય છે. આ પદાર્થ એવી ખાસિયત ધરાવે છે કે ગરમ પાણીમાં ઓગળે છે અને રિવર્સ પ્રોસેસ એવી હોય છે કે તે ઠંડા પાણીમાં તૈયાર કરાય છે. તે ટેક્સ્ચર બનાવવા તેમજ વિવિધ ફૂડ માં વપરાય છે. જીલેટીન માર્કેટ ૩ અબજ ડોલરનું છે.

તે ગમી ચ્યુ કેન્ડી. ગમી બિયર્સ, જેલી બેબીસ, જેલી , મિન્ટ્સ, કેટલીક ચ્યુંઇગમ,મીઠાવાળા સૂકામેવા (જેમકે કાજુમાં તે મીઠા સાથે ચોંટી રહે છે.) શેમ્પૂ, જ્યુસ વિનેગર વગેરેમાં વપરાય છે. કોસ્મેટીક્સમાં તે હાઇડ્રોલાઇઝ કોલેજન તરીકે વપરાય છે. સોફ્ ડ્રીંક્સમાં જે યલો કલર હોય છે તે જીલેટીનનો હોય છે.  તે કલરમાં ફેરફાર લાવવા માટે પણ વપરાય છે. ફોટાગ્રાફીક ફિલ્મ , પેપર અને પત્તાં (પ્લેઇંગ કાર્ડ) બનાવવામાં પણ તે વપરાય છે.

આઇસ ક્રીમ, શેમ્પૂ અને ફેસ માસ્ક બનાવવા પણ તે વપરાય છે. દિવાસળીના ટોપ પર અને સેન્ડ પેપર તેમજ અગરબત્તી બનાવવામાં ંપણ તે વપરાય છે.  કોઇ ચીજ પર બરફ લાગાવવો , કોઇ પણ ફૂડનો જથ્થો વધારવો હોય તો તેમાં પણ તે કામ લાગે છે. જે સોફ્ટ ડ્રીંક્સમાં યલો કલર હોય છે તેમાં જીલેટીન છે એમ સમજી લેવું જોઇએ. લાઇટનીંગ ઇક્વીપમેન્ટમાં બીમનો કલર બદલવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે પ્રાણિઓના હાડકા, લીગામેન્ટ, સ્કીન, જોઇન્ટસ વગેરેને પાણીમાં ઉકાળીને જીલેટીન તૈયાર કરવામાં આવે છે. વિશ્વમાં જીલેટીનનો ૪૪ ટકા જથ્થો ભૂંડની ચામડીમાંથી, ૨૮ ટકા ગાયની સ્કીન, ૨૭ ટકા હાડકામાંથી અને એક ટકો અન્ય માર્ગેથી આવે છે. ટૂંકમાં તે મટન ઉદ્યોેગમાંથી બહાર ફેંકાતા માંસના કૂચા તેમજ જેની કોઇ પોષણ વેલ્યૂ ના હોય એવા શિંગડા, સ્કીન, હાડકા, પગના ભાગને ેઉકાળવામાં આવે છે.

જેના કારણે પ્રોડક્ટ સોફ્ટ થાય છે. મને એ ખબર નથી પડતી કે શા માટે  તેને કાયદેસરની ફૂડ પ્રોડક્ટ કહેવામાં આવે છે. આ રીતે તમે કિલોએ ૫૪૫ રુપિયા ખર્ચીને એનીમલ વેસ્ટ પેટમાં પધરાઓ છો. ૨૦૧૬ થી ૨૦૨૪ દરમ્યાન તેનો ગ્રોથ આંકવામાં આવ્યો છે. જીલેટીનના વિકલ્પ તરીકે અગાર-અગાર કે સીવીડ લીલમાંથી બનાવેલ પેરોડક્ટનો ઉપયોગ થઇ શકે છે. જીલેટીનના વિકલ્પ તરીકે વેજીટેરીયન હાઇપ્રોમેલોસ નામનો પદાર્થ છે. પરંતુ તે ખુબ મોંઘો પડે છે. 

હવે આપણે તેનું ભાવિ નક્કી કરવાનું છે.  ફૂડ ટેકનોલોજી પર સંશોધન કરનારા  ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ઘણા ખાંટુ લોકો છે. મેં ફોરેમેશન ટેન્કમાં જીનેટીકલમાંથી બનાવેલ માઇક્રો ઓર્ગેનીઝમમાંથી જીલેટીન બનાવતી ગેલઝન નામની કંપની વિશે વાંચ્યું હતું. જો આ કેસમાં સફળતા મળે તે તે જીલેટીનના ઉપયોગ માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

સિલિકોનવેલીમાં બે ભારતીય છોકરાઓએ મિલ્ક સેલને મલ્ટીપ્લાય કરીને દૂધ બનાવ્યું છે. ( તેને મુફરી નામ અપાયું હતું પરંતુ મને લાગે છે કે તે નામ બદલવામાં આવ્યું છે.) ૨૦૧૫માં બેક્ટેરીયલ પેથો જીનેસીસ એલેકઝેન્ડર લોરોસ્તાની અને મોલીક્યુલર બાયોલોજીસ્ટ નિકોને ઓજુનોમોવે ગેલઝેનની શોધ કરી હતી. તે જીલેટીન જેવો પદાર્થ હતો. તેનામાં જીલેટીન જેવું બંધારણ હતું એવું પ્રાણીઓની હત્યા કર્યા વગર મેળવી શકાતું હતું.

જીલેટીનનો વિકલ્પ શોધવાની જરુર ઉભી થઇ છે. જે વસ્તુ કસાઇ ખાનામાંથી મળતી હતી તેનું સંશોધન ચાલી રહ્યું છે. જે લોકો માંસ ખાય છે તેમને પણ જીલેટીનથી વાંધો છે. કહે છે કે મેડ-કાઉ ડીસીઝ પણ આનાથી જ પ્રસરે છે. પ્રાણીઓના હાડકા અને પૂંછડી ઉકાળીને તેમાંથી બનાવેલ જીલેટીનથી ઘણાને વાંધો છે.

ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ પણ પ્લાંટ આધારીત જીલેટીન માટે પ્રયાસ કરી રહી છે. ઉદાહરણ તરીકે ઇઝરાઇલની કંપની કોલેપ્લાન્થસ તમાકુના પાંદડામાંથી ઘા પર રુઝ લાવતો પદાર્થ બનાવે છે. જો કે આગળ દર્શાવ્યું છે એમ ગેલઝન પર ભરોસો મુકી શકાય એમ છે.

વિશ્વમાં કેટલીક કંપનીઓ એવી છે કે કોઇ પણ ચીજના ડીએનએ વેચે છે. એટલે ગેલઝને તેની પાસેથી મેસ્ટેડોન ડીએનએ મંગાવ્યા હતા. તેને મોટા ફર્મેન્ટરમાં સુગર, નાઇટ્રોજન, ઓક્સીજન, કાર્બન વગેરે સાથે મુકવામાં આવે છે. ત્યારબાદ પ્યોરીફાઇડ પ્રોડક્ટ તૈયાર થાય છે. જોે કે ગેલઝન ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર પ્રોડક્શન કરી રહી છે.

વારંવાર અનેક કંપનીઓ મીટ,મિલ્ક અને એનિમલ પાર્ટ ના વિકલ્પ સાથેની પ્રોડક્ટની જાહેરાત કરે છે. મને આ ક્ષેત્રે ખુબ આશા છે. જો મારી પાસે પૈસા હોય તો હું આ બધી કેપનીઓમાં પ્રમુખ રોકાણકાર બની જાઉં.ગેલઝન ૨૦૧૭માં પ્રોડક્ટ મુકી છે અને તે હવે ચાર વર્ષમાં બજારમાં આવશે. આ કંપનીએ ૨.૫ મીલીયનનું રોકાણ મેળવ્યું છે.  શા માટે ભારતમાં કોઇ ફૂડ પ્રોડક્ટ પર કે ઇન્ફોર્મેશન ક્ષેત્રે સંશોધન નથી કરતું?

Tags :