Get The App

ચહેરા પર ક્રીમ નહીં જીવાણુઓ ઘસાય છે

સંવેદના - મેનકા ગાંધી

કોસ્મેટીક પ્રોડક્ટસને ચમકાવવા, સુગંધીત બનાવવા જીવાણુઓનો ખાત્મો બોલાવાય છે

Updated: Nov 18th, 2018

GS TEAM

Google News
Google News
ચહેરા પર ક્રીમ નહીં જીવાણુઓ ઘસાય છે 1 - image

સ્કીન કેર ઓઈન્ટમેન્ટ, શેમ્પૂ વગેરેમાં ક્યાં તો મરઘીના હાડકાના માવામાંથી બનેલા પ્રોટીન  હોય છે કે જીવાણુઓની ડેડબોડી હોય છે

મધમાખીઓનો, ઉડતા જીવાણુઓ, ઘેટાં-બકરાનો, પ્રેગનન્ટપ્રાણીઓનો  વગેરેનો ઉપયોગ કરાય છે, ઉપયોગ કરનારા જાગૃત બને

પ્રલોભનોમાં અટવાયેલો માણસ ક્યારેય નિયમબદ્ધ કોઈ કામ નથી કરતો. તે આડેધડ જમે છે, તે ધૂમ્રપાન કરે છે, દારૂ પીવે છે, પૂરતી ઊંઘ લેતો નથી અને પછી યુવાન દેખાવાં નવજાત બાળકોના પ્લેસેન્ટામાંથી બનેલી દવા મરઘીના હાડકાનો માવો અને મધુરગાન કરતી નાઈટેન્ગલીના અગારમાંથી બનેલા કોસ્મેટીક્સનો ઉપયોગ કરે છે. અહીં કેટલીક એવી ચીજો દર્શાવી છે કે જે તમે તેનો કોસ્મેટીક્સ તરીકે ઉપયોગ કરે છે.

ગુઆમીન એક એવો ચળકતો પદાર્થ છે કે જે અન્ય તત્ત્વને કલર કરવામાં વપરાય છે. તે માછલીના ભીંગડા અર્થાત્ શરીર પરની ચામડીમાંથી બનાવાય છે. સામાન્ય રીતે બાથ પ્રોડક્ટસ, સફાઈની પ્રોડક્ટ, સુગંધીદાર પ્રોડક્ટ, હેર કન્ડીશનર, લિપસ્ટીક, નખ રંગવાની પોલીસ, શેમ્પુ અને ચામડીને ચમકદાર બનાવતી કોસ્મેટીક પ્રોડક્ટમાં વપરાય છે. મેબેલીન સહિતની ટોપની કોસ્મેટીક બ્રાન્ડ ગુઆનાનો ઉપયોગ કરે છે.

તમે જે શેમ્પૂ કે નેલ પોલીસ વાપરતા હોવ તેની પાછળ CI75170 લખેલું હશે. તેનો અર્થ એ કે પ્રોડક્ટમાં ગુઆમીની છે. સ્નેલ સ્લાઇમ (એટલે ગોકળગાયની ચામડી પરનો પદાર્થ) એક એવો ચીકણો પદાર્થ છે કે જે તેની ચામડીનું રક્ષણ કરે છે અને તેને આગળ વધવામાં મદદ કરે છે.

વિશ્વભરની કોસ્મેટીક કંપનીઓ તેની વૃદ્ધાવસ્થા છુપાવવાની પ્રોડક્ટ, શરીરપરની કરચલી હટાવવાની પ્રોડક્ટ અને સ્કીન ચમકાવતી પ્રોડ્કટમાં વાપરે છે. તે પ્રોડ્કટની અંદરના તત્ત્વોની ઉપર SFF લખ્યું હોય છે. સ્કેલેલેન એ ઓઇલનો એક પ્રકાર છે જે શાર્કમાંથી બનાવવામાં આવે છે. હોઠ પરના ક્રીમ, હેરડાઇ, સનસ્ક્રીન, વગેરે પ્રોડ્કટમાં તે વપરાય છે. ફેશ્યલ મોઇચ્યર્સ (ભેજ) તરીકે તે સામાન્ય રીતે વપરાય છે.

એમ્બેગ્રીસ એટલે વ્હેલના પેટમાંથી નીકળતો ચીકણો પદાર્થ તે વ્હેલની વોમીટ તરીકે પણ ઓળખાય છે. તે ફૂડમાં સુગંધી માટે જાતીય આવેગ વધારવા તેમજ ધૂપ બનાવવામાં વપરાય છે. પરફયુમમાં તે મોટાપાયે વપરાય છે.

ચેનલ નં. #5 નામના પરફયુમમાં તે એમ્બેગ્રીસ મુખ્ય તત્ત્વ તરીકે હોય છે. એમ્બેગ્રીસ એ મીણ જેવું પીળાશ પડતું તત્ત્વ છે. જે વ્હેલના આંતરડામાં તૈયાર થાય છે. ઘણીવાર વ્હેલ કોઈ અણીદાર પદાર્થ ગળી જાય તો આંતરડામાંનો ચીકણો પદાર્થ એમ્બેગ્રીસ તેને બચાવે છે. ક્યાં તો વ્હેલ આવો પદાર્થ તેની અઘાર વાટે કાઢી નાખે છે અથવા તો ઉલટી કરીને કાઢી નાખે છે.

કોસ્મેટીક્સના ધંધામાં સૌથી મોટો ભોગ મધમાખીઓનો લેવાય છે. પોતાના સંતાનોને ખવડાવવા તે આખો દિવસ ફરીને પરાગરજ એકઠી કરે છે. આ ઝીણા દાણા જેવા પદાર્થને મધમાખી તેના પગ નીચે રાખે છે. તેના પગ નીચેથી આ પદાર્થ ખેંચીને તેને શેમ્પૂ, ટૂથપેસ્ટ, ડીઓડરન્ટ વગેરેમાં પોષકતત્ત્વ તરીકે ઉમેરાય છે.

આ માટે લાખો મધમાખીઓનો ભોગ લેવાય છે. તેણે ભેગી કરેલી પરાગરજ તેના પગ નીચેથી ખેંચવામાં પગ તૂટી જાય છે. બીવેક્સ એટલે કે મીણ એ હકીકતે તો મધમાખીની ગુદાની ગ્લેન્ડમાંથી ઝરતો રસ છે. આ રસથી તેની ગુદાની અંદરનો ભાગ લીસો રહે છે.

આ પદાર્થનો ઉપયોગ માણસ હોઠ પરનાં લગાડવાના ક્રીમ, લિપસ્ટીક સહિતની અનેક કોસ્મેટીક પ્રોડ્કટમાં વપરાય છે. તે ફેસક્રીમ, લોશન, મસ્કરા, આઈક્રીમ, ફેસ મેકઅપ, નેઈલ વ્હાઇટનર્સ વગેરેમાં વપરાય છે.

જે મધમાખીનું કામ આખો દિવસ મધ ભેગું કરવાનું હોય છે તેના ગળાની ગ્રંથિઓમાંથી રીઝેનોગ્લેઝ કે રોયલ જેલી નામનું તત્ત્વ ઝરે છે. આ તત્ત્વનો કોસ્મેટીક પ્રોડક્ટમાં શું ઉપયોગ થાય તેની કોઇને ચોક્કસ ખબર નથી છતાં સારું લાગે છે માટે વપરાય છે.

કસ્ટેસિયન એટલે કે કવચધારી પ્રાણીના કવચમાંની પેશીઓ કાઢીને વાળના બાઈન્ડીંગ એજન્ટ તરીકે વપરાય છે, પીવાની પ્રોડક્ટ તેમજ સ્કીનકેર પ્રોડક્ટ તરીકે વપરાય છે. તે ડીઓડરન્ટ પ્રોડક્ટમાં પણ વપરાય છે.

ફીશ-ઓઇલ (માછલીનું તેલ) સાબુમાં વપરાય છે. ફીશ ઉપરાંત દરિયાઈ સસ્તન પ્રાણી પોર્નોસીસ (એક પ્રકારની ડોલ્ફીન)નો પણ ઉપયોગ કરાય છે. જો તેને શ્વાસમાં લેવાય તો ચામડી પર એલર્જી થાય છે. તે સૂંઘી શકાતું નથી છતાં કોસ્મેટીક પ્રોડ્કટમાં વપરાય છે. તે બનાવવા માટે પ્રાણીના હાડકા પાણીમાં ઉકાળવામાં આવે છે. 

એન્ટી ઓક્સીડન્ટ અને કોલોન બુસ્ટર તરીકે યુવાન દેખાવવા માટેની ક્રીમમાં હાઈલુરોનીક એસીડ વપરાય છે. ૮૦ના દાયકામાં તે પોટ્રી ફાર્મમાં મોટાપાયે તૈયાર કરાતો એસીડ છે. લીપસ્ટીક, આઈ શેડો અને અન્ય કોસ્મેટીક્સમાં વપરાતી રેડ ડાઈ વગેરે મૂકાયેલા જીવડામાંથી બનતો રંગ છે. રેડ પીગમેન્ટ તો નાના જીવડાને ક્રશ કરીને બનાવાય છે.

 એક પાઉન્ડ ડાઈ બનાવવા ૭૦,૦૦૦ જેટલા પાંખોવાળા જીવડાનો ખાત્મો બોલાવાય છે. કોલેજન ઓછું (કોલેજન એટલે શરીરના બંધારણ માટે ઉપયોગી પ્રોટીન) હોયતો વૃદ્ધાવસ્થા દેખાય છે.

સ્કીન કેર ટ્રીટમેન્ટમાં કોલેજન વપરાય છે જે ચામડી ઉપરની પેશીઓને સખત બનાવે છે. સ્કીન કેર ક્રીમ માટે  મેન્યુફેકચરરો મરઘીના પગ અને પ્રાણીઓના શિંગડાનો પણ ઉપયોગ કરે છે. ચીકન બોનમેરો (મરઘીના હાડકાની અંદરનો માવો) પણ સ્કીનકેર કોસ્મેટીક્સમાં વપરાય છે. જેને ગ્લુકોસેમાઈન કહે છે.

મોંઢા પરની કરચલીઓ પાછળ ઈલેસ્ટીનની ઉણપ જવાબદાર છે. સ્કીન કેર પ્રોડક્ટ બનાવતી કંપનીઓ તેમની પ્રોડક્ટમાં કરચલી દૂર કરવા જે તત્ત્વ ઉમેરે છે તે ચીકન બોન મેરોમાંથી મેળવે છે. આ પ્રોટીન ગાળના ગળાના ભાગમાંથી મેળવાય છે.

પ્રેગનન્ટ વુમન માટે વપરાતી સ્કીન કેર પ્રોડક્ટ પ્રેગનન્ટ પ્રાણીઓના ગર્ભાશયમાંથી કાઢવામાં આવેલ પ્લેસ્ટેન્ટલ પ્રોટીનમાંથી બને છે. ઘણી કોસ્મેટીક પ્રોડક્ટમાં સ્ટીપરીક એસિડ વપરાય છે. જે ગાય, ડુક્કર, ઘેટાં અને બકરાંની  પેશીઓમાંથી મેળવાય છે.  જેને ફેકટરીઓમાં છુટી પડાઈ હોય છે. શેમ્પૂ, લોશનમાં વપરાતું પેન્તેનોલના કારણે વિશ્વભરમાં મધમાખીઓની સંખ્યા ઘટી હતી. હવે તે માંસમાંથી બનાવાય છે.

શેમ્પૂ અને વાળ ધોવાના દ્રાવણોમાં કેરેટીન વપરાય છે. આ કેરેટીન શીંગડા અને પ્રાણીઓની પીઠના કવચમાંથી બનાવવામાં આવે છે. ફીમેલ આઈસ બગમાંથી હોલેક ઓફ લીકર બને છે. હેર સ્પ્રે, શેમ્પૂ વગેરેમાં તે વપરાય છે. લાખ જીવાણુઓ મારીને આ તત્ત્વ મેળવાય છે. ૧ કિલો લેકરેઝીન મેળવવા ૩ લાખ જીવાણુઓ મારીને ક્રશ કરાય છે.

આ વાંચીને એમ નથી લાગતું કે તમે રોજ કેટલા જીવાણુઓ તમારા મોંઢા પર ઘસો છો ? શા માટે તમારી કોસ્મેટીક પ્રોડક્ટમાં શું છે તે વિગતો નથી વાંચતા ? હવે તમને ખબર પડી છે તો તેના વિકલ્પ માટે પણ વિચારો....

Tags :