છોડવા અને પ્રાણી બંને એકબીજા પર આધારિત
સંવેદના - મેનકા ગાંધી
પરાગરજ ટ્રાન્સફર કરવા ફૂલો કલર, આકાર અને સ્મેલનો ઉપયોગ કરે છે
વિશ્વમાં જેને સૌથી લાંબુ જીવાણુ કહે છે તે ફાસ્મીડ એટલેકે સ્ટીક ઇન્સેક્ટસ લાકડી અને પાંદડાનું બનેલું હોય એમ લાગે છે. સિલીન્ડર આકારનું લાંબુ હોય છે. તેમાની કેટલીક જાત આસપાસની લીલોતરી કે સૂકો વિસ્તાર જોઇને કલર બદલી શકે છે
સમુદ્રમાં રહેતી ગોકળ ગાય લીલ વગેરેમાંથી ક્લોરોફીલ લે છે અને પોતાનો કલર ગ્રીન બનાવીને તે પાંદડું તરતું હોય એમ લાગે છે. જેવી કોઇ ફીશ પાંદડું સમજીને તેની પાસે આવે છે કે તેને ઓહીયાં કરી જાય છે
છોડવાઓ અને પ્રાણીઓ બંને એક બીજા પર આધારીત જીવન જીવે છે. કેટલાક પ્લાન્ટ પ્રાણીઓની જરૂરીયાત પ્રમાણે ઉછરતા હોય એમ દેખાઈ આવે છે.ઉદાહરણ તરીકે યુરોપના દેશોમાં બી ઓર્કિડ તરીકે ઓળખાતો પ્લાંટ પોતાની જાતને એવા કલર અને આકારમાં ફેરવે છે કે તે દુરથી ફીમેલ મધમાખી જેવો લાગે છે. મેલ મધમાખી ને આકર્ષવા માટે તે પોતાનો કલર અને આકાર બદલી નાખે છે.
તે એક ખાસ પ્રકારની સ્મેલ છોડે છે જેથી મેલ તેની તરફ આકર્ષાય છે. મેલ ઉતાવળે ફૂલમાં ઘૂસે છે તેના કારણે તેના શરીર પર પરાગરજ ચોંટી જાય છે. જ્યારે મેલ બીજા ફૂલમાં જાય ત્યારે પહેલાં ફૂલની પરાગ રજ ત્યાં ટ્રાન્સફર થતી જોવા મળે છે.
હેમર પ્રકારના ઓર્કિડ ઓસ્ટ્રેલીયામાં જોવા મળે છે. તે પણ પોતાની પરાગરજ ટ્રાન્સફર કરવા કલર, આકાર અને સ્મેલનો ઉપયોગ કરે છે.
ફ્લાય પ્રકારના ઓર્કિડ સેક્સ માટેની ખાસ સ્મેલ છોડે છે મેલ ફ્લાવર સાથે મેટીંગ કરવા પ્રેરાય છે. ત્યારબાદ તે ફ્લાવરમાંથી ઉડી જાય છે તે દરમ્યાન તેના પર ચોંટેલી પરાગરજ પ્લાંટને વિસ્તરવામાં મદદ કરે છે.
નમી ગયેલા પાંદડા વાળા વેલા પર પતંગીયા ઇયળ માટેના ઇંડા ના મુકે એમ પાંદડા ઇચ્છતા હોય છે. કેમકે પાંદડા ઢળેલા હોઇ ઇંડા નીચે પડી જાય છે અથવા તો ઇયળ ખાવા આવતી જીવાત આખા પાંદડાને જ ખાઇ જાય છે.
એટલે વેલ પોતાના પાંદડા પર યલો સ્પોટ ઉભા કરે છે. જેથી પાંદડા પર ઇંડા મુકવા આવતી પતંગીયાની માદા એમ સમજે છે કે અગાઉથી કોઇ માદાએ પાંદડા પર ઇંડા મુકેલા છે એટલે તે બીજે ઇંડા મુકવા જાય છે. આમ યલો સ્પોટ ધ્વારા તે પોતાને થતા નુકસાનમાંથી બચી શકે છે.
ફ્લાય ટ્રેપ એટલેકે ઉડતા જીવાણુઓને સપડાવતાં ફુલો. તેેમની ખાસિયત એે હોય છે કે તેમની સ્મેલ અને આકારના કારણે જીવાણુઓ તેમની તરફ આકર્ષાય છે. તે માટે તે ચોક્કસ પ્રકારની મિમિક્રી પણ કરે છે. જેવા જીવાણુ ફુલમાં પ્રવેશે છે કે તે પાંદડા બંધ કરીને ફૂલને ઉપરથી બંધ કરી દે છે.
મિમિક્રી કરીને જીવાણુને ફસાવતો એક પ્લાંટ વિજ્ઞાાનીઓએ શોધી કાઢ્યો છે. તે દક્ષિણ આફ્રીકામાં જોવા મળે છે. તેનું બોટોનોલોજીકલ નામ સેરાટોકાયરમ આર્જેન્ટેનમ છે. તે વિચિત્ર મિમિક્રી કરે છે.
તે પોતાનો આકાર બદલે તે તો ઠીક છે પણ વિવિધ પ્રકારના પ્રાણીઓની સ્મેલ પણ બહાર કાઢે છે. આના કારણે તે નાના જીવાણુઓને ખાસ કરીને ડંગ બીટલ્સ (ભમરા જેવા નાના જીવાણુ)ને મૂરખ બનાવે છે. તે માને છે કે આ છાણ છે એટલે તેને ખોતરીને તેમાં ઇંડા મુકી દે છે. હકીકતે તો તે જ્યાં ઇંડા મુકે છે તે ફૂલ હોય છે.
સી. આર્જેન્ટીમ નામના ફૂલ આગમાં તણાઇ જાય છે અને પછી તે ઉગી શકતા નથી. આ સ્થિતિમાં આગથી પોતાના બિયા બચાવવાની ક્ષમતા તેનામાં આવી જાય છે.
જો પ્લાન્ટ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રાણી જેવો આકાર અને રંગનો આઇડયા કરી શકે છે એમ પ્રાણી પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પોતાનામાં ફેરફાર કરી શકે છે. ક્રેબ પ્રકારનો સ્પાઇડર (કરોળીયો) પાંદડા પર પગ પ્રસરાવીને એવી રીતે બેસે છેે કે જાણે કોઇ પીંક ફૂલ હોય. જેવું પતંગીયું પીંક ફૂલ પર બેસવા આવે છે કે તરતજ ફસાઇ જાય છે. કેટલાક કરોળીઆ પાંદડા કે ફૂલના કલરના આધારે પોતાના કલર પણ બદલી શકે છે.
ફ્લાવર મેન્ટીસ એ તીતીઘોડા જેવું એક જીવાણુ છે. તે વ્હાઇટ અને સોફ્ટ હોય છે. મેન્ટીસ હવામાન પ્રમાણે કલર બદલે છે. તેનો પીંક કલર જોઇને જીવાણુઓ તેને ખાવા પ્રેરાય છે અને પછી મોતને ભેટે છે. ગ્રીન પાંદડા પર મેન્ટીસ ગ્રીન કલર ધારણ કરી લે છે.
પ્લાંટમાં ક્લોરોફીલ પ્રકારના ગ્રીન સેલ્સ હોય છે. સમુદ્રમાં રહેતી ગોકળ ગાય લીલ વગેરેમાંથી ક્લોરોફીલ લે છે અને પોતાનો કલર ગ્રીન બનાવીને તે પાંદડું તરતું હોય એમ લાગે છે. જેવી કોઇ ફીશ પાંદડું સમજીને તેની પાસે આવે છે કે તેને ઓહીયાં કરી જાય છે.
લાઇટના બલ્બની આસપાસ ઉડયા કરતી પાંખોવાળી નાની જીવાત પોતાનો કલર બદલીને પોતાનો જાન બચાવી શકે છે. કેલીફોર્નીયામાં વોકીંગ સ્ટીક્સ જીવાણુ ( એક દાંડી અને તેની આસપાસ લાંબા હાથ પગ હોય છે ) તરીકે ઓળખાતા જીવાણુ ટાઇમીમા ક્રીષ્ટીના તરીકે ઓળખાય છે. તેને પાંખોે નથી હોતી પણ લાંબા હાથ પગનો ઉપયોગ કરીને સડસડાટ દોડી શકે છે. તે અહીં તહીં દોડીને જીવન વીતાવે છે.
હવે તેની નવી જાત જોવા મળી છે. જેમાં તે લીલા કલર વાળું જોવા મળે છે. તેના કારણે તે હુમલાખોર પક્ષીઓથી પોતાનો જાન બચાવી શકે છે. કેમકે લીલા કલરના કારણે તે છોડવા પર છુપાઇ શકે છે.
વિશ્વમાં જેને સૌથી લાંબુ જીવાણુ કહે છે તે ફાસ્મીડ એટલેકે સ્ટીક ઇન્સેક્ટસ લાકડી અને પાંદડાનું બનેલું હોય એમ લાગે છે. સિલીન્ડર આકારનું લાંબુ હોય છે. તેમાની કેટલીક જાત આસપાસની લીલોતરી કે સૂકો વિસ્તાર જોઇને કલર બદલી શકે છે.
કાળા કલરની મેન્ટીસ એમેઝોનના જંગલોમાં જોવા મળે છે. તે લીચી જેવો તેમજ ઉધઇ અને સડેલાં પાંદડા જેવો કલર બદલી શકે છે. તે બરાબર ઉડી શકતી ના હોઇ એક જગ્યાએ બેસી રહે છે. શિકારથી બચવા તેમજ શિકાર કરવા પણ તે કલર બદલી શકે છે.