Get The App

સાબુદાણા પર પ્રતિબંધની ઝુંબેશ ચાલે છે

સંવેદના - મેનકા ગાંધી

માણસ જાણે-અજાણે પોતાના પેટમાં પ્રાણીના અંશો પધરાવે છે

Updated: Nov 11th, 2018

GS TEAM

Google News
Google News
સાબુદાણા પર પ્રતિબંધની ઝુંબેશ ચાલે છે 1 - image

ચોકલેટ બિસ્કીટ વગેરેમાં પ્રાણીઓના અંશો: અમેરિકાની FDA  દ્વારા કેટલાક પ્રમાણમાં જીવાણુ નાખવાની છૂટ આપી છે!!

કોઈ તત્ત્વ ઘેટાના બચ્ચાંના આંતરડામાંથી લવાય છે તો કેટલાક સુગંધિત તત્ત્વ માટે રૂવાંવાળા પ્રાણીઓની ગુદા કપાય છે

આપણા ખોરાકમાં આપણે એવી વસ્તુઓ પેટમાં પધરાવીએ છીએ કે તે જાણીને ધૃણા ઉપજે. મૃત્યુ પામેલા જીવાણુઓ, પ્રાણીઓના યુરીન, વોમીટ અને અધાર આધારીત ચીજોની યાદી અહીં આપી છે.

(૧) અનેક મીઠાઈઓ, જેલી આધારીત કઠોળ તેમજ ચોકલેટોમાં લેસબગ, લીસીફર લેક્કા જેવા જીવાણુ હોય છે. આવા જીવાણુ પ્લાંટ પર જોવા મળે છે. લેસ-બગનો ઉપયોગ ચીકાશ ઉભી કરવા થાય છે. ફર્નીચર પર લગાડવામાં આવતાં વેક્સમાં પણ તે વપરાય છે. જ્યારે કોઈ ફૂડ પ્રોડક્ટ પર ફૂડ ગ્લેઝે, કોન્ફેકશવરી ગ્લેઝ, લેસ ટેઝોન લખ્યું હોય તો સમજજો કે તે લેસીબગ્સ-જીવાણુઓ છે.

૨ દરેક દેશ જાણે છે કે તે પોતાના ખોરાકમાંથી પ્રાણીની હાજરીને દૂર કરી શકે એમ નથી. ભારત સરકારે ઘઉં અને ચોખામાં ઉંદરની અઘારને માન્ય રાખી છે. અમેરિકાની નામાંકિત ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન (FDA) ફૂડ કંટ્રોલની બાબતે ખુબ કડક છે. જોકે તેણે પણ ફૂડમાં કેટલીક માત્રામાં જીવાણુ, ઈયળ વગેરેની છૂટ આપી છે. જોકે તેનાથી ફૂડની મૂળ ક્વૉલિટીમાં કોઈ ફરક ના પડવો જોઈએ.

એફડીએ દ્વારા ફૂડ બનાવવા માટે અને તેમાંના જીવાણુઓ માટે ખાસ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જેમાં ઉંદરના વાળ, અઘાર વગેરેને માન્યતા અપાઈ છે. એટલે કે ખોરાકમાં તે હોય તો કોઈને વાંધો ના હોવો જોઈએ. ટીનમાં ભરેલા ફ્રૂટ જ્યુસમાં ઈન્સેક્ટ ફેગમેન્ટસ જોવા મળે છે. જેનાં જુવાણુના પગ, માથું કે કેટલીકવાર આખું જીવાણુ હોય છે. ફીગ પેસ્ટના ૧૦૦ ગ્રામમાં જીવાણુના ૧૦૦ માથા હોય છે.

ટીનના ફ્રૂટ જ્યુસમાં દર ૨૫૦ મીલીલીટરે મેગોટ (એક પ્રકારના જીવાણુ) જોવા મળે છે. સાયન્ટીફીક અમેરિકનના લેખકોએ લખ્યું છે કે દરેક અમેરિકન એકથી પાઉન્ડ ફ્લાઈસ (નાની માખી) એફિડસ વગેરે પેટમાં પધરાવે છે અને આ સ્થિતિથી અજાણ પણ હોય છે. સ્પીનચમાં દર ૧૦૦ ગ્રામે એફીડસ ૫૦ કે વધુ એફિડસ જોવા મળે છે. બીયરનું નામ બદલીને બગ બીયર હોવું જોઈએ. એફડીએની મર્યાદા છે કે પાંચ ટકા જેટલા હોપ્સ (જીવાણુ) તમારા બીયરને જીવાણુવાળો બનાવે છે.

૧૦૦ કિલો ચોકલેટમાં એક કિલો જીવાણુ અને ૧૦૦ કિલો બ્રેડમાં દોઢ કિલો જીવાણુ (બેક્ટેરીયા)ની છૂટ અપાઈ છે. ૧૦ જીવાણુ, ૩૫ ફ્રૂટ ફલ્યા એડ્સને આંઠ ઔંસમાં નાખવાની છૂટ છે. ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ, કઢી પાવડર વગેરેમાં રોડન્ટ (ઉંદર)ના ચાર વાળની છૂટ અપાઈ છે. દરેક શાકભાજીએ વિવિધ માત્રામાં એફિડસની છૂટ છે. ફ્રોઝન સ્પીનેચમાં અને અન્ય ફ્રોઝન ફૂડમાં બેક્ટેરીયાનું પ્રમાણ નક્કી કરાયું છે. ૧૦ ટકા કોફી બીન્સમાં બેક્ટેરીયાના ચેપ લગાડવાની છૂટ અપાય છે.

કેનેડાની ફૂડ ઈન્સપેક્શન એજંસીએ ફૂડમાં જીવાણુ માટે પોતાની સિસ્ટમ અલગ રીતે વિકસાવી છે. ઈન્સપેક્શન દરમ્યાન તેના ગ્રેડ આપવામાં આવે છે. જે શાકભાજીમાં વૉર્મ્સ (નાના જીવાણુ) જોવા મળે તેને ગ્રેડ-ટુ આપવામાં આવે છે. તેને સસ્તા ભાવે વેચવાની છૂટ અપાય છે. જૈનો વર્ષથી સાબુ દાણા (ટેપીઓકા) સામે આંદોલન ચલાવે છે કે તેમાં જીવાણુ હોઈ પ્રતિબંધ મુકો.

૩. રીનેટ એ એક એન્ઝાઈમ ગૃપનું નામ છે. જે ઘેટાના બચ્ચાંમાં જોવા મળે છે જેથી તે તેની માનું દૂધ પચાવી શકે. કોમર્શીયલ ચીઝ બનાવવામાં તે મહત્ત્વનો પદાર્થ છે. જેને ઘેટાના બચ્ચાંને કાપીને તેના આંતરડામાંથી મેળવવામાં આવે છે.

આંતરડાને વાઈનમાં બોળીને સૂકવવામાં આવે છે ત્યારબાદ તેને ગાળવામાં આવે છે. જ્યાં સુધી ચીઝના પેકેટ પર એમ ના લખાય કે તમારી ચીઝમાં રીનેટ ગૃપનું એન્ઝાઈમ નથી તો એમ સમજવું કે તમે ઘેટાના બચ્ચાંના આંતરડામાંનું એન્ઝાઈમ ખાઈ રહ્યા છો.

૪. કેસ્ટોરીયમ એ એડીટીવ છે. તે બીયરની એનલ ગ્લેન્ડમાં જોવા મળે છે. કેસ્ટોરીયમ એ એનલ (ગુદા)માંથી એવું તત્ત્વ છોડે છે કે જેનાથી પોતાની સરહદ (વિસ્તાર) નક્કી થઈ શકે. તેની સુગંધ વેનીલા જેવી હોય છે. કેસ્ટોરીયમ (Cas No: 8023-2483-4 FEMA NO: 2261) એ એક એવું એક્સટ્રેક્ટ છે કે જે વેનીલા ફ્લેવરવાળા ગુડ્સને પકવવામાં ઉપયોગી બને છે. બીયર (રૂવાંવાળા પ્રાણી) મેળવવા તેને મારી નખાય છે તેની એનલ (ગુદા)ના ટૂકડા કરીને આલ્કોહોલમાં સૂકવવામાં આવે છે. 

પરફ્યુમ ઈન્ડસ્ટ્રીમાં તે વપરાય છે. ખોરાકમાં સુગંધી માટે તે ૮૦ વર્ષથી વપરાય છે છતાં ખોરાક પર લેબલ નેચરલ ફ્લેવરીંગનું મરાય છે. તેના રૂંવા બીર્ચ ટાર કે રશિયન લેધર તરીકે ઓળખાય છે. ફેરનેલ્સની હેન્ડબુક ઓફ ફ્લેવરમાં દર્શાવ્યું છે કે ફ્રોઝન ડેરી ફૂડ, જીલેટીન, પુડીંગ અને નોન આલ્કોહોલીક બીવરેજીસમાંની સુગંધ દરેક રોજ .૦૦૦૦૮૧ એમ.જી.ના પ્રમાણમાં લે છે. રાસ્પબરી કે સ્ટ્રોબેરી ફ્લેવરમાં પણ કેસ્ટોરીયમ વપરાય છે.

૫. બજારમાં વેચાતા બિસ્કીટ અને બ્રેડમાં એમિનો એસિડ હોય છે. જેને એલ.સાયસ્ટીન કહે છે. જે માણસના વાળ કે બતકના પીંછાને ઉકાળીને બનાવાય છે. તિરૂપતિના મંદિરમાં શ્રધ્ધાળુઓના વાળ ઉતારાય છે તેને મંદિરવાળા વેચે છે. તેમાંથી એલ.સાયસ્ટીન બનાવાય છે એટલે કે એમિનો એસિડ !!

૬. કાર્માઈન એ લાલ કલરનું પીગમેન્ટ છે જે કોસ્મેટીક્સ, ફૂડ કે ડ્રીંક્સને રેડ-પીંક કલરનું બનાવવા વપરાય છે. ૭૦,૦૦૦ જેટલા સ્કેલ (નાના) જીવાણુઓ કે જે કોચીનીયલ બગ તરીકે ઓળખાય છે જેને કેક્ટસમાંથી (પાંદડા ખાતા જીવાણુ) મેળવાય છે. તેમને મારીને સૂકવી નખાય છે.

તેનો ભૂકો કરીને પાવડર બનાવ્યા બાદ સૉસથી માંડીને કેક-જ્યુસ વગેરે બનાવવા વપરાય છે.

તાજેતરમાં સ્ટારબક્સે સ્વીકાર્યું હતું કે તેના ડ્રીંક્સમાં તે ડાય (કલર) વાપરે છે. ઘણી પ્રોડક્ટ પર કોચીન્યલ એક્સટ્રેક્ટ, કોચીન્યલ કે કાર્માઈન, કાર્માઈન એસિડ, ઈ-૧૨૦ કે નેચરલ રેડ કલર ૪.૧૦ લખેલું હોય છે. વાઈન, બીયર અને ખોરાક વચ્ચેના ભેદ માટે ફીશ-બ્લેડર્સ વપરાય છે. લાખો માછલીઓ માત્ર તેના બ્લેડર (મૂત્રાશય) કાપવા મારવામાં આવે છે.

મેં મધમાખીની પ્રોડક્ટ પર ધ્યાન નથી આપ્યું. પણ મધમાખીની વૉમીટ (ઉલટી)માંથી મધ બને છે એ જસ્ટ વાચકોની જાણ સારું લખ્યું છે. આગામી લેખમાં હું તમારા કોસ્મેટીક્સમાં વપરાતા ધૃણા ઊપજે એવી ચીજો દર્શાવીશ...

Tags :