નાનામાં નાના જીવ સાથે માણસની સરખામણી
સંવેદના - મેનકા ગાંઘી
જે કીડીઓ ગુંડાગીરી સાથે સંકળાયેલી છે તેમને બોડીગાર્ડ તરીકે રાખવામાં આવે છે
કીડીઓ પણ નેતા પસંદ કરવા ગુંડાગીરી કરી શક્તી કીડીઓનો ઉપયોગ કરે છે
જ્યારે કોઇ કીડી બીજીને મારે છે ત્યારે તે પોતાના જડબાનો ભાગ સામે વાળાના માથા પર દબાવી દે છે
વર્ચસ્વ ધરાવતા જીવો માણસની જેમ જ વર્તી શકે છે. ઘણીવાર માણસ કરતાં પણ આ જીવો વધુ સ્માર્ટ અને બુદ્ધિ બતાવી શકે છે.
મેં જ્યારે પ્રાણીઓ વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે મને એમ હતું કે લોકો મારા લખાણ વાંચીને થોડા વધુ દયાળુ થશે અને સાયન્ટીફીક રીતે પ્રાણીઓને સમજતા થશે. હવે મને એમ લાગે છે કે જો મેં સોંગ કે ડાન્સ પર લખ્યું હોત તો સારું થાત. કેમ કે લોકોને એવા વિષયમાં વધુ રસ હોય છે.
પૃથ્વી પરના તમામ જીવો તરફનો મારો પ્રેમ દર અઠવાડીયે વધી રહ્યો છે. હું પ્રાણીઓ માટે બીજું કશું નથી કરી શકતી એટલે લખું છું. નાનામાં નાનો જીવ ક્યાંકને ક્યાંક આપણી સરખામણી કરી શકે છે.
વર્ચસ્વ ધરાવતા જીવો માણસની જેમ જ વર્તી શકે છે. ઘણીવાર માણસ કરતાં પણ આ જીવો વધુ સ્માર્ટ અને બુદ્ધિ બતાવી શકે છે. આવા જીવો આપણી વચ્ચે જ રહેતા હોય છે. જેમ કે કીડીઓ. અગાઉ પણ મેં કીડીઓ અંગે લખ્યું છે. તે પોતાના માટે ટનેલ, ઘર વગેરે બનાવવામાં પોતાની એન્જીન્યરીંગ સ્કીલનો ઉપયોગ કરે છે.
તેનામાં પણ માનવની જેમ જાતિવાદ જોવા મળે છે. તે યુદ્ધ માટે પણ જાય છે. પોતાના દરની બહાર ચોકીદાર પણ રાખે છે. તે પોતાના સાથીઓ માટે રસોડાં પણ ચલાવે છે. જયાં કીડીઓ જમવા માટે ભેગી થાય છે, તેમના બેડરૂમ પણ હોય છે. અને સફાઇ માટેની ટીમ પણ હોય છે.
તેને શીખવાડતા ટીચર્સ ક્લાસ ચલાવે છે. નદી કેવી રીતે ક્રોસ કરવી વગેરેના ક્લાસ હોય છે. જો કીડીની લેન્ગવેજ સમજવાનું કોઇ મશીન હોય તો તે શું કોમ્યુનિકેટ કરે છે તેની ખબર પડી શકે. જો એમ થાય તો તેમને કયા કયા શોખ છે તે પણ જાણી શકાય.
નોર્થ કેરોલીના સ્ટેટ યુનિવર્સિટીના રીસર્ચર ક્લીન્ટ પેનીકે ઓક્સફોર્ડ અને એરિઝોન ખાતે કરેલા અભ્યાસ અનુસાર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કર્યો હતો. ભારતની જમ્પીંગ કીડીઓનો અભ્યાસ કરાયો હતો. તેમને ટેમ્પરરી અજાણી જગ્યાએ મુકી દેવાઈ હતી. જ્યારે ઇન્ડિયન ફલાઇંગ કીડીને નવા દરબાર કે નેતૃત્વ આપવાની વાત આવે ત્યારે સ્પર્ધા પણ જોવા મળે છે. ત્યારે ટોળામાં રહેતી કીડીઓને નેતૃત્વ જોવા મળતું હતું. નવી ક્વીન અને નવા દરબારીઓની નિમવાની વખતે પ્રજા સમાન અન્ય કીડીઓ તોફાન પણ કરતી હોય છે.
જ્યારે ક્વીન કીડી મરી જાય છે ત્યારે તેની સ્મેલના કારણે બીજા દરની કીડીઓ અંદર આવતી નથી. કેટલીક કીડીમાં પ્રજનન તંત્ર હોય છે જેનાથી તે બચ્ચાંની સંખ્યા વધારે છે.
એક કીડી તેના એન્ટેના દ્વારા બીજીને મારવાનું શરૂ કરે છે. ત્યાર બાદ બધા તેની કોપી કરે છે. આમ લડાઇ જેવું દ્રશ્ય ઉભુ થાય છે. જેમ આપણે ત્યાં ચૂંટણીઓ દરમ્યાન મારામારી થાય છે એમ કીડીઓમાં પણ જોવા મળે છે.
નેતાગીરી શોધવાનો ઝઘડો એક મહિના સુધી ચાલે છે. કીડીની કોલોનીમાં પોલીસ પણ હોય છે અને તે ઝઘડા દરમ્યાન હાજર થઇ જાય છે.
કીડીઓ એક બીજાને માટે તેની પાછળ પણ એક કારણ છે કે ઇંડા કોણ મુકશે. મહિનાઓના વિવાદ બાદ ૧૦ થી ૧૫ જેટલા ટોપ ઉમેદવારને ચાન્સ મળે છે.
જેમને ચાન્સ મળે છે એવી કીડીઓના ગર્ભાશય ભરાય છે અને તેમનું જીવન ચક્ર પાંચેક વર્ષ વધી જાય છે. ઇંડા મુકવાનો તેમનો પાવર વધેલો જોવા મળે છે.
જ્યારે નવા દર બને છે ત્યારે તે માનવ જાતની સિસ્ટમ આધારીત હોય છે. ડોલ્ફીન અને વાનર પણ આવા ઘર બનાવે છે.
જ્યારે કોઇ કીડી બીજીને મારે છે ત્યારે તે પોતાના જડબાનો ભાગ સામે વાળાના માથા પર દબાવી દે છે. જે જીતે છે તેનું ડોપામાઇનનું લેવલ વધતું જાય છે. જે જીતે છે તેનું હોર્મોન લેવલ પણ વધે છે. જો કે આ વોરમાં કેટલીક કીડીઓ નબળી પડી જાય છતાં મેદાન છોડતી નથી.
પાંચેક કીડીઓનું જૂથ બે દિવસ સુધી ફાઇટ કરી શકે છે. આ સમય દરમ્યાન તેમના હોર્મનનું લેવલ વધવા લાગે છે. જેથી તે ફરી લડવા તૈયાર થઇ જાય છે. જ્યારે જે હારે છે તેના પ્રજનન તંત્ર ખલાસ થઇ જાય છે.
જેમ ગામડામાં નેતાગીરી પસંદ કરવામાં ગુંડાઓની મદદ લેવાય છે એમ કીડીઓ પણ નેતા પસંદ કરવા ગુંડાગીરી કરી શક્તી કીડીઓનો ઉપયોગ કરે છે.
માનવ જાતમાં જેમ ચૂંટણી અંગે જેમ પ્રીડીકશન કરવામાં આવે છે એમ કીડીઓનો સમુહ પણ આવા પ્રીડીકશનમાં માને છે.
જેને નેતા બનાવવામાં આવે છે તે સમગ્ર દર પર પ્રભુત્વ રાખે છે. તેની પાસે દરની અન્ય કીડીઓને આદેશ આપવાની ક્ષમતા હોય છે. કોઇ કંપનીના સીઇઓની જેમ તે વર્તે છે. સર્વોચ્ચ સ્થાને ક્વીન હોય છે.
જયાં લડાઇ થાય કે બાઇટ કરીને જીતાતું હોય ત્યાં ડીકટેટરશીપ જોવા મળે છે. એક કીડી સૌથી ટોચની રેન્કમાં હોઇ અને બીજી કીડીઓ તેની નીચે આદેશ માનવા તૈયાર બેઠી હોય છે. જે કીડીઓ ગુંડાગીરી સાથે સંકળાયેલી છે તેમને બોડીગાર્ડ તરીકે રાખવામાં આવે છે.
શું માનવ જાતમાં પણ આવું જોવા નથી મળતું ?