હુમલાખોરોથી બચવા પક્ષીઓના નવતર માળા
સંવેદના - મેનકા ગાંધી
પક્ષીઓને પોતાનો ખોરાક ક્યાં સંતાડવો છે તે યાદ રહે છે માણસની કારની ચાવી રોજ ખોવાય છે
બચ્ચાઓની લર્નિંગ પ્રોસેસ ખૂબ ઝડપી હોય છે. કલર, આકાર, અવાજ, સુગંધ વગેરેને ઓળખી શકે છે. પોતાની માતાની સુગંધને પણ દૂરથી ઓળખી શકે છે
જેમ માણસ આંગળીથી ઇશારો કરે એમ કોમ્યુનિકેશન માટે હાથી સૂંઢનો ઉપયોગ કરે છે. હાથી વારંવાર સૂંઢનો ઉપયોગ વિવિધ ઇશારા માટે કરે છે
ઉષ્ણ કટિબંધીય હવામાનના કારણે પક્ષીઓ પર તેમનાથી મોટા પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને સાપ જેવાનું જોખમ વધ્યું છે. પક્ષીઓના માળા પર હુમલો કરતા આવા પ્રાણીઓ માળો તોડી નાખે છે, ઇંડા ચોરી જાય છે કે બચ્ચાને મારી નાખે છે.
અમેરિકન નેચરાલીસ્ટમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર પક્ષીઓ પણ નવી સ્ટાઇલનો માળો બાંધતા થઈ ગયા છે કે જેથી તેમના બચ્ચાને તેમજ માળાને બચાવી શકાય. હુમલાખોરોના કારણે પક્ષીઓની જાત જોખમમાં મૂકાતી હતી.
હવે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં રહેતા નાના પક્ષીઓ નવા માળા બાંધવાની ટ્રીક અપનાવી રહ્યા છે. કેટલાક ઝેરી કીડા, ઝાડ પર ચડીને માળામાં ઘૂસી જતા હતા પક્ષીઓ જે નવા માળા બાંધે છે તેમાં તે માળાને કલરીંગ બનાવે છે. કલરીંગ એટલે કે સાઇડમાં ક્યાં તો કાંટા રાખવા કે લીલા પ્રકારના પાંદડા રાખવા. હુમલાખોરને એમ લાગે છે કે આ કોઈ ઝેરી વનસ્પતિનો જથ્થો છે. આવા માળા બનાવવાથી હુમલાથી બચ્ચા, ઇંડાને બચાવી શકાય છે.
બચ્ચા ઇંડામાંથી બહાર નીકળે કે કેટલાક કલાકોમાં જ પોતાની વૃદ્ધિશક્તિ બતાવે તાજા જન્મેલા બચ્ચાં પાંચ ડગલા ભરવા લાગે છે. જ્યારે તેમની સામે બે વિવિધ સાઇઝના પ્લાસ્ટિક એગ મૂકવામાં આવે છે ત્યારે તે મોટા ઇંડાની દિશામાં જાય છે. તેમની બુદ્ધિક્ષમતા આટલાથી જ નથી અટકતી.
પક્ષીઓ પર ૨૦ વર્ષથી સંશોધન કરનાર પ્રોફેસર નિકોલે સાબિત કરી આપ્યું છે કે પક્ષીના બચ્ચા જન્મતાની સાથે ફિઝીક્સ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનું જ્ઞાાન ધરાવે છે. પ્રયોગો પરથી જણાયું છે કે પક્ષીઓના બચ્ચાઓને ચિત્રો, આકૃતિઓ વગેરેમાં વધુ રસ હોય છે.
પ્રયોગો પરથી એમ પણ જણાયું છે કે, મરઘીના બચ્ચાં પોતાની સામેનો પદાર્થ ખસે છે કે સ્થિર છે તે જાણી શકે છે. પદાર્થ દ્રષ્ટિની બહાર નીકળી જાય એનો અર્થ એ નથી કે તે પદાર્થનું અસ્તિત્વ નથી એમ મરઘીના બચ્ચા સમજી શકે છે પણ માનવ જાતના બચ્ચા (બાળકોને) આવું સમજતા બે વર્ષ લાગે છે.
મરઘીના બચ્ચા થોડું ચાલીને પોતાની જાતને બે પગ પર સ્થિર કરી શકે છે. મરઘીના બચ્ચાની બુદ્ધિ કઈ દિશામાં જવાનું છે તે સમજી શકે છે. જેમ કે, મરઘીના બચ્ચા સૂર્યની દિશામાં જાય છે. જો કે તેમની બુદ્ધિશક્તિ ખીલવવા સૂર્યની ગરમીની જરૂર પડે છે. બે અઠવાડિયાનું બચ્ચું સૂર્યની દિશા તરફ જાય છે.
સાયન્સ જર્નલના સંશોધન પ્રમાણે બતકના બચ્ચા પડકાર ઉઠાવી શકે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્રીઓએ સંશોધન કર્યું છે કે એક દિવસનું બચ્ચું પણ હરતા- ફરતા પદાર્થની દિશામાં પગ લંબાવે છે. જો બે પદાર્થ એકસરખા હોય, કલર પણ જુદા હોય તો પણ બચ્ચા ફરતા પદાર્થ તરફ જાય છે.
સંશોધનકારોએ એ પણ નોંધ્યું છે કે એકવાર જે વસ્તુ બચ્ચા જોઈ જાય છે તેની તરફ પણ ક્યારેય જતા નથી. હરતી- ફરતી વસ્તુઓ તરફ તેમનું ધ્યાન વધુ કેન્દ્રીત થાય છે. બચ્ચાઓની લર્નિંગ પ્રોસેસ ખૂબ ઝડપી હોય છે. કલર, આકાર, અવાજ, સુગંધ વગેરેને ઓળખી શકે છે.
પોતાની માતાની સુગંધને પણ દૂરથી ઓળખી શકે છે. આમ પ્રાણીઓના બચ્ચા સંબંધોના ગણિત તાલીમ મેળવ્યા વિના જ શીખી જાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈનું ધ્યાન ખેંચવા માંગે તો હાથ કે આંગળીઓનો ઉપયોગ કરે છે. જો કે કરંટ બાયોલોજીમાં સંશોધનકારોના પ્રસિદ્ધ થયેલા આર્ટિકલ અનુસાર હાથીનું બચ્ચું પણ કોઈ તાલીમ વિના આંગળીના ઇશારે ફૂડ શોધી કાઢે છે.
જંગલમાં રહેતા હાથીના બચ્ચા પણ આંગળીથી થયેલા ઇશારાને સમજી શકે છે. જેમ માણસ આંગળીથી ઇશારો કરે એમ કોમ્યુનિકેશન માટે હાથી સૂંઢનો ઉપયોગ કરે છે. હાથી વારંવાર સૂંઢનો ઉપયોગ વિવિધ ઇશારા માટે કરે છે.
જીવન શરૂ થવાની અર્થાત્ બચ્ચું જન્મે કે તરત તે વૃદ્ધિશક્તિ બતાવવા લાગે છે. વ્હેલના બચ્ચાં તરત જ તરવા લાગે છે. કૂતરાના બચ્ચાં આંખો ખોલ્યા પછી તરત જ પોતાના ફેમીલીને ઓળખવા લાગે છે.
પ્રાણીઓની બુદ્ધિશક્તિ એ ચર્ચવાનો વિષય છે, જિંદગીએ શીખવ્યું છે કે, જવાબો આસાન નથી હોતા જીવનમાં અનેક પ્રશ્નો મહત્ત્વના છે. ફ્રાન્સ-દ-વાલે લખેલા પૂસ્તક 'આર વી સ્માર્ટ ઇનફ ટુ નૉ હાઉ સ્માર્ટ એનીમલ આર ?' પુસ્તકમાં વાલેએ કહ્યું છે કે, પ્રાણીઓની બુદ્ધિશક્તિ આપણે માનીએ છીએ તેના કરતા વધુ હોય છે. કેટલાક વિજ્ઞાાનીઓ માને છે કે પ્રાણીઓની ક્ષમતાને માનવીની ક્ષમતા સાથે સરખાવી ન શકાય.
કહે છે કે પાંજરામાં પુરેલા પ્રાણી કરતા આઝાદ ફરતા પ્રાણીઓ વધુ બુદ્ધિક્ષમતાવાળા હોય છે. ઘણાં વિજ્ઞાાનીઓએ પોતપોતાની રીતે સંશોધન કર્યું છે.
ક્લર્ક નટક્રેકર નામનું પક્ષી પોતે સંતાડેલ ૨૦ હજાર પાઇનનટ્સ ક્યાં સંતાડી છે તે યાદ રાખી શકે છે પણ આપણે આપણી કારની ચાવી ક્યાં મૂકી છે તે યાદ રાખી શકતા નથી આવું વારંવાર બનતું આવ્યું છે.
યુવાન મધમાખીઓ ગુંચવાડાભર્યા અંકગણિત જેવો કોયડો ઉકેલી આપે છે. જ્યારે આ મુદ્દો સોલ્વ કરતા કોમ્પ્યુટરને કેટલાક દિવસો લાગે છે. નાના જીવાણુઓ ફૂલોની સુગંધી મેળવી તેની નજીકમાં સૌથી ટૂંકો રસ્તો શોધે છે એવું જ આ જીવાણું કરતા હોય છે.
કોમ્પ્યુટર બધા માર્ગો સુધીની લંબાઈ જાણીને પછી સૌથી ટૂંકો રસ્તો બતાવે છે. મધમાખી પણ ટૂંકો રસ્તો શોધી કાઢે છે. જ્યારે સંશોધનકારોને પ્લાસ્ટિકના ફૂલમાં સેન્ટ નાખીને મધમાખીને આકર્ષી ત્યારે તે ત્યાં સુધી આવીને પછી તરત જ કુદરતી ફૂલો તરફ જતી રહી હતી.
લેખક કહે છે કે ચિમ્પાન્ઝીની ઓળખ શક્તિ વિશેષ હોય છે. બચ્ચાંને તેના મા-બાપથી છૂટું પાડીએ તો પણ તે તેમને શોધી કાઢે છે. આવું જ ઉંદરો અને માછલીના કેસમાં હોય છે. તમારી આસપાસ ફરતા પ્રાણીઓમાં તમે બુદ્ધિશક્તિ જોવા માંગતા હોવ તો પ્રયાસ કરજો, જરૂર જોવા મળશે.
જ્યારે તમે પ્રાણીઓને ખાવ છો કે નફરત કરો છો ત્યારે યાદ રાખજો કે તમારાથી બુદ્ધિશાળી ને (કદાચ વધુ બુદ્ધિશાળી ના પણ હોય) તમે ખોરાક તરીકે લઈ રહ્યા છો.
પ્રાણીઓને 'સ્ટુપિડ' એટલા માટે કહ્યા છે કે, તે હિંસાનો બદલો હિંસાથી નથી લેતા. જ્યારે માનવ જાતનું બાળક એ જુવે છે કે મારા વાલીઓ પૃથ્વી પરના અન્ય જીવો તરફ ઘાતકી વલણ દાખવે છે ત્યારે તે પણ એ જ દિશા અપનાવે છે.