Get The App

સંસ્કૃતિના નામે પ્રણીઓને હણવામાં આવે છે..

સંવેદના - મેનકા ગાંધી

હિન્દુઓ પણ પ્રાણીઓની હત્યા જેવી વાતમાં પાછળ નથી

Updated: Jun 9th, 2019

GS TEAM

Google News
Google News
સંસ્કૃતિના નામે પ્રણીઓને હણવામાં આવે છે.. 1 - image



તમિળ કલાકારો-એક્ટરો વગેરે  હિંસક ગેમ અટકાવવાની વાત સાથે સંમત નથી. લોહીથી લથબથ બળદો ભલે મરી પણ જાય પણ ગેમ અટકાવાશે તો તમિળનાડુની આખી સંસ્કૃતિ ખતમ થઇ જશે..

મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં વિચિત્ર રેસ થતી હોય છે. જેમાં ઝડપથી દોડતા એક પ્રાણી સાથે ઓછું દોડી શકતા પ્રાણીના પગ બાંધીને દોડાવાય છે.જેમકે બળદ અને ભેંસના એક પગ બાંધી દેવાય છે..

કેટલાક મહિના પહેલાં મેં એક ફિલ્મ જોઈ હતી. જેમાં કાયદાનું પાલન કરનારા અને પ્રેમાળ શ્વેત કોમ્યુનિટીના લોકોને વર્ષમાં કાયદેસર રીતે એક દિવસ માટે કોઇ પણ અશ્વેતને શૂટ કરવાની પરવાનગી અપાય છે. આ ફિલ્મ એક એવા કુટુંબ પર આધારીત હતી કે જે અશ્વેતને બચાવે છે પણ તેમના મિત્રો અશ્વેતોનો શિકાર કરે છે.

આપણે ત્યાં પણ આવી હત્યા માટે બે દિવસની છૂટ આપવામાં આવે છે. બકરી ઇદના દિવસે મુસ્લિમ કોમ્યુનિટી લાખો બકરા અને અન્ય પ્રાણીઓની હત્યા કરવા માટે કાયદેસરના ફ્રી પાસ અપાતા હોય એવો ઘાટ સર્જાય છે. ત્યારે સરકાર અને પોલીસ તમાશો જોયા કરે છે. આ દિવસોમાં લાખો યુવાન બકરાઓના ગળા કાપી નખાય છે.

માત્ર બકરા નહીં પણ પ.બંગાળ અને કેરળમાં ગાયો કપાય છે જ્યારે હૈદ્રાબાદ, કેરળ, તમિળનાડુ,દિલ્હી અને મેરઠમાં ભેંસ અને ઉંટને ગેરકાયદે કપાય છે. બકરાને ક્યાં કાપવા તે અંગેના કડક કાયદા છે પણ કોઇ કાયદાને ગણતું નથી. આ દિવસોમાં મુસ્લિમ વિસ્તારોની ગટરોમાં લોહી વહેતું હોય છે જે અંતે નદીમાં મળે છે.

મોટા શહેરોના કેટલાક વિસ્તારોમાં તો સડેલા લોહી અને  મટનની ેએટલી તીવ્ર વાસ આવે છે કે નજીકમાંથી પસાર થનાર બિમાર પડી જાય.

હિન્દુઓ સતત આ ઘાતકી હત્યા અંગે વાંધો ઉઠાવે છે કેમકે ઇસ્લામને આવી કતલ સાથે કોઇ સંબંધ નથી. દર વર્ષે આવી કતલ અંગે ડીબેટ થાય છે. ટીવી પર એન્કરો દર વખતે એકના એક લોકોને બોલાવે છે. બે તરફેણમાં બોલે છે અને બે વિરોધમાં બોલે છે. આ મુદ્દો હંમેશા હિન્દુ મુસ્લિમ પર આવીને અટકી જાય છે.

જો કેે હિન્દુઓ પણ સામુહીક હત્યા જેવી વાતમાં પાછળ નથી. જ્યારે દેશ ભરમાં લળણીની મોસમ ચાલતી હોય લોકો ઉત્સાહમાં આવીને  વસંતના વધામણા કરતા હોય ત્યારે તેજ દિવસે દેશભરમાં પક્ષીઓ પર જુલમ થતો જોવા મળે છે. હિન્દુઓ માટેની બકરી ઇદ એટલે ૧૪ જન્યુઆરીની મકરસંક્રંાતી.

કર્ણાટકમાં તો એનીમલ એક્ટીવીસ્ટોએ ધાર્મિક પરંપરા હેઠળ શિયાળોને પકડવામાં આવતા હતા. મારીને પુરી રખાતા હતા અને પછી જીવતા સળગાવી દેવાતા હતા. હવે તેની જગ્યા કંબાલાએ લીધી છે. જ્યાં ગાયને ચાબુકો ફટકારીને વહેતા પાણીમાં દોડાવાની રેસ થાય છે. ઘણી ગાયોના પગ ભાંગી જાય છે અને ઘણી ચાબુકના ફટકા તેમજ વહેતા પાણી સામે દોડી શકતી નથી એટલે ફસકી પડે છે.

લુપ્ત થતી પક્ષીની જાત બુલબુલને આસામમાં સ્પર્ધા માટે વપરાય છે. શિકારીઓ બુલબુલને કેટલાક અઠવાડીયા પહેલાં  જંગલમાંથી પકડી લાવે છે. તેના ગામના લોકોને વેચાતા અપાય છે. લોકો તેને પીંજરામાં પુરી રાખે છે . પછી ફાઇટના દિવસે તેને બીજા બુલ બુલ સાથે લડાવાય છે . જે મરી જાય તેને જીતેલો જાહેર કરાય છે. રોમન સામ્રાજ્યમાં આપાતી હતી એવી જગ્યા ફાઇટ માટે અપાય છે. કોર્ટે આવી ફાઇટ પર પ્રતિબંધ લાધ્યો હોવા  છતાં તે રમાય છે.

આંન્દ્ર પ્રદેશમાં કૂકડાઓને અંધારામાં રાખવામાં આવે છે. તેમના પીંજરામાં સળીયા નાખીને ઉશ્કેરવામાં આવે છે. ત્યારબાદ તેમના પગ પર બ્લેડ બાંધીને તેમને એક બીજા સાથે લડાવવામાં આવે છે. જ્યાં સુધી બેમાંથી એક પીંખાઇ ના જાય ત્યાં સુધી ગેમ ચાલે છે. જીતનાર મરઘાએ બીજા સાથે લડવું પડે છે. આમ મરતા મરઘાની લોકો  દારુ સાથે પાર્ટી કરે છે. ગેમ રમાય છે ત્યાં છૂટથી દારુ મળતો હોય છે. 

આંન્દ્ર પ્રદેશ હાઇ કોર્ટે આવી ફાઇટ પર મનાઇ હુકમ આપ્યો છે જેને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ગણ્યો છે. અનેક રાજકારણીઓ આવી ફાઇટ કરાવનારા સાથે સંડોવાયા હોવા જોઇએ આ વર્ષે આ ફાઇટ થાય છે કે નહીં.

ગોવામાં બુલ ફાઇટ થાય છે. બળદોને દારુ પીવડાવાય છે અને પછી બે બળદો એકબીજાને માથું ભટકાવીને ફાઇટ કરાવાય છે. પીધેલા પ્રેક્ષકો  લોહીયાળ બળદોને જોઇને ચીચીયારીઓ પાડયા કરે છે. બળદ વધુ ઝનુનથી લડે એટલે તેમના હાથમાં જે હોય તે બળદો પર છૂટું માર્યા કરે છે.

૨૦ વર્ષ પહેલાં કોર્ટે આ ફાઇટ પર મનાઇ ફરમાવી હોવા છતાં ઘણીવાર કેટલાક રાજકારણીઓના ટેકાથી ખાનગીમાં આવી ફાઇટ યોજાય છે. આવી ફાઇટ ફરી ચાલુ કરાવીશું એમ અનેક રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખતા હોય છે. જોકે હવે આવી ફાઇટો મોટા ભાગે અદ્રશ્ય થવા લાગી છે.

જોકે મધ્ય પ્રદેશમાં આવી લોહીયાળ ફાઇટ હજુ જોવા મળે છે. તે ગેર કાયદેસર છે. ત્યાંના અખબારોમાં પણ આવી ફાઇટના મોટા ફોટા આવતા હોય છે.

મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં વિચિત્ર રેસ થતી હોય છે. જેમાં ઝડપથી દોડતા એક પ્રાણી સાથે ઓછું દોડી શકતા પ્રાણીના પગ બાંધીને દોડાવાય છે.જેમકે બળદ અને ભેંસના એક પગ બાંધી દેવાય છે. તેમને દારુ પીવડાવાય છે અને તેમને ઉશ્કેરવા તેમની ગુદામાં સળીયો ધુસાડાય છે.

તેમના પર કોઇ દયા નથી બતાવાતી અને મરતા સુધી દોડાવાય છે. કેટલીક વાર ઘોડાના પગને ગાયના પગ સાથે બાંધીને રેસ લગાવાય છે.

ધીમે દોડી શકતું પ્રાણી ઢસડાઇને મોતને ભેટે છે. કાયદેસર તેના પર પ્રતિબંધ છે. છતાં કેટલાક રાજકારણીઓ એમ માને છે કે આવી ગેમ રમાડવાથી પોતાની પોપ્યુલારીટી વધે છે એટલે તે આવી વલ્ગર અને ઘાતકી ગેમ ગામડામાં યોજે છે. આવી ગેમ પૂણેના આસપાસના ગામોમાં યોજાય છે.

ગુજરાતમાં પતંગોત્સવ એક અઠવાડીયું ચાલતો હોય છે. જેમાં કાચથી રંગેલી દોરીના કારણે લુપ્ત થઇ રહેલા ત્રણ લાખ જેટલા પક્ષીઓનો ખાત્મેા બોલાય છે. હું માનું છું કે પતંગ ચઢાવવાના આનંદ લૂંટતા લોકોએ    આકાશમાંથી નીચે પડીને મોતને ભેટતા પક્ષીઓનું દર્દ પણ સમજવું જોઇએ. કોર્ટે ચીનની દોરી પર પ્રતિબંધ મુક્યો છે પરંતુ હજુ પણ તે વપરાય છે.

જલ્લીકુટ્ટી ગેમની વાત કરીએ તો તેમાં બળદોને અઠવાડીયા સુધી અંધારામાં રખાય છે પછી તેમને દારુ પીવડાવીને ટોળા પર ધકેલી દેવાય છે. સામે છેડે ડઝન બંધ યુવાનેા બળદના શિંગડા ખેંચવા તત્પર હોય છે. લોહી લુહાણ બળદ અંતે મોતને ભેટે છે કેટલાક યુવાનો પણ કચડાઇને મરે છે. તમિળ સંસ્કૃતિના નામે ઘણા રાજકારણીઓ આવી હિંસક ગેમ અંગે આંખ આડા કાન કરે છે. જાહેરમાં તે તેનો વિરોધ કરે છે પણ હકીકત એ છે કે રાજ્યમાં પોતાની પોલીટીકલ વગ ઉભી કરવા તે લોકો આવી હિંસક રમતને આડકતરો ટેકો આપતા હોય છે.

ભારતના દરેક લોકોની આવી હિંસક ગેમ પર નજર હોય છે. સુસંસ્કૃત લોકો સક્રીય હોવા પણ જોઇએ. જો કે તમિળ કલાકારો-એક્ટરો વગેરે આવી હિંસક ગેમ અટકાવવાની વાત સાથે સંમત નથી. આ લોકો તો એમ કહે છે કે જો લોહીથી લથબથ બળદો ભલે મરે પણ જો આ ગેમ અટકાવાશે તો તમિળનાડુની આખી સંસ્કૃતિ ખતમ થઇ જશે.

બકરી ઇદ અને મકરસંક્રાતિ વચ્ચે ફર્ક એ છે કે મુસ્લિમો પ્રાણીઓને મારતી વખતે સટ્ટો નથી રમતા જ્યારે હિન્દુઓ પ્રાણી કેટલી ઝડપે રમે છે તેનો સટ્ટો રમે છે. તે માટે દારુ પણ પીવે છે અને ચીચીયારી પણ પાડે છે.  કોઈ હિન્દુ એવો દાવો નથી કરતો કે પ્રાણીઓની હત્યા કરવાનું ધર્મમાં લખ્યું છે. છેલ્લા દાયકાઓથી આવી પ્રણીઓની હિંસા કરવાની ઘટનાઓ વધી છે.

Tags :