Get The App

બેક્ટેરિયાનું નામ સાંભળી મોં ના બગાડશો..

પહેલા વરસાદે પૃથ્વીમાંથી આવતી સોડમ પાછળનું કારણ બેક્ટેરિયા છે

Updated: Mar 3rd, 2019

GS TEAM

Google News
Google News
બેક્ટેરિયાનું નામ સાંભળી મોં ના બગાડશો.. 1 - image



કેટલાક વિજ્ઞાાનીઓેએ દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વાદળ પર બેક્ટેરિયાનો સ્પ્રે કરવાનો આઇડયા અપનાવવા જણાવ્યું છે:ચહેરા પર પણ અનેક જીવતા અને મરેલા બેક્ટેરીયા જોવા મળે છે..

છોડવાઓ માટેની જમીનને જે નાઇટ્રોજન જોઇએ છે તે બેક્ટેરિયા પૂરો પાડે છે. માનવજાતનું શરીર ટકી રહે એટલા માટે ફ્રેન્ડલી બેક્ટેરિયા ઉપયોગી બને છે..

..... મને એક ઝેન સ્ટોરી (બુધ્ધ ધર્મના સાધુઓની ઉપદેશ કથા) ખુબ ગમે છે. જેમાં એક ઝેન સાધુને એમ પૂછવામાં આવે છે કે જો કોઇ ઘરમાં આગ લાગે તો સૌથી પહેલાં તમે શું મહત્વનું બચાવવાનું પસંદ કરશો ? સાધુએ એવો જવાબ આપ્યો હતો કે હું આગને બચાવીશ.

મારા મનમાં આ સ્ટોરી છેલ્લા ૪૦ વર્ષથી ધૂમરાઇ રહી છે. મને એ વિચાર આવે છે કે આપણે કઇ ચીજને મહત્વની ગણીએ છીએ.

પૃથ્વી પર રહેતા સૌથી નાનામાં નાના જીવ બેક્ટેરીયાની આપણે વાત કરીએ તો લાખો બેક્ટેરીયમ ભેગા થઇને જે જીવ બને તે બેક્ટેરીયા છે.

એક ગ્રામ જમીનમાં ૪૦ મીલીયન બેક્ટેરીયા સેલ રહે છે. એક મીલી લીટર ફ્રેશ પાણીમાં સામાન્ય રીતે એક મીલીયન જેટલા બેક્ટેરીયા હોય છે. કહે છે કે પૃથ્વી પર અંદાજે ઓછામાં ઓછા પાંચ નોનીલીયોન (પાંચની પાછળ ૫૪ વાર ઝીરો આવે) જેટલા બેક્ટેરીયા રહે છે.

બેક્ટેરીયમ એવો જીવ છે કે જે કોમ્યુનિકેટ કરી શકે છે, ટ્રાવેલ કરી શકે છે, ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, પર્યાવરણને સમજી શકે છે. આ જીવો ત્રણ પ્રકારના હોય છે. બોલ આકારના રે કોકી, લાંબા સળીયા જેવા આકારના કે બેસીલી, સ્પાઇરલ કે સ્પીરીલીયા.

આ જીવો સર્વત્ર જોવા મળે છે તમારા પેટથી માંડીને બર્ફીલા પહાડો અને જવાળામુખી સુધી, દરિયાના પેટાળથી માંડીને આકાશમાં ૩૦ માઇલ ઉંચે પણ તે જોવા મળે છે. જમીન, પ્લાન્ટ, પ્રાણીઓ વગેરે બેક્ટેરીયા ઘરાવતા પર્વતો જેવા છે.

એક્સટ્રામોફીલીસ પ્રકારના કેટલાક બેક્ટેરીયા સખત્ત ઝેરી સ્થિતિ કે સખ્ત ગરમમાં પણ રહી શકે છે.  પૃથ્વી પર બેક્ટેરીયાનો પ્રવેશ ચાર અબજ વર્ષ જુનો છે. તમે (માનવજાત) તેમના પછી આવ્યા છે.

મારકુસ ટેરેન્ટીસ વેરો (રોમન-૧૧૬-બીસી-૨૭ બીસી) તેને શોધ્યાને દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હવામાં ફરતા નાના જીવાણુઓ મારફતે તે જોવા મળ્યા હતા. અંતે  માઇક્રોસ્કેાપ બનાવનાર એન્ટોની વેન લીયુવેન્કહોકે (ડચ-૧૬૩૨-૧૭૨૩) શોધી કાઢ્યા હતા. તેમણે તેને એનીમીક્યુલસ માઇક્રો

બાયોલોજી સાથે સરખાવ્યા હતા. તેમને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવ્યા છે. ક્રીસ્ચ્યન ગોટફર્ડ એરન બર્ગે (જર્મન ૧૭૯૫-૧૮૭૬) ૧૮૩૮માં બેક્ટેરીયમ શબ્દ શોધ્યો હતો. રોગ થવા પાછળનું કારણ બેક્ટેરીયા છે એવું સંશોધન કરનાર રોબર્ટ કોચને (જર્મન ૧૮૪૩-૧૯૧૦) ૧૯૦૫માં નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. બેક્ટેરીયા શોધવા માટેનું સ્ટેન બનાવનાર પાઉલ રાલીચ (જર્મન ૧૮૫૪-૧૯૧૫) ને પણ નોબલ પારિતોષિક મળ્યું હતું.

બેક્ટેરીયા પોતાનો ખોરાક પોતાની જાતેજ મેળવી લે છે. કેટલાક અન્ય નાના જીવો પર આધારીત હોય છે તો કેટલાક ઉકરડામાંથી તો કેટલાક મરેલા જીવોના શરીરમાંથી પોષણ મેળવે છે. કેટલાક બેક્ટેરીયા જેમના શરીરમાં રહે છે તેને જ ખતમ કરી નાખે છે. કેટલાક સૂર્ય પ્રકાશ કે પાણી કે કાર્બન ડાયોક્સાઇડમાંથી પોષણ મેળવે છે.

હકીકત એ છે કે તેમના પોષણ મેળવવાના પ્રયાસના કારણે પૃથ્વી પર ઓક્સીજનનું પ્રમાણ વધે છે. પોતાના પોષણ માટે બેક્ટેરીયા એમોનિયા,સલ્ફર,ફોસ્ફરસ,નાઇટ્રોજન, ઝીંક, આયર્ન જેવા કેમીકલ્સને પણ પોષણ માટે ઉપયોગ કરે છે. આપણે તેને નાઇટ્રોજન ફીક્સચર્સથી ઓળખીએ છીએ.

પૃથ્વીપરના પ્લાંટના મૂળમાં જોવા મળે છે. એરોબીક બેક્ટેરીયા ઓક્સીજનની હાજરીમાંજ ઉછરે છે. તે ખરાબ ગંધ પણ ઉભી કરે છે. માનવજાતમાં તે આંતરડામાં જોવા મળે છે. તે ગેંગરીન,ટીટેનસ કે ડેન્ટલ ઇન્ફેકશન કરી શકે છે. કેટલાક બેક્ટેરીયા ઓક્સીજન સાથે કે ઓક્સીજન વગર ઉછરી શકે છે. તે જમીન, પાણી, શાકભાજી, માનવજાત, પ્રાણીજાતમાં પણ જોવા મળે છે. 

સાલોમોનીલો દાખલો આપી શકાય. માનવજાતમાં બેક્ટેરીયાનું ઇન્ફેક્શન મેસાફોલીક બેક્ટરીયાથી થાય છે.(કોલી પ્રકારના) માણસના આંતરડામાં મેસાફોલીક બેક્ટરીયા જોવા મળે છે. જેમાં ડાયેટરી લેક્ટોબેસીલસ,સીડોફીલસ વગેરેનો સમાવેશ થાય છે.

આવા બેક્ટેરીયા સતત વધ્યા કરે છે. ઇન્ટરનલ ગેસ બબલ્સના સહારે તેમની મુવમેન્ટ ચાલુ રહે છે. કેટલાક બેક્ટેરીયાને પંૂછડી હોય છે. જે ગબડીને આગળ વધે છે. તે દર કલાકે ૦.૦૦૦૧૭ કિલો મિટરની ઝડપે આગળ વધે છે.

જ્યારે બેક્ટરીયાને પૂરતું પોષણ નથી મળતું ત્યારે તે સુષુપ્ત અવસ્થામાં સરકી પડે છે. રેડીએશન, નિવારણ,ભૂખમરા, કેમીકલ્સ, સખ્ત ગરમી વગેરેની તેમના પર કોઇ અસર થતી નથી.૨૦૦૭માં વિજ્ઞાાનીઓને લાખો વર્ષ જુનું બેક્ટરીયમ એન્ટારટીકાના બર્ફીલા વિસ્તારમાંથી મળી આવ્યું હતું.

મોટા ભાગના લોકો બેક્ટેરીયાનું નામ સાંભળીને મોં બગાડે છે. પરંતુ આપણે જે હવા લઇએ છીએ તે બેક્ટેરીયાને આધારીત છે. છોડવાઓ માટેની જમીનને જે નાઇટ્રોજન જોઇએ છે તે બેક્ટેરીયા પુરો પાડે છે. માનવજાતનું શરીર ટકી રહે એટલા માટે ફ્રેન્ડલી બેક્ટેરીયા ઉપયોગી બને છે.

આપણા પાચન તંત્રમાં રહેલા બેક્ટેરીયા જટીલ પોષક તત્વોને તોડીને શરીરમાં ઓગાળે છે. રોગ કરી શકતા બેક્ટેરીયા અને શરીરને નુકશાન કરી શકતા બેક્ટેરીયાને ફ્રેન્ડલી બેક્ટેરીયા ઓળખી જાય છે અને તેમની સામે વોર પણ કરે છે. લેક્ટીક એેસિડ પ્રકારના બેક્ટેરીયા ચીઝ ,સોયા સોસ,દહીં, કચુંબર,વિનેગાર જેવા ફુડ બનાવવા માટે વપરાય છે. તેનો ઉપયોગ ખોરાકમાં આથો લાવવા માટે પણ થાય છે. 

ઓર્ગેનીક પદાર્થોને તોડી નાખવામાં બેક્ટેરીયા ગજબની સ્પીડ બતાવે છે. ઓઇલના ડાઘા સાફ કરવા કે ઝેરી પદાર્થને ડાયલ્યુટ કરવા માટે પણ વપરાય છે. ફાર્માસ્યુટીકલ અને કેમીકલ ઇન્ડસ્ટ્રી તેનો ઉપયોગ કેમીકલ બનાવવા માટે કરે છે. બેસીલસ થરીંગીનેસીસ પ્રકારના બેક્ટેરીયા ખેતી માટે વપરાય છે. ઝેરી રસાયણો વાપરવામાંથી તે મુક્તિ ્અપાવે છે. સિક્કાની બાજી બાજુ એ પણ છે કે માનવ ઇતિહાસમાં જે ભયાનક રોગચાળા ફાટી નીકળ્યા હતા તે પણ બેક્ટેરીયાના કારણે જ હતા. જેમકે કોલેરા, ડિપ્થેરીયા,પ્લેગ, ન્યુમોનીયા, ક્ષય, ટાઇફોઇડ વગેરે..વગેરે.

બેક્ટેરીયા વિશેની કેટલીક માહિતી વાંચો..

માણસના શરીરમાંની ડૂંટીની જગ્યા પર ૧૪૫૮ પ્રકારના બેક્ટેરીયા રહે છે. દરેકના બેલીબટન (ડૂંટી)નો પ્રકાર અલગ હોય છે. જાપાનની જમીન પર મળતા બેક્ટેરીયા હવે બેલીબટનમાં જોવા મળે છે. જ્યાં ખોરાક મળે ત્યાં જેમ માનવ વસાહત ઉભી થાય છે એમ બેક્ટેરીયાનું પણ હોય છે. જીન્સ પહેરનારને એ ખબર નથી હોતી કે જો બે અઠવાડીયા સુધી એકજ જીન્સ પહેરે તો તેના પર લાખો બેક્ટેરિયા જોવા મળે છે.

માણસના ચહેરા પર પણ અનેક જીવતા અને મરેલા બેક્ટેરીયા જોવા મળે છે. મેગ્નેટોસ્પીરીલીયમ મેગ્નેટીકમ પ્રકારના બેક્ટેરીયા લોખંડમાં પણ પ્રસરી શકે છે. લોખંડમાં તે મેગ્નેટીક મેગનેટાઇટિમાં પરિણમે છે. આ રીતે તે લોખંડના મેગ્નેટીક ફીલ્ડમાં પ્રસરે છે. 

લાખો લોકોને ડીઓડરન્ટ વાપરવાની ખરેખર જરુર નથી હોતી (ખાસ કરીને પૂર્વ એશિયાના લોકો) કેમકે તેમનામાં એેવા જીન્સ રહેલા છે કે જે પરસેવો થતા અટકાવે છે આ પરસેવો ગંધ અને બેક્ટેરીયાને આકર્ષે છે.

એક ચમચો ભરીને સી. બોટોલીયમ પ્રકારના બેક્ટેરીયમને જો યોગ્ય રીતે વહેંચવામાં આવે તો તે એશિયાની આખી માનવજાતને ખતમ કરી શકે છે. 

વરસાદના કારણે પૃથ્વીમાંથી જેે સોડમ-સ્મેલ નીકળે છે તે બેક્ટેરીયાના કારણે હોય છે. ફલોટીંગ બેક્ટેરીયાના કારણે ઠંડા વાદળા ભેગા કરે છે જેથી બરફ અને વરસાદ પડે છે. કેટલાક વિજ્ઞાાનીઓેએ દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વાદળ પર બેક્ટેરીયાનો સ્પ્રે કરવાનો આઇડયા અપનાવવા જણાવ્યું છે.

Tags :