સંવેદના - મેનકા ગાંધી
બકરો, મરઘી વગેરે માત્ર માંસ માટે ઉત્પન્ન નથી થયા
મોટા ભાગના લોકો તેમના પાળેલા પ્રાણીઓને પ્રેમથી રાખે છે અને માન આપે છે
વિચાર તો કરો કે જે પ્રાણીઓ બકરા, મરઘી, ભેંસ, ગાય, માછલી વગેરેને આપણે પ્રેમ કરીએ છીએ તેમને ખોરાકમાં ઉપયોગમાં લેવા મોટાપાયે ઉત્પાદન કરીએ છીએ
મોરોક્કોમાં બકરા ઝાડ પર ચઢીને જે સ્વીટ ડાળીઓ હોય ત્યાં સુધી પહોંચી જાય છે:બકરાને આપણે બ્રેનલેસ સમજીએ છીએ તેનામાં બ્રેન પણ છે અને તે યાદ પણ રાખે છે
મારા શેલ્ટર સંજય ગાંધી એનીલ કેર સેન્ટરમાં 'રાજ્જી' નામનો એક બકરો છે. તેની પોતાની એક ટોળકી છે. જ્યારે આ બકરો શેલ્ટરમાં લટાર મારવા નીકળે છે ત્યારે તેની આસપાસ કૂતરા પણ હોય છે. આ બકરો જ્યાં બેસે છે તેની નજીક થોડા અંતરે કૂતરા પણ બેસે છે. આ સ્થિતિ એવું દર્શાવે છે કે જાણે બકરો તેમનો બોસ છે. તેની નજીકથી કોઇ પસાર થાય તેની તે રાહ જુવે છે. બે-ત્રણ લોકો તેની નજીકથી વાતો કરતા પસાર થાય તો તે માથું ધૂણાવે છે અને એવો સંકેત આપે છે કે મને પણ તમારી વાતોમાં ખબર પડે છે.
હું તેની નજીકથી બે અઠવાડીયા સુધી પસાર થયા પછી તેની પીઠ પરના સિલ્કી વાળ પર હાથ ફેરવી શકી હતી. આ બકરો એમ માનતો હતો કે મને માણસની જેમ રાખો. હવે તો સ્થિતિ એ છે કે તે અમારા આખા સ્ટાફનો 'બોસ' બની ગયો છે.
મોટા ભાગના લોકો તેમના પાળેલા પ્રાણીઓને પ્રેમથી રાખે છે અને માન આપે છે. ખેતીના ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને ભાગ્યે જ આવી સવલત મળે છે. આવા પ્રાણીઓ બિલાડી અને કૂતરા જેવા બુધ્ધિશાળી હોવા છતાં તેમને તેમના માલિકો બહુ પ્રેમ નથી આપતા. વિચાર તો કરો કે જે પ્રાણીઓ બકરા, મરઘી, ભેંસ, ગાય, માછલી વગેરેને આપણે પ્રેમ કરીએ છીએ તેમને ખોરાકમાં ઉપયોગમાં લેવા મોટાપાયે ઉત્પાદન કરીએ છીએ. લોકો બકરાનું મટન એમ સમજીને ખાય છે કે આ બ્રેન-લેસ પ્રાણી માત્ર આપણા ખોરાક માટે જ ઉછર્યું છે.
તાજેતરના પ્રયોગો પરથી જાણવા મળ્યું છે કે બકરાઓ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે છે, તે અંદરો-અંદર સામાજીક સંબંધો પણ રાખે છે. બકરાઓ અંદરો-અંદર ફ્રેન્ડશીપ રાખે છે અને નવા વાતાવરણમાં આસાનીથી ભળી જવામાં તે નિપુણ હોય છે.
આ પ્રયોગો પરથી એ પણ જણાયું છે કે બકરામાં લાંબો સમય યાદ રાખવાની શક્તિ હોય છે. આ શક્તિ તેની બૌધ્ધિક ક્ષમતા બતાવે છે. બકરાઓને કેટલાંક અટપટાં કામ વારંવાર સમજાવવામાં આવે તો તે શીખી જાય છે તે કોઇ ચોક્કસ સાધનને પણ ઓળખી શકે છે. પોતાની આજુબાજુ પ્રાણીઓના ટોળા જોઇને તે પોતાનો અવાજ પણ બદલી શકે છે.
યુનિવર્સિટી ઓફ લંડનના ક્વીન મૅરી રીસર્ચ તેમજ સ્વિત્ઝર્લેન્ડની ઈન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સ દ્વારા કરાયેલા સંશોધન અનુસાર બકરા અટપટા કામો શીખી લે છે અને લાંબા સમય સુધી તે યાદ પણ રાખે છે. ચાર વિજ્ઞાાનીઓએ ૧૨ બકરાંને બોક્સ ખોલીને તેમાંથી ખોરાક કેવી રીતે ખેંચવો તે શીખવાડયું હતું. કેટલાક પ્રયાસો બાદ બકરાં શીખી ગયા હતા. આ ચારેય બકરાને દસ મહિના બાદ ફરી બોક્સ ખોલવાનું કામ સોંપાયું ત્યારે તે માત્ર બે મહિનામાં તે ફરી શીખી ગયા હતા. પ્રથમ દસ મહિના પહેલાં શીખવાડયું અને ત્યારબાદ દસ મહિના પછી શીખવાડયું તેમાં શીખવાના સમયમાં ઘણો ફર્ક પડયો હતો.
કેટલાક અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે બિલાડી, કૂતરા જેવા બીજા જીવો પણ નિશ્ચિત પદાર્થને ઓળખી શકે છે.
તે સ્થળ પરથી તેમને થોડો સમય માટે ખસેડી નાખવામાં આવે તો પણ તે પદાર્થને ઓળખી શકે છે. એપ્લાઇડ એનીમલ બિહેવીયર સાયન્સે પોતાના સંશોધનમાં લખ્યું છે કે બકરામાં પદાર્થ ઓળખવાની શક્તિ રહેલી છે. ફીમેલ નાઈજીરીયન બકરા પર પણ સંશોધન થયું છે. તે છુપાઇને રાખેલા પદાર્થ પણ શોધી શકે છે. રાંધ્યા વિનાના પાસ્તા ટેબલ નીચે સંતાડયા હોય તો પણ બકરા શોધી કાઢે છે. જ્યારે સંશોધન કરનારાઓએ કપમાં થોડા પાસ્તા મૂકીને તેને દૂર સંતાડયા તો પણ બકરા તેને શોધી શક્યા હતા.
અન્ય એક પ્રયોગમાં કપમાં પાસ્તા સિવાયની ચીજ રાખવામાં આવી હતી તો તે શોધી શક્યા નહોતા. આ માટે તેમને સૂંઘવાની તાલીમ પણ આપવી પડે છે.
જ્યારે એક કપમાં પાસ્તા અને બીજા કપમાં અન્ય કોઇ ચીજ ભરી હોય ત્યારે એકસરખા કપ હોવાના કારણે તેમને મુશ્કેલી પડતી હતી. જો પાસ્તા શોધવાનો ટ્રેક અટપટો રાખવામાં આવે તો પણ ત્યાં સુધી પહોંચવા બકરા પ્રયાસ કરે છે.
ઉદાહરણ તરીકે મોરોક્કોમાં બકરા ઝાડ પર ચઢીને જે સ્વીટ ડાળીઓ હોય ત્યાં સુધી પહોંચી જાય છે. એક પ્રયોગમાં બકરા પદાર્થ શોધી લાવે એટલે તેમને રીવોર્ડ રૃપે ખાસ ભાવતી ચીજ આપવામાં આવતી હતી.
બકરાને ફાળવેલું કામ તે કરે એટલે તેને ઈનામ મળતું હતું. ૧૦ બકરાઓને તાલિમ આપવામાં આવી હતી જેમાં બકરો બટન દબાવે એટલે પીવાનું પાણી આવતું હતું. આ સિસ્ટમથી બકરો ટેવાય એટલે તેને સતત પાંચ દિવસ તાલીમ અપાઇ હતી.
આ માટે બકરો એમ માનતો હતો કે હું બટન દબાવીશ એટલે મને રીવોર્ડ મળશે. આમ રીવોર્ડ મેળવવાની લ્હાયમાં ને લ્હાયમાં તે બટન દબાવતા શીખી જાય છે. આ સંશોધન એટલા માટે હતું કે જે બકરાને આપણે બ્રેનલેસ સમજીએ છીએ તેનામાં બ્રેન પણ છે અને તે યાદ પણ રાખે છે.
લંડનની ક્વીન મૅરી સંશોધન કરનારાઓએ નોંધ્યું છે કે બકરાઓ તેમનો અવાજ પણ બદલી શકે છે. જ્યારે એક અઠવાડીયાનું બચ્ચું તેના બીજા બંધુઓ સાથે બેઠું હોય ત્યારે હુમલાખોરનો સંકેત આપવા વિશિષ્ઠ પ્રકારનો અવાજ કાઢે છે. એવી જ રીતે પાંચ અઠવાડીયાનું બચ્ચું તેની ઉંમરના બીજા પ્રાણીઓના બચ્ચાં સાથે બેઠું હોય તો મિત્રતા કેળવવા તે બીજો અવાજ કાઢે છે. આ પ્રયોગ પરથી એ જાણવા મળ્યું હતું કે બકરાના બચ્ચાં જ્યારે તેમના જ સાથીઓ સાથે ઊભા થાય ત્યારે સોશ્યલી એક્ટીવ થવા જુદા અવાજ કાઢે છે.
આપણી સૃષ્ટિએ તેના પ્રાણીઓને ઉત્પન્ન કરવામાં થોડી પણ ભૂલ કરી નથી. આ પ્રાણીઓ કેટલા બુધ્ધિશાળી છે તે પણ જાણી શકાયું છે. જોકે ખોરાકમાં તમે પ્રાણીનો ઉપયોગ ના કરો એ સમજાવવું બહુ મુશ્કેલ છે.