દૂધ ગટગટાવતાં પહેલાં વાંચો, તે જોખમી બની શકે છે
- શું તમે સરળતાથી શ્વાસ લો છો ખરા?
સંવેદના - મેનકા ગાંધી
- સામાન્ય રીતે શરીર રોજ એક લિટર જેટલી લાળ ઉત્પન્ન કરે છે અને તે ગળા પરથી નીચે ઉતરે છે
- લાળ ઉત્પન્ન કરતાં તત્વોની યાદી પણ આપી છે જેમાં રેડ મીટ (માંસ), દૂધ,ચીઝ, દહીં,આઇસક્રીમ, બટર, એગ, બ્રેડ, પાસ્તા, સ્વીટ ડેઝર્ટ,કેન્ડી, કોફી, ચા,સોડા, આલ્કોહોલીક બીવરેજીસનો સમાવેશ થાય છે
- જ્યારે આંતરડામાં વધુ લાળ ભેગી થાય છે ત્યારે તે આંતરડાની અંદરની સપાટી પર ચોંટી જાય છે. ત્યારે બ્લોકેજ જેવી સમસ્યા તેમજ શરીરમાં બેચેનીની સમસ્યા શરૂ થાય છે....
કોરોના રોગચાળાની સૌથી મોટી અસર એ થઇ છે કે લોકો ફેફસા અને શ્વસન તંત્રની સિસ્ટમ અંગે વિચારતા થઇ ગયા છે. શું તમે સરળતાથી શ્વાસ લો છો ખરા? તમે સરળતાથી શ્વાસ લો એ તમારા ફેફસા માટે બહુ મહત્વનું છે. કેટલાક મુદ્દા એવા હાયે છે કે જેના પર આપણે વ્યક્તિગત સ્તરે નિયંત્રણ રાખી શકતા નથી. જેમકે હવામાં પ્રદૂષણ વગેરે. તમારી ફેક્ટરી હોય તો તેમાંથી પ્રદૂષણ ફેેલાય તે સ્વભાવિક છે પરંતુ જ્યારે તમે ફટાકડા ફોડો છો ત્યારે પ્રદૂષણ ફેલાતું અટકાવવું તમારા હાથમાં છે. તમે ચાલી શકતા હો તો પણ તમે કારનો ઉપયોગ કરો છો તે ખોટું છે. વૃક્ષો રોપીને તમે પ્રદૂષણ ઓછું કરી શકો છો. એવી રીતે ખોરાક પર નિયંત્રણ રાખીને પણ તમે સહયોગ કરી શકો છો.
તમારો રોજીંદો આહાર પણ ફેફસા માટે જોખમી બની શકે છે. જેમકે દૂધ કે દૂધની બનાવટની કોઇ પણ ચીજો જેવીકે દહીં,ચીઝ ,પનીર, આઇસક્રીમ, બટર, ઘી વગેરે તેમજ ચા, ચોકલેટ, બિસ્કીટ કે ડેઝર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
દૂધ શા માટે ખબર છે? જ્યારેતમે બિમાર પડો છો ત્યારે ડોક્ટર તમને દૂધ બંધ કરવાનું કહે છે. કેમકે બિમારીના સમયે તમે યોગ્ય રીતે શ્વાસ લો તે જરુરી હોય છે. બિમારીના સમયમાં શ્વાસ લેતી વખતે કફ તેમજ લાળ હવા જવાના પેસેજને રોકી નાખે છે. માટે કફ ના થાય તે જરુરી હોય છે.
લાળ એ નાકની અંદરની સપાટી, ગળાની સપાટી, સાઇનસ ફેફસાના ઉપરના ભાગ પર, નાનું આંતરડું, મોટું આંતરડું, શ્વસન ટ્રેક તેમજ આંખના ડોળાની બાજુના ભાગમાં મ્યુકસ સેલ ઉભા કરે છે. તેનું મુખ્ય કામ માંસ પેશીઓને સૂકાઇ જતી બચાવવાનું હોય છે.
તે એક ચીકણો પદાર્થ છે. શરીરમાં પ્રવેશતી ગંદકી,ડસ્ટ વગેરેને તે ઓખળી લે છે અને તેની આસપાસ વિંટળાઇ વળીને તેને ફસાવીને ફેફસા સુધી પહોંચતા અટકાવે છે.
સામાન્ય રીતે શરીર રોજ એક લિટર જેટલી લાળ ઉત્પન્ન કરે છે અને આપણને એ વાતની ખબર પણ નથી પડતી. તે ગળા પરથી નીચે ઉતરે છે. જ્યારે શરીરમાં કોઇ બળતરા થાય છે કે તમે ઉશ્કેરાટ અનુભવો છો ત્યારે લાળ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે પરંતુ ત્યારેે તે થોડી જાડી થઇ જાય છે. જો શરીરમાં વધુ લાળ ઉત્પન્ન થાય તો તે નાકમાંથી પાણી જેવા પ્રવાહીની જેમ બહાર નીકળે છે. ઉદાહરણ તરીકે તમને સખત કફ થયો હોય તો તમારે સમજવું કે લાળના ઉત્પાદનનું પ્રમાણ વધ્યું છે.
તમે સવારે ઉઠો ત્યારે તમારી આંખોમાં બહુ પીયા હોય(આંખોના ખૂણામાં દેખાતો ચીકાશ વાળો પદાર્થ), નાકમાથી પાણી નીકળતું હોય તો સમજવું કે તમારું શરીર અંદર આંદોલન કરી રહ્યું છે. જેના કારણે લાળનું ઉત્પાદન વધ્યું છે. તે નાક વાટે કે આંખ વાટે બહાર નીકળે છે. શરીરમાં પ્રવેશેલા કોઇ ખોરાક કે કોઇ બીનજરુરી પાર્ટીકલ સામે કે કોઇ એલર્જી સામે તે જંગ કરી રહ્યું છે.
પાચન તંત્રમાં લાખો નાની પેશીઓ હોય છે જે ખોરાકમાંના પોષક તત્વો શોષી લે છે . ૮૦ટકા જેટલા આવા તત્વો નાના આંતરડામાંજ શોષાઇ જાય છે. જ્યારે આંતરડામાં વધુ લાળ ભેગી થાય છે ત્યારે તે આંતરડાની અંદરની સપાટી પર ચોંટી જાય છે. ત્યારે બ્લોકેજ જેવી સમસ્યા તેમજ શરીરમાં બેચેનીની સમસ્યા શરુ થાય છે. તેના કારણે ખોરાકમાંના તત્વોનું બરાબર શોષણ નથી થતું.એટલે શરીરમાં પ્રવેેશેલા મોટા કદના તત્વોને શોષી શકાતા નથી એેટલે તે શરીરમાં બગાડ શરુ કરે છે.
વધુુ લાળ ઉત્પન્ન થવા પાછળનું એક કારણ ડાયટ પણ છે. ડેેરી પ્રોડક્ટ પણ તેમાં વધુ મહત્વનો રોલ ભજવે છે. દૂધ પીધા પછી વધુ લાળ ઉત્પન્ન થાય છે. કેટલોક ખોેરાક ખાવાથી નાસિકામાંથી પ્રવાહી આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઇ તીખો પદાર્થ ખાવામાં આવે છે ત્યારે નાકમાંથી પાણી પડવા લાગે છે. કેટલાક લોકોને મિલ્ક પ્રોટીનના રિએક્શનમાં પણ આવી સ્થિતિ વર્તાય છે. બે ખોરાક એવા છે કે જે શરીરમાં વધુ લાળ ઉત્પન્ન કરે છે જેમાં દૂધ અને ધઉંનો સમાવેશ થાય છે.
તેના બે કારણો એ છેે કે ડેરી પ્રોડક્ટમાં રહેલું કેસીન અને ઘઉંમાં રહેલું ગ્લુટેનને પેટમાં પચાવવા બહુ તેજ એસિડની જરુર પડે છે. આવા ફૂડ તેના મોટા પાર્ટીકલ છોડી દે છે જે શરીર માટે કોઇ રીતે ઉપયોગી નથી હોતા. આવા પાર્ટીકલ શરીરમાં સડો ઉત્પન્ન કરે છે. તે શરીરમાં આવતા બીજા ખોરાકને ચેપ ના લગાડે એટલે શરીર વધુ લાળ ઉત્પન્ન કરે અને સડી રહેલા ખોરાકની આસપાસ વીંંટળાઇ જાય છે અને તેને બાજુ પર ધકેલી દે છે.
લાળના કારણે શ્વાસ લેવામાં કેવી તકલીફ પડે છે તે જોઇએ. મિલ્ક એક પ્રકારનું ઇમલ્સન છે. તેમાંની ચરબી લાળ સાથે મળીને તે ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે જે શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરે છે. ૧૨મી સદીમાં થયેલા સંશોધનોમાં જણાવાયું હતું કે ડેરી પ્રોડક્ટ વધુ લાળ ઇત્પન્ન કરે છે જે શરીર માટે જોખમી હોય છે જેના કારણે શ્વસન તંત્રને લગતા રોગો થાય છે. એમ પણ કહેવાયું હતું કે દૂધના કારણે ડાયાબીટીસ, હેપેટાઇટીસ, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પરંપરાગત ચાઇનીઝ મેડિકલ સિસ્ટમ જણાવતી હતીકે ડેરી પ્રોડક્ટના કારણે લાળ જાડી થાય છે તે નુકશાન કારક છે.
ડેરી ઉદ્યોગ સેશોધનના નામે સેંકડો સ્પોન્સર્ડ આર્ટીકલ છપાવે છે કે દૂધ નુકશાનકારક નથી. તે લાળનું ઉત્પાદન વધારતું નથી. ત્યારબાદ દૂધ પીવું અને લાળનું ઉત્પાદન વધવું તે બાબતના અનેક પ્રયોગો થયા હતા.
જોકે વિવિધ સાયન્ટીફીક સંશોધનો પરથી એવું તારણ જાણવા મળ્યું હતું કે લાળના ઉત્પાદન માટે જરુરી એવું જીન્સ દૂધમાં રહેલા પ્રોટીનના કારણે સક્રીય થાય છે. લાળની અસર આંતરડા પર થાય છે પરતું જો તેના પર સોજો હોય કે તે ચેપના કારણે નબળા પડી ગયા હોય તો તે શ્વસન તંત્ર પર અસર કરે છે ત્યાંથી તેને શરીરના કોઇ પણ ભાગમાં છવાઇ જવાની જગ્યા મળી જાય છે.
લંગ હેલ્થ ઇન્સ્ટિટયૂટના જણાવ્યા પ્રમાણે જો તમને ફેફસાના રોગ હોય તો લાળનું વધુ પડતું ઉત્પાદન જોખમકારક બની શકે છે. લંગ હેલ્થ ઇન્સ્ટિટયૂટ કહે છે કે લાળ ઉત્પન કરતાં તત્વોથી લોકોએ દુર રહેવું જોઇએ.
લાળ ઉત્પન કરતાં તત્વોની યાદી પણ આપી છે જેમાં રેડ મીટ (માંસ), દૂધ,ચીઝ, દહીં,આઇસક્રીમ, બટર, એગ, બ્રેડ,પાસ્તા, સ્વીટ ડેઝર્ટ,કેન્ડી, કોફી, ચા,સોડા, આલ્કોહોલીક બીવરેજીસનો સમાવેશ થાય છે.
લાળનું ઉત્પાદન ઘટાડતા કેટલાક તત્વોમાં પાંદડાવાળા શાકભાજી,તરબૂચ, પાઇનેપલ, ડુંગળી, લસણ આદુ,ઓલિવ ઓઇલ, સૂપ, મધ કે અગાર વગેરેનો સમાવેશ થાય છે.