કબુતર બ્રેસ્ટ કેન્સર ડીટેક્ટ કરી શકે છે
- સંવેદના - મેનકા ગાંધી
- કબુતરને તાલિમ આપવામાં આવે તો તે કેન્સર શોધવામાં 85 ટકા સફળ થાય છે
- ચમત્કારિક નિર્દોષ પક્ષીઃ તે કલર ઓળખી શકે છે, મીરરમાં પોતાની ઇમેજ ઓળખી શકે છેઃ સારા પેરેન્ટસ બને છે
- ચાર્લસ ડાર્વિન કબુતરોની પ્રકૃતિથી ખૂબ પ્રભાવિત થઇ ગયા હતા અને તેમની ક્લબ પણ બનાવી હતી તેમજ તેમના વિશે તે વારંવાર લખતા હતા
- કબુતરનું બચ્ચું ભાગ્યેજ બહાર ફરતું જોવા મળશેે કેમકે તેના પેરન્ટસ તેને માળામાં જ રાખે છે અને ઉડવા માટે પરિપક્વ થયા પછી જ બહાર જવા દે છે
- જો કે આ નિર્દોષ પ્રાણીની સ્થિતિ વર્તમાનમાં બહુ કફોડી છે. તે ગંદકી કરે છે એમ કહીને મેટ્રેાસિટીમાં તેમને દૂર કરવામાં આવે છે તેેમજ માળા બાંધવા નથી દેવાતા. કેટલાક કબુતરો ટ્રાફિકના કારણે કપાઇ જાય છે ....
બધા જાણે છે કે કાગડો બહુ ચતુર પક્ષી છે પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે એક સાથે અનેક કામ કરવામાં માણસ કરતાં કબુતર ચડીયાતું સાબિત થયું છે. આ વાત ના માન્યામાં આવે એવી ભલે હોય પણ તે વિજ્ઞાાનીઓએ તે સાબિત કરી આપ્યું છે.
રુહર ખાતેની યુનિવર્સિટી ઓફ બોછનના વિજ્ઞાાનીઓએ કબુતરને એવી જોબ આપી હતી કે પહેલાં લાઇટ પ્રેશ કરવીને પછી કી બેાર્ડ પ્રેશ કરવું. જેમાં માણસ અને કબુતર એમ બંનેની સ્પીડની પરીક્ષા કરાઇ હતી. બંનેની ઝડપ એક સરખી હતી. પરંતુ તેમને તરત બીજા કામ પર શીફ્ટ કરવાની પરીક્ષા લેવાઇ તેમાં કબુતર માણસ કરતા વધુ ઝડપી સાબિત થયું હતું.
૨૦૧૫માં થયેલા એક અભ્યાસ અનુસાર વ્યક્તિના શરીરમાં જીવલેણ કેન્સર છે કે પ્રારંભિક સ્તરનું કેન્સર છે તે કબુતર શોધી શકતું હતું. યુનિવર્સિટી ઓફ કેલીફોેર્નીયાના ડેવીસ મેડિકલ સેન્ટર ખાતે કરાયેલા એક પ્રયોગમાં બંધ રુમમાં સંભવિત બ્રેસ્ટ કેન્સરની બાયોપ્સી મેગ્નિફાય કરીને મુકાઇ અને ત્યાં કબુતરોને તપાસ માટે છોડાયા ત્યારે કબુતરે પ્રારંભિક સ્તરનું કેન્સર શોધી કાઢ્યું હતું એટલેકે તેની સારવાર શક્ય હતી. આ પ્રયોગોમાં કબુતર વારંવાર સફળ થતું હતું.
સાયન્ટિફિક અમેરિકનમાંતો એમ કહ્યું છે કે જો કબુતરને વ્યવસ્થિત તાલિમ આપવામાં આવે તો તે કેન્સર શોધવાના કામમાં ૮૫ ટકા સફળ થાય છે. જ્યારે ફ્લોક સોર્સીંંગ ( દરેક કબુતરની તમામ પરિક્ષણની ક્ષમતા) પ્રમાણે ગણત્રી કરીએ તો કેન્સર શોધવાના પ્રમાણમાં કબુતરોને ૯૯ ટકા સફળતા મળે છે.
એટલે કે પેથોલોજિસ્ટ જે એક્યુરેસી બતાવે છે તેજ કબુતર બતાવી શકે છે. પરિક્ષણ દરમિયાન એ પણ નોંધાયું છે કે કબુતર કેાઇ નવી ઇમેજ હોય તો તેને પણ ધ્યાનથી જોતું હોય છે અને તે યાદ પણ રાખતું હોય છે.
મેટ્રોસીટીમાં જ્યારે કબુતર ચણ લેવા જાય છે ત્યારે તે એેક જ જગ્યાએ જાય છે. તેના રુટની તેને ખબર હોય છે. ત્યાં ચણ કોણ નાખે છે તે પણ તે જાણે છે.પેરિસ ખાતે ૨૦૧૧માં થયેલા સંશોેધનો અનુસાર કબુતર ઓળખી શકે છે કે તેના શુભચિંતક કોણ છે અને તેને પકડવા કોણ આવ્યું છે. જેવો કોઇ પકડનાર નજીક આવે છે કે તે ઉડી જાય છે. પકડનારા લોકો ખોરાક આપતા હોય તો પણ કબુતર તેનાથી દુર રહે છે. ડૉ. ડેલીલાના નેતૃત્વ હેઠળ સતત કરાયેલા સંશોધનો પ્રમાણે નજીક આવનાર હુમલાખોેર કપડા બદલીને આવે તો પણ કબુતર તેને ઓળખી લે છે.
કબુતરની દ્રષ્ટી પણ બહુ તેજ હોય છે.તે કલરના શેડ પણ ઓળખી શકે છે. ૨૦૧૬માં થયેલા એક અભ્યાસ અનુસાર કબુતર અંગ્રેજીના આલ્ફાબેટ્સ પણ ઓળખી શકે છે. તે અક્ષરોની હારમાળા તેમજ એક અક્ષરને ઓળખી ને છૂટા પાડી શકે છે. ચારને તો એવી તાલિમ અપાઇ હતી કે તે ૨૬ થી ૫૮ શબ્દો ઓળખી શકે. જે શબ્દો કબુતરોએ પહેલાં ના જોયાં હોય તેને પણ તે છૂટા પાડી શકતા હતા.
બે આંકડાના સરવાળા પણ તે સાચા ઓળખી બતાવતા હતા. રીસસ મંકી(વાનરની એકજાત)ની સરખામણી તેમની સાથે કરી શકાય. ૧૯૫૦ના દાયકામાં સાયકોલોજીસ્ટ બી.એફ.સ્કીનરે તેમના કબુતરોને પીંગ પોંગ રમતા શીખવાડયું હતું. આ રમતમાં ખાસ સમજ અને દક્ષતા જોઇએ જે કબુતરોમાં જોવા મળી હતી.
૨૦૧૭માં કરંટ બાયોલોજીમાં એક સંશોધનાત્મક અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જેમાં લખ્યું હતું કે કબુતરોને જગ્યા તેમજ સમયની ઓળખ હોય છે. કબુતરોમં વોટર કલર ઓળખી શકવાની શક્તિ હોય છે તે સંશોધનો પરથી જાણવા મળ્યું છે.
મીરર ટેસ્ટમાં પણ કબુતરો પાસ થયા છે. મીરર ટેસ્ટ એટલેકે પોતાનું પ્રતિબીંબ ઓળખવાની ક્ષમતા. પ્રાણી જગતમાં કબુતર એકલુંજ એવું છે કે જે પોતોનું પ્રતિબીંબ ઓળખી શકે છે.
પેરન્ટીંગની બાબતમાં (બાળકોેની સાર સંભાળ) પણ કબુતરો બહુ જવાબદારી બતાવે છે. માળામાં પણ તે ભાગે પડતી જવાબદારી રાખે છે. જેમ કે ઇંડાનું સેવન કરવું, આરામ કરવાનો સાથીને સમય આપવો વગેરે. તમને કબુતરનું બચ્ચું ભાગ્યે જ બહાર ફરતું જોવા મળશેે કેમકે તેના પેેરેન્ટસ તેને માળામાંજ રાખે છે અને ઉડવા માટે પરિપક્વ થયા પછીજ બહાર જવા દે છે. જ્યાં સુધી તેમનું બચ્ચું પુખ્તવયનું ના દેખાય ત્યાં સુધી તેના પેરન્ટ્સ તેને માળામાંથી બહાર નથી જવા દેતા. તે જીવન ટકાવવા માટે સંવનન કરે છે અને પોતાના પાર્ટનરને છોડતા નથી. એક બિમાર હોય તો બીજો પાર્ટનર તેની સાજા થવા સુધી રાહ જુવે છે.
આ ઝડપી અને સ્માર્ટ પક્ષીને નેવિગેશનની સેન્સના આશિર્વાદ હોય છે. તે સારું જોઇ શકે છે અને સારું સાંભળી શકે છે.
જ્યાં લોકો ખાવાનું છોડી દે છે ત્યાં તે ચણવા જાય છે. કબુતરોને તમે ક્યારેય અંદરોઅંદર ફાઇટ કરતાં નહીં જુઓ. તે બધા સાથે મળીને શાંતિથી ચણે છે. તેમને કોઇ ઉતાવળ નથી હોતી.
કેટલીક વાર તે ગમ્મત ખાતર હવામાં ગુંલાટીયાં પણ મારતા હોય છે. ચાર્લસ ડાર્વિન કબુતરોની પ્રકૃતિથી ખુબ પ્રભાવિત થઇ ગયા હતા અને તેમની ક્લબ પણ બનાવી હતી તેમજ તેમના વિશે તે વારંવાર લખતા હતા.
બોલીવુડની ફિલ્મોેમાં કબુતરોને પ્રેમનું પ્રતિક ગણવામાં આવ્યું છે.
જો કે આ નિર્દોષ પ્રાણીની સ્થિતિ વર્તમાનમાં બહુ કફોડી છે. તે ગંદકી કરે છે એમ કહીને મેટ્રેાસીટીમાં તેને દુર કરવામાં આવે છે તેેમજ માળા બાંધવા નથી દેવાતા. કેટલાક કબુતરો ટ્રાફીકના કારણે કપાઇ જાય છે તો ઉતરાણ જેવા સમયમાં તેમની પાંખો કપાઇ જાય છે. તે માણસ જાત સાથે રહેવા મથે છે બાળકોને તે ગમે છે પરંતુ લોકો મારું ચાલે તે હું શહેરોમાં નસીબ લાવનાર પ્રતિક તરીકે કબુતરોને મુકું અને તેમને ખવડાવું. અહીં યાદ રાખવું જોઇએ કે તે આપણેા આત્મા છે. અનેક સમસ્યાઓ વચ્ચે પણ તે હજુ આપણી વચ્ચેે છે.