પ્રાણીઓની સંભાળ લેનારાને લોકો સહકાર આપે
- મૂંગા પ્રાણીઓના રક્ષણ માટેનો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવા છતાં તેમને મારવામાં આવી રહ્યા છે..
સંવેદના - મેનકા ગાંધી
- મંદસૂર ખાતે મ્યુનિસિપલ ખાતાના એક કર્મચારીએ જાહેરમાં લોકોની હાજરી વચ્ચે લાકડીઓ મારીને એક કૂતરાને મારી નાખ્યો હતો કેમકે તેના માલિકને કોરોના હોવાની શંકા હતી
- એક બસ ડ્રાઇવરે એક પ્રેગનન્ટ ડોગી પરથી બસ વારંવાર ચઢાવી હતી જેથી તેના પેટમાંના બચ્ચાં બહાર આવી જાય. બધાજ છુંદાઇ ગયા હતા. થાણેમાં એક માણસે ક્રિકેટ બેટ લઇને છ ગલૂડીયાંની માને મારી નાખી હતી
૨૪ માર્ચથી જ્યારે લોકોને ફરજીયાત રીતે ઘેેર રહેવાની ફરજ પડી ત્યારે દરેક પાસે પોતાનામાં રહેલી શક્તિને શોધી કાઢવાની તક પ્રાપ્ત થઇ હતી. તે પુસ્તકો વાંચી શકત, કૂંડામાં છોડવા રોપી શકત, કુટુંબ સાથે પત્તાં રમી શકત, ખડખડાટ હસી શકત, ચોખ્ખી હવાના શ્વાસ લઇ શકત, ઘર વિહોણા પ્રાણીઓ અને લોકોને ખાવાનું ખવડાવી શકત, ફેસબુક પર જોક્સ લખી શકત,ઘરકામ કરી શકત, રસોઇ બનાવવાનું શીખી શકત, મ્યુઝીક વગાડી શકત પરંતુ એવું કશું થયું નથી. લોકો એમ માનવા લાગ્યા હતા કે તે જેલમાં પુરાઇ રહ્યા છે અને તે એકબીજાને નુકશાન કરવાના પ્રયાસ કરવા લાગ્યા હતા.
ભારતના લોકોને એમ લાગવા લાગ્યું હતું કે તે જેલમાં પુરાઇ ગયા છે. ઘરના વડિલો પોતે જેલના વોર્ડન હોય એમ વર્તતા હતા. ગામડામાં મોટા લોકો-સત્તા પર બેસનારાઓ પોતે નાના રજવાડાના રાજા હોય એમ વર્તતા હતા. એમ લાગતું હતું કે આપણે કોઇ સાયન્સ ફિક્શન મુવી જોતા હોઇએ અને કોઇ રાક્ષશની પકડમાં આવી ગયા હતા. રેસીડેન્ટ વેલફેર કમિટીઓ સત્તાધીશ હોય એમ ફ્લેટોમાં જે લોકો પાસે પાળેલા પ્રાણીઓ હતા તેમને પરેશાન કરવાના શરુ કર્યા હતા.
મુંબઇમાં બિલાડીને ખવડાવતા એક છોકરાં સામે પગલાં લેનારા સામે મારે લડવું પડયું હતું. તેને છોડાવ્યો હતો અને તેને પરેશાન કરનારા સામે પગલાં લેવડાવ્યા હતા. આવા તો અનેક લોકો હેરાન થયા હતા કે જેમનો દયાળુ સ્વભાવ હતો. આવા ચૂંટાયેલા લોકો અને બની બેઠેલા લોકલ લીડર્સ પોતાના ફેેસબુક પેજ પર પ્રાણીઓ સામે ઝનૂની આંદોલન ચલાવતા હતા. ફ્લેટના સિક્યોરીટી વાળા પાસે દરવાજા બંધ કરીને અંદરના પ્રાણીઓને મારતા હતા. તેમના રક્ષણ માટેનો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવા છતાં તેમને મારવામાં આવતા હતા. ફ્લેટવાળા પ્રાણીઓને બહાર ખવડાવવા માટે પણ સંમતિ નહોતા આપતા. જે લોકો પ્રાણીને ખવડાવશે તેમના ભાડા કરાર રદ કરાશે એવી ધમકી પણ આપવામાં આવતી હતી. મિડલ લેવલ બ્યુરોક્રેટ્સ માટે બંધાયેલ કિર્તીનગર ખાતે એક ૧૬ વર્ષની છોકરી અને તેની માતાને વેશ્યાઓ કહીને એક ડેેપ્યુટી સેક્રેટરી પાછળ દોડયો હતો. આની સામેતો હું લોકડાઉન પછી પગલાં લઇશ. એક કિસ્સામાં ખાવાનું નાખનાર પોતાની પ્રથમ રોટલી પ્રાણીને નાખવા રાત્રી સમયે બહાર ગયેલી મહિલા માટે તરતજ ફ્લેટના ઝાંપા બંધ કરી દેવાયા હતા. તેણીએ આખી રાત બહાર વિતાવી હતી.
હુું જ્યારે આ કોલમ લખી રહી છું ત્યારે એવી ફરિયાદ આવી છેે કે કાંદિવલીના સિધ્ધિમ બિલ્ડીંગ ખાતે પેરાલીસીસથી પીડાતા એક ડોગને ત્યાંનો સિક્યોરીટીવાળો ખુબ મારી રહ્યો છે. મંદસૂર ખાતે મ્યુનિસિપલ ખાતાના એક કર્મચારીએ જાહેરમાં લોકોની હાજરી વચ્ચે લાકડીઓ મારીને એક કૂતરાને મારી નાખ્યો હતો કેમકે તેના માલિકને કોરોના હોવાની શંકા હતી.
દિલ્હીમાં હાઇકોર્ટના એક જજ રોજ તેમના કૂતરા સાથે વોક પર નિકળતા હતા.તે માસ્ક પહેરવા તૈયાર નહોતા. દરમ્યાન વાનરને ખવડાવવાનો પોલિસ પાસ ધરાવનાર એક વ્યક્તિએ આ જજને માસ્ક કેમ નથી પહેર્યો એમ કહીને લાફો મારવાની ધમકી આપીને તેનો વિડીયો ઉતારી લીધો હતો. આ જજે પોલીસ કમિશ્નરને કહીને તેનો પાસ કેન્સલ કરાવ્યો હતો. જો કે મેં વચ્ચે પડીને પાસ પાછો અપાવ્યો હતો. કેટલાક લોકો વર્ષોથી પાડોશીઓની જેમ રહેતા હોય છે પરંતુ તેના પાડોશી જે કૂતરાને ખવડાવે તે કૂતરાના કરડવાના કારણે ઝગડી પડે છે. કેટલાક લોકો પ્રાણીઓના માલિકની હાજરીમાં લડતા જોવા મળે છે. પોતાના મંદિર પાસે કૂતરાને ખવડાવતી એક મહિલા પર પૂજારીએ હુમલો કર્યો હતો. ગુવાહાટીના એક સરકાર હસ્તકના મંદિરના એક નામાંકિત પૂજારીએ દાનમાં મળેલી ગાયોને મેઘાલયના કસાઇની ગેંગને વેચી મારી હતી.
એક બસ ડ્રાઇવરે એક પ્રેગનન્ટ ડોગી પરથી બસ વારંવાર ચઢાવી હતી જેથી તેના પેટમાંના બચ્ચાં બહાર આવી જાય. બધાજ છૂંદાઇ ગયા હતા. થાણેમાં એક માણસે ક્રિકેટ બેટ લઇને છ ગલુડીયાંની માને મારી નાખી હતી. એક વ્યક્તિએ તેના ફેમિલી ડોગને નવમાં માળેથી ફંગોળી દીધો હતો. પ્રાણીઓને ખવડાવતા લોકોને પથ્થર મારવાની ઘટનાઓ પણ જોવા મળી છે.
ગોવાના બેટીમમાં છેલ્લા ૩૦વર્ષથી કૂતરાઓને ખવડાવતા વૃધ્ધ યુગલ પર વિસ્તારમાં નવા રહેવા આવેલા એક સજ્જન અને તેના ત્રણ પુત્રો લાકડીઓ સાથે તૂટી પડયા હતા. પોલીસ તંત્રએ મને જણાવ્યું હતું કે દર સેકન્ડે અમને એવા કોલ મળે છે તે પૈકી એક ક્યાં તો કૂતરાને ખાવાનું ખવડાવનારા અંગે હોય છે કે ખવડાવનારને મારવામાં આવે છે એ પ્રકારના હોય છે. મારે એવા ૭૦૦૦ જેટલા ઝગડા પતાવવા પડે એમ છે.
કેટલાક કિસ્સામાંતો ફરિયાદ એવી હોય છે કે પોલીસ પગલાં ભરતી નથી. તે કાયદાને નહીં પણ તેના ઉપરી અધિકારી જે કહે તેને ફોલો કરે છે. જે લોકો પાસે હિંમત છે તે માણસનું ખૂન કરી શકે છે ,જેમની પાસે એવી હિંમત નથી તે પ્રાણીની હત્યા કરેે છે. એક મહિલા ફિડરને પોતાના મકાનમાં ઘેરી રાખનારને મેં નોટિસ મારી હતી. આ માણસે મને કોલ કરીને તે મહિલા અંંગે બિભત્સ શબ્દો કહ્યા હતા.આ મહિલાએ દરેકનો જીવ જોખમમાં મુકી દીધો છે એમ કહીને તમામ મહિલાઓ માટે ગાળો બકી હતી. અહીં મૂળ વાત મૂંગા પ્રાણીઓની સેવાની છે તેમને ખાવાનું પુરું પાડવાની છે.