For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દર વર્ષે એક અબજ મરઘીઓની કતલ થાય છે..

- મરઘીઓ જ્યારે ખુશ ખુશાલ હોય છે ત્યારે ગીતો ગાતી હોય છે...

Updated: Jun 1st, 2020

સંવેદના - મેનકા ગાંધી


- મરઘીને દયાળુ લોકો ગમે છે. તેની સાથે તે સારી રીતે મિક્સ થાય છે.  તેને એમ લાગે કે તમે તેનું સાંભળો છો તો તે વધુ સારી રીતે મિક્સ થઇ જાય છે

- હકીકત એ છે  મરઘી ઘણા પ્રકારના અવાજ કાઢી શકે છે. મરઘી ઝડપથી  મિત્રો બનાવી લે છે. એક ગૃપમાંથી બીજા ગૃપમાં આવતી મરઘી ફટાફટ બીજા સાથે મિક્સ થઇ જાય છે...

- મરઘી ડર સાથે જીવે છે. તે હતાશામાં સરકી જાય છે. જન્મતાની સાથેજ તેની ચાંચનો આગળનો બાગ એનેસ્થેશીયા આપ્યા વિનાજ કાપી નાખવામાં આવે છે એમ શરુઆતથીજ તે દુખમાં જીવે છે. માનવજાત તેને સુખેથી રહેવાની એક પણ તક નથી આપતી

શું તમને ખબર છે કે મરઘીઓ જ્યારે ખુશ ખુશાલ હોય છે ત્યારે ગીતો ગાતી હોય છે ?

લોકડાઉનના સમયગાળા દરમ્યાન બે મહિના હું સાવ એકલી હતી. આ સમય દરમ્યાન મેં એક કાગડા સાથે ફ્રેન્ડશીપ કેળવી હતી. તેના માટે તમારે નિયમિતતા અને ચોક્કસ સમય પાળવો પડે છે. આખો દિવસ પ્રાણીઓ બચાવવાના કામમાં વ્યસ્ત રહ્યા બાદ સાંજે હું ઘેર આવું પછી બે બિસ્કીટ હાથમાં લઇને હું કા..કા.. કરીને તેમને બોલાવું છું. ક્યારેક તે મિત્રો સાથે આવે છે તો ક્યારેક તે એકલો આવે છે. બિસ્કીટ તોડીને હું દિવાલની ઉપર મુકું છું અને બાજુુમાં પાણીનો બાઉલ મુકું છું. તે બિસ્કીટનો ટુકડો લઇને પાણીમાં નાખીને ખાય છે. ઘણીવાર કોઇ ખિસકોલી પણ તે ખાવા આવે છે ત્યારે કાગડા કા...કા કરીને તેના મિત્રોને બોલાવીને  ખિસકોલીને ખોરાકથી દુર રાખે છે અને પછી ઉડી જાય છે. તે ખાય ત્યારે હું પીઠ ફેરવીને ઉભી રહું છું. બે વાર એવું થયું છે કે તે મારી નજીકથી ઉડીને જાય છે. તેની પાંખો મને સ્પર્શે એમ કરે છે.

આમ થાય એટલે મને એમ લાગે છે કે હું એક કિશોરી છું અને મારા પ્રથમ પ્રેમને જોઇ રહી છું. જે દિવસે કાગડો મારી પાસે ના આવે કે બિસ્કીટ ના ખાય તો મારી દશા કોઇ  હતાશ પ્રેમી જેવી થતી હતી. તેને બોલાવા હું બીજો ખોરાક મુકતી હતી એને તે આવીને ખાય એટલે દુર છુપાઇ જતી હતી. એક પ્રાણી સાથે કેવો લગાવ થઇ જાય છે તે મેં જાળ્યુંં છે.

ખુશ ખુશાલ પ્રાણીઓને જોઇને તમને પણ ખુશી મળી શકે છે. જે  આવા આનંદને મહેસૂસ ના કરી શકે એવા લોકો પોતાના આત્માને કે પોતાની જાતને ઓળખી શકતા નથી એમ કહી શકાય. કેમકે ખુશાલીજ આ સૃષ્ટીમાં મહત્વની છે. પ્રાણીઓ તાત્કાલીક ખુશી પણ આપી શકે છે.

જે લોકો એ તેમના ફાર્મમાં મરઘી પાળી છે તે શું કહે છે તેના કેટલાક  અનુભવોના અંશો અહીં આપ્યા છે. તેમને રમવું ગમે છે. ખાવાના સમયને બાદ કરતાં કહીએ તો તે સતત કંઇક કર્યા કરે છે. તે દરેક વસ્તુ સાથે આનંદ લૂંટે છે. તે ગીત જેવું કશુંક ગાયા કરે છે. તે દિવાલ પર બેસી જાય છે. સન બાથ લેતા હોય એમ લાગે છે. કોઇ પણ વસ્તુ પર તે ચાંચ મારે છે પોતાનું શરીર સાફ કર્યા કરે છે.

જ્યારે તેમને ખાવા માટેના દાણા કે ઘાસ નાખવામાં આવે છે ત્યારે તે વાહન પર ચઠી જાય છે અને ખુશાલી વ્યક્ત કરવા લાગે છે. તો ઘાસની પાછળ છુપાયેલી હોય તો પણ એકદમ બહાર આવીને ચીં..ચીં..કરીને ગીતો ગાવા લાગે છે.

   મરઘીઓને માણસની કંપની ગમે છે. અમારે ત્યાંની મરઘીઓ કોઇ સાથે વાત કરવા એટલે કે કોમ્યુનિકેટ કરવા તૈયાર નથી હોતી. કોઇ તેમને પકડી પણ શકતું નથી હોતું. એક પ્રસંગે કૃષિ વિષયક માહિતી મેળવવા આવેલા વિદ્યાર્થીઓના ગૃપની સાથે મરઘીઓ પર રાઉન્ડમાં ગોઠવાઇ ગઇ હતી અને બધું સાંભળતી હોય એમ શાંંતિથી ગોઠવાઇ ગઇ હતી. આ મરઘીઓ ઉંચી થઇ થઇને સાંભળતી હતી તેમજ પોતે હાજર છે એમ ઉભેલા અન્ય વિદ્યાર્થીઓને જણાવવા માંગતી હતી.

 જો મરઘીની પાંખો કાપી નાખવામાં આવે તો તેના મિત્રો તેની સંભાળ રાખવા લાગે છે. તે ખાય પછી જ બીજી મરઘીઓ ખાય છે. જો તે મોતને ભેટે તો બીજી મરઘીઓ ઇંડા મુકવાનું બંધ કરી દે છે. શું તેને શોક પાળવો  ના કહી શકાય? 

જેમ માનવ જીવનમાં માતા પોતાના બાળક માટે ફૂડના ટુકડા કરી આપે છે એમ મરજી પણ તેના સંતાનોે માટે ફૂડના નાના ટુકડા કરી આપે છે. જો સંતાનો કંટાળી ગયા હોય તેા મરઘી તેમને વિવિધ અવાજો કાઢીને મૂડ સુધારી આપે છે. હકીકત એ છે  મરઘી ઘણા પ્રકારના અવાજ કાઢી શકે છે. મરઘી ઝડપથી મિત્રો બનાવી લે છે. એક ગૃપમાંથી બીજા ગૃપમાં આવતી મરઘી ફટાફટ બીજા સાથે મિક્સ થઇ જાય છે.

મારોે અનુભવ લખું તોે બરેલી ખાતે એકવાર કેટલાક છોકરાઓ મરઘીના નાના બચ્ચાંને ટેનિસ બોલની જેમ ઉછાળીને રમતા હતા. હું બચ્ચાને બચાવીને મારા ઘેર લઇ આવી હતી. આ નાનકડું બચ્ચું મારી નજર સામે મોટું થઇ ગયું હતું. તે મારા રૂમમાં સુઇ જતું હતું. તેના દાંતથી મારી બેડશીટને ચાંચો માર્યા કરતું હતું. તે મારી પાછળ ફર્યા કરતું હતું. હું ન્હાવા માટે જઉં તો તે ડોલ પર બેસી રહેતું હતું. મિરરમાં જોઇને હું તેની સીથે હાઇડ એન્ડ સીક ગેમ રમતી હતી.

મારા ઘરના એકે એક ખૂણે તે ફરતું હતું . તે દરેક ખૂણે એટલા માટે ફરતું કે ત્યાંં તેના રસની કોેઇ ચીજ તો નથીને તે શોધ્યા કરતું હતું. તેની કાઇ  સંભાળ રાખે તે તેને ગમતું, કોઇ તેને હડ હડ કરે તે તેને ન હોતું ગમતું. હું કોઇ  પુસ્તક વાંચતી હોઉં તો તે મારા ખોળામાં ચઢીને મારી  સામે જોયા કરતું હતું. આવા બાળક જેવા કૃત્યો કરે તે કોને ના ગમે?

મરઘીને દયાળુ લોકો ગમે છે. તેની સાથે તે સારી રીતે મિક્સ થાય છે. તેને એમ લાગે કે તમે તેનું સાંભળો છો તો તે વધુ સારી રીતે મિક્સ થઇ જાય છે. આ એ મરઘીઓ છે કે જેને આપણે પિંજરામાં કેદ કરી રાખીએ છીએ. તે બધી દુખી થાય છે. કેદખાનામાં તેમના હાડકા તૂટી જાય છે, તેમના પીંજરામાંથી ગંદી વાસ આવે છે. તેમના પીંછા સુકાઇ ગયા હોય છે. તે ખુબ હતાશ હોય છે. તેની કતલ કર્યા પછી માણસ તેનું માંસ શોખથી આરોગે છે.

મરઘી ડર સાથે જીવે છે. તે હતાશામાં સરકી જાય છે. તેના જન્મતાની  સાથેજ તેની ચાંચનો આગળનો ભાગ એનેસ્થેશીયા આપ્યા વિનાજ કાપી નાખવામાં આવે છે એમ શરુઆતથીજ તે દુખમાં જીવે છે. માનવજાત તેને સુખેથી રહેવાની એક પણ તક નથી આપતી.

શરમની વાત તો એ છે કે  આપણે દર વર્ષે એક અબજ મરઘાઓની કતલ કરીએ છીએ.

શું તમને એમ લાગે છે કે માણસ પોતાની આસપાસ મૂંગા પ્રાણીઓ પર આટલો બધો અત્યાચાર ગુજારતેા રહે તો તે સુખી રહી શકે ખરો?

Gujarat